jayshreegopal.com

|| ઉમંગ્યો પર્મ ઉદાર શ્રીરઘુવર ||

|| શ્રી ગોપાલો જયતે ||

ઉમંગ્યો પર્મ ઉદાર શ્રીરઘુવર, ઉમંગ્યો પર્મ ઉદાર ||
ગૌધન સહિત દક્ષના પુરન, દેત દ્વિજજન દાતાર.||૧||

જે દાન દેવામાં એકદમ ઉદાર છે તેવા શ્રી રઘુનાથજી આજે પુત્રના પ્રાગટયથી એકદમ આનંદીત છે. દ્વિજજનો- માગદજનો દ્વાર પર લાલના પ્રાગટયનો મંગલ યશ ગાય છે તેમને સોનાના, રૂપાના, વસ્ત્રના દાન દેવાઈ રહયા છે.

જન્મ ભયો જાનકીનંદન, કોમલ વલ્લભકુમાર ||
નામ નવલ શ્રીગોપાલ નિરૂપમ, ભકતન પ્રાન આધાર.||૨||

જે ભકતો પર કૃપા કરવા અત્યંત કોમળ છે તે સ્વરૂપનું શ્રી જાનકીજી ના કુંખે પ્રાગટય પુત્ર સ્વરૂપે થયું છે. શ્રીગોપાલલાલ જેનું નામ અભિવ્યકત થયું છે જે ભકતોના પ્રાણ આધાર સ્વરૂપ છે.

ભાત ભાત નવલ અંબર ધરી, સખી આઇ સકલ સંવાર ||
ગાવત રાગ રતિ આનંદસુ, મંગલ મહોચ્છવ ચાર.||૩||

સર્વ વ્રજયુવતિ મનગમતી સાડી પહેરી, વિવિધ આભૂષણ ધરી શ્રીજાનકીજીના ગૃહે આવી. શ્રીઠાકુરજીના પ્રાગટય ઉત્સવે પ્રેમપૂર્વક વિવિધ રાગોમાં પ્રભુનો યશ ગાય છે.

ભેરી મૃદંગ નગારે બાજત, પંચ શબ્દ અતિ દ્વાર ||
રામદાસ પ્રભુ ગોકુલ પ્રગટે, સબ સંતન સુખકાર.||૪||

દ્વાર પર નગારૂ, મૃદંગ તથા નગારા પ્રચંડ કર્ણપ્રિય અવાજથી વાગી રહયા છે.દ્વાર પર ગોપાલલાલનો જય હો – જય હો તેમ થઈ ૨હયું છે, રામદાસ કહે છે, પ્રભુએ ગોકુલમાં પ્રાગટય લીધું છે, બધાજ સંપ્રદાયનાં સંતો જે હતા તેમને પણ પ્રભુના પ્રાગટયથી આનંદ થયો છે.

(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)

|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને ‘જય શ્રી ગોપાલ’ ||


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *