સંવત : ૧૭૨૯
સ્થળ : ડુંગરપુર
સાધન માર્ગમાં જીવ સાધનથી વિચલીત થાય છે.
સંવત ૧૭૨૯ના ભાદરવા સુદી એકાદશીને દિને ડુંગરપુરમાં જશવંત રાઓલને અને સોરઠના વેષ્ણવ, ભોજો, રવજીભાઈ, કાનજીભાઈ, હરીદાસ ગઢવી તથા જાની રાઘવજી ભગવદ્ વાર્તા કરતા હતા. તે વેળા શ્રી ગોપેન્દ્રપ્રભુ ગાદી-તકીયા પર બિરાજી ગીતાજી ઉપર ઉત્તમ યોગ ભ્રષ્ટ પુરુષનું દષ્ટાંત, સમજાવી કૃતાર્થ કરતા હતા.
યોગ ભ્રષ્ટ પુરુષકી ગતિકે વિષયમેં અર્જુન કે પ્રશ્ન કરનેપર ભગવાનને બતલાયા કિ ભગવત્. પ્રાપ્તિકે લીયે સાધન કરનેવાલા પુરુષ યદિ અંતકાલમેં સાધનસે વિચલિત હો જાય તો ભી વહ દુર્ગતિકો પ્રાપ્ત નહીં હોતા. કિન્તુ વહ પુરુષ સર્વગાહી ઉત્તમ લોકોમેં બહુત વર્ષો તક નિવાસ કરકે ફીર શુદ્ધ આચરણ કરનેવાલે શ્રીમાન પુરુષોકે ઘરમેં જન્મ લેતા હે. એવં ઇનમેં જો વેરાગ્યવાન ઉત્તમ યોગ ભ્રષ્ટ હોતા હે, વહ ઉત્તમ ફુલમેં જન્મ લેતા હૈ. કિન્તુ એ પ્રકારના જન્મ ઇસ લોકમેં અતિ દુર્લભ હે. આ રીતે ઉત્તમ યોગ ભ્રષ્ટ પુરુષ માટે સમજાવ્યું છે.
ભાવાર્થ
સાધન માર્ગમાં, જ્ઞાન માર્ગમાં તથા યોગ માર્ગમાં જીવ પોતાના માર્ગથી વિચલીત થાય છે. અથવા ભ્રષ્ટ થાય છે. આના ઘણા દષ્ટાંતો પુરાણો તથા શાસ્રમાં જાણીતા છે. વિશ્વામિત્ર જેવા મહાજ્ઞાની ઋષિ પણ પોતાના તપમાંથી ભ્રષ્ટ થયા હતા. આમ કોઈ તપ ભ્રષ્ટ થયા છે કોઈ જ્ઞાન ભ્રષ્ટ થયા છે. કોઈ યોગ ભ્રષ્ટ થયા છે. પરંતુ કોઈ ભક્ત ભક્તિ ભ્રષ્ટ થયા નથી. કેમ કે પ્રભુ પોતે એની ભક્તિની રક્ષા કરે છે. કલયુગમાં પુષ્ટિ પ્રેમલક્ષણા ભક્તિથી પ્રભુની પ્રાપ્તી પુષ્ટિ માર્ગમાં સુલભ છે. જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ કલયુગમાં પ્રભુ પ્રાપ્તી માટે ફળદાયી થતા નથી. પુષ્ટિ ભગવદીનો નિસ્તાર આ જન્મમાં જ થઈ જાય છે, ફરી જન્મ ધારણ કરવાનો રહેતો નથી.
|| ઈતિ શ્રી ગોપેન્દ્રજી ૪૪મું વચનામૃત સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને નંદની ચેતનભાઈ પરમાર (બીલખા) ના જય ગોપાલ ||