|| પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજીના વચનામૃત – ૪૧ ||

0
164

સંવત : ૧૭૨૯ સ્થળ : ડુંગરપુર

પ્રભુ પોતાના અનન્ય ભક્તને આધીન છે.

એક વેળા ડુંગરપુરમાં સૌરાષ્ટ્રથી પધારેલા વૈષ્ણવો, કચ્છના ખેતો રાજા, વલ્લભ નંદાણી, વીરભાણ નવરંગી, તેજપાળનો બેટો નાથો, બોતો રાજા, એકાંગી અને મામો કાનજી, વાંછો-. કંસારો, ભણસાલી વીરજી અને હરજી-કેશવ વિગેરે ડુંગરપુરમાં રાઓલજીની’ બેઠકમાં બેઠા છે. જે વેળા પ્રભશ્રી ગોપેન્દ્રલાલ આપ પધાર્યાને ગાદિ-તકીયે બિરાજી વેષ્ણવોની પ્રસન્નતા પૂછી ભગવદ્ચર્ચા શરૂ કરી. હરજી-કેશવે વિનંતી કરી જે જે કૃપાનાથ ! રાજસી ભક્ત અમરિષનો અપરાધ કરનાર મહર્ષિ દુર્વાસાને શું ભોગવવું પડેલું, તે કૃપા કરી સમજાવો.

રાજસી ભગવાનકે પરમ ભક્ત થે. ઇનકા અપરાધ કરનેસે મહર્ષિ દુર્વાસાકો ભગવાનકે સુદર્શન ચક્રસે આજ્ઞાંકિત હોના પડા. ભગવાન વિષ્ણુકી શરણર્મે જાકર ભી વે ભયમુક્ત ન હો સકે. ભગવાનને ઇનસે કહા, આપકે અપરાધકો અમરિષ હી ક્ષમા કર સકતે હૈ. ભક્તકે અપરાધીકો ક્ષમા કરનેકી શક્તિ મુજમેં નહીં હૈ. તબ દુર્વાસા અમરિષકે શરણમેં ગયે. અમરિષને “ ચક્રકી સ્તુતિ કરકે ઇનકી સંકટસે રક્ષા કી. એસે અનન્ય રાજસી ભક્ત અમરિષ ભગવાનકી સેવામેં બેઠે હે.

|| ઈતિ શ્રી ગોપેન્દ્રજીનું ૪૧મું વચનામૃત સંપૂર્ણ ||

(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)

લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જસ્મિનબેન સોલંકી (જામનગર) ના જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here