|| શ્રી ગોપાલો જયતે ||
ગોકુલ મંગલ આજ દેખીયત, ગોકુલ મંગલ આજ ||
સબ કોઇ સિંગાર હાર સજ, ગૃહે ગાવતી દ્વિજ રાજ.||૧||
આજે ગોકુલમાં સર્વ આનંદ રૂપ નજરમાં આવી રહ્યું છે, વ્રજયુવતિ પોતાના ગૃહે તૈયાર થઈ શ્રીરઘુનાજીના ગૃહે મંગલ પ્રાગટયના ગીત ગાઈ રહી છે.
બાજત ભેરી મૃદંગ નગારે, ચંગ ગડગડી તાલ ||
ઉમંગ્યો નાચત હૈ બ્રજવાસી, પ્રગટે ગોખ ગોપાલ.||ર||
વિવિધ પ્રકારના વાજીંત્રો વાગી રહ્યા છે , શ્રી ગોપાલલાલના પ્રાગટયથી વ્રજવાસી આનંદપૂર્વક નાચી રહયા છે.
બિબિધ બસન પટ ભુક્ષન વિપ્રને, દેત દાન રઘુરાઈ ||
કાનદાસ પ્રભુ ત્રિભોવન ભુક્ષન, ગિરિ ગોવર્ધન ધારી.||૩||
શ્રી રધુનાથજી વિપ્રજનોને વસ્ત્ર તથા આભુષણનું દાન આપી રહ્યા છે. કાનદાસ કહે છે મારા સ્વામિ ત્રણેય ભુવનમાં આભુષણ રૂપ છે. જેણે દ્વાપરમાં ગિરિરાજ પર્વતને ધારણ કરી ગોવર્ધનનાથ એવું બિરદ મેળવેલ તેજ સ્વરૂપ ભૂતલમાં પધાર્યું છે.
(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને ‘જય શ્રી ગોપાલ’ ||