|| પ્રભુશ્રી ગોપાલલાલજી ના વચનામૃત – ૪૦ ||

0
153

|| શ્રી ગોપાલો જયતે ||

વચનામૃત

એક બેર શ્રીગોપાલલાલજી અરુ શ્રીવિઠ્ઠલરાયજી દોય જને અપુની બેઠકમેં બિરાજે હે. અરુ પાન બિડા આપ આરોગે હૈં, તિહાં વૈષ્ણવ દશ પાંચ આગે બેઠે હે, ઓર સત્ય વૃતાંત, જો પતિવ્રતાકે ધર્મ વૈષ્ણવકો એ હે, સબ આપસ આપસમેં વૈષ્ણવ પ્રસ્તાવ કહે હૈ, અરુ શ્રીજી સૂને હે. સો ભાવ અરુ ચર્ચા શ્રીરાયજીકું દેખાવવેકે લીયો કેસો ભયો, જો સબ વૈષ્ણવ યા સમયે ચર્ચા કરે હૈ, તામે શ્રુતિકે સ્વર આપ ઉન વૈષ્ણવકે હૃદયમેં પ્રવેશ કરકે બોલે હૈં, અરુ કોઉ ( વેદના અર્થને અનુસરીને ઋષિ લોકોએ રચેલ ગ્રંથ ) સ્મૃતિ કે વચન, કોઉ શ્રીગીતાજીકે વચન, કોઉ વ્યાસ સુત્રકે વચનસો કરકે ઘોર હોય રહ્યો હૈ, વામે કેવલ ( સેવા ) ઉપાસના પદકી ચર્ચા કરે હૈ, સી ચર્ચા ( સંસ્કૃત વાણીમાં ) ગીર્વાણકી ઘટિ ચાંર ( ૪ ) લગે ભઇ. જાકો કોઉ દિન ગીવાર્ણન કો ઉચ્ચાર નાંહી, સો સુનીકે શ્રીરાયજી વિચારો, જો “ કિમિંદં કિમિંદ હિ ઉચ્ચતે ” ( કોઈ દિવસ નહી અને આજ આ વૈષ્ણવો સંસ્કૃત ભાષણ ક્યાંથી બોલે છે ? કારણ કે એઓને તો આ સંસકૃત ભાષા આવડતી નથી. તેથી સંસ્કૃત ભાષામાં બોલવું એ આશ્ચર્ય છે. એમ શ્રીરાયજીનું માનવું છું. ) ઓર વે ચર્ચામેં કહા સ્થપન કીયો ? જો તપ, તિર્થ,વૃત દાન ઓર યુગ ધર્મ જોહૈ, સત્યયુગમેં સત્ય, તપ પુજા, દાન એ સાધન સબ ભગવત પ્રાપ્તિ નિમ્મિત્ત હે, સો તો આપ શ્રીજી વૈષ્ણવકે મુખસો ચર્ચા શ્રીરાયજીકું સુનાઇ. તામ્ એસો એક ઉપાસનિક પદ, જો તામે સબ હૈ, અપુને પ્રભુકો દ્રઢ આશ્રય ઓર અનન્ય વૃત ( ટક ) પન સો તો તપ, ચરણામૃત નેમ સો તો તિર્થ, સમર્પણ સો તો દાન. એસે ચર્ચામે સબ મિલકે પ્રતિપાદન કીયો હે. એસો કૌ ઉપજે ? જાકો નિશ્ચલ દાન સબંધ ભયો હે, સો તો ભાવસો રેવોઇ કરે, તામે કોઉકું આકાંક્ષા ઉપજી, જો સબ વાતમેં એસે લીખ્યો હે, જો મનકે ભાવસો સાચપ્રતિ આપ પ્રાપ્તિ કરાવે હે. તબ તો મનોગ્રાહ્ય ભયો, ઓર મનકો ધર્મ તો કલ્પેકોઇ હૈ, સો તો કલ્પવોઇ કરે હૈ, તામેં સત્યકો અસત્ય કરકે કલ્પેહૈં, જો કોઉ બિરીયાં સર્પ હે, તામે અંધકારકે યોગસો એસો કલ્પો, જો એ તો સાચ સાચે ( દોરડું ) જેવરો હે, યા કોપ કરે તો કાટે. તાકી ઝેર પ્રભાવસો દેહકો ત્યાગ હોઇ. ઓર અગ્નિ હે, તાકું અંગીઠીમેં ( સગડી ) દાવ દીયો હે. અરુ જવાજલ્ય માન હે તાકું અંભસિ ( પાણી ) સાચસાચ માનકે હાથ લગાવે તો, તાકો આંચ લગે વિનું કૌ રહે ? ઓર મહા હાલહલ જો (ઝે૨ ) વિષ હોઇ હૈ, તાકું સાચ સાચ અમૃત માનકે પીવે ; તો નાશ કો ન હોય ?

ઓર કોઉ બિરીયાં અમૃત જો ( સાકર ) શર્કરા, અરુ બુરો, તામે ઝેરકી સત્તા કરકે કોઉ ખાય, તો તાકો કહા નાશ હોય હે ?

ઓર કોઉ બિરીયાં એસે મનકો આયો, જો મેં મદિરા પિયૂગો, તો મેરો સાચ કલ્યાણ હોયગો. એસે કલ્પે, તાકો સાચ સો કહા ?

સો સુનિકે શ્રીજી મુસકાયકે કહી, જો ભાવ, સો ભાવિ હૈં, જેસે ભાવિ તેસો ભાવ હે. કૌ જો ભાવિ વિના સદ્દભાવ, જો સાચ, સો તો કૌ ઉપજે ? એ સબ ભાવિકે વશ, યશ અરુ અપયશ, અરુ જીવન અરુ મરણ એ સબ ભાવિકે વશ હે, ભાવિસો ભાવ હે, તાસુ વાસના હોય હે. અરુ ભાવિ વિનું, સાચ ઓર કુડ સોતો તાકી કૌં પરિક્ષા આવત હે ? સોતો ભાવિકો કાર્ય. અરુ દૈવી વિના કૌ એસો સાચ આવત હૈ ?

(ભાવથી વૈષ્ણવનું ભવિષ્ય ઘડાય છે જેવું ભાવિ હોય તેવો ભાવ પ્રગટ થાય છે. ભાવિ વિના,સદભાવ અને સત્ય તેતો જીવમાં કયાંથી પ્રગટ થાય,ન જ થાય. યશ અને અપયશ, જીવન અને મરણ આ બધુ પ્રારબ્ધને ( ભાવિને ) વશ છે, જીવના ભાવિ પ્રમાણે ભાવ થાય છે, અને તેવી ઈચ્છા થાય છે. ભાવ સાચો અથવા ખોટો છે, તેની જાણતો ભાવિમાં પરીક્ષા થાય, ત્યારે થાય છે, આ બધુ ભાવિનું કાર્ય છે. પરંતુ દૈવી જીવ વિના આવો સાચો ભાવ કોને ઉપજે ? જેને સાચો ભાવ ઉપજે તેને દૈવી જીવ જાણવા.

યાતે સર્વોપરિ વિશ્વાસ, અરુ અપને સ્વગુરુ, સો પુરૂષોત્તમ, અરુ ઇનકી ઉપાસના, તાકો સ્મરણ, અરુ સેવન તાકો, અરુ તાકો ધ્યાન, અરુ મંત્ર તો ઉનકે નામકો “ શરણં મમ “કરકે કેનો તો ( ‘ શ્રીગોપાલલાલજી ) શ્રીજી હે, સો ( બહુ જ ) મહત પ્રસન્ન હોત હે તાકે ઉપર દ્રષ્ટાંત કહે હે-

જો કોઉ ક્ષત્રિય હોય કે દીનત્વપદસો વર્તે તો મહા ઉત્કર્ષ (બાધક) કર્મ લગે હે.જેસો જાકું કર્મ,તેસો તાકું સદૈવ અવશ્ય વર્તનો. ઓર કોઉકે એસો હે, જો અપુને પ્રભુ વિનું ઓર કછુ ન રૂચે, ઓરકી સત સત્તાહી નજરમેં ન ભાસે. તાકુ કહા કર્મ હે! એ સબ વાર્તા ચર્ચાકી આપ સૂને હે, એસેમેં વૈષ્ણવ એક આયકે શ્રીજીકી આગે કહી, જો મહારાજ ! આજ કાનદાસ વૃંદાવન ગયો હૈ, સો સબ વૈષણવ વિચાર કરન લગે આપસ આપસમેં એતનો કહાવત હે, જો શ્રીજીકી ઝાંખી છોડકે કૌ ગયો હોયગો ? કછુ રાસઉત્સવ તો હે નાંહી. અરુ કોઉ ગુસાંઇકે કુંવર તો પધારે નાહી હે, સો તાકો સાથ ગયો હોયગો તબ શ્રીજી કહી જો એક બેર ગયો ચાહીયે કોઉ દેવી – દેવકો નિમિત્ત પૂજનકો ગયો નાહી છે, કે ઓર કોઉ અન્યાશ્રય બડો કીયો નાંહી, એ તો શ્રીઠાકુરજીકો રમણિક સ્થળ હૈં. સો સુનિકે શ્રીરાયજી મુસકાયે, અરુ શ્રીગોપાલલાલજીસો કહન લગે, જો તુમ એસે ઉન્મત્ત સેવક કૌ કરો હે શ્રીનાથજી, અરુ શ્રીયમુનાજી, અરુ શ્રીવૃજભૂમિ હે, તાકે ઉપર તુમારે સેવકકો શુદ્ધ ભાવ તુમ વિનુ ઓર ઠોર કાઉ પ્રતિત નાહી હે, વાકી તો હીન ગતિ હોયગી.

તબ શ્રીજી મુસકાય અરે રાયજી ! તુમ કહાયહ કહત હો ? હમતો એસે જાનત હો, જે તુમકું, માર્ગકો સિદ્ધાંત તુમ જાનત હો અરુ પેચાન તુમકો હે,એસી ઓર બાલકકું નાંહી હેં. સો તુમ એસે કૌ કહત હો ? સો સેવકકો ધર્મ તો અનન્યતા પૂર્વક ચહીયે, ઓર જાકો મન એક સ્વરૂપમેં લગ રહ્યો, તાકો કહા કછુ દોષ હે? વૈષ્ણવકો ધર્મ, સો તો પ્રિતિપૂર્વક જાકે હૃદયમેં એક પુરૂષોત્તમ લગ રહે, તો ઓર ઠોર ભટકવેકો કહા પ્રયોજન છે ? || અન્યસ્ય ભજનત્તત્ર, સ્વતો ગમનમેવચ પ્રાર્થના કાર્યમાત્રેડપિ, તતોન્યત્ર વિવર્જયેત ||

બીજા દેવનું સર્વથા ભજન ન કરવું, તેમ બીજા દેવતા પાસે ન જવું, તેમ કાંઇ કાર્ય માટે બીજા દેવની પ્રાર્થના ન કરવી, તે સર્વનો ત્યાગ કરવો ભગવત આશ્રય છોડવો નહિ, કેવળ એક ભગવતને જ સર્વકર્તા તરીકે માની તેનું જ ભજન સ્મરણ, કિર્તન, શરણ કરવું.

અપને પુરૂષોત્તમ તો શ્રીજી હે, પરિ ઇનકૂ શ્રીજીકું અપુને જતાયે હૈ જો ગુરુ કે વિષે ઇશ્વર પદસો વર્તનો, સો ધર્મ ઉત્તમ હૈ તાતે સેવકતો એસે ચહીયે, ઇન સેવક સામાન્ય તો કોઉ નાંહી. અરુ શ્રીદાદાજીને કેસે સંપ્રદાય સ્થાપન કીયો હે, તેસે હમારે એસે હૈં. તો તુમકું એસે હમ કહા કહે ? જો પ્રનાલિકા પુષ્ટિકો તો એક હે, તામેં વૃત્તાંત બોહોત, પૃથક. સાતો ધરકી પ્રનાલિકા હૈ. ઓર સ્વરૂપ સવરૂપકી પ્રનાલિકા પૃથક હૈ, પરિ સબમેં શ્રીઆચાર્યજીકી સત્તા હૈ. ઓર સ્વરૂપકી લીલા તો અથાહ હૈ, તાકો પાર કેસે આવે ? એસે શ્રીરાયજી સુનિકે વિચારો, જો ઇનકું એસી સૃષ્ટિ કરવેકી ઇચ્છા હૈ, સો તો કાર્ય ઇચ્છિત હોયગો, પરિ પામે કછુ વેદ વિરૂદ્ધ નાંહી હે જો ઇષ્ટદેવ સો શ્રી પુરૂષોત્તમ હૈ , ઓર સબ પદાર્થ જાકો તદાકાર વૃત્તિ ભઇ હૈ, તો ઓર હોવેકો કહા પ્રયોજન હે ? ઓર દ્રઢ પન, અરૂ વિશ્વાસ સો તો આપ ઉપજાવે વિનું કેસે રહે ? પરિ વામેં કછુ જીવકી સામર્થ્ય તો નાહી હે. ઓર કર્મ, અકર્મ, સત્કર્મ જો હૈ, તામે ભગવત જેસે ઉપજાવે હે, તેસે સબકો ઉજપકે વર્ત હૈ, ઓર જો વૈષ્ણવ હૈ તિનકું ચિન્તા ન કરની.

|| તથા નિવેદને ચિંતા ; સર્વથા તાદ્રશૈ ર્જનેઃ” || ઇતિ વચનાત I! ( ભગવદીઓએ નિવેદન કર્યા પછી કોઇ જાતની ચિન્તા કરવી નહિ ) અરિ રાયજી ? તુમ સુનો હો, યામેં સેવકકો ઉન્મત્તપનો આપ કૌ દેખો હો ? ઇનકું તો આજ્ઞા પાલની સેવકકો ધર્મ, જો દાસપને રહનો, ઓર કોઉકી બરાબરી ન કરની, ઓર ( હું કરતા. ) અહંમેવ જો ગર્વ ન કરનો. મેં એસે સાધન કરુ હોં, ઓર મેને ઇન્દ્રિયકો જીતે હોં, ઓર મેં સુજ્ઞ હોં, સેવાકી રીતિ સમજું હું, ઓર માંર્ગકી પ્રનાલિકા સબ જાનત હોં, ઓર ચિત્તમેં કછુ ન, એ તો ધર્મધ્વજીન ( ધર્મ ઢોંગી ) હૈ. ઓર સેવકકું અપુનપો રહેકે સેવા કરની, અરી મોકું ચૂક પડેગે, તો દોષ લગેગો. એસે ડરપત ડરપત સેવા કરની, અરુ એસે મનમેં કલ્પવોય કરવો, જો મેં તો જીવ હોં, મૂર્ખ હો. સો તો, હે મહારાજાધીરાજ, તુમ ભક્તકે પ્રતિપાલન કરન સદબુદ્ધિકે દાતા ઓર પાખંડ કે ખંડન, અરુ અશરણ શરણ, કાલભય રક્ષક, માયા – મોહ નિવારક, સબુદ્ધિ કારક, ધ્યાને સુનિશ્ચલ વૃત્તિ કરન.

એસે નિત્ય અનુ મુતિક વચન યાદ કરમેં નિરંતર રહેનો,ઓર સેવા અપુને પ્રભુજીકી કરની, ઓર હર્ષ, શોક ન કરનો, અરુ ગર્વ પાખંડ ન કરનો, ઓર સત્ય ભાષણ કરનો, મનમેં વિષયકો ન કલ્પનો, એસે સદૈવ વર્તે હે, એક આશ્રય સો. તો સેવકકો ઉન્મત્તપનો કાંહાં રહે હે? સો સુનિકે રાયજી બોહત પ્રસન્ન ભયે.

અરુ વૈષ્ણવકો ચિંતા ન કરની તાંહાં તે વાત યહિ હૈ, કૌ જીનને નિવેદન કરકે અપુને પ્રભુ સાનિધ્ય ગૃહ, દારા, પુત્ર, વિત્ત અરુ અપનો દેહ સમર્પણ કર્યો હે, તાકું સર્વથા ચિતા તજની. કૌ જો અપુની નિજ ઇચ્છા, તેસે કરે હે, તાકો કહા હર્ષ – શોક ? અરૂ નિરંતર આનંદમેં વર્તે હે તાકું કિંચિત્ અજ્ઞાન ઉપજે નાંહી, તો દોષ કૌ લગે ? તાકે ઉપર શ્રીજી એક શ્લોક પઢે :-

|| તથા ન તે માધવ તાવકાઃ કવચિદ્ર, ભ્રશ્યન્તિ માર્ગાત્વયિ બદ્ધ સૌહદાઃ | ત્વયાભિગુપ્તા વિચરન્તિ નર્ભયા :, વિનાકાનીકપમૂર્ધસુ પ્રભો “||

અરુ ગર્ભ પ્રધાન જો શ્રી પુરૂષોત્તમ તાકું સબ સમસ્ત દેવ મિલિકે કહે હૈ, હે માધવ ! તુમારે જો ભક્ત હે, તાકું કોઉ દિન ભક્તિમેં વિઘ્ન હોય નાંહી. જો કોઉ વેદોક્ત કર્મ, યજ્ઞ – યાગ, તપ કરે હે, તાકો અહંપદ સો માયા બાઘ કરે, અરુ જો તુંમારે ભક્ત હે, સો તો તુમારે વિષે સૌહદ જો સંબંધ ધાર્યો હે, તબ તુમ યાકી રક્ષા કરો હો, તબ વે જંતુ વિનાયક જો દેવ હૈ, ઇનકે મસ્તક ઉપર પાયો ધરકે તુંમારે લોક સ્વરૂપકો પાવે હે કૌ જો તુમ રક્ષા કિયે તાર્થે. અહો રાયજી ! એસે જો નિજજન તાકું દોષ કૌ લગે ? અરું હીન ગતિ કૌ પાવે ?

સો સુનિકે શ્રીરાયજી આનંદ પાયે. જો કેસે ભક્તિકે વિશેષણ અધિક આપ લીખકે શ્રીમુખસો કહે હે, તબ સબ વૈષ્ણવ આનંદ પામે. જો ભગવતઆંજ્ઞા સ્વધર્મ પાલનો સો વૃત હૈ. ફેર પીછે વે સબ અપુને સ્થાનકપે ગયે આપ શ્રીજી ભીતર પધારે.

|| ઇતિ ચત્વાંરિશતમ્ વચનાંમૃતં સંપૂર્ણ ||

ભાવાર્થ

એક સમયે શ્રીગોપાલલાલજી અને વિઠ્ઠલરાયજી બન્ને જણા પોતાની બેઠકમાં બિરાજે છે. અને પાનના બીડા પોતે આરોગી રહ્યા છે. ત્યાં પાંચ દશ વૈષ્ણવ પાસે બેઠા છે આ વચનામૃતમાં જે વિઠલરાયજી અથવા રાયજી તરીકે જેનું નામ આવે છે તે શ્રી વિઠલરાયજી, શ્રી ગુંસાઇજી તેના ચોથા લાલ શ્રીગોકુલનાથજીના બીજા લાલ છે. અને તે શ્રીગોપાલલાલજી પાસે નિત્ય વચનામૃત સાંભળવા માટે પધારતા. ( આ વચનામૃતમાં ઘણું જ રહસ્ય આપવામાં આવેલું છે જે પ્રસંગવાર વિવરણ કરેલ છે. તે પ્રમાણે વાંચીને મનન કરવાથી સમજાશે, ઘણું જ અગત્યનું વચનામૃત છે. ) શ્રીગોપાલલાલજી તથા વિઠલરાયજી પોતાની બેઠકમાં બિરાજી રહ્યા ત્યારે શ્રીગોપાલલાલના વચનામૃત સાંભળવા માટે પાંચ દશ વૈષ્ણવ તેમની પાસે આવીને બેઠા અને કથા પ્રસંગને હજુ થોડો સમય બાકી હોવાથી વૈષ્ણવો એક બીજા પતિવ્રતા ધર્મની ચર્ચા અને તેના સત્ય દાખલા દૃષ્ટાંત આપીને એક બીજાથી પ્રસંગની ચર્ચા કરી રહ્યા છે. કે પતિવ્રતાનો ધર્મ સર્વથી શ્રેષ્ઠ ધર્મ છે. અને તે ચર્ચા શ્રીજી પોતે સાંભળી રહ્યા છે. કારણકે શ્રીરાયજીને પોતાના સેવક કેટલા અનીન અને અટકા છે, તે દેખાડવાને માટે , તેમાં શ્રીઠાકોરજી એ કેવી લીલા દેખાડી, તે પ્રસંગ બતાવે છે. વૈષ્ણવો તે સમયે ચર્ચા કરે છે. તેમાં શ્રુતિ જે વેદના શ્લોક તે વૈષ્ણવના હૃદયમાં પોતે પ્રવેશ કરીને બોલાવે છે. અને કોઇ સ્મૃતિના એટલે શાસ્ત્રનાવચન, તો કોઇ ગીતાજીના વચન તો કોઇ વ્યાસસુત્રની વાણી બોલીને મોટો શોર કરી રહ્યાં છે, તેમાં કેવલ સેવા માર્ગની ચર્ચા કરે છે. તે ચર્ચા સંસ્કૃત ભાષામાં ચાર ઘડી ( 96મીનીટ ) સુધી ચાલી. આ ચર્ચા સાંભળીને રાયજી વિચાર કરવા લાગ્યા કે, આ લોકો સંસ્કૃત ભાષામાં કેમ બોલે છે ? જેને કોઇ દિવસ સંસ્કૃત ભાષાનું જ્ઞાન તો નથી, છતાં સંસ્કૃત ભાષામાં ચર્ચા કરી રહ્યાં છે. તેથી રાયજી ઘણું જ આશ્ચર્ય પામ્યા.

અને ચર્ચામાં શું પ્રતિપાદન કર્યું ? જે તપ, તીર્થ, વૃત, દાન અને જે યુગના ધરમ છે સત્ય, તપ, પુજા દાન એ બધા સાધન ભગવત પ્રાપ્તિ માટેના સત્યયુગમાં હતા. તેતો પોતે શ્રીજીએ વૈષ્ણવના મુખથી તે ચર્ચા રાયજીને સંભળાવી, તેમાં એક સેવા માર્ગ, તેમાં સર્વ છે, તેમ સમજાવ્યું, જે પોતાના પ્રભુનો એક દઢ આશ્રય અનન્ય વ્રતથી, ટેક, તેતો તપ છે. ચરણામૃત લેવાની એક ટેક સર્વ તીર્થરૂપ છે. અને સમર્પણ જે આપણે કર્યું છે, જે માળા બંધાવી ત્યારે, સર્વ સમર્પણ થયું છે, તે દાન એમ ચર્ચામાં બધાએ મળીને પ્રતિપાદન કર્યું. ઉપરોક્ત ચર્ચા પુષ્ટિમાર્ગના સિદ્ધાંત અનુસાર કરી છે. પુષ્ટિમાર્ગમાં ભગવત સેવા એજ મુખ્ય ધર્મ છે. તેમાં સર્વ ધર્મનો સમાવેશ થઇ જાય છે, પોતાના પ્રભુનો દઢ આશ્રય અનન્ય વ્રત ટેક, તેજ પુષ્ટિમાર્ગીય તપ છે નીયમ પૂર્વક એક ટેક રાખીને ચરણામૃત લેવું તે જ તીર્થ છે, પછી તેને બીજા તીર્થ કરવાની જરૂર નથી, કારણ કે ચરણામૃતમાં શ્રીયમુનાજીનું જલ વૃજની રજ બ્રહ્માંડ ઘાટની અનેશ્રીઠાકોરજીની જારીનું અગર પંચામૃત સ્નાનનું જળ વગેરે આવે તેથી તે સર્વ તીર્થના તીર્થ રૂપ છે. આપણે જયારે શ્રીઠાકોરજીના શરણે થયાં અને માળા બંધાવી સર્વ સમર્પણ કર્યું, તે જ દાન થયું. કારણ કે આપણી માનેલી સર્વ વસ્તુ આપણે પ્રભુને શરણે ગયા ત્યારે સર્વ સમર્પણ કરી દીધું. પછી હવે આપણું તો કાંઇ રહ્યું નથી, જેથી હવે બીજું દાન પુન્ય કરવાનું રહેતું નથી. પ્રભુતો સર્વોપરી છે, તેમણે આપણી બધી વસ્તુનો પદાર્થ માત્રનો દેહ, ઇન્દ્રિય પ્રાણ આત્મા સહીત બધાનો અંગીકાર કર્યો. તેનાથી બીજું ઉત્તમ દાન જગતમાં બીજુ શું હોય શકે.

અહીંયા તમામ સકામ ભાવનાનો નાશ થઇ જાય છે. જપ, તપ, વ્રત, દાન, પુન્ય, તીર્થ આ બધાતો સત જુગના સાધનો યુગ પ્રમાણે ભગવત પ્રાપ્તિ માટેના હતા, સકામ નહી. તે બધા સાધનનો સમાવેશ પુષ્ટિમાર્ગમાં એક ભગવત સેવા દ્રઢ આશ્રય ટેક, ચરણામૃત, સમર્પણ તેમાં સમાવેશ થઇ જાય છે. તેથી તેવા જીવે હવે બીજુ કશું સાધન કવાનું બાકી રહેતું નથી. તેવું, બધા વૈષ્ણવ દ્વારા ચર્ચામાં પ્રતિપાદન કરીને રાયજીને શ્રીગોપાલજીએ એ સંભળાવ્યું. કારણ કે પોતાની સૃષ્ટિ તથા સેવક કેવા અનન્ય ભાવ વાળા અને પુષ્ટિના સાચા સિદ્ધાંતને સમજનારા છે . અને પોતાની સૃષ્ટિ કેવી અલૌકિક છે. તેવું રાયજીને બતાવવા ખાતર, શ્રીજીએ વૈષ્ણવ દ્વારા આવી ચર્ચા કરાવીને રાયજીને પોતાનું પ્રતાપ બળ દેખાડ્યું, તેમ સમજાય છે. વળી આગળ કહે છે કે આવો ભાવ કેમ રહે ? અને તે ભાવ ક્યારે ઉપજે ? તેનો જવાબ નીચે મુજબ આપે છે. જે જીવને નિશ્ચલ દ્રઢ દાન અને ભગવત સંબંધ થયો છે. અને તેનો તેવો મનમાં ભાવ રમ્યા કરે છે. જે મને શ્રીઠાકોરજીનું દાન થયું છે અને મારે પ્રભુનો દ્રઢ આશ્રય છે તેવું જેના મનમાં ચોકકસ છે, તેને તેવો ભાવ જરૂર ઉપજે છે અને ભગવદ દ્રઢ આશ્રય એક ભાવનાથી જ સિદ્ધિ થાય છે. ભાવના વિના ભગવત ધર્મ ફલિત થતો નથી.

ત્યારે કોઇના મનમાં એવો પ્રશ્ન થયો કે બધી વાતમાં એમ જ લખ્યું છે, જે મનના ભાવથી જ આપ પ્રાપ્તિ કરાવે છે. ત્યારે તો મનોગ્રાહ્ય થયું અને મનનો ધર્મ તો કલ્પના કરવાનો છે. તે કલ્પના કર્યા જ કરે છે. અને મન તો ક્યારેક એવી પણ કલ્પના કરે, જે સત્યને અસત્ય કરીને માને, કારણ કે કોઇ સમયે અંધારામાં સર્પને દોરડાની કલ્પના કરી બેસે અને પકડે તો તે કરડ્યા વગર રહે નહિ, અને તેના ઝેરથી તો દેહનો નાશ થાય, અને ક્યારેક સગડીમાં દેવતા જગતા હોય અને પાણી માનીને હાથ લગાડે તો દાઝયા વિના કેમ રહે ? અને મહાન ઝેર છે, તેને ખરેખર અમૃત માનીને પીવે, તો તેનો નાશ થયા વગર કેમ રહે ? અને કોઇ સમયે અમૃત, જે સાકર અથવા બુરૂ તેને ઝેર માની, કોઇ ખાય તો તેનો નાશ થાય ખરો ?

અને કોઇ સમયે એવું મનમાં આવ્યું કાંઇ મદિરાનું પાન કરૂ તો ખરેખર મારૂ કલ્યાણ થશે. એવી ખોટી કલ્પના જો મનથી કરે તો તેને સાચો ભાવ કેમ માની શકાય. કલ્પના મનમાં થાય સાચી ઉપજે તો તે ફળીભૂત થાય તેમ સમજાવે છે. માટે તેમાં અર્થ એ નીકળે છે કે પ્રભુનો દ્રઢ આશ્રય જ રાખવો તો જ સત્ય ભક્તિની કે પ્રભુ પ્રાપ્તિ થાય, પણ કોઇ અન્ય સાધન કે આશ્રય કરીને, મનમાં કલ્પના કરકે મને ભગવત પ્રાપ્તિ થશે, તો ઉપરના દ્રષ્ટાંતથી સમજી લેવાનું રહે છે.

તે સાંભળીને શ્રીજી હસ્યા અને કહ્યું, જે જેવો ભાવ તેવું ભાવિ બંધાય છે. જેવું ભાવી હોય તેવો ભાવ થાય છે, અરસ પરસ છે. જેનું ભાગ્ય ઊંચુ હોય તેનો ભાવ પણ ઊંચો હોય અને જેનું ભાવિ નિર્બળ હોય તો તેનો ભાવ પણ તેવો જ હોય છે. કારણ કે પૂર્વના સદભાગ્ય વિના સદભાવ જે સાંચ કેમ ઉપજે ? સત્ય તો ત્યારે જ સમજાય જો પોતાનું સદભાવી હોય તો જ.

ભાવિને વશ જશ,અપયશ, જીવન, મરણ હોય છે. જેવું ભાવિ તેવો ભાવ અને જેવો ભાવ, તેવી વાસના હોય છે. ભાવિ વિના સાચુ અને ખોટું એની પરીક્ષા કેમ આપી શકે. દૈવી જીવ હોય તો તેની પરિક્ષાથી ભાવિનું કાર્ય થઇ જાય. દૈવી જીવ વિના એવું સત્ય કોઈને સમજાતું નથી. દૈવી જીવો પોતાના સ્વધર્મમાં પરાયણ રહે છે.

એટલે શ્રી ગોપાલલાલજીએ કહ્યું કે એક સર્વોપરી વિશ્વાસ જે પોતાના સ્વગુરૂ જે પુરૂષોત્તમ તેની જ ઉપાસના, તેનું જ સ્મરણ, તેનું સેવન, તેનું ધ્યાન, મંત્ર પણ તેના નામનો શરણ મમઃ કરીને કહેવો. તો જે શ્રીઠાકોરજી છે, તે મહાન પ્રસન્ન થાય છે. પુષ્ટિમાર્ગમાં ગુરૂ તે જ શ્રીઠાકોરજી છે. શ્રીગોપાલલાલજી ગુરૂ સ્વરૂપે અને પુરૂષોત્તમ સ્વરૂપે છે. માટે તેની જ ઉપાસના, સેવા અને સ્મરણ કરવું. પુષ્ટિ માર્ગમાં કોઇ જીવને પોતાના પ્રભુની સેવા સિવાય કોઇ કર્મ છે જ નહિ, બીજાની સત્તા તેની નજરમાં આવતી નથી. એટલામાં એક વૈષ્ણવે આવીને કહ્યું કે કાનદાસ શ્રીવૃંદાવન ગયો છે. એટલે શ્રીઠાકોરજીએ કહ્યું તે કાંઇ અન્યાશ્રય કરવા ગયો નથી. શ્રીઠાકોરજીનું રમણસ્થળ હોય ત્યાં ગયો છે. તે સાંભળી શ્રીવિઠ્ઠલરાયજી મુસકાયા અને શ્રી ગોપાલલાલજીને કહેવા લાગ્યા કે તમો આવા ઉન્મદ સેવક કેમ કરો છો ? કે તમારા સિવાય તમારા સેવકને બીજા ઉપર ભાવ છે જ નહિ. અને શુધ્ધ ભાવ કોઇ પર છે જ નહીં.

ત્યારે શ્રીગોપાલલાલજી એ શ્રીવિઠલરાયજી પ્રતિ કહ્યું, કે હું તો એમ સમજતો હતો કે તમો ને માર્ગનું જ્ઞાન ઘણું જ છે. તમો આ શું કહો છો ? તમોને માર્ગના સિદ્ધાંતનું જ્ઞાન અને પહેચાન છે, તેવું અન્ય કોઇ બાળકોને નથી. સેવકનો ધર્મતો અનન્યતા પૂર્વકનો હોવો જોઇએ. અને જેનું મન એક સ્વરૂપમાં લાગ્યું છે તેને કશો દોષ લાગતો જ નથી, વૈષ્ણવોનો ધર્મ તો તે જ છે, જે પ્રિતિ પૂર્વક પોતાના હૃદય કમળમાં એક પુરૂષોત્તમ પ્રત્યે જ મન લાગી રહેલું છે. પોતાના સ્વપ્રભુમાં જ જેનું ચિત્ત ચોટાયેલું છે, તો બીજે ભટકવામાં શું પ્રયોજન છે ; જેને પોતાના સ્વપ્રભુ શ્રીજી સાક્ષાત પુરૂષોતમ રૂપ જ છે. અને પોતે જ કહે છે, કે પોતાના સ્વગુરૂ તે જ ઇશ્વર માનીને વર્તવું તે ઉત્તમ ધર્મ છે. પુષ્ટિમાર્ગમાં જીવ ગુરૂ છે જ નહિ, તેમ કહેવામાં આવ્યુ છે. ગુરૂસ્વરૂપે શ્રી ઠાકોરજીને જ માનવા, તે સિવાય બીજા કોઇને ગુરૂ માનવા નહિ. તે સેવકનો ઉત્તમ ધર્મ છે. એ સેવક સમાન તો બીજા કોઇ છે જ નહિ.

શ્રીરાયજી એ શ્રીગોપાલલાલજીની વાત સાંભળીને વિચાર્યું, કે આપશ્રીની આવી સૃષ્ટિ, અનન્ય સૃષ્ટિ કરવાની ઇચ્છા છે. તો તે જરૂર થશે જ. કારણ કે તેમાં વેદ વિરૂદ્ધ કાંઇ છે જ નહિ, કારણ કે જેમાં શ્રીગોપાલલાલજી સાક્ષાત શ્રી પુરૂષોત્તમ સ્વરૂપે બિરાજે છે અને આપશ્રીમાં સેવકની વૃતિ તદાકાર છે, આપશ્રીને પુરણપુરૂષોતમ માને છે, તો પછી બીજું કરવાની શું જરૂર છે. દઢ, આશ્રય અને વિશ્વાસ એ સેવકને ઉપજાવ્યા સિવાય કેમ રહે. જીવનું સામર્થ્ય તો કાંઇ છે જ નહિ, કર્મ, અકર્મ અને સત્કર્મ તે તો ભગવત ઉપજાવે તેમ સૌ કોઇ કરે છે તેથી જીવે કાંઇ ચિંતા કરવી નહિ.

શ્રી ગોપાલલાલજીએ કહ્યું કે અરે રાયજી ! તમેં સાંભળો તેમાં સેવકનું ઉન્મદ પણું તમોને શું જોવામાં આવ્યું ? સેવકનો ધર્મ તો દાસપણે રહેવું અને પોતાના પ્રભુની આજ્ઞામાં રહેવું તે જ છે વૈષ્ણવોએ કોઇની બરોબરી ન કરવી ગર્વ ન કરવો. મનમાં એમ ન માનવું કે મેં આ સાધન કર્યું છે. મેં ઇન્દ્રીયોને જીતી છે. અને સેવા પ્રાણાલિકા જાણું છું, એવો ચિત્તમાં કોઇ પણ પ્રકારનો ભાવ થવા દેવો નહિ, અને સેવકે તો હંમેશા પોતાના પ્રભુના દાસ બનીને સેવા કરવી. સેવામાં મારી ચુક પડશે, તો મને અપરાધ થશે, એવો ભાવ સતત રાખ્યા કરવો, મનમાં એવી ભાવના રાખવી કે જે મહારાજ હું તો જીવ છું મૂર્ખ છું, હે મહારાજાધીરાજ, ભક્તનું પ્રતિપાલન કરવાવાળા, સદબુદ્ધિનાદાતા પાખંડ ખંડન અશરણ શરણ કાળ ભય રક્ષક માયા મોહનિવારક સદબુદ્દિકારક ધ્યાનેશુ નિશ્ચલવૃતિકરણ એવા પ્રભુને દીન વચન નિરંતર કરતાં પોતાના પ્રભુની સેવા કરવી.

વૈષ્ણવોએ હર્ષ કે શોક કરવો નહિ, ગર્વ કે પાખંડ કરવો નહિ, અને હંમેશા સત્ય બોલવું, મનમાં વિષયની કલ્પના ન લાવવી, આ પ્રમાણે હંમેશા વર્તે છે અને એક આશ્રય હોય, ત્યારે સેવકમાં ઉન્મતપણું ક્યાં રહે છે. આ સાંભળીને રાયજી બહુ પ્રસન્ન થયા.

વૈષ્ણવોએ ચિંતા કરવી નહિ. કારણ કે જીવને નિવેદન કરતી વખતે શ્રી પ્રભુજીના સાનિધ્યમાં ઘર, સ્ત્રી, પુત્ર, ધન અને પોતાનો દેહ એમ સર્વ સમર્પણ કર્યું છે. તેણે સર્વ રીતે ચિંતા રહીત રહેવું કારણ કે આપશ્રી પોતાની નિજ ઇચ્છાથી જ સર્વ કાંઈ કરે છે. ત્યારે હર્ષ શોક શા માટે કરવો ? અને હંમેશા આનંદમાં રહે છે, તેને કદાપી અજ્ઞાન ઉપજે નહિ. તો પછી દોષ કેમ લાગે ? તેના ઉપર શ્રીજી એક શ્લોક બોલીને કહ્યું કે ગર્ભ પ્રધાન જે પુરૂષોતમ તેની સમસ્ત દેવતાઓએ મળીને જયારે સ્તુતિ કરી કહ્યું કે હે પ્રભુ તમારો જે ભક્ત છે તેને કોઇ દિવસ ભક્તિમાં વિઘન હોય જ નહિ. જો કે કોઇ વેદોક્ત કર્મ યજ્ઞ યાગ તપ કરે છે તેને અહંભાવથી માયા બાધ કરે છે. અને તમારા ભક્ત છે, જે તમારા વિષે સૌહ્નદયે જે સબંધથી ધાર્યો છે અને તેથી તમો તેની રક્ષા કરો છો, ત્યારે તે જંતુ વિનાયક જે દેવ છે, તેના મસ્તક ઉપર પગ ધરીને તમારા સ્વરૂપને પામે છે. કારણ કે તમો રક્ષા કરો છો, તેથી જ અરે રાયજી ! આવા જે પોતાના વૈષ્ણવો છે, તેને દોષ કેમ લાગે ? અને બુરી દશાને કેમ પામે ?

આ સાંભળી શ્રી રાયજી આનંદ પામ્યા જો ભક્તિના કેવા વિશેષણ આપે લખીને શ્રીમુખથી કહ્યા છે. ત્યારે સર્વ વૈષ્ણવ આનંદ પામ્યા, જે ભગવત આજ્ઞા મુજબ સ્વધર્મ પાળવો એજ વૃત છે. પછી સૌ કોઇ પોતાના સ્થાનક ઉપર ગયા, આપ શ્રીજી ભીતર પધાર્યા.

|| ઇતિ ચાલીસમાં વચનામૃતના ભાવાર્થ સંપૂર્ણ ||

(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)

લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપભાઈ ગોહેલ ના જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here