|| શ્રી ગોપાલો જયતે ||
ત્રિભુવનપતિ શ્રીગોપાલજી, કલ્પ તરૂ પુત ભયે રઘુનાથ કે હો ||
ભાદો વદી ખષ્ટિ રવિકી, અશ્વિની નક્ષત્ર ધરીકે હો.||૧||
ત્રણેય ભુવન સ્વર્ગલોક, પાતાલલોક તથા પૃથ્વીલોકના સ્વામિ શ્રીગોપાલલાલ કે જે ઇચ્છિત ફળ આપનાર વૃક્ષની નીચે જેમ ઉભા હોઇયે તે જેમ વસ્તુ આપે તેમ ઇચ્છિત લીલાનું દાન કરનાર શ્રીરઘુનાથ ગૃહે પુત્ર સ્વરૂપે પધાર્યા છે. શ્રાવણ વદ છઠ, રવિવાર, અશ્વિની નક્ષત્રમાં પ્રાગટય થયું છે.
સ્વર્ગ મૃત્યુ પાતાલન કે અધ, થરકી થરકી થરકે હો ||
કલિમલ કંપિત દુક્રિત દૂર ભયે, સરકી સરકી પુની સરકે હો.||૨||
શ્રીગોપાલલાલના પ્રાગટયથી ત્રણેય ભુવનના જે પાપો હતા તે ભયથી કંપવા લાગ્યા. તેમને રહેવાનું સ્થાન હવે નહિ રહે માટે. જીવોને ભગવદ વિમુખ કરવાનો કલિ- યુગનો જે પ્રભાવ હતો તે શ્રીગોપાલલાલના પ્રાગટયથી દૂર થયો.
મંગલ સાજ સજે બ્રજ બિનતા, પલકી પલકી પુની પલકે હો ||
નવસત સાજ સિંગાર સુભગ તન, ઝલકી ઝલકી પુની ઝલકે હો.||૩||
વ્રજયુવતિ પોતાના દેહ પર નૂતન વસ્ત્ર ધારણ કરે છે. પોતાના નૂતન વસ્ત્રથી પોતાનેજ વારંવાર પોતાની તરફ જોવાનું મન થાય તેવો આનંદ અંદરથી થઈ રહયો છે. સોળે શણગાર પોતાના શરીર પર ધારણ કર્યા છે તે ઝગમગી રહયા છે.
બ્રહ્મા ઇશ ઇંદ્ર શુક શારદ, હરખી હરખી પુની હરખે હો ||
દેવ વિમાન પહોચ્ચ અપને કર, બરખી બરખી પુની બરખે હો.||૪||
સમગ્ર દેવગણ પ્રભુના પ્રાગટયથી વારંવાર આનંદિત થઈ રહયા છે. કારણ કે હવે ધર્મનું સ્થાપન થશે. દેવો વિમાન લઈ ગોકુલમાં વારંવાર પુષ્પની વૃષ્ટિ કરી રહયા છે .
હલદ દધિકે ભાજન ભરી ભરી, છીરકી છીરકી પુની છીરકે હો ||
શ્રીવલ્લભ સુત વિઠ્ઠલેશ દેખી મુખ, મરકી મરકી પુની મરકે હો.||પ||
વ્રજવાસી પ્રભુના પ્રાગટયના આનંદથી પોતાના ઘરોમાંથી દૂધ, દહીંના વાસણો ભરી ભરી એકબીજા પર છીરકી આનંદ વ્યકત કરી રહયા છે. શ્રીવલ્લભાચાર્યના પુત્ર શ્રી વિઠ્ઠલેશ શ્રીરઘુનાથજીના પુત્રના મુખનું દર્શન કરી હસી રહયા છે.
વામ ભુજા મિલવે કે કારન, ફરકી ફરકી પુની ફરકે હો ||
દાસ કુશલ વાર કોટિ મનોભવ, નિરખી નિરખી પુની નિરખે હો. ||૬||
શ્રીનાથજી બાવા ડાબી ભુજા અધ્ધર કરી પોતાના ભકતોને પોતે બોલાવે છે, આ સ્વરૂપ જ શ્રીગોપાલલાલ તરીકે પ્રગટયું છે. દાસ કુશળ કહે છે મારા મનમાં જે ભાવો છે. તે આપના ચરણ કમલ પર ન્યોછાવર કરૂં છું. વારંવાર હું આજ સ્વરૂપને નિરખુ છું.
(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને ‘જય શ્રી ગોપાલ’ ||