|| પ્રભુશ્રી ગોપાલલાલજી ના વચનામૃત – ૪૧ ||

0
178

|| શ્રી ગોપાલો જયતે ||

વચનામૃત


એક બેર શ્રીજી આપ ચંદ્ર સરોવર પરાસોલી પધારે હેં, તિહાં શ્રીજીકો જલધરા હેં, તિહાં રાસ હોય હેં, તબ શ્રીગુસાંઈજીકે કુંવર સબ બિરાજે હેં , શ્રીરાયજી પધારે હેં, તબ વૈષ્ણવ સબ અપુને સેવક સો સંગ હે. તબ રાસ ધારી આયકે રાસકો પ્રારંભન કર્યો, સબ કોઉ રાસ દર્શન દેખવેકું આયે હેં, તાબિરીયાં શ્રીભગવત અંતરધ્યાનકી લીલાકો સમયકે પદ ગાયે હે, અરૂ જો ગોપિકા પંથ નિહારે હે . અહં કૃષ્ણ અહં કૃષ્ણ || ઈતિ વચનાત ll

સો સબ બાલ લીલાકો જોરૂ સ્વરૂપ તિન કરકે સબ લીલા કરન લગે, તામેં આધપરાકૃમકી લીલા, પૂતનાકી સદશગતિ, ઓર રાજા વરૂણકો દર્શન દેવેકું પધારે, તાંતાઈ સબકે હૃદયમેં બિરાજકે, આપ લીલા કરાઈ, ઓર સબ વૃજકે વૃક્ષ, વેલી, હરણી, પૃથ્વીમેં સબકો પૂછન લગે સો સબમેં અપુનો સ્વરૂપ જતાયો એસી લીલા આપકો દેખવેકી ઈચ્છા, તબ વાકે હૃદયમેં ભી માન ઉપજાયો સોઈ ભગવત ઇચ્છા, સો લીલાકો સ્વરૂપ શ્રીજી હેં.

એસે આપ દેખકે શ્રીમુખ કાનદાસ પ્રતિ આપ સકાર જબ આપની બેઠકમેં ગોપાલ પુરામેં આપ કેહન લગે, સૂનિકે કાનદાસ કહેન લગે, જો મહારાજ ! હમારે તો શ્રીનાથજી નંદકુમાર તો તુમ હોં, સર્વ પદાર્થ તુમારે વિષે હમને તો માને હેં, ઓર તુમકો કછુ ન્યુન પદસો તો હમ નાંહી જાને, અરૂ તુમકો હમ ન્યુન જાને તો નારકી હોઉગ, ફેર શ્રીજી આપ કહન લગે, જો સમર્થ વચન એસે લીખે હૈં, જો શ્રીકૃષ્ણ મંત્રકે ઉપદેશ કર્તા સોઈ નંદકુમાર જાનીએં તબ વાને કહી, જો પેલો સ્વરૂપ દેખાયો, ઓર અબકૌં ઉતરે ? સો સુનિકે આપ મુસકાયે ફેર કહી. જો અપુને માર્ગમેં મુખ્ય તો સેવા સાધન પ્રયોગ હૈ, ભાવાત્મકસોં કરની, જો હમારે પ્રાણવલ્લભ એસો ભાવસું કરકે કરે, જેસે નંદભુવન આપ બિરાજે હેં, ઓર વૃજ ભકત પ્રાતઃકાલ ઉઠકે સુંદર સામગ્રી લેકે પ્રબોધકે વચન કરકે જગાવે, એસે જગાયકે સ્નાન અરૂ શૃંગાર સબ સેવા પુષ્ટિમાર્ગકી રીતિસૂં કરની, ઓર અપને માર્ગકી પ્રનાલિકા ભ્રષ્ટ હોય એસે ન કરની, કૌં જો સેવા કરત મનમેં ડર રાખનો, જો રાજા હેં તાકી સેવા ચુકે, અરૂ ગર્વ કરે, તાકું રાજા હેં સો ‘પબધન્ત ઈન્તિ લુમ્પત્તિ’ ||ઈતિ વચનાત || અરૂ એ તો સાક્ષાત્કાર શ્રી પુરૂષોત્તમ હેં, જાકૂ સેવામેં જો બાધક પરે, વો મહત્કર્મ છે, પ્રથમ વૈષ્ણવકું વિધિપૂર્વક સ્નાન કરકે ચરણામૃત તિલક કરકે જબ મંદિરનો દંડોત કરે, તબ સકલ કર્મ નિવર્તિ, કૌં જો નિજમંદિર વ્યાપિ વૈકુંઠકે ભાવસો બનો હેં, તાકો દર્શન તેં નેત્ર પવિત્ર હોય હે, અઢ શય્યાકી જારી, અરૂ બિડાકી તબારી, ભોગકો બંટા હે, તાકો દર્શન તેં હૃદયમેં ધ્યાન ભયો યાતે હૃદયને મલ સબ નાશ પાવૈ હૈ અરૂ જો ચતુષ્ટય હે, તાકી કલ્પના નાશ હોય હેં, અરૂ સેવા, સો નિર્મલ અંતઃકરણસો કરની, કૌં જો ભાવાત્મક હેં, કછુ મંત્રાત્મક તો પુષ્ટિમાર્ગમેં નહી હેં, જબ સેવામં સબ ખીલોના, અરૂ સરજામ, ઓર ભોગકી સામગ્રી સો તો સબ સ્વરૂપાત્મક કહે, એસે જાનકે કરની, જો મેં તો જીવ હોં સો મોકંશ કછુ દોષ લગેગો, એસ ડરપત રહેનો, સેવામેં અરૂ સ્મરણમેં કોઉ બિરીયાં વિષયકી વાસનામેં મનફૂ ન લગાવનો, એસે રહનો, કોઉ બિરીયાં અચાનક ઉપજાઈ, તો ભગવત સ્મરણ કરનો, અરૂ ચરણામૃત લેનો, કૌ જો દ્રઢતા હોય, પરિ એસે મનકો ભ્રષ્ટ ન હોને દેનો. અરૂ સેવામેં દશ ઈન્દ્રિયકો રાજા, જો મન હે, તાકું જ્ઞાન સો વશ કરકે લગાવનો, દેહ ધારણકો ફલ એહેં અરૂ રાજભોગ પીછે સેવાસો પોંચકે વિયોગાત્મક ભાવ કરકે સ્મરણ કરનો, જેસે વ્રજભકત વેણું ગીત, યુગલ ગીતકો ભાવસો ધ્યાન કરે હે તાકી ભાવસો કરકે સ્મર્તવ્યમ જો શ્રીઠાકુરજી કોન કુંજમેં પધારે હોયગે ? કહા લીલા કરતે હોયગે ? અરૂ વૃજભકત કેસી સેવા કર્તે હોયગે ? એસે ધ્યાન સો તો તપ, તાસુ ભગવત ભાસ હોયગો. નિરંતર સેવા, ઉત્થાપન, ભોગ શયનકે દર્શન કરકે વિરહકો તાપ નાશ પાવે હેં ઓર સંયોગ સુખ હોય હે, અરૂ સેવાકો કેસો ભાવ? જો રસ-પરમાનંદ અરૂ પ્રત્યક્ષ હૈં, સો તો ભાવાત્મકસ સબ પ્રાપ્તિ હૈ, એસે
કાનજિકૂ સમસ્ત વૈષ્ણવ પ્રતિ આપ કહો, સો સુનિકે એસો આયો. જો એસો કૌં રહે ?

તબ શ્રીજી તાકે ઉપ૨ શ્રીમુખસોં આપ કહે હે, અરૂ પુષ્ટિ ધર્મકી પહેચાન તો મહા દુર્લભ છે, કૌં જો લૌકિક ‘અવયવ પ્રભુકે વિષે ન દેખને, વે તો શુદ્ધ સત્ય હેં, તાકું શ્રી પુરૂષોત્તમ જાનકે સેવા અરૂં સ્મરણ કરનો, અરૂ સેવા ચોર ન હોનો. અરૂ હર્ષ- શોક ન કરનો, કૌં જો લૌકિક દુઃખ અરૂ વૈદિક દુ:ખ સો સેવા છોડકે વામેં ચિત્ત ન લગાવનો, જો બને સો તો પ્રારબ્ધ નિમિત્ત કરકે માનનો. તાકો કહા પ્રશ્વાતાપ ? અરૂ નિરંતર આનંદમેં રહેનો અરૂ સત્સંગ ન છોડનો, અરૂ સત્સંગ છોડે તો આસુરિ બુદ્ધિ હોય જાય, તબ, ભકિત ભાવ સો નાશ પાવે હેં. યાતે ક્ષણમાત્રકો જો બહિંમુખકો સંગ અરૂ ચર્ચા સો તો ન કરની, બહિર્મુખ મુખ કોન ? કામ,
ક્રોધ, લોભ, ભય, તૃષ્ણા, ઈર્ષા, હર્ષ, શોક ઈત્યાદિક જો પ્રવર્તિકોં કૃત્ય, સો તો બહિર્મુખ હેં, પરિ છોડે કૌં જાય ? તાતે વૈષ્ણવકું ઈનકે વશ હોઈકે ન વર્તનો ઈત્યર્થ :

અરુ સદૈવ અપુને ઠાકુરજી સાનિધ્ય દીનતા કરની, અહો જગદીશ તુમ તો કૃપાનિધાન, અરૂ મેં તો દોષ નિધાન હો. એસે કરકે દીનતાપદસો રહેનો. જો મહારાજ ! કાયિક, વાચિક, માનસિક,અરુ એકાદશ ઇન્દ્રિયસો દુષ્ટ કર્મ ન બને. એસે (વિનંતી)વિજ્ઞપ્તિ કરવોઇ કરની.
જો તુમ તો પતિત પાવન હો. એસે શ્રીઠાકુરજીની સેવા સાનિધ્ય દીનતાકો ઉચ્ચાર કરે, તો દ્રઢ ભક્તિ ઉપજે એસે હે, કૌં જો દીનતા કરવોઇ કરે, તાકું કોઉ અહંમેવ જો ગર્વ તાકો પ્રાદુર્ભાવ ન હોય હેં, એસે અપુને પુષ્ટિમાર્ગમેં તો મુખ્ય ભાવાત્મક સેવા હેં, તાસું (તતક્ષણ) સઘ શ્રી પુરુષોત્તમકી પ્રાપ્તિ હેં એસે (મહાપ્રભુજી) શ્રીદાદાજીને જો પુષ્ટિમાર્ગ સ્થાપન કીયો, તામેં શુદ્ધ વૃતાંત ભાવાત્મકસો કરકે સેવા હેં. સો એસો ઉનકો અનુગ્રહકો ધ્યાન ન છોડનો. જો આ પુષ્ટિમાર્ગમેં શુદ્ધ ભાવાત્મક જો વૃતાંત તાસું ચલે તો કોઉ વિઘ્ન કરે હેં કિં ? જેસે સિંહકે ચરણ આશ્રયસો જંબુક (શીયાળ) કહા કાટે ? અરુ સ્પર્શ મણિકે સ્પર્શ તે કહા લોહ રહેશો ? અરુ સુરતરૂકી સેવાંતે કહા તૃષ્ણા રહેગી ? અસે અમૃતકે પાન પીછે કહા (વૃદ્ધ અવસ્થા) જરા પાવેગી ? અરુ સૂર્યોદય પીછે કહી અંધકાર રહેગો ? અરુ (ગરૂડજી) ખગેશકે દેખકે (સર્પ) પન્નગ કહા પરાક્રમ કરેગે ? અરુ તિર્થ આશ્રયસોં પ્રાયશ્ચિત કહા રહેર્ગે ? અરિ એસે સત્ય આશ્રયસોં કહા અજ્ઞાન રહેગો ?

તાતે સર્વોપરિ પુષ્ટિમાર્ગકો આશ્રય મુખ્ય હે, જાકૂ પુષ્ટિસ અનુભવ, (તથા) જાકુ કયા ભઇ તાકું કોઉ દિન અન્ય આશ્રય લગે નાંહી, અરુ અસમર્પિત વસ્તુ લેની નાંહી, અરુ દ્રઢતા ન છોડની, અનન્ય પદસો વર્તનો, અરુ ભગવતસંગકો ઇચ્છનો, જો મોકું કબ મિલે ? | મેં કબ જાયકે વાકે અમૃત તુલ્ય વચન, સો મેં કબ સૂનું ? એસે મનમેં સદૈવ ધ્યાન ભાવાત્મક કરનો, જાસો ભગવત સેવાભાવકી પ્રપ્તિ હૈ.

યાતે સર્વોપરિ સત્સંગ હેં, એસે સુનિકે કાનજી મહા આનંદ પાયો. અરુ પ્રથમ વાત એ સબ જો હમારે નંદકુમાર શ્રીજી તો તુમ, એસી સુની તબ આપ અપુને સેવકસો કહી, જો ઠીક હે, સેવકકો ધર્મ એસો. પરિ ઉપાસનિક પુષ્ટિમાર્ગકી ભાવત્મક સેવા હેં, સો સેવા ન છોડની, અવશ્ય કરની, કોં જો આ કલિયુગ, યામેં વેદોક્ત મંત્ર કેવે સૂનવે સમુજવે મેં ન આવે. યાતે શ્રીદાદાજીને ભાવાત્મક એસી સેવા નિરંતર કરની કહી, કૌં જો સેવા ન છોડની, બડે ભાવસો કરની. એસે વચન સુનિકે સબકે મનમેંસો ભ્રમ નિવૃત ભયો. જો દયાલ કેસી શિક્ષા સુનાવે હે, ફેર અન્નકોટકો ઓચ્છવ શ્રીગીરીરાજ કરકે સબ ગોકુલ આયે.

|| ઇતિ એકચત્વારિંશતમ વચાનામૃત સંપૂર્ણ ||

ભાવાર્થ

એક સમયે શ્રીગોપાલલાલજી ચંદ્ર સરોવર પરાસોલી જયાં પોતાનો જલધરો છે ત્યાં પધાર્યા જયાં પોતાના સેવકો પણ સાથે છે. શ્રી રાયજી અને અન્ય ગોસ્વામી બાળકો સર્વે પધાર્યા છે. ત્યારે શ્રીગોપાલલાલજી આપશ્રી પોતે રાસ સ્વરૂપ હોય પધારી રાસની લીલાના દર્શન કરાવ્યા, પૂર્વે કૃષ્ણાવતારમાં રાસના દર્શન, એક ગોપી એક કૃષ્ણ એવા પોતાના દિવ્ય સ્વરૂપથી કરાવેલ, તેવી તમામ બાળલીલાઓના ચરિત્રોનું દર્શન પુતનાની સદગતિ અને રાજા વરૂણને દર્શન દેવા પધાર્યા તે સર્વ લીલા ચરિત્રો ત્યાં ઉપસ્થિત રહેલા સર્વના હૃદયમાં બિરાજમાન થઇ કરાવ્યા જેથી સર્વેને આપશ્રી સાક્ષાત પુર્ણ પુરૂષોત્તમ છે, એવી સર્વના હૃદયમાં સ્વરૂપ નિષ્ઠા થઇ. આપશ્રીએ પોતાના સ્વરૂપની સ્વરૂપ નિષ્ઠા કરાવી.

કાનદાસના મનમાં એમ થયું કે આપશ્રીનું સ્વરૂપ રસાત્મિક પૂર્ણ પુરૂષોત્તમનું છે. તેવું તેના મનમાં દ્રઢ થયું શ્રીગોપાલલાલજી સવારે આપશ્રીની ગોપાલપુરાની બેઠકમાં બિરાજી રહેલ, ત્યારે ગઇ કાલના
પ્રસંગ વિષે કાનદાસ પ્રતિ કહેવા લાગ્યા. ત્યારે કાનદાસ મનુહાર કરી, બે હાથ જોડી વિનમ્ર ભાવે બોલ્યા કે, મહારાજ રાજ ! અમારે મન શ્રીનાથજી આપ જ છો. નંદકુમાર પણ આપ જ છો. અમોએ સર્વમાં આપનો જ સાક્ષાતકાર અનુભવ્યો છે. આપથી અધિક અમોએ કોઇ કાંઇ માન્યું જ નથી. આપ શ્રી કહો છો, કે કૃષ્ણમંત્રના ઉપદેશ કર્તા એ જ નંદકુમાર છે, એવા સિદ્ધ વચનો કહ્યા છે. જે આપશ્રીએ અમોને પહેલાં સાક્ષાત પૂર્ણપુરૂષોત્તમ સ્વરૂપના દર્શન કરાવી સ્વરૂપ નિષ્ઠા કરાવી છે. તેથી અમોને આપના સ્વરૂપમાં જ ભર છે. આપશ્રીથી અધિક અમારે મન કાંઇ છે જ નહિ.આપનાથી બીજાને અધિક કરી માનીએ તો અમે નર્કના અધિકારી થઇએ. આ સાંભળી આપશ્રી હસવા લાગ્યા કે આપણામાં પુષ્ટિમાર્ગમાં સેવા મુખ્ય છે. અને પૂર્ણ ભાવથી સેવા કરવી. જેમ નંદભુવનમાં આપશ્રી બિરાજી રહેલ છે અને સર્વ વૃજ ભક્તો સુપ્રભાતે ઉઠીને સુંદર સામગ્રી લાવી દીન ભાવે વિનંતી કરી જાગૃત કરે છે. તેવી રીતે જગાડીને સ્નાન અને શૃંગારની સેવા પુષ્ટિમાર્ગની રીત પ્રમાણે કરવી. આપણા પુષ્ટિમાર્ગની પ્રણાલિકા વિરૂદ્ધ ન કરવું. સેવા કરતી વખતે મનમાં આપણાથી કોઇ ચૂક ન થાય, ભૂલ ન થાય તેવો ડર રાખવો. જેમ કોઈ રાજા છે અને તેનો સેવક સેવા કરવાનું ચુકે, ભૂલે અગર અભિમાન કરે, તો રાજા તેને કેદ કરીને તેનું ધન લૂંટી લે છે અને તેનો નાશ કરે છે.

ત્યારે આ તો સાક્ષાત પુરૂષોતમ છે જેથી સેવામાં ચુક પડે તો મહાન દોષ લાગે છે. પ્રથમ તો વૈષ્ણવે વિધિપૂર્વક સ્નાન કરવું, ચરણામૃત તિલક કરવું અને મંદિરને દંડવત કરવા. તેથી તેના તમામ કર્મ દુર થાય છે. કારણ કે નિજ મંદિર એ વ્યાપી વૈકુંઠની ભાવના છે. તેના દર્શનથી નેત્ર પવિત્ર થાય છે. તેમ જ શયાની ઝારી, બીડાની રકાબી અને ભોગનો બંટો વિગેરેના દર્શન કરવાથી હદયના સર્વ મળ દૂર થઇ જાય છે. અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ ચાર પ્રકારનું અંતઃકરણ છે, તેની કલ્પના વિધિપૂર્વક સ્નાન કરવાથી દૂર થઈ જાય છે. કારણ સેવા એ ભાવાત્મક છે. પુષ્ટિમાર્ગમાં મંત્રાત્મક કાંઈ છે જ નહિ. અને હું જીવ છું, જો ચુક પડશે તો મને દોષ લાગશે. એવો સતત મનમાં
ડર રાખવો. સેવામાં કોઇ અન્ય વિચાર આવી જાય, તો ભગવત સ્મરણ કરવું. અને ચરણામૃત લેવું અને રાજભોગની સેવામાંથી પહોંચીને વિરહભાવ રાખી સ્મરણ કરવું. જેમ વ્રજ ભક્તો વેણું ગીત અને યુગલ ગીતનું ભાવથી ધ્યાન ધરતા તેવી જ ભાવનાથી સ્મરણ કરવું શ્રીઠાકોરજી ક્યારે કઇ કુંજમાં પધાર્યા હશે. શું લીલા કરતા હશે અને વ્રજ ભકતો કેવી સેવા કરતા હશે, એવું સતત ધ્યાન ધરવું એ જ તપ, તેને ભગવત ભાસ થાય છે.

વૈષ્ણવોએ સેવા હંમેશા કરવી. તેમ જ ઉત્થાપન ભોગ અને શયનના દર્શન કરવાથી વિરહનો તાપ દુર થાય છે. અને સંયોગનું સુખ પ્રાપ્ત થાય છે. ભાવાત્મક સેવાથી સર્વ કાંઇ મેળવી શકાય છે. શ્રીગોપાલલાલજીએ કાનજીને તથા સર્વ વૈષ્ણવોને આ પ્રમાણે કહ્યું અને કહ્યું કે પુષ્ટિધર્મની જાણકારી થવી તે તો મહા દુર્લભ છે. પ્રભુના સ્વરૂપ વિષે લૌકિક ભાવના રાખવી જ નહિ એ શુદ્ધ સત્ય છે. પૂર્ણ પુરુષોત્તમ જાણીને જ સેવા સ્મરણ કરવું, સેવાચોર બનવું નહિ. હંમેશા આનંદમાં રહેવું અને વૈષ્ણવો સાથે સત્સંગ અવશ્ય કરવો. કદાપી સત્સંગ છોડવો નહિ. સત્સંગ છુટથી આસુરી બુદ્ધિ થઇ જય છે. અને આથી ભક્તિ ભાવ નાશ પામે છે. આથી જ કહ્યું છે કે ક્ષણ માત્ર પણ બહિર્મુખનો સંગ ન કરવો. બહિર્મુખી કોને કહેવો ? તો આપ શ્રી કહે છે કે, કામ, ક્રોધ, લોભ, તુષ્ણા ઇર્ષા હર્ષ શોક વિગેરે દુર્ગુણોવાળી પ્રકૃતિવાળું કર્તવ્ય, એ જ બહિર્મુખ છે, માટે વૈષ્ણવોએ આ સર્વને વશ થઈ વર્તવું નહિ,

પ્રતિ દિવસ પ્રભુજીની પાસે નમ્રતાપૂર્વક યાચના કરવી હે પ્રભુ ! આપતો કૃપાનિધાન છો, અને હું તો દોષનિધાન છું. એવો દીનતા પૂર્વક ભાવ ધારણ કરી આપ શ્રીના ચરણારવિદમાં રહેવું. હે પ્રભુ ! કાયિક, વાચિક અને માનસિક તેમ જ અગિયાર ઇન્દ્રીયોથી દુષ્ટ કમ ન બને, તેવી અહર્નિશ વિનંતી કર્યા જ કરવી આવા દીનતાપૂર્વકના વચનો કરે તો જ દેઢ ભક્તિ ઉપજે અને તેને જ કોઇ પ્રકારનો ગર્વ ઉત્પન થતો નથી.

પુષ્ટિમાર્ગમાં શુદ્ધ આચરણથી ભાવાત્મક ભાવથી સેવા કરવાની છે અને સેવાથી જ પુરૂષોત્તમની પ્રાપ્તિ થાય છે. એવા પુષ્ટિમાર્ગનું સ્થાપન દાદાજીએ કર્યું છે. તેથી એમની કૃપાનું ધ્યાન ન છોડવું.
શુદ્ધ ભાવથી સેવા કરે તેને કોઇ વિઘ્ન બાધ કરી શકતું નથી. જેમ કે, સિંહના આશ્રયે રહેનારને શીયાળ કેમ કરડે ? પારસમણીનો સ્પર્શ થતાં શું લોઢું રહે ? કલ્પવૃક્ષના સેવનારને શું કોઇ તુષ્ણા રહે ? અમૃતનું પાન કરનારને શું વૃદ્ધાવસ્થા આવે ? સૂર્યોદય પછી શું અંધકાર રહે ? ગરૂડને જોઇ સર્પ શું પરાક્રમ કરી શકે ? અને તીર્થ સ્થળમાં રહેનારને શું પ્રાયશ્ચિત કરવાનું રહે ? અને સત્યનો આશ્રય કરનારને શું અજ્ઞાન રહેશે ? અને આથી જ સર્વોપરી પુષ્ટિમાર્ગનો આશ્રય મુખ્ય છે. કૃપા પાત્રને અન્યાશ્રય લાગે નહી. અણસમર્પિત વસ્તુ લેવી નહી. દઢતા છોડવી નહી. અનન્ય આશ્રય રાખવો. અને અહર્નિશ પ્રભુના સંગની ઇચ્છા કરવી. પ્રભુ મને ક્યારે મળશે? આપશ્રીના અમૃતતુલ્ય વચનો ક્યારે સાંભળી શકીશ ? આ રીતે હંમેશા ભાવથી ધ્યાન ધરવું આથી સત્સંગ જ સર્વોપરી છે.

આ સાંભળી કાનજી મહાઆનંદ પામ્યો. પરંતુ પ્રથમ વાત તો એ કે અમારા નંદકુમાર શ્રીજી તો આપ જ છો ! આપશ્રી પોતાના સેવકને કહ્યું બરાબર છે, સેવકનો ધર્મ આવો જ હોય. પરંતુ ઉપાસનીક પુષ્ટિમાર્ગની સેવા અવશ્ય નિત્ય કરવી. આ પ્રમાણે વચન સાંભળીને દરેકના મનમાંથી ભ્રમ દૂર થયો. દીન દયાળ પ્રભુશ્રી ગોપાલલાલજી કેવા દયાળુ છે અને કેવો બોધદાયક ઉપદેશ કરી રહ્યાં છે. અને સૌ કોઇ શ્રીઠાકોરજીની સરાહના કરવા લાગ્યા. ત્યારબાદ શ્રીગીરીરાજમાં અન્નકૂટ ઉત્સવ કરી સર્વે ગોકુળ આવ્યા

|| ઇતિ એકતાલીસમાં વચનામૃતનો ભાવાર્થ સંપૂર્ણ ||

(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)

લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને કિંજલબેન તન્ના ના જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here