|| પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજીના વચનામૃત – ૪૨||

0
154

સંવત : ૧૭૨૯
સ્થળ : ડુંગરપુર

પ્રભુશ્રી ગોપાલલાલ અને ગોપેન્દ્રલાલ શરણે આવેલ
જીવની પરમગતિ થાય છે.

એક સમય શ્રીજી ડુંગરપુરમાં આપની બેઠકમાં બિરાજેલા છે. તે વેળા સૌરાષ્ટ્રથી આવેલા વૈષ્ણવોમાંથી હરજી-કેશવે પ્રશ્ન પૂછ્યો, જે કૃપાનાથ ! જીવની પરમ ગતિ કેમ થાય તે સમજાવો.

તે વારે શ્રી ગોપેન્દ્રજીએ કહ્યું, સબ વૈષ્ણવ ધ્યાનસે સૂનો. યોગી કૈસે પરમ ગતિકો પ્રાપ્ત કરતાં હૈ વો બતાતા હું. સબ ઇન્દ્રિયોકા દ્વારોકો રોકકર તથા મનકો હૃદય સામે સ્થિર કરકે ફીર ઉસ જીતે હુએ મનકો દ્વારા પ્રાણકો મસ્તકમેં સ્થાપિત કરકે પરમાત્મા સંબંધી યોગ ધારણામેં સ્થિત હોકર જો પુરુષ ઇસ એકાક્ષરરૂપ બ્રહ્મકા ચિંતન કરતા હુઆ શરીરકો ત્યાગ કર જાતા હૈ વહ પુરૂષ પરમ ગતિકો પ્રાપ્ત હોતા હૈ.

ભાવાર્થ

અગાઉના સમયમાં યોગીઓ યોગનો સતત અભ્યાસ કરતા યોગમાં સંપૂર્ણ પ્રવીણતા પ્રાપ્ત કરે અને યોગ ભ્રષ્ટ ન થાય તો પરમ ગતિને પ્રાપ્ત કરતા એમ ગીતામાં ભગવાને કહ્યું છે કલીયુગમાં પુષ્ટી માર્ગમાં જે જીવ પ્રભુના શરણે આવીને સર્વ સમર્પણ ભાવથી, સેવા, સ્મરણ અને ભક્તિ કરે તો પ્રભુ કૃપાથી પરમ ગતિને જ પ્રાપ્ત કરે છે તેની અન્યથા ગતિ થતી નથી.

|| ઈતિ શ્રી ગોપેન્દ્રજીનું ૪ર મું વચનામૃત સંપૂર્ણ ||

(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)

લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જાનકી બેન ગોરડિયા(શિહોર) ના જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here