|| પ્રભુશ્રી ગોપાલલાલજીના વચનામૃત – ૫ ||

0
186

|| શ્રી ગોપાલો જયતે ||

વચનામૃત

એક બેર શ્રીગોપાલલાલજી ગાદી તકીયા ઉપર બિરાજે હતે, વેદાંતકી ચરચા હોય હે. ઓર બ્રહદારણ્યકો ભાષ્ય આપુ વાંચે હે, તામે શુદ્ધ કર્મોત્તર પ્રસ્તાવ આયો હે. તબ શ્રીજી મુસાયકે કહ્યો જો (શ્રીમહાપ્રભુજી) દાદાજીને કેસો પુષ્ટિમાર્ગ સ્થાપન કીયા હેં,જો સબ કર્મકો ઉલ્લંઘન કરીકેં જો ભગવદ ભાવસોં સેવા સ્વધર્મ પાલનો એસે લીખ્યો; તાકુ કર્મ બાધક નાંહી, કૌં જો અપને સ્વપ્રભુની આજ્ઞા પાલની. સો સુનીકે સબ શ્રોતા વૈષ્ણવ બહોત પ્રસન્ન ભયે.

તબ કાનજીની સાથે એક વૈષ્ણવ શ્રીગુવાલેરકો (એક ગામનું નામ) રહેવાસી શ્રીરઘુનાથજીકો સેવક આયો. તિનને શ્રીફલ ધર્યો.ઓર એક પરકાલેકો (પાણકોરૂ) થાન ધર્યો, તબ શ્રીઠાકોરજી ઓર પાસ દેખત હતે. ઇતનેમેં અધિકારી એક આયો,તિનને પરકાલો ઉઠાય લીનો, તબ વહ વૈષ્ણવ ખેદ પાય.જો મેરો પરકાલે કો થાન અંગીકાર કીયો નાંહી, તબ એક મુહર્ત (બે ઘડી અડતાલીસ મીનીટ)પીછે કથા સમાપ્તિ ભયી, તબ શ્રીજી અધિકારીસુ કહી જો એ પરકાલેકો થાન આયો હે સો લ્યાઓ. તબ અધિકારીને કહી જો યાકે અંગ વસ્ત્ર કરેંગે. સો વૈષ્ણવને સૂની.જો એ તો મુનીશ્વર,હે એસે જાનીકે કાનજીસું કહી,જો મેરે તો અભાગ્ય હુંતો, યાતે મોકું તો બોહોત ખેદ ઉપજયો.પરિ શ્રીજીને મેરો સંદેહ નિવૃત્ત કીયો. જો પરકાલા કઢાયો.તબ વે વૈષણવતેં સુનતે કાનજી હાથ જોડકે શ્રીજી પાસ વિજ્ઞપ્તીકો પ્રશ્ન કરીકે બોલે,જો મહારાજ ? કોઉ વૈષ્ણવને શ્રીઠાકુરજીકે આગે વસ્તુ રાખી હોય તબ ઉનકો અંગીકાર કેમેં હોય હે તબ શ્રીજી મુસીકાયકે બોલે,જે સેવકકે મનમેં ઉપજયો, જો એ શુદ્ધ સામગ્રી હમારે શ્રીઠાકુરજી લાયક હે, તબ હી તાકો તો અંગીકાર ભયો.(સારી સામગ્રી જોઇને લેવાનો શુદ્ધ ભાવ થઇ ચૂક્યો તો તે અંગીકાર થયો ગણાય છે). ઓર વે વસ્તુકો કર સ્પર્શ હોયવે કે લીયે હે તબ અંગીકાર ભયો.(શ્રીઠાકુરજીને ધરાવવાને માટે તે વસ્તુ લાવવામાં આપણાં હાથનો ઉપયોગ થયો એટલે તે પણ અંગીકાર કહેવાય છે.) ઓર શ્રીઠાકુરજીકે પાસ રાખે તબ અંગીકાર ભયો. કૌં જો શ્રી દાદાજીકી કાનિતેં જો પુષ્ટિમાર્ગમેં પ્રેમલક્ષણાનકે અનુભવી ભગવદીય હે, તાકે કહેસો આપુ અંગીકાર કરે તાકો કહા આશ્ચર્ય?

પરિ કોઉ મર્યાદા માર્ગમેં બહોતકે ભાવસો આપું અંગીકાર કિયે હે.પરિ વૈષ્ણવનકુ કેસે ચહિયે?

જો સમુજ,શોચ વિચાર વિના સેવા ઓર સમર્પણ જ્ઞાન ન હોય (આચાર વગરનો વિચાર)કૌં જો સમજ વિનુ સખડી અનસખડીકો વિચાર કૌં રહે? શોચ વિચાર વિના સેવા કૌ હોય? વિચાર વિના અપને સ્વપ્રભુકું ઓરકી ઉપાસના કૌં રહે? તેને અપુને સ્વવૈષ્ણવકું તો પતિવૃતાકો ઉત્તમ ભાવ હે. કૌં જો પતિવૃતાને અપુને પુરૂષ વિના કોઉ બ્રહ્માંડમેં પુરૂષ દેખે નાંહી; એસો ભાવ હે.સો સુનીકે કાનદાસકો રોમાંચ હોય ગયો.જો ધન્ય મહારાજ? આપુકો નિશ્ચલ દાન હે, તબ વૈષ્ણવ બહોત પ્રસન્ન ભયે.

|| ઇતિ પંચમ વચનામૃત સંપૂર્ણ ||

ભાવાર્થ

ઉપરોક્ત પાંચમાં વચનામૃતમાં શ્રી ગોપાલલાલજી વેદાંતનો વિષય બૃહદારણ્ય ઉપનિષદના ભાષ્યની ચર્ચા સંભળાવી રહ્યા છે. તેમાં શુદ્ધ કર્મ માર્ગની વાતનો પ્રસંગ ચાલ્યો છે. તેમાં શુદ્ધ પુષ્ટિમાર્ગના કર્મનું પ્રતિપાદન થઈ રહ્યું છે.શ્રી ઠાકોરજી હસીને કહી રહ્યાં છે જે, દાદાજીએ (શ્રી વલ્લભાચાર્યજીએ) કેવા સુંદર પુષ્ટિમાર્ગનું સ્થાપન કર્યું છે,જેમાં સર્વ લૌકિક વૈદિક કર્મનું ઉલ્લંઘન એટલે ત્યાગ કરીને ભગવદ સેવા તથા પુષ્ટિમાર્ગીય સ્વધર્મનું પાલન એ જ મુખ્ય કર્મ બતાવ્યું છે. તેને બીજા કોઇપણ કર્મ બાધ કરી શકતા નથી, પુષ્ટિમાર્ગીય શરણાગતિ સ્વીકાર્યા પછી જીવને કોઇપણ બીજું કર્મ કરવાનું રહેતું નથી. અને કરે તો તેને તે કર્મ ફલરૂપ ન થતાં બાધક થાય છે. પુષ્ટિમાર્ગીય જીવને તો ફક્ત પોતાના સ્વપ્રભુની આજ્ઞાનું પાલન એજ મુખ્ય કર્મ બતાવ્યું છે. જેમાં અન્યાશ્રય અને અસમર્પિત વસ્તુનો ત્યાગ તે મુખ્ય કર્મનું પાલન કરવાનું બતાવ્યું છે. એક ભગવદ ભાવથી સેવા તે જ પુષ્ટિમાર્ગી જીવનું મુખ્ય કર્તવ્ય થાય છે, સ્વપ્રભુએ જે આજ્ઞા કરી છે એવો સિદ્ધાંત દાદાજીએ (શ્રી વલ્લભાચાર્યજીએ)બતાવ્યો છે, એમ શ્રીગોપાલલાલજી કહી રહ્યા છે, તે સર્વ શ્રોતાઓ સાંભળીને ખૂબ જ પ્રસન્ન થયા.

તે સમયે કાનદાસની સાથે ગ્વાલીયરનો રહેવાસી શ્રી રઘુનાથજીનો સેવક પાણકોરાનો તાકો લઇને આવ્યો અને શ્રી ગોપાલલાલજી આગળ શ્રીફળ તથા પાનકોરાનો તાકો ધરીને દંડવત કરીને બેઠો.તે સમયે શ્રી ગોપાલલાલજીનું ધ્યાન બીજી તરફ હતું.અને અધિકારી આવીને તે ધરેલી વસ્તુ લઇ ગયો. ત્યારે પેલા સેવકના મનમાં ખેદ થયો,કે મારી વસ્તુનો અંગીકાર શ્રીજીએ કર્યો નહિ,એક મુહૂર્ત પછી કથા સમાપ્તિ થઇ.પછી શ્રીજીએ અધિકારીને કહ્યું કે એ પાણકોરાનો તાકો આવ્યો છે તે લાવો તેના અંગ વસ્ત્ર કરાવવા છે. તે પેલા વૈષ્ણવે સાંભળ્યું અને મનમાં વિચાર્યું જે આ તો મુનેશ્વર છે. એમ જાણીને કાનદાસને કહ્યું જે મારૂં અભાગ્ય જે મને ખેદ થયો. અને શ્રીજીએ મારો સંદેહ નિવૃત કર્યો,જે પાણકોરાનો તાકો કઢાવ્યો. ત્યારે કાનદાસે હાથ જોડીને શ્રીજીને વિનંતી કરીને પ્રશ્ન કર્યો જે મહારાજ?કોઇ વૈષ્ણવે શ્રીઠાકોરજીની આગળ વસ્તુ રાખી હોય ત્યારે તેનો અંગીકાર કેવી રીતે થાય છે. ત્યારે શ્રીજી હસીને બોલ્યા જે સેવકના મનમાં ઉપજે જે આ શુદ્ધ સામગ્રી મારા શ્રીઠાકોરજી લાયક છે ત્યારથી તેનો અંગીકાર થયો છે,એમ જાણવું. અને તે વૈષ્ણવના હાથનો સ્પર્શ થયો ત્યારે અંગીકાર થાય છે. અને શ્રી ઠાકોરજી પાસે રાખે ત્યારે અંગીકાર થાય છે,કારણકે દાદાજીની કાનીથી જે પુષ્ટિમાર્ગમાં પ્રેમલક્ષણાના અનુભવી ભગવદી તેના કહેવાથી (એટલે તેની કાનીથી)પોતે અંગીકાર કરે છે તેમાં શું આશ્ચર્ય! પણ મર્યાદા માર્ગમાં તો જીવના ઘણાં ભાવથી એટલે શ્રમથી પોતે અંગીકાર કરે છે. એટલો તફાવત પુષ્ટિમાર્ગમાં અને મર્યાદા માર્ગમાં અંગીકારનો છે. તેમ બતાવ્યું છે, પણ વૈષ્ણવે કેમ રહેવું જોઈએ ? પુષ્ટિમાર્ગની રીતિ અનુસાર વૈષ્ણવ રહેતો પ્રભુ અંગીકાર કરે તેમ ઉપરોક્ત પ્રસંગ માં સમજાવવામાં આવ્યું છે.

હવે પુષ્ટિમાર્ગીય આચારવિચારની સમજણ ન હોય, શૌચ વિચાર એટલે છુત અછૂતનો, પ્રસાદી સામગ્રીનો જો વિવેક અને તેનું જ્ઞાન ન હોય તો સેવા સમર્પણનું જ્ઞાન ન હોય સમજણ વિના સખડી અણસખડીનો વિચાર ક્યાંથી રહે.અને શૌચ વિચાર વિના સેવા કેમ થઇ શકે ? વિચાર વિના પોતાના સ્વપ્રભુ પ્રત્યે પતિવ્રતાનો ભાવ ક્યાંથી રહે. પતિવ્રતા તો ઉત્તમ ભાવ છે. કારણકે પતિવ્રતા સ્ત્રી પોતાના પુરૂષ સિવાય બ્રહ્માંડમાં કોઇ પુરૂષને જોતી નથી, એવો ભાવ શ્રીઠાકોરજી પ્રત્યેનો પતિવ્રતાનો હોવો જોઇએ.પોતાના પતિ એવા શ્રી ઠાકોરજી સિવાય બીજામાં ક્યારેય મન લલચાય નહિ તેવો ઉત્તમ ભાવ બતાવ્યો છે.તે સાંભળીને કાનદાસના રૂંવાડા ખડા થઈ ગયાં,અને બોલ્યા જે ધન્ય મહારાજ!આપનું નિશ્વે દાન છે. તે સાંભળી વૈષ્ણવ ખૂબ જ પ્રસન્ન થયા. ઉપરોક્ત વચનામૃતમાં સર્વ કર્મોનું ઉલ્લંઘન કરીને એક પતિવ્રતાના ભાવથી સ્વપ્રભુની સેવા અને સ્વધર્મનું પાલન અને પોતાના સ્વપ્રભુની આજ્ઞાનું પાલન કરનારને કોઇ લૌકિક વૈદિક કર્મ બાધ કરી શકતું નથી. પુષ્ટિમાર્ગીય શરણાગતિ સ્વીકાર્યા પછી કોઇપણ અન્ય કર્મ કરવાનું રહેતું નથી, તેમ સમજાવવામાં આવ્યું છે. ઉપરોક્ત વચનામૃતનું વૈષ્ણવો મનન કરશે તો અનેક પ્રકારના અન્યાશ્રય દોષોથી બચી જશે. આચાર વિચારનું જ્ઞાન પુષ્ટિમાર્ગીય રીતી અનુસાર થશે. પુષ્ટિમાર્ગમાં શૌચ વિચારની સમજણ અવશ્ય હોવી જોઇએ. તો જ ભગવદ સેવા બની શકે છે. આજે ઘણાં સેવા કરે છે,પણ તેને સેવા પ્રકારનું મુખ્ય જ્ઞાન નથી ને દેખાદેખીએ કરે છે, પણ અનુભવી ભગવદી દ્વારા જાણીને કરે તો માર્ગનું ફલ અવશ્ય પ્રાપ્ત થાય તેમ ઉપરના વચનામૃતમાં સ્પષ્ટ સમજાવ્યું છે.

|| ઇતિ પંચમ વચનામૃત ભાવાર્થ સંપૂર્ણ ||

(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)

લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને નંદની ચેતનભાઈ પરમાર(બીલખા) ના જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here