|| આજ હું શ્રીરઘુવર દ્વારે ગઈ ||

0
107
jayshreegopal.com
jayshreegopal.com

|| શ્રી ગોપાલો જયતે ||

આજ હું શ્રીરઘુવર દ્વારે ગઈ ||
રત્નકુંખ જાનકી જાયો, એસી બાત પઇ.||૧||

જ્યારે મેં સાંભળ્યું કે શ્રીજાનકીજીને ત્યાં રત્ન સમાન પુત્રનું પ્રાગટય થયું છે તેથી હું આજે શ્રીરઘુનાથજીના ગૃહે આવી.

આવત જાત સિંગાર નાર નર, અતહિ ઉછાહ ભઈ ||
નાચત ગાવત કરત કતોહલ, કેસર છીંટ દઇ.||૨||

એકદમ શ્રીઠાકુરજીના પ્રાગટયના સમાચાર જાણી વ્રજલલનાઓ આનંદમાં આવી વિવિધ આભૂષણો ધરી આવી રહી છે. રસ્તામાં પોતાનો આનંદ નાચી-કુદી મંગલ ગીતો ગાઇ, કેસરનું જલ કરી પરસ્પર છાંટી વ્યકત કરી રહયા છે.

પ્રગટે શ્રીગોપાલ લાડીલો, સબ મિલી ઠાઠ ઠઈ
રામદાસ નિરખત વૈભવ સુખ, પ્રીત પુરાતન પ્રીતીત ભઇ.||૩||

શ્રીરઘુનાથજીના ગૃહે શ્રીગોપાલલાલના પ્રાગટયથી એકદમ વ્રજયુવતિની ભીડ થઈ છે. રામદાસ કહે છે વ્રજયુવતિને જે દર્શનનું સુખ મળ્યું તેના દ્વારા તેમને એવું પ્રતીત થયું કે જેમ દ્વાપરમાં નંદરાયજી – યશોદાજીના ગૃહે લાલનું પ્રાગટયથી જે સુખ હતું તેજ સુખ અમને મળશે.

(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)

|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને જાનકીબેન ગોરડિયા (શિહોર) ના ‘જય શ્રી ગોપાલ’ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here