સંવત : ૧૭૨૯ સ્થળ : ડુંગરપુર
પોતાના સેવકની પ્રેમથી અર્પણ કરેલી વસ્તુ ઠાકોરજી અંગીકાર કરે છે.
સોરઠથી પધારેલા વૈષ્ણવો ભણસાલી વીરજી, તુલસીદાસ, લાલદાસ, ગોપાલદાસ, વંથલીના બાઈ સવીરા ભોજો અને રવજીભાઈ તથા ઉસ્માનપુરના હરજી કેશવ વિગેરે વેષ્ણવોનું જુથ ડુંગરપુરમાં ભગવદ્ચર્ચા કરવા બેઠું છે. જે વેળા આપશ્રી પ્રભુશ્રી ગોપેન્દ્રલાલ ગાદિ-તકીયે સર્વ ભક્ત મંડલી સાન્નિધ્ય બિરાજમાન છે. તે વેળા હરજી કેશવે વિનંતી કરી જે, જે પ્રેમપૂર્વક અર્પણ કરેલ વસ્તુ શ્રીઠાકુરજી ગ્રહણ કરે છે, તે વાત સમજાવો.
શુદ્ધ અંતઃકરણસે પ્રેમપૂર્વક અર્પણ કી હુઈ છોટી સે છોટી વસ્તુ શ્રીઠાકુરજી સ્વયં પ્રગટ હોકર ગ્રહણ કરત હેં, જૈસે ઉનહોને વનમેં દ્રૌપદીકી બટલોઈમેં બચે હુએ પતકો ખાકર વિશ્વકો તુપ્ત કર દિયા. ગજેન્દ્ર દ્રારા અર્પણ કીએ હુએ પુષ્પકો વહાં પહોંચકર સ્વીકાર કીયા. શબરીકી કુટિયા પર જાકર ઉસકે લિયે હુયે ફલોકા ભોગ લગાયા ઔર રતીદેવકે જલકો સ્વીકાર કરકે ઉસે કૃતાર્થ કીયા. ઇસી પ્રકાર પ્રેમસે દી હુઈ પ્રત્યેક વસ્તુકો વે સહર્ષ સ્વીકાર કરતે હે.
પ્રેમ-વાત્સલ્ય ભાવે પ્રભુ પોતાના ભક્તને આધીન છે. અને પ્રેમથી જે વસ્તુ સમર્પણ કરે છે. તે અંતરજામી અવશ્ય સ્વીકારે છે. પ્રભુની કૃપા થતા સર્વ સમર્પણ કરનારનું અંગીકાર કરે છે. પ્રભુની લીલાનો પાર નથી.
|| ઈતિશ્રી ગોપેન્દ્રજીનું ૪૦મું વચનામૃત સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જસ્મિન બેન સોલંકી(જામનગર)ના જય ગોપાલ ||