|| શ્રી ગોપાલો જયતે ||
જાનકી ફુલે ભરી, દેખો આજ ||
જાયો કુંવર ગોપાલ રૂપનિધિ, નૌનિધિ દ્વારે ખરી.||૧||
શ્રીગોપાલલાલના પ્રાગટય જન્મોત્સવના પંદર દિવસ અગાઉથી વધાઈ સેવામાં ગાવી જોઈએ. પુત્રના જન્મથી સર્વથી અધિક આનંદ માં ને જ હોઇ શકે જેથી કુળની વૃદ્ધિ થાય. આજે શ્રાવણવદ ૬ ની મધ્ય રાત્રિએ શ્રીજાનકી મૈયાની કુંખે લાલનું પ્રાગટય થયું. આ લાલના નામાભિકરણથી નામ શ્રીગોપાલ રાખ્યું છે, જેણે દ્વાપરમાં શ્રીકૃષ્ણ સ્વરૂપે ગાયોની રખેવાળી કરી છે તે. આ સ્વરૂપ રૂપનો ભંડાર છે, એટલે વર્ણવી ન શકાય તેવું અદ્દભૂત સ્વરૂપ છે. નવ પ્રકારની જે નિધિ છે તે તેમનાં પ્રાગટયથી મારા દ્વારે આવીને ઉભી છે.
કુલે ભાદો ફુલે ખષ્ટિ, ફુલે વાર ધરી ||
ફુલ્યો સકલ પરિવાર શ્રીવલ્લભકો, ફુલી ત્રિયા સઘરી ||૨||
શ્રાવણમાસમાં પ્રાગટય લેવાથી તે આનંદિત થયો, રવિવારનો દિવસ હોવાથી વાર આનંદિત થયો. સમગ્ર શ્રીવલ્લભનો પરિવાર, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રીગિરિધરજી, શ્રી ગોવિંદજી, શ્રીબાલકૃષ્ણજી, શ્રીગોકુલનાથજી, શ્રીરઘુનાથજી, શ્રીયદુનાથજી, શ્રીધનશ્યામજી
આ સાતેય બાલકોને પોતાના પરિવારમાં શ્રીનાથજીના વાયક અનુસાર તેમનાં જ સ્વરૂપ નાં પ્રાગટયથી આનંદ થયો છે. સમગ્ર પૃથ્વી-ભૂમિ શ્રીગોપાલના પ્રાગટયથી આનંદિત છે.
ફુલે આંગન ફુલે માંગન, બહોત સ્તુતિ કરી ||
ફુલે શ્રી રઘુવીર દેત દાન બહુ, બહોત કૃપા જુ કરી ||૩||
શ્રીગોપાલના પ્રાગટયથી આજે શ્રી રઘુવીરરાયનું આંગણ ખૂબજ આનંદયું છે. માંગદ જનો દ્વારે આવી મંગલ વધાઈ ગાઈ આનંદિત થઈ રહયા છે. શ્રીરઘુવીરરાયજી પણ ખૂબજ આનંદિત થઈ અખંડ દાનનો પ્રવાહ વહાવી રહયા છે.
કુલે શ્રીયમુના ફુલે શ્રીગોવર્ધન, કુલે બન બનરી ||
રામદાસ પ્રભુ ગોકુલ પ્રગટે, દ્વિજવર દેહ ધરી ||૪||
દ્વાપરની લીલાઓ ફરી ચેતનવંતી થાશે એ ભાવથી શ્રીયમુનાજી આનંદિત થયા, શ્રીગોવર્ધન પર્વત ફરી શ્રીગોપાલલાલના પ્રાગટયથી આનંદિત થયા, ચરણનો લાભ મળશે તે ભાવથી. ચોમાસાની ઋતુ સમગ્ર વનરાઈ ફુલી છે. રામદાસ કહે છે પ્રભુ શ્રી ગોપાલલાલે ગોકુલમાં પ્રાગટય લીધું છે. તૈલંગા બ્રાહ્મણ સ્વરૂપે શ્રીવલ્લભકુલમાં આપ પધાર્યા છો.
(‘અમૃતરસ ચિંતામણિ ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદ્દી વૈશ્નવોને ‘જય ગોપાલ’ ||