સંવત : ૧૭૨૯
સ્થળ : ડુંગરપુર
પ્રભુ સર્વવ્યાપી છે.
સંવત ૧૭૨૯ના ભાદરવા સુદી દશમના ડુંગરપુરમાં રાઓલજી જશવંતસિંહજી સાથે સોરઠના વૈષ્ણવો ભગવદ્ચર્ચા કરે છે. તે વેળા પ્રભુશ્રી ગોપેન્દ્રજી ગાદી-તકીયે બિરાજમાન છે. અને વૈષ્ણવોએ ગીતાજીમાં “સર્વત્ર ભગવદ્ દષ્ટિ કેમ રહે તે સમજાવતા કહે છે, જે સમસ્ત જગતમેં જીતને ભી ચરાચર પ્રાણી હે. સબ ભગવાનકે હી સ્વરૂપ હે, હમ ઉન્હેં પહચાનતે નહીં, ઇસીસે ઉનકી સેવા નહિં કરના ચાહે કિન્તુ સબમેં પરમાત્મા ભાવ હોનેકે કારણ ભક્તિ યોગીપુરુષ વેષભેદસે ચાહે વ્યવહારમેં ભેદ રખે, પર હૃદયસે સબકી પૂજા કરતે હૈ. ઐસે ભક્તોસે ભગવાન કભી દૂર નહી હો સકતા. ભક્ત ઔર ભગવાનકા યોગ સદાકે લીએ સ્થાયી હો જાતા હૈ. એસે પુરુષસે જો ભી ક્રિયા હોતી હે, ઉસકી દ્રષ્ટિમેં વહ સબ એક માત્ર ભગવાનકે સાથ હી હોતી હે, આ પ્રમાણે સર્વત્ર ભગવદ્ દ્રષ્ટિ માટે સમજાવ્યું છે.
|| ઈતિ શ્રી ગોપેન્દ્રજીનું ૪૩મું વચનામૃત સંપૂર્ણ ||