|| શ્રી ગોપાલો જયતે ||
શ્રી વલ્લભ દેહો આજ વધાઇ ||
પુનિ ગોપાલ દ્વિજકુલ પ્રગટે, સુની ઉમંગ ઉઠ ધાઈ.||૧||
શ્રીવલ્લભ કહેતા ગોલોકધામમાં જેણે પુષ્ટિમાર્ગનું સ્થાપન કર્યું છે તેવા મધ્યાજી સ્વરૂપ શ્રીવલ્લભને વધાઇ આપો, આજે દ્વિજ સ્વરૂપે શ્રીઠાકુરજીનું પ્રાગટય ભૂતલમાં થયું છે, ( વ્રજમાં આ સમાચાર જાણી વ્રજવાસીઓ આનંદીને દોડયા છે,
ધન્ય કુંખ શ્રીજાનકી મૈયા,ઓર તિહારો રઘુરાઇ ||
શિવ વિરંચી સો ચિત્ત જે કીરત, નિગમ ચતુર મુખ ગાઈ.||૨||
(પ્રાચીન હસ્તપ્રતના આધારે ઘટતી કડી મૂકી છે)
આજે પુત્ર સ્વરૂપે રત્ન સમાન પ્રભુના પ્રાગટયથી શ્રી જાનકી માતાની કુંખ ધન્ય થઇ ગઇ છે. શ્રીરઘુનાથજી પણ ધન્ય થયા છે, શિવ, બ્રહ્મા જેવા દેવો જે અહોનિશ ચિત્તમાં આજ સ્વરૂપનું ધ્યાન ધરી તેમનો યશ ગાય છે. ચાર વેદો પણ પ્રભુની જ સ્તુતિ કરે છે તે સ્વરૂપ પ્રગટયું છે.
પ્રતિ છનું નૌત્તમ સબ સુખ પેહુ, વ્રજ ગોકુલ સુખદાઇ ||
મની માધો મધુકર પદ પંકજ, અચવન દ્વીગ ન અધાઇ. ||૩||
શ્રીગોપાલલાલના પ્રાગટયથી વ્રજ – ગોકુલમાં પ્રતિ ક્ષણે ભકતોના ભાવ આધારિત નિત્ય નૂતન લીલા થઈ રહી છે, માધોદાસ કહે છે જેમ ભ્રમર ૨સના પાનથી ન ધરાય તેમાં જ લુબ્ધ રહે તેમ હું શ્રી ગોપાલલાલના સ્વરૂપમાં રહુ, હું સ્વરૂપના પાનથી ન ધરાઉ.
(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને ‘જય શ્રી ગોપાલ’ ||