|| પ્રભુશ્રી ગોપાલલાલજી ના વચનામૃત – ૪૨ ||

0
144


|| શ્રી ગોપાલો જયતે ||

વચનામૃત

જો એક બેર શ્રીગોકુલમેં સબ વૈષ્ણવ બેઠે હે, અરુ ચર્ચા આપસમેં કરે છે, તામેં એસો વૃત્તાંત આયો, જો મણિ હે, તાકી જેતની કિંમત જાનકે સેવા કરે તેની પ્રાપ્તિ હોય. એ સમય આપતો સંધ્યા કરવે બેઠે હે, અરુ કોઉને ચર્ચા સુનિકે પૂછી જો કૌ હે ? મહારાજરાજ, કૃપાનિધાન ! જો સેવકસો સેવા ન બને તો શ્રીઠાકુરજી સાનુકુલ કૌ હોય હે ? અરુ જેસી સેવક સેવા કરે હેે, તાકે તેસી શ્રીજી કૃપા કરે હેે, એસે બોહોત બેર ફેર ફે૨કે કહી, ઓર આપ એસે સુનવોઇ કરે હે, એસો પ્રસંગ ચલો, સમાપ્તિ તો ન હોય, પરિ કેસે કહે જો જેસી સેવા કરે હેં તેસે શ્રી ઠાકુરજી પ્રસન્ન હોય હેે, વામે જીવકો કર્તાપનો આપ સુનો સો જીવતો વાસનિક હેે, સૌ ભાવિ પર વાત ઠે૨કે, આપ શ્રીમુખ કહેન લગે, અરિ તુમ એસો કૌ કહો હો ? અરુ જીવ કી કહા સામર્થ્ય ? જો શ્રીઠાકુરજી કી સેવા કરે, અરુ શ્રીજી પ્રસન્ન હોયગે, સેવા કરની તાકી રીતિ તો બોહોત કઠીન હેે, કૌં જો ? | |“ અહંપદં વર્જિત્વા યતૂકિયેત ” || ઇતિ વચનાત || (સર્વ પ્રકારના અહંકારનો ત્યાગ કરીને શ્રીઠાકોરજીની સેવા કરવી.) જો અપુને પુષ્ટિમાર્ગમેં તો કેસી સેવાકી પ્રયોગ પ્રનાલિકા, સો તો અહંપદ છોડકે કરની, અરુ વા વાતમેં તો એસો આયો જો, અપને સેવા કરે તો હોય હેે, પરિ હેે તો કેસો ? જો જેસે આપ ઉપજાવે તેસે બને હેં, કછુ પ્રભુકી ઇચ્છાસું બને હૈ, ઓર અપુને જીયામેં સાચ ચાહીયે, સો પ્રિતીપુર્વક કરની, તામે એક વિશ્વાસ અરુ શુભકાર્ય બને, તામે પ્રભુકી ઇચ્છા પ્રાધાન્ય, ભાવાત્મકસો કરની. ઓર ભાવસો અપર પ્રયોગ પ્રભુકું વશ કરવેકો કોઉ હે નાંહી, પરિ આપ કર્તા હોયકે ન કરનો. યાતે અપને પુષ્ટિમાર્ગમેં તો જો પુષ્ટિ કાર્ય બને, સો તો ભગત ઇચ્છા કરકે માનનો. એસે કરકે જાને તો કોઉ બાધ ન લગે. યાતે સેવા કોઉ કરો, કોઉ ન કરો. પરિ શુદ્ધ વર્તન સો પ્રનાલિકા ન છોડની. અરુ વૈષ્ણવ જો હે, તાકું સેવા ભાવ વ્રજભક્તકી રીતિસો કરની, જો બને તો ભગવત ઇચ્છા હેં.

|| ઇતિ દ્વાચત્વારિંશત્તમ વચનામૃત સંપૂર્ણ ||

ભાવાર્થ

એક સમયે વૈષ્ણવો સેવાની ભાવના વિષે ચર્ચા કરી રહ્યાં છે. તેમાં પુષ્ટિમાર્ગની ભાવના રીત વિગેરેની ચર્ચા કરતા મણીનો દાખલો આપીને સેવાની રીત સમજવા લાગ્યા કે મણી છે, તેની જેટલી કિંમત જાણી સેવા કરે તેટલી પ્રાપ્તિ થાય. એટલે મણી જે છે, તેને જેમ ઝવેરી ઓળખી શકે અને તેની કિંમત આંકી શકે તેટલી તેની કિંમત વધુ મળે, તેમ મણીનું દષ્ટાંત આપીને સર્વ ચર્ચા વૈષ્ણવો આપસ આપસમાં કરી રહ્યા છે. તે સમયે આપશ્રી બિરાજતા હતા. અને આ ચર્ચાનો પ્રસંગ સાંભળીને પુછ્યું કે શું ચર્ચા ચાલી રહી છે. ત્યારે વૈષ્ણવે કહ્યું કે કૃપાનાથ ! જે સેવક થયા પછી સેવકથી સેવા ન બને તો ઠાકોરજી પ્રસન્ન થાય અથવા કૃપા કરે ખરા ? અને સેવક જેવી સેવા કરે, તો શ્રીજી તેને તેની સેવા પ્રમાણે ફળ આપે અથવા તેની ઉપર તેની સેવાના પ્રમાણમાં કૃપા વિચારે ?

આપશ્રી આ પ્રસંગ સાંભળ્યા કરે છે અને પ્રસંગની ચર્ચા સમાપ્તિ તો થઇ નહિ. અને આપશ્રીએ પછી સમજાવ્યું. જો કેમ છે, જેવી સેવા કરે તેવી રીતે શ્રી ઠાકોરજી પ્રસન્ન હોય, તો તેમાં તો જીવનું કર્તાપણું અથવા તો અહંભાવ આવ્યો તેમ આપે સાંભળ્યું, જીવ તો વાસનિક છે; વાસનાથી ભરોલો છે. તે પૂર્વના સુકિત અથવા ભાગ્યોદય ભગવદકૃપા ઉપર વાતને અને પ્રસંગને સમજાવ્યો. જો પૂર્વેનો કોઇ મહાન સુકિત હોય તો ભગવત કૃપા દ્વારા જીવથી સેવા બની શકે અને તમે બધા એમ કેમ કહો છો કે જીવ સેવા જેવી કરે તેવું ફળ ઠાકોરજી આપે ? અરે જીવની શું શક્તિ છે, સામર્થ્ય છે, જે શ્રી ઠાકોરજાની સેવા કરી શકે. અને શ્રીઠાકોરજી પ્રસન્ન થાય, સેવા કરવી તેની રીતે તો બહુ જ કઠણ છે. કારણ કે હું સેવા કરે છે. એવો ભાવ છોડવો બહુ જ કઠણ છે.

જે આપન્ના પુષ્ટિમાર્ગમાં તો સેવાની કેવી સુંદર પ્રણાલિકા છે. અહંભાવ છોડીને કરવી. અને તમારી વાતમાં તો એમ આવ્યું કે જો સેવક સેવા કરે તો થાય, પણ ખરેખર તો એમ છે કે, આપશ્રી જેમ ઉપજાવે તેમ સેવા બને છે, પ્રભુની ઇચ્છાથી કાંઇક થાય છે. અને પોતાના હૃદયમાં સાચ જોઈએ, પ્રિતી જોઇએ તેવા પ્રિતીપૂર્વક કરવી જોવે. તેમાં એક વિશ્વાસ અને જે શુભ કાર્ય બને છે, તેમાં પ્રભુની ઇચ્છા જ મુખ્ય છે. અને સેવા ભાવાત્મક છે અને ભાવથી કરવી. કારણ કે ભાવથી બીજુ વધારે શ્રેષ્ટ સાધન એકે નથી. જે ભાવથી જ પ્રભુ વશ થાય છે. ભાવ સિવાય પ્રભુ વશ થતા નથી. પોતે કર્તાપણું માનીને સેવા ન કરવી. પુષ્ટિમાર્ગમાં તો પુષ્ટિકાર્ય જે બને છે, તે તો ભગવત ઇચ્છા કરીને માનવું. આ પ્રમાણે રહે તો કોઈ દોષ ન લાગે તેથી સેવા કોઈ કરો અથવા ન કરો, પણ માર્ગની શુદ્ધ પ્રણાલિકા શુદ્ધ વર્તન ન છોડવું અને તે વૈષ્ણવે હંમેશા વૃજભકતની ભાવના પ્રમાણે વર્તવું. જે બને તે ભગવત ઇચ્છાથી બને છે. તે પ્રમાણે માનવું.

|| ઇતિ બેતાલીસમાં વચનામૃત નો ભાવાર્થ સંપૂર્ણ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here