|| શ્રી ગોપાલો જયતે ||
વચનામૃત
એક સમય વૈષ્ણવને પ્રસંગ પૂૂછ્યો, જે ભગવદીયનું સ્વરૂપ કહો કેસો? તબ શ્રીજી શ્રીમુખસે કહને લગે, જો ઓર શાસ્ત્રમ્ ગીતા, એકાદશમેં ત્રિગુણી ભક્તકે લક્ષણ, અરુ હંસ, પરમહંસ કે બોહોત કરકે આપ શ્રીમુખ બતાયે છે, એસો તો કલિયુગમેં તો ન બને.
અરુ, અપુને પુષ્ટિમાર્ગમે તો ભગવત ભકત તાકો મુખ્ય તો સ્નેહ છે, તાકો ઓર તો કહા દ્રષ્ટાંત કહે ? અરુ કેસે વર્તનો ? જો સદા દાસી હોય કે રહનો. જો મેં તો ઉનકી દાસી હો , યાતે ભલો અરુ બુરો અપુનો ન વિચારનો, અરુ અપેક્ષા રહિત સેવા કરે, અરુ સ્વતંતકો ન કલ્પે, ઓર ઠોર મનરંજન ન હોય હેે. સોઇ ઉત્તમ, જો કો ભગવત ભકતકે વિષે ઇર્ષા ન હોય હે, તાકી આપશ્રી દાદાજીકી કાનતે રક્ષા કરે હે અરુ એસોભી હૈં, જો જીવ કહા સેવા કરેગો ? અરુ શ્રીઠાકુરજી કહા પ્રસન્ન હોયગે ? અરુ આપતો દયાલ હે, સો ભજનકો ફલ જો સેવાદિક છે, તાકો દ્રષ્ટાંત. જેસે પૈસા લેકે બનીયાકે હાટ સો વસ્તુ મૂલ લઇ, તામેં અધિક્તા સો કહા ? અરુ ઠાકુર એસે નાંહી જો અપુની બિગારે, અરુ ભજન કરવાયકે જો દેત, સો તો સાધારણ બનિયાકે વેપાર હેે, તાકે ઉપર આપ શ્લોક પઢે :- | ||“અસ્તિચેદીશ્વર: કશ્ચિતફલરૂપ્યન્ય કર્મણામ્ | કર્તારંભજતે સોડપિનહ્યકર્તઃ પ્રભુહિર્સ : ||”
એસે દેવ તો કોઉ હેં, તાકું તો આથર્થિ ભક્તિ ભઇ હેે. તાકે લીયે અપુને ભક્તિ માર્ગમેં તો ભજનમેં જો કલ્પના કરાવત નાંહી, સો તો યા પ્રકારન તે, જો કછૂ ભજન કરત ભલો ભયો, તો એસી જીયામાં વિચારે જો, જો મેં સેવા કરી તો ફલ એ ઠાકુરને દીયો, યા પ્રકાર જાને, તો શ્રીઠાકુરજી કહા એસે મનોગ્રાહ્યકે દેને વારે ? વે તો પ્રારબ્ધ નિમિત્ત હેં. જો અપુની અઘટીત કરે, અરુ ભજન કરવાકે દેત છે, તામેં અપની અધિકતા કહા ?
યાતે જીવ કલ્પના કરે , અથવા મતિ કરે, અપની ઇચ્છા તે જાનેગેેં, સો કરેગે– અરુ જા ભાતિ જીવ કલ્પેે, તા ભાતિ કરે તો તાકૂ ભગવત પ્રાપ્તિ કૌં હોય? અરુ જીવકો અપની લધુતા કરની, અરુ બ્રાહ્માદિ ઇન્દ્રાદિકકે સુખકો ચહાવો નાંહી. જો જીવ યાહિ વિચાર મનમેં ધરે, તો કલ્પે વિનુ પ્રાપ્તિ નાહી હેે, તો કબહુ પાવે નહી. તાકે લીયે એસેં હેં, જો જીવકો અપુનો સ્વરૂપ વિચારનો, જો કેસી સમુજ, જ્ઞાન કેસો મોમેં હે ? અરુ પ્રભુકી પ્રભુતા વિચારની, અરુ કછુ આગે પાછે ન દેખનો, અરુ પ્રસન્ન હોય કે શરણ રહનો, પીછે શ્રીઠાકુરજી જાનેગે, સો કરેગે, શરણ આયે પીછે આપત્તિ હોયગી, સોતો શ્રીઠાકુરજી નિવારણ કરેગેં એસે અપને પુષ્ટિમાર્ગમેં તો સ્નેહ પ્રયોગ મુખ્ય ભાવાત્મક હૈં. એક દ્રઢ આશ્રય અરુ અનન્યતા સોતો એક ભાવસો. આપ આનંદ પોષક હેં, એસે ભગવદીયકે ઉદાહરણ વૃત્તાંત, સો તો બોહોત છે.
|| ઇતિ ચતુત્વારિંશત્તમ વચનામૃત સંપૂર્ણ ||
ભાવાર્થ
ઉપરોક્ત વચનામૃતમાં વૈષ્ણવોએ શ્રીઠાકોરજી પાસે ભગવદીનું સ્વરૂપ કેવું હોય છે ? તે વિશે પ્રશ્ન પૂછ્યો છે. ત્યારે શ્રીજી શ્રીમુખથી તેનો ખુલાસો કરતાં કહે છે, જે ત્રિગુણી ભક્તના લક્ષણ સત્વગુણી, રજોગુણી, તમોગુણી અને હંસ, પરમહંસના લક્ષણો શાસ્ત્રમાં ગીતા તથા એકાદશસ્કંધ શ્રીમદભાગવતમાં ઘણાં જ કહ્યા છે. તેવું તો આ કલિયુગમાં બની શકે નહિ. કારણ કે તે તો બધાં સાધન સાધ્ય છે. માટે સાધનતો કલિયુગમાં બની શકે તેમ નથી તે કઠીન છે.
અને પુષ્ટિમાર્ગમાં તો જે ભગવદ ભક્ત છે તેને તો મુખ્ય સ્નેહ ભાવ છે. તેનું બીજું શું દાંત આપી શકાય. પણ તેનું વર્તન તો સદા દાસી ભાવ રાખીને રહેવાનું, જે હું તો શ્રીઠાકોરજીની દાસી છું. તેથી પોતાનું ભલું કે બુરૂ પોતાના મનમાં કાંઇ વિચારતા નથી. અનેકોઇ પણ પ્રકારની ઇચ્છા રાખ્યા સિવાય સેવા કરે છે. તેમાં પોતે કર્યા છે, તેવો ભાવ વિચારતા નથી. અને પોતાનું મન બીજે ઠેકાણે જવા દેતા નથી. તે પુષ્ટિમાર્ગમાં ઉત્તમ ભગવદી છે. જેને ભગવદ ભક્ત વિષે કોઇ દિવસ ઇષી થતી નથી. તેની રક્ષા શ્રી ઠાકોરજી કરે છે. ટૂંકમાં સ્નેહ ભાવવાળા ભગવદીને ઉત્તમ બતાવ્યા છે. સ્નેહ મુખ્ય છે. સ્નેહ ભાવમાં દાસી ભાવ રાખીને શ્રીઠાકોરજીની સેવા કોઈ પણ ફલની ઇચ્છા રાખ્યા સિવાય કરે અને ભગવદભક્ત વિષે ઇર્ષા ન રાખે, તેનું રક્ષણ આપશ્રી
પોતે કરે છે. તેવો ભાવ ઉત્તમ ભગવદીનો બતાવ્યો છે. પોતાનું મન સેવા કરતા શ્રીઠાકોરજી સિવાય બીજે કાંઇ ચલાયમાન ન થાય તેને ઉત્તમ ભગદી કહ્યા.
બીજી વાત સેવા કરવા વિષેની છે. શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય તેવી સેવા કરવી કે બનવી જીવથી મુશ્કેલ છે. છતાં પ્રભુ દયાળુ છે, ભજનનું ફળ સેવા જ છે. તેનું ફલ કોઇ લૌકિક ફળની ઇચ્છા રાખવાથી મળતું નથી. પ્રભુ પ્રસન્ન થાય તે પ્રભુની કૃપા ઉપર આધાર છે. પ્રભુ જીવ ઉપર કૃપા વિચારે તો જીવને સેવાનું ફલ સેવા જ પ્રાપ્ત થાય છે. તેમ બતાવ્યું છે.
કદાચ સેવા કરતાં જીવને જો લાભ મળે છે, તો જીવ એમ માને છે કે શ્રી ઠાકોરજીની સેવાનો લાભ મળ્યો છે. પણ એ સમજણ ભુલ ભરેલી છે. કારણ કે તેમ માનવાથી તો એક જાતનો વેપાર ગણાય અને તેવો વેપાર શ્રીઠાકોરજી સાધારણ જીવની માફક કરે નહિ. લાભ હાનિ તે તો પ્રારબ્ધને વશ છે. પ્રભુ જીવને પોતાના મનની અંદર કલ્પના ઉત્પન થાય, તેવો પદાર્થ સેવાના બદલામાં આપતાં નથી. જેનાથી જીવનું બગડે અને પોતાનું ભજન કરાવીને જીવની કલ્પના પ્રમાણે
ફલ આપે તો તેમાં શ્રીઠાકોરજીની અધિકતા શું ? માટે પ્રભુ તો ભજનનું ફલ સેવાજ આપે છે. સાધારણ વાણિયાની દુકાનેથી પૈસા દઇને વસ્તુ લઇએ તેમા વિશેષતા શું છે, શ્રીઠાકોરજી તેવું કરતા નથી જેનાથી જીવનું બગડે. જે ભજન કરાવીને આપે તો તો તે સાધારણ વાણિયાની દુકાન જેવો વેપાર થયો કહેવાય. તેવો ભાવ સેવા વિષેનો બતાવ્યો નથી, જે સેવા કરીને કોઇ પણ પ્રકારની પ્રભુ પાસે માંગણી ન કરવી, તેમ ટુંકમાં સમજાય છે.
શ્લોકનો ભાવાર્થ ટુંકમાં આપ્યો છે. ક્ષણવાર કર્મને દુર મુકીને માનીએ કે કર્મથી અલિપ્ત એવો કોઇ એક ઇશ્વર છે અને તે કર્મ કરનારાઓને ફળ આપે છે. પણ કર્મ ન કરનારાઓને ફળ આપતો નથી, તેથી તે કર્મ કરનારાઓનો સ્વામી થઈ શક્તો નથી, પણ તે કરમને આધીન ઠરે છે
વચનામૃતનો ભાવાર્થ કર્મ કરનારાને જ ફળ આપે અથવા કર્મ કરીને ફળની ઇચ્છા રાખે તે તો સ્વાર્થ પરાયણ ભક્તિ થઇ, અર્થાથી ભક્તિ કહેવાય. ભગવાન કહે છે કર્મ કરવાનો તારોઅધિકાર છે, પણ ફલની ઇચ્છા રાખવાનો તારો અધિકાર નથી ફલ શું આપવું તે મારી ઇચ્છાની વાત છે.
તેથી આપણા પુષ્ટિમાર્ગમાં નિષ્કામ ભક્તિ કરવાનું કહ્યું છે. તેથી પ્રભુનું ભજન કરીને પ્રભુ પાસે કાઈ માગણી કરવાનું કહ્યું નથી. જે મે કાંઇક ભજન કર્યું, સેવા કરી, તેથી મારું આ ભલુ થયું કે અમુક પદાર્થની પ્રાપ્તિ થઇ. જે શ્રીઠાકોરજીએ આ ફલ મને સેવાના બદલામાં આપ્યું, તેમ પોતાના મનાં જીવે વિચારવું નહિ. એવા પ્રકારે કદાચ જીવ મનમાં વિચાર કરે, તો શ્રીઠાકોરજી એવી મનમાં કલ્પના થાય, તેવું દેવાવાળા નથી. તે તો પ્રારબ્ધ નિમિત્ત છે. જે શ્રી ઠાકોરજી એવું સાધરણ ફળ આપીને જીવનું બગાડતા નથી. તે પોતાની ભક્તિના બદલામાં એવું ફળ આપે તો શ્રીઠાકોરજી કહે છે તેમાં પ્રભુની અધિકતાં શું? પ્રભુતો જીવનો વિસ્તાર કરવાવાળા છે. ભજનનું ફળ લૌકિક આપતા નથી. તેથી જીવ પોતાના મનમાં કલ્પના કરે કે ન કરે, શ્રીઠાકોરજી પોતાની ઇચ્છાથી જે જાણશે તે કરશે.અને જીવ એવી ખોટી કલ્પના કરે તો ભગવત પ્રાપ્તિ ક્યાંથી થાય? તેમ કહ્યું; માટે જીવે તો પોતાની લઘુતા વિચારવી. દાસભાવ વિચારવો. બ્રહ્માદિક ઇન્દ્રદિકના સુખની પણ મનમાં ઇચ્છા ન કરવી. જીવ મનમાં કદાચ એમ વિચારે કે કોઇપણ કલ્પના કર્યા સિવાય પ્રાપ્તિ ક્યાંથી થાય? તો ક્યારેય પણ પ્રાપ્ત થાય નહિ. તેથી જીવે પોતાનું સ્વરૂપ વિચારવું જે મારામાં સમજણ કેટલી અને જ્ઞાન કેટલું? અને પ્રભુની પ્રભુતા વિચારવી આગળ પાછળનો કોઈ વિચાર ન કરવો. સદા પ્રસન્ન રહીને શરણે રહેવું. પછી શ્રીઠાકોરજી જે વિચારશે તે કરશે. શરણે ગયા પછી કોઇ આપત્તિ આવશે. તે શ્રીઠાકોરજી નિવારણ કરશે. તેવી ભાવના રાખવા
કહ્યું…
તેથી આપણાં પુષ્ટિમાર્ગમાં સ્નેહ ભક્તિ મુખ્ય છે. સ્નેહ અને ભાવાત્મકભાવ મુખ્ય છે. એક દઢ આશ્રય અને અનન્યતા તેતો એક ભાવથી રહે છે. આપ તો આનંદનું પોષણ કરવાવાળા છો. એવા ભગવદીયના ઉદાહરણ વૃતાંત્ત ઘણાં જ છે. તેમ આપશ્રીમુખે કહ્યું.
ઉપરોક્ત વચનામૃતમાં સ્નેહ સહિત સેવા, ભાવાત્મક ભાવથી જે ભગવદી કરે છે, તે ઉત્તમ કોટીના છે. તેનું રક્ષણ શ્રીઠાકોરજી કરે છે, ઉત્તમ ભગવદીના લક્ષણમાં સ્નેહ મુખ્ય બતાવે છે. સેવા કરીને કોઇ ફળની ઇચ્છા ન રાખવી. પ્રભુની પ્રસન્નતા પ્રભુ કૃપા કરીને વિચારે ત્યારે થાય, જીવે કોઇ કલ્પના કરવી નહિ. પ્રભુ જે કરશે તે તેની ઇચ્છા અનુસાર કરશે. શરણાગત થઇને રહેવું. દાસી ભાવ રાખવો દઢ આશ્રય અનન્યતા રાખવી. પ્રભુ જીવના કોઇ કર્મ સામું જોતા નથી. તેની ઇચ્છા આવે ત્યારે જે કરવું હોય તે કરે છે. પ્રભુ દયાળુ છે. જીવે પોતાનું સ્વરૂપ વિચારવું. જે મારામાં શું સમજણ છે, જે પ્રભુની પ્રભુતા વિચારવી. સર્વે આપત્તિનું નિવારણ પ્રભુ કરશે. તેવો ભાવ રાખવા કહ્યું. જીવની કલ્પના પ્રમાણે શ્રીઠાકોરજી કશું વિચારતા નથી. જીવ પ્રભુ પાસે કોઇપણ સુખની પ્રાપ્તી માટે માગણી સેવા કરીને ન કરવી. સેવા ભજનનું ફળ પ્રભુ સેવા જ આપે છે. સાધારણ વાણિયાના વેપાર જેવું પ્રભુ કરતા નથી. તેથી જીવનું બગડે છે, તેવો પદાર્થ પ્રભુ આપતા નથી. પ્રભુ એક સ્નેહ દેઢ આશ્રય અને અનન્યતાથી પ્રસન્ન થાય છે. તેમ ટુંકમાં વચનામૃતનો સાર છે.
|| ઇતિ ચુમાલીસમાં વચનામૃતનો ભાવાર્થ સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને કિંજલબેન તન્નાના જય ગોપાલ ||