|| બાજત પર્મ બધાઇ બ્રજમેં ||

0
81
jayshreegopal.com
jayshreegopal.com

|| શ્રી ગોપાલો જયતે ||

બાજત પર્મ બધાઇ બ્રજમેં, બાજત પર્મ બધાઈ ||
જન્મયો કુંવર જાનકી મૈયા, સકલ ઘોષ સુખદાઇ.||૧||

આજે વ્રજમાં શ્રેષ્ઠ સ્વરૂપના પ્રાગટયથી જયહો જયહો થઈ રહ્યું છે. શ્રીજાનકી મૈયાની કુંખે કુંવર સ્વરૂપે શ્રીગોપાલલાલના પ્રાગટયથી સમગ્ર ભૂમંડલને સુખ થયુ છે,

ભેરી મૃદંગ નગારે ઘોંઘો, બાજત ઢોલ સેનાઇ ||
સુખ કતોહલ રઘુપતિ દ્વારે, રહયો ચોંદશ છાઇ.||૨
||

શ્રીરઘુનાથજીના ગૃહે નગારૂ, મૃદંગ, નગારા, ઢોલક, શરણાઈનું ગાન થઈ રહયું છે. આજે રઘુપતિના ગૃહે સુખનું વાતાવરણ છે. આ સુખનો અનુભવ ચારે દિશામાં વસતા સમૂહને થઈ રહયો છે.

ભાદો માસ સુભગ દિન ખષ્ટિ, રત્ય બરખા જુ સોહાઇ ||
શુભ નક્ષત્ર શુભ વાર ઘડી શુભ, શુભ પત્રિકા સુનાઇ.||૩ ||

વ્રજનો ભાદોમાસ એટલે પ્રજનો શ્રાવણ માસ વદ છઠનો દિવસ ચોમાસાની ઋતુમાં મંદ મંદ વર્ષા થઇ રહી છે. અશ્વિની નક્ષત્ર, રવિવાર, અભિજિત મુહૂર્તમાં પ્રાગટય થયું છે. દ્વિજ દ્વારા જન્મ પત્રિકા તૈયાર કરી વાંચી સંભળાવી છે.

મંગલ કલશ ધરે શિર સુંદરી, ગૃહે ગૃહેથે સબ આઇ ||
દેત આશિષ જીયો સુત મૈયા, હમ બહોત સુખ પાઇ.||૪||

શ્રીગોપાલલાલના પ્રાગટયને વધાવવા વ્રજલલના પોતાના શિરપર કળશ લઈ આવી રહી છે, વ્રજયુવતિ શ્રીઠાકુરજીના દર્શન કરી આશીર્વાદ આપે છે કે મૈયા તારો લાલ ખૂબ જીવે. તેના પ્રાગટયથી અમે ખૂબ સુખી થાશુ તેવો તારો લાલ છે.

દાન માન દીયો બંદીજન, સુંદરી સબ પેનાઇ ||
રામદાસ શ્રીગોપાલ ફેરી બ્રજ, કીરત જુગમેં ગાઇ.||પ||

બંદીજનોને તથા સુંદરીગણને વર્ણવી ન શકાય તેવા દાન આપ્યા છે. રામદાસ કહે છે શ્રીગોપાલલાલે ફરી વ્રજમાં પ્રાગટય લઈ દ્વાપરમાં જે યશ ગોકુલનો હતો તે ફરી આપના પ્રાગટયથી થયો છે.

(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)

|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને ‘જય શ્રી ગોપાલ’ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here