Home || પ્રભુ શ્રીગોપાલલાલનાં ૪૫ વચનામૃત ||

|| પ્રભુશ્રી ગોપાલલાલજી ના વચનામૃત – ૪૫ ||

1
167

|| શ્રી ગોપાલો જયતે ||

વચનામૃત

એક દિન આપ શ્રીગોપાલલાલજી અપુની બેઠકમેં બિરાજે હેે, તબ સબ વૈષ્ણવ ચર્ચા સૂનર્વક આયે, જે, જે, જે એસે કહીયેં બેઠે હં, તબ શ્રીજી મંગલાચરણ કરકે એક શ્લોક પઢે, તાકો ભાવ વૈષ્ણવ પ્રતિ આપ કહે હેે –

જો જલકે વિષે કમલ હોય હેંં, તાકી જડ જો હે, તામેં મંડૂકકો (દડકો) નિવાસ છે, સો તો કીચકો ભક્ષણ કરે છે. યાતે કમલકે ગુણ તો બોહોત શીતલ હેં, અરુ મંડૂક કમલકે ગુણકો કંહી પેચાનત નાંહી. જો એ કમલકી જડકો કીચ હેં, તાકી તો પેચાન નાંહી પરિ વે કમલ સો તો અપુનો જો ગુણ હેં, સો તાકું કેસે છોડે ? વે મંડૂકફૂ શીતલ કરે.

એસે જો કમલ, તાકે ઉપાસિક જો ભ્રમર હેં, તે બોહોત દૂર વસે છે, પરિ વે આયકે મકરંદ રસકો પાન કરત હેે, પરિ કમલકી જો કોમલતા તામેં જાકો ચિત્ત આસક્ત હેે, વાકો એક ઇન્દ્રિયકો જ્ઞાન હેે, તતસદશ્ય દશ્ય(તેના જેવો) જો ભગવદીય હે, સો તો દૂર વસે, અતએવ (તેથી) જો બ્રહ્માદિકકે તો ધ્યાનમેં સમાય એસો તો નાંહી હે તાકી પાસ બોહોત દૂરસે || કમલભ્રમરવત || (જેમ ભમરો કમલના સ્વાદને લઈને ખુશ થાય છે તેમ ભગવદીઓ ભગવત ચરણ કમલનો આનંદ લે છે.) ચરણારવિંદકો આશ્રય કરકે મકરંદકો સ્વાદ, સો તો મગ્ન હોય કે લેવે હેે. કૌં કો જાકો તદ્નત (તે પ્રમાણે) કવચિત્ત (ક્યારે પણ) ન એસો આયો હેં, સો મગ્ન હોય કે આનંદમેં વર્તે છે.

અરુ આગે મંડૂકકો દ્રષ્ટાંત લીખ્યો, કૌંં કમલ, કૌં જડ, સો તો કદૅમ (કાદવ) તુલ જાને હેં, એસો જો અનેક જીવ હેં, જો ભગવત ચરણારવિંદકો અન્ય સાધન તુલ કરકે જાને, જાકો જેસો મહાત્મય હેે, તેસો ન જાન્યો. અરુ જોકો “સ્વરૂપાનંદ (જેણે ભગવતના સ્વરૂપનો આનંદ જાણયો છે.) હે, સો તો સ્વરૂપકો જાને, તાકી સ્વરૂપકો ઉપર સુરતિ હેં. ઓર જીવકો સ્વરૂપદાન દિયો નહિ, હેં અરુ દેખે હે સૂને હે પરાક્રમ જાને હે પરિ સ્વરૂપ નિષ્ઠા તાકો ઉપજે નાંંહી.

સો કિમ્ અન્ય ઉલુકઃ સૂર્યમિવ (દિવસને વિષે આંધળું ઘુવડ જેમ સૂર્યના સ્વરૂપને જાણી શક્તા નથી તેમ વિષયી મનુષ્યો પ્રભુના સ્વરૂપને જાણી શકતા નથી.)જોકૂ વિષય સંબંધ હોય સો તો વિષયફૂ જાને જાકૂ ભગવત સંબંધ હોય સો તો ભગવતકો જાને એસે ભાવ વ્યાખ્યા એક શ્લોક કરકે કહી. જાકે ભાગ્યોદય પૂર્વક જો અનુભવી હોયગે, તાકુ પહેચાન (ચિત્તમાં) અંતઃકરણ સો રહેગી. એસે આપ કહે કે કથા સમાપ્તિ કરી.

|| ઇતિ પંચતત્વારિંશ વચનામૃત સંપૂર્ણ ||

ભાવાર્થ :- ઉપરોક્ત વચનામૃતમાં શ્રીગોપાલલાલજી વૈષ્ણવોને કમળ તથા દેડકાનું તેમજ ભ્રમરનું દૃષ્ટાંત આપીને ભગવદીઓ શ્રીઠાકોરજીના ચરણકમળનો આનંદ કઈ રીતે લઇ રહ્યા છે. અને ભગવત સ્વરૂપમાં કેવો ભાવ છે, મુખ્ય સમજાવવામાં આવ્યું છે.

જેમ જળમાં કમળ છે, તેના મૂળમાં દેડકાઓ વાસ કરીને રહે છે. પણ તે કમળના મૂળમાં રહેલા કાદવને ખાધા કરે છે. પણ તેઓ કમળની સુગંધ તથા કમળમાં રહેલી શીતળતાના ગુણને જાણતા નથી. પરંતુ ભમરાઓ તેના ગુણને જાણે છે. અને દુરથી આવીને કમળના મકરંદ રસને ચૂસે છે. તે જ પ્રમાણે ભગવદીઓ દૂર રહેવા છતાં શ્રીઠાકોરજીના ચરણકમળનું ધ્યાન અહર્નિશ રાખીને તેના આનંદરૂપી રસમાં મગ્ન થઇને તે રસનું પાન કરી રહ્યાં છે. શ્રી ઠાકોરજીના ચરણકમળના રહસ્યને સર્વે જીવ જાણતા નથી. પણ ભગવદીઓ જ જાણે છે. કારણ કે તેમને શ્રીઠાકોરજીના સ્વરૂપની નિષ્ઠા થઇ છે. તેથી ભગવદીઓ ગમે તેટલા દૂર હોય તો પણ અહર્નિશ ચરણકમળનું ધ્યાન જ કર્યા કરે છે.

જેમ જળને વિષે કમળના મૂળમાં રહેલો દેડકો કમળના શીતળ ગુણને જાણતો નથી. અને કાદવને ભક્ષણ કરીને રહે છે. છતાં કમળ તો પોતાનો ગુણ છોડતું નથી. પોતાના મૂળમાં રહેલા દેડકાને પણ શીતળતા આપે છે. તેમ ઘણાં જીવ શ્રીઠાકોરજીને શરણે થયા છે. પણ તેઓને પ્રભુના ચરણારવિંદના મહાત્મયની ખબર નથી. તેઓ પ્રભુનો આશ્રય છોડીને અન્ય સાધન કરવામાં પ્રિતી રાખે છે. તેથી તે જીવ પ્રભુના દ્રઢ આશ્રયથી થતી ભગવત પ્રાપ્તિરૂપી ફળને ગુમાવે છે. જેમ કમળનો ઉપાસિક ભ્રમર છે. તે ઘણે દૂર હોય છતાં તે કમળ પાસે આવીને કમળના મકરંદ રસનું પાન કરે છે, અને કમળની કોમળતામાં જ તેનું ચિત્ત આસક્ત છે તેથી કમળ બિડાય જાય છતાં ભમરો તેની તિક્ષણ દાઢ વડે કમળને ઠોલીને બહાર નિકળતો નથી. તે તો તેના મકરંદ રસના આનંદમાંમસ્ત છે, કારણકે તને એક ઇન્દ્રિયનું જ્ઞાન છે બીજું તે કાંઈ જાણતો નથી. તે રસ સિવાય તેનેબીજા કશા રસમાં આનંદ આવતો નથી.

તે જ પ્રમાણે દષ્ટાંત ભ્રમરનું આપીને ભગવદીઓના ભાવની સરખામણી કરે છે ભગવદીઓ ગમે તેટલે દુર વસતા હોય પણ તે શ્રીઠાકોરજીના ચરણારવિંદનો દેઢ આશ્રય કરીને તેના મકરંદ રસનો સ્વાદ મગ્ન થઈને લે છે. જેના ચરણારવિંદનું ધ્યાન બ્રહ્માદિકને પણ દુર્લભ છે, તે ધ્યાન ભગવદીઓ ઘણા જ દુરથી પાસે આવીને અહર્નિશ કરે છે. ક્યારેય તેના મનમાં અન્યથા ભાવ આવતો નથી તે તો તેમાં મગ્ન થઈને આનંદમાં રહે છે. જેમ આગળ દૃષ્ટાંત લખ્યું છે, કે કમળને કે તેના મૂળને દેડકાઓ કાદવ તુલ્ય સમજે છે.

એમ એવા અનેક જીવ છે તે ભગવત ચરણારવિંદને અન્ય સાધન બરાબર કરીને જાણે છે જેનું જેવું મહાત્મય છે, તેવું તે જાણતા નથી. અને જેને સ્વરૂપાનંદ છે, જેને શ્રીઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન છે તેના જ સ્વરૂપનો ભર છે, તેજ સ્વરૂપમાં જેની સુરતા લાગી છે, તેજ પ્રભુના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરીને તેનું ધ્યાન કરી શકે છે. જયારે બીજા જીવને સ્વરૂપદાન થયું નથી, તે શું જાણે.
નજરે જુવે છે સાંભળે છે પરાક્રમ પ્રભુના જાણે છે પણ સ્વરૂપનિષ્ઠા થતી નથી. પણ તેને તે સ્વરૂપમાં ભાવ કે આસક્તિ થતી નથી, તે કેમ ? જેમ સુર્યના પ્રકાશમાં ઘુવડ કાંઇ ભાળતું નથી. તેમ તેવા જીવો સંસારાસક્ત હોવાથી તેમને ચિત્તમાં અનેક વિષયોનો સંબંધ છે. તેથી તેને ભ્રમણા પ્રભુના સ્વરૂપ વિષે મટતી નથી. સાચો ભાવ પ્રગટ થતો નથી, તે પ્રભુના ચરણારવિંદનું મહાત્મયને જાણી શકતા નથી. સમર્પણને અભાવે ભગવદીપણું સર્વ પ્રકારે દુર્લભ છે. તેથી ભગવદ સ્વરૂપમાં કે ભગવદ લીલાનાં સબંધમાં સાધારણ લૌકિક બુદ્ધિ થઈ જાય છે. તેથી તેને પ્રભુના સ્વરૂપ વિષે ભર ઉપજતો નથી.

જ્યારે જેને સમર્પણનો સંપૂર્ણ ભાવ છે, તેને ભગવદ સંબંધ થાય છે અને તે ભગવતના સ્વરૂપને જાણી શકે છે. તે ઉપર આપશ્રીએ એક શ્લોકની વ્યાખ્યા કહી છે, કે પુર્વના ભાગ્યોદયથી જે અનુભવી હશે તેને પોતાના અંતઃકરણમાં પ્રભુના સ્વરૂપ વિષે ભર ઉપજશે, કે મારા પ્રભુ છે, તેવો ભાવ ભગવદીઓ સદા સર્વદા પ્રભુના ચરણારવિંદને વિષે દૃઢ કરીને રાખીને રહે છે. તેવા ભગવદીઓને ધન્ય છે.

આ પ્રમાણે શ્રીગોપાલલાલજીના પીસ્તાલીસ વચનામૃત સંપૂર્ણ થાય છે.

|| ઇતિ પીસતાલીસમાં વચનામૃતનો ભાવાર્થ સંપૂર્ણ ||

(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)

લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને કિંજલબેન તન્નાના જય ગોપાલ ||

1 COMMENT

  1. ખુબ જ સરસ છે અને આ વચનામૃત ઓડિયો રૂપે આવે તો સારું જેમકે સ્વામિનારાયણ સંપ્રદાયમાં વચનામૃત આવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here