|| પ્રભુશ્રી ગોપાલલાલજીના વચનામૃત – ૬ ||

0
163

|| શ્રી ગોપાલો જયતે ||

વચનામૃત

એક બેર શ્રીજી સાંજકોં જાયકેં અપુની બાગમેં બેઠક કીયે હેં, ઓર શ્રી રાયજીકી આધ શ્રીગુસાંઈજીકે બાલક સબ બેઠે હેં. તબ એક બ્રાહ્મણ શ્રીમહાવનકો આયો સો (નિર્ધન) નિષ્કંચન હો, ઓર વૃધ્ધ હો, ચાલ્યો જાય હે. તબ વે બ્રાહ્મણ કે મનમેં એસો આયો, જો મોકુ શ્રીઠાકોરજીને ઘોડા દીયો હોય તો મેં ઘોડા ચઢીકે ચલતો, ઓર દશ સ્વાર મેરે સંગ ચલતે, ઓર ભલી બુદ્ધિસો જીવતે, એંસી ઇચ્છા ભઇ, તબ એક મંસબદાર શ્રી મથુરાજીકી રાહ ચાલ્યો જાય હે, તાકે સાથ ઘોડા ટટુ બહોત હતે, તાંમે એક ઘોડી સભર હતી. તે ઉનનું થાન દીયો,તબ કોઉ સિપાઇને બ્રાહમણકું પકર્યો,ઓર બીગારીમે લીયો, ઘોડીકો પલાન વાકે શિરપર બોજ ધરયો, ફેર વછેરો શિર પર ઉઠાવવો ઠર્યો ઓર બ્રાહ્મણકુ સાથ લેનો ઠર્યો.

પ્રથમ બ્રાહ્મણને ઘોડા ઉપર ચઢનો વિચાર્યો,તબ વે ઘોડા બ્રાહ્મણ ઉપર ચઢયોં એસે આપુ શ્રીગોપાલલાલજી દેખકે, પાસ કે વૈષ્ણસું આપુ શ્રીમુખસું કહને લગે, જો દેખો કેસો દૈવકો ખેલ હેં, જો દયાલ ઉલટી કરે હેં. તબ વૈષ્ણવને પૂછી જો રાજ! કૈંસે હે? તબ સબ બ્રાહ્મણકે વૃતાંત કહે. ફેરી કહી જો અપુને માગૅમેં વૈષ્ણકું શ્રીઠાકુરજીસો પ્રાર્થના નાહી કરની. સોઇ વૈષણવકે વૃતાંત આપુ શ્રીએકાદશ સ્કંધકો શ્લોક પઢકે કહે : -(અ.૨,શ્લોક ૫૩) ત્રિભુવનવિભવહેતવેડપ્યકુષ્ઠસ્મૃતિરજિતાત્મસુરાદિભિર્વિમૃગ્યાતૂ નચલતિભગવત્પદારવિન્દા લવનિમિષાર્ધમપિયઃસવૈષ્ણવાગ્ય ll

જે પુરૂષ ત્રણ લોકના વૈભવ માટે ભગવાનમાં મન રાખનારા દેવાદિકોને દુર્લભ હોવાથી શોધ કરવા યોગ્ય એવા ભગવાનના ચરણાવિંદના ધ્યાનમાંથી લવ તથા અર્ધ નિમિએષ પણ ચુકતો નથી, તે મનુષ્યને ઉત્તમ વૈષ્ણવ જાણવો.

જો વૈષ્ણવનકે વૃતાંત આપુ કહે હે,જો વૈષ્ણવ હે તાકુ કોઉ સ્વર્ગ મૃત્યુ પાતાલકો વૈભવ દેવે હે,પરિ ભગવતસ્મૃતિ છોડીકે ઇચ્છે નાહી,ઓર જીનને આત્મશક્તિ ઇચ્છાકું વશ કીયે હે,ઓર લવ અર્ધ લવ ભગવત ચરણારવિંદકો ધ્યાન ચૂકે નાહી,એસો વૃતાંત વૈષ્ણવકું ચહીયે. જો એ બ્રાહ્મણકુ ઇચ્છાતે સુખ પ્રાપ્તી નાહી હે,ઓર ઇચ્છા તે દુઃખ નવૃતિ નાંહી. કાહેતે,જો ! દેવી વિચિત્રા ગતિઃ !

જો દેહ હે,સોતો નશ્વરરૂપ મિથ્યા હેં,ઓર કર્મ સત્ય હે,તાતે વૈષ્ણવકું તો સદૈવ ભગવત પ્રાપ્તિ. એસે જેસે પુષ્ટિમાર્ગમે ભાવપૂર્વક ભક્તિ લીખું,તેસે કરની,કૌ જો એસો મનુષ્ય દેહ કબ મિલેગો ઓર મનુષ્ય દેહકો ફલ યહ. ફેરી આપુ ગોકુલમેં પધારે.

|| ઇતિ ષષ્ઠ વચનામૃત સંપૂર્ણ ||

|| ભાવાર્થ ||

ઉપરના છઠા વચનામૃતમાં શ્રી ગોપાલલાલજી બ્રાહ્મણની વાત ઉપરથી વૈષ્ણવના શુધ્ધ લક્ષણ સમજાવી રહ્યા છે. જીવ ધારે પોતાના મનમાં કાંઇ, ત્યારે ભગવદ્ ઇચ્છાએ બને છે, બીજુ કાંઇ જીવની કલ્પના અનુસાર કંઈ થતું નથી. જીવની ઇચ્છાથી દુઃખની નીવૃત્તિ થતી નથી. તેમ જીવ જેટલું સુખ ઇચ્છે તેટલું પ્રાપ્ત થતું નથી. તે તો બધુ ભગવદ ઇચ્છાએ બનવાનું હોય તે જ બને છે.

પ્રારબ્ધ ની ગતિ કેવી વિચિત્ર છે. તેનો એક પ્રસંગ જોઈએ. જંગલમાં એક વૃક્ષ પર એક હોલો તથા હોલી રહેતા હતા.એક સમયે વૃક્ષ પર બેઠેલી હોલીએ એક પારધીને ધનુષમાં તીર તૈયાર કરી વૃક્ષની નીચે ઉભેલો જોયો અને ઉપર બાજ પક્ષી હોલા હોલીનો શિકાર કરવા ફર્યા કરતું,હોલીએ જોયું.આવી દુખભરી સ્થિતિ જોઈને હોલી પોતાના પતિ હોલાને કહે છે: હે નાથ આપણો કાળ આવી ચૂકયો છે. કારણ કે નીચે ધનુષમાં તીર તૈયાર કરીને પારધી ઉભો છે અને ઉપર આપણને મારી નાખવા બાજ પક્ષી ફર્યા કરે છે. આમ હોલી, હોલાને વાત કરે છે,તે સમયે એક સર્પ આવીને પારધીને કરડયો, તેને લીધે તેનું બાણ છૂટયું પણ નિશાન ચૂકી ગયું અને તે બાજને લાગ્યું. આમ બંને શિકારી પારધી તથા બાજ પક્ષી મરણ પામ્યા અને હોલો હોલી બચી ગયા.

માટે કહેવાય છે કે , દૈવી ગતિ વિચિત્ર છે. માટે જીવે તો ભગવદ ઇચ્છાને આધીન રહીને ભગવદ ભજન જ કરવું અને મિથ્યા દેહ માટે કાંઇ પ્રભુ પાસે પ્રાર્થના અથવા માગણી કરવી નહિ, પુષ્ટિમાર્ગની ભાવના પ્રમાણે ભક્તિ કરવી અને ભગવદ ચરણારવિંદની પ્રાપ્તિની ઇચ્છા રાખવી, કારણકે મનુષ્ય દેહનું એજ ફળ છે. ખરો અનન્ય વૈષ્ણવ ત્રણ લોકના વૈભવની પણ ઈચ્છા રાખતો નથી. અને ભગવદ ચરણારવિંદનો આશ્રય છોડતો નથી, કારણ કે,જેણે પોતાની સર્વે ઇચ્છાઓને વશ કરીને એક ભગવદ ચરણારવિંદનું જ ધ્યાન કરે છે, તે નાશવાન મિથ્યા દેહનો મોહ જરાય રાખતો નથી. અને ભગવદ ભક્તિ રૂપી સત્ય કર્મને જ કરવાની ઇચ્છા રાખે છે. મનુષ્ય દેહ પાછો ક્યારે મળે? તેમ વિચારીને ભગવત ભક્તિરૂપી ફલને છોડતો નથી. સંસારના સુખ દુખની નિવૃતિ કે પ્રાપ્તિ માટે ક્યારેય પણ પ્રભુ પાસે તે પ્રાર્થના કે કોઈ માગણી કરતો નથી. એ પુષ્ટિમાર્ગનો ખાસ સિદ્ધાંત ઉપરનાં વચનામૃતમાં શ્રી ગોપાલલાલજી સમજાવી રહ્યા છે.

|| ઇતિ ષષ્ઠ વચનામૃત ભાવાર્થ સંપૂર્ણ ||

(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)

લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને નંદની ચેતનભાઈ પરમાર(બીલખા) ના જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here