સ્થળ : ગોકુળ
શ્રીજીના સ્વરૂપમાં દ્રઢતા ક્યારે થાય અને તેના લક્ષણો.
|| શ્રી ગોપાલો જયતે ||
એક સમયે શ્રીજી પ્રસન્નતાસું બિરાજી રહ્યા છે. તે સમયે એક પ્રસંગ ચાલ્યો. જે જીવને એક સ્વરૂપમાં દ્રઢતા ભર કેમ ઉપજે? અને શ્રીજીના સ્વરૂપમાં દ્રઢતા ક્યારે થાય? તે સ્વરૂપ દ્રઢાવ થતાં જીવને ક્યા ફલની પ્રાપ્તી થાય? ત્યારે, આપશ્રીએ મુસ્કાયને કહ્યું: પ્રથમ સ્વરૂપ દ્રઢાવ થવો અતિ દોયાલો છે. શ્રીજીના અંગીકૃત ભગવદીનો પ્રથમ ભર ઉપજે. તેના કારણનો નિશ્ચે વિશ્વાસ આવે. અને એક પોતાના માર્ગમાં મન સ્થિર થાય. (પોતાના ઘર વિષે) ત્યારે સ્વરૂપ દ્રઢાવ થવાના લક્ષણો જાણવા. જે કોઈ તાદરશી ભગવદી છે તે લીલાના અનુભવી છે. તેનાથી મળીને સ્વરૂપ વિચારે, તો એ જે રસરૂપ સ્વરૂપનું પ્રથમ જ્ઞાન થાય. પણ જીવ, અભિમાન, મહા પાખંડ, કપટ, વિષયથી ભર્યા છે. તે કોઈથી મળે નહિ, પૂછે પણ નહિ. પોતાના મહાતમમાં ને પાખંડમા સર્વ ખોઈ બેસે. તે તાદરસીને કેમ મળે? જયાં સુધી મળતો નથી. ત્યાં સુધી પુર્ણ પુરૂષોત્તમ જે રસનું પુંજ છે. તેનો ભાસ પડે નહિ.
જે સ્વરૂપનું દાન થયું છે, તે સ્વરૂપમાં દઢ વિશ્વાસ રાખે, અને સ્વરૂપ ચલ થાય નહિ. પોતાના ઘરમાં રહે. અન્યની દેખાદેખીએ ન ચાલે, પોતે ઘણું સમજે છે. તેવુ ન વિચારે, તાદરશી અનુભવીની વાણીમાં વિશ્વાસ રાખીને પૂછીને કાની રાખીને તે માર્ગે ચાલે. પોતાના ઘરની પ્રણાલિકા છોડીને ન વર્તે. સ્વપ્રભુની આજ્ઞાનું હાર્દ સમજીને તે પ્રમાણે વર્તે. પોતાના પ્રભુથી ભગવદીથી, માર્ગમાં સાચો રહે.
વારંવાર સ્વરૂપનું સામર્થ્ય વિચારે, લીલાચરિત્ર, પરાક્રમ-પ્રતાપબળ વિચારે. યશ, ગુણને વિચારે તેના દાનને વિચારે. પોતાની લઘુતાને વારંવાર વિચારે. ભગવદીના સ્વરૂપનો ભાર રાખે, દિન થઈને રહે સેવામાં પ્રમાદી ન હોય. સ્વરૂપ સબંધી સર્વ કાર્ય, સેવા ટહેલ જાણી કરે. તો સ્વરૂપ હરદામાં ભગવદીની કાનીથી કૃપાથી સ્વરૂપ ઠેરાય.
પોતાના પ્રભુનું સુખ સેવામાં વારંવાર વિચારે, એક દ્રઢ આશરો અને અણસમપ્યૃ ખાન-પાન તજીને રહે. અવૈષ્ણવનો સંગ તજે. લૌકિકને તૂચ્છ કરીને જાણે. ભગવદ સેવા કાર્ય અલૌકિક કરી જાણે. પોતાના પ્રભુથી અધિક કાંઈ ન જાણે. ત્યારે સ્વરૂપ દ્રઢાવ થયો જાણવો. જ્યારે સ્વરૂપ દ્રઢાવ જીવને થાય. ત્યારે સર્વ ફલ સિદ્ધ થાય. જીવ બહિર્મુખ મટીને સનમુખ રહેતો સ્વરૂપ દ્રઢાવ હરદામાં સ્થિર થઈને રહે. હરદો નિર્મળ થાય. ત્યારે સ્વરૂપ, આપ સ્વ ઈચ્છા વિચારીને હરદામાં બિરાજે. ત્યારે જીવ નિહાલ થાય. તે સ્વરૂપ દ્રઢાવનું નિશ્ચે લક્ષણ તમો જાણજો.
|| ઈતિ શ્રી ગોપેન્દ્રજીનું ૯મું વચનામૃત સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જાનકી બેન ગોરડિયા(શિહોર) ના જય ગોપાલ ||
Leave a Reply