|| શ્રી ગોપાલો જયતે ||
|| વચનામૃત ||
એક બેર શ્રીગોપાલલાલજી ગાદી તકીયાપે બિરાજે હેં, ઓર સબ વૈષ્ણવ પાસ બેઠે હેં. અવતારાદિ ઇતિહાસકી ચરચા હોત હે, સો તાબિરીયાં લાલભટ્ટ શ્રીજી સામો દેખીકેં મુસકાયો,ઓર કહને લગ્યો.
જે મહારાજ? શ્રીપદ્મપુરાણમેં તો આપુકો ભગવત અવતાર એસો શ્રી શિવજી ઉમાપતિ લીખ્યો હેં,ઓર વેદ કે નિયંતા (નિયમમાં રાખનાર) આચાર્યકો વંશ હેં,તામેં તો તુમ વિશેષજ્ઞ પુરૂષોતમ હો. તાકે ઉપર શ્રીકૃષ્ણચન્દ્રકો દષ્ટાંત લીલા કહી;કે દાવાનલકો પાન કીયો,ઓર રાસાદિ આપુ કરે, એસે પુરૂષોત્તમ હો,એસેં મુસિકાયકેં આપુ પદ ગાયો. ||શીતઅગ્નિતરુનીકરીકરુનાનીઘ|| (આનો ભાવ એવો સમજવો કે રાસ વિગેરે લીલા આપ પોતે જ કરી છે એટલે આપ કૃષ્ણરૂપે પૂર્ણ પુરૂષોત્તમ જ છો, કારણ કે પૂર્વ કાળમાં વિયોગ અગ્નિ (વ્રહે અગ્નિ) વચલા સમયમાં માયાવાદી આદિના ધર્મથી શીત થયો અથવા ઠરી ગયો. તેને આપ પ્રભુએ શ્રીગોપાલલાલ એવું રૂપ ધારણ કરીને પાછો ફરી વાર દેદીપ્યમાન કર્યો છે.)
ઓર કહ્યો જો શ્રીકૃષ્ણચન્દ્ર યશોદાજી કે ઘરકી દેહરી હોડાન નાંહી કરી (મર્યાદા ઉલ્લંઘન ને કીયે.) કૌ જો અવતાર અવતારમેં કછુ સામર્થ્ય ન્યુનહે,એસે સૂનીકે શ્રીજી મુસિકાયકે એકાદશ સ્કંઘ શ્રી ભાગવતકે શ્લોક પઢે:- અધ્યાય-૧૧,શ્લોક -૩૧ અપ્રમત્તો ગમ્મીરાત્મા ધૃતિ માગ્મિતાષડગુણઃ| અમાની માનદઃકલ્પોમૈત્રઃકારૂણિક કવિ||ઈતિ વચનાત|| સાવધાન,વિકાર રહિત,દુઃખ વખતે ધીરજ ધરનાર ક્ષઘા તૃષા શોક મોહ જરા અને મૃત્યુને પોતાને વિષે નહિ માનનાર, માનની ઇચ્છા નહી ધરાવનાર, બીજાને માન આપનાર, ઉપદેશ કરવામાં કુશળ કોઈને પણ નહીં ઠગનાર, દયા થી સર્વે કાર્ય ક રનાર હોય તાકું મહાત્માં જાનયો.
એસે કહી જો ગંભીરાત્મા જો મહત્પુરૂષ હે,સો અપ્રમત્ત હે. કૌં જો દાદાજીને પુષ્ટિમાર્ગમેં એસો પ્રગટ કીયોં હે,જો વેદોક્ત કર્મ સબ ભક્તને દૂર કરે હે,સો કર્મકો દાહ તો અગ્નિવત હે;જેસો વૃજ ભક્તકું અગ્નિ દાહથે દૂર કરે હે. તેસે પુષ્ટિમાર્ગમેં આપ ભકતકે કર્મકે ધર્મ દુર કરે હે. તેસે પ્રશ્ન નિરુત્તર કરે હે. તેને કાનદાસ પ્રતિ શ્રીમુખસું આપ કહો હેં. જો વૈષ્ણવ જાકો દ્રઢ આશ્રય હૈ. તાકું કર્મ બાધ નાંહી હે,કોં જો:-|| દુર્વાચાશાપેન ઉદ્ધવમિવ|| (શ્રીભગવદીય ઉધ્વજી ભગવાનના દ્રઢ આશ્રયવાળા હોવાથી તેમને શાપ લાગ્યો નથી. ઋષિઓએ યાદવકુળને દુષ્ટ વાણીથી આપેલો શાપ સર્વકુલને લાગ્યો,પણ ઉધ્વજીને લાગ્યો નથી. આ વાર્તા શ્રીમદભાગવતના એકાદશ સ્કંધમાં સુપ્રસિધ્ધ છે.)
|| ઇતિ સપ્તમ વચનામૃત સંપૂર્ણ ||
|| ભાવાર્થ ||
ઉપરોક્ત વચનામૃત સાત માં લાલભટ્ટ નામના વૈષ્ણવે પદ્મ પુરાણ ને આધારે આપ સાક્ષાત પુર્ણપુરૂષોતમનો અવતાર છે અને આચાર્ય વંશમા પણ સાક્ષાત વિશેષજ્ઞ પુરુષોત્તમ તરીકે પ્રાગટ્ય લીધુ છે અને કૃષ્ણાવતારની લીલાના દ્રષ્ટાંત આપીને રાસાદિ લીલા પણ તમે કરી છે,એમ સાબિત કરીને કહ્યું કે એવા પુરૂષોત્તમ આપ છો.
કૃષ્ણચંદ્રને પણ યશોદાજીના ધરની મર્યાદાનું પાલન કર્યું. માટે અવતાર અવતારમાં સામર્થ્ય ઓછું હોય છે પણ આપના પ્રાગટ્યમાં અથવા અવતારમાં એવું કંઇ નથી.આપ તો પૂર્ણ છો. લાલભટ્ટે આ વચનામૃતની અંદર શ્રીગોપાલલાલ આચાર્યવંશમાં સર્વોપરી પુરૂષોત્તમ છે,એવું સ્વરૂપ વર્ણન કર્યું છે અને અવતારાદિકની લીલાની તથા સામર્થ્યની વાત પણ સમજાવી.
લાલભટ્ટની વાત સાંભળીને શ્રીગોપાલલાલજી હસ્યા અને એકાદશ સ્કંધનો શ્લોક બોલીને મહાપુરૂષના લક્ષણ સમજાવા લાગ્યા. સાવધાન પુરૂષ જ દરેક વાતને સમજી શકે છે. કારણ કે દાદાજી વલ્લભાચાર્યજીએ પુષ્ટિમાર્ગ એવો પ્રગટ કર્યો છે. વેદોક્ત કર્મ ભક્તના સર્વતતો દુર કર્યા છે. જે કર્મ કરવાનો દાહ (પરિતાપ)જે અગ્નિ સમાન હતો. તે જેમ વૃજભક્તોને દાવાનલના અગ્નિદાહથી બચાવી લીધાને,તે અગ્નિદાહને ને દુર કર્યો,તેમ પુષ્ટિમાર્ગમાં પોતે ભકતના કર્મના ધર્મ સર્વે દુર કર્યા છે.પુષ્ટિમાર્ગીય જીવને કોઇપણ વેદોક્ત કર્મ કરવાનું રહેતું નથી,તેમ સ્પષ્ટ આ વચનામૃતમાં સમજાવી રહ્યા છે. એવું શ્રી મુખથી કહી રહ્યા છે,જે વૈષ્ણવ હોય અને જેને દઢ આશ્રય હોય તેને કોઇ કર્મ બાધ કરી શકતું નથી,તેની ઉપર દુર્વાસારૂષિનું દ્રષ્ટાંત આપ્યું. દુર્વાસારૂષિએ આખા યાદવકુળને શાપ આપ્યો,પણ ઉધ્ધવજી ભગવાનના ભક્ત અને દ્રઢ આશ્રયવાળા હોવાથી તે શાપ તેને ન લાગ્યો. એવું દ્રઢ આશ્રયનું વૃતાંત સમજાવ્યું. ઉપરોક્ત વચનામૃત ટુંકમાં છે. પણ તેમાં ખૂબ જ સમજાવી દેવામાં આવ્યું છે. કર્મમાર્ગનો નિષેધ પુષ્ટિમાર્ગમાં છે,તે વાત સ્પષ્ટ સમજાવી દેવામાં આવી છે. આ વચનામૃત વાંચીને મનન કરશો તો મનની સર્વે ભ્રાંતિ મટી જશે. એવું આ વચનામૃતમાં કહેવામાં આવ્યું છે.
|| ઇતિ સપ્તમ વચનામૃત ભાવાર્થ સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને નંદની ચેતનભાઈ પરમાર(બીલખા) ના જય ગોપાલ ||