|| પ્રભુશ્રી ગોપાલલાલજી ના વચનામૃત – ૩૮ & ૩૯ ||

0
146

|| શ્રી ગોપાલો જયતે ||

વચનામૃત

એક બેર શ્રીજીની આગે માવજી ભરોચી અધિકારી કૃષ્ણદાસકો પ્રસંગ ચલાયો, જો વાને કેસો અધિકાર કીયો, ઓર જાકી આજ્ઞા શ્રીગુંસાઇજી પાલી, એસે બોહોત વખાણ કીયો. સો સુનીકે શ્રીજી મુસકાયે, અરિ તુમ એસે ધર્મ દ્રેસીનકો બોહોત કા પ્રશંસા કરો હોં, અરુ એ અસુર હૈ. તબ માવજીને કહી, જો એ અસુર કૌ, હોય હે, શ્રીજીકે પદ આછે રીતસો કરકે ગાયે હે. ઔર શ્રી આચાર્યજીકા સેવક હે, તો કહા ભયો ? જીનને શ્રીગુંસાઇજીકો દર્શન માસ છ ( ૬ ) તાંઇ બંધ કીયે, ઓર ત્રિબારિપરસોં શ્રીજી દર્શન દેતે, સો બંધ કરલઈ પરિ શ્રીગુંસાઇજી તો એસે જાની જો શ્રીઆચાર્યજીકો સેવક, તાતે ઇનકી આજ્ઞા ( આમન્યા ) રાખી ચહીયે. સો તો ઠીક પરિવે અસુર ભયો ચહિયે, સો ભયો ઓર ઇનકું ભલો કરકે જાને, સોઇ અસુર. કૌ છકિતકી ( છકેલ એટલે મર્યાદા રહિત ) કોઉ દિન સદ્દગતિ હોઇ હે ? એ તો એસો હે. તબ મો બૂરો કરકે ફેરી બોલો, જો મહારાજ? ઇનકુંશ્રી આચાર્યજીકો નિવેદન હૈ, સો કહા નિષ્ફળ જાયગો ? તબ શ્રીજી મુસકાયકે કહી, અજી તોકુ એ વાતકો કહા વહેમ હે ? જો શ્રી દાદાજીની આજ્ઞા પાલી, અરુ નિવેદન કીયો, સો ફલ તો તાકું યાદ રહ્યો આવે હે, પરિ શ્રીકાકાજીકો માસ ૬ તાઇ જાંખી બંધ કરી, તાકો કહા દોષ ન લગ્યો હોયગો ? જા કે મનમેં એસો કોઉ દિન ન આયો, જો હમારે પુરૂષોત્તમ હે. ઓર શ્રીજી આચાર્યજીકો ( મહાપ્રભુજી ) કુલ હૈં, એ તો સર્વાગ પુરૂષોત્તમ, એસો તો ન આયો, એસે ન જાની જો મેરે ગુરુકે પુત્ર હે. સો દોષસો કરકે તો મહા અંધતામિસ્ત્ર નરક પાવે. પરિ શ્રીદાદાજીકે અનુગ્રહસો વૃજ મંડલમેં પ્રેતયોનિ પાયો, તાકે ઉપર એક દૃષ્ટાંત કરકે શ્રીજી કહી.

રાજા શકટાસુર શ્રીકૃષ્ણચંદ્રકે ચરણ સ્પર્શસે મૃત્યુ પાયો, અરુ વે અસુર ભયો, ઓરકું તો ચરણ છૂહે, તાકુ તો પ્રાપ્તિ હોય હે, ઓર યાકું તો ( હંમેશા ) સતત દૂર કરી ડારો, કૌ જાકો અન્ય દેહસો અંગીકાર તો હોઇ, પરિ ભગવત પ્રાપ્તિ દર્શનકી ભઇ, ઓર આગે પ્રાપ્તિ સો ભઇ ન ભઇ. ઓર અધિકરીકો શ્રીઆચાર્યજીકો નિવેદન ભયો સો ન ભયો, જો શ્રીઠાકુરકો વેરભાવસો ભજે, તાકુ પ્રાપ્તિ ભઇ, સો ન ભઇ. તેસેં સુનીકે માવજી ભરોચીકે મનમેં એસો આયો, જો મેં ધર્મ દ્રેષી ઓર દંભિક, તાકી પ્રશંસા બહોત કરી, સો તો સુહાત નાંહી એસો વિચારકે શ્રીજીનો સાષ્ટાંગ દંડોત કયો. જો મહારાજ, મેં તો જીવ હોં, સો મોકુતો યાકે સ્વરૂપ અરૂ સેવા શ્રીજીનો અનુગ્રહ વિચારો, જો જાકે વશ આપ ભયે. પરિ વચન ન ઓલંધન કિયો, એસો મોકું ધ્યાન લગ રહો હૈ, સો સુનીકે શ્રીજી મુસકાય.

અરિ સેવકકે ઉપરસે અનુગ્રહ શ્રીજી ન છાંડે. કૌ જો ( મહાપ્રભુજી ) શ્રીદાદાજીકો કાનતે, દેખો વે તો સાક્ષાત પૂર્ણાનંદ શ્રી પુરૂષોત્તમ હૈ, પરિ એસે જો મોકું શ્રીઆચાર્યજીને સાપે હે, તાકુ મેં કેસે છોડું ? એસો જોકો નામ હૈ. સો વે પ્રેત ભયો, તો દર્શન દેવેકું જાતે. પરિ સેવક ભયો તાકું તો દાસપદસો વર્તનો, અરુ અહમેવ જો ગર્વ સો તો ન કરનો. એસે સબ આચાર્યને લીખો હે. પરિ વે પુષ્ટિમાર્ગીય હતો, યાતે ( શ્રીનાથજી ) શ્રીજી યાકૂ દર્શન દેત હૈ. ઓર માર્ગમે હોય તો કોટિકલ્પ પર્યત નરક, ભૂક્તવોઇ કરે. કૌ જો અપુને પ્રભુકો દ્રોહ કીયો; અરુ આજ્ઞા ન પાલી અરુ વે ( ગુંસાઈજી ) આજ્ઞા પાલે હૈં. વામે કહા જતાયે જો જીવકો દુષ્ટકર્મ અરુ પ્રભુકો ઉદાર્યપનો સો દેખાયો. જો અપુને પુષ્ટિમાર્ગમેં એસે નાંહી, જો હમારે ગુરુ અરૂ એ ગુરુકે પુત્ર, વામે ન્યુનતા ન દેખની, સર્વોપરિ એ સબ પુરૂષોત્તમ હૈ, એસે જાનનો. વે પ્રેત ભયો તબ શ્રીજી યાંકું દર્શન દેવેકું પધારતેં, સો તા સમયકે પરમાનંદદાસને ગાયે હે.

એસે હે જો અપુને સ્વામિકી આજ્ઞા માફિક ચલનો, પરિ અપનેમેં ઇશ્વરપદ ન રાખનો. યાતે શ્રીગુસાંઇજી અરુ શ્રીઆચાર્યજીકી આજ્ઞાસો ચલનો પરિ વચન ઉલ્લંઘન ન કરનો. એસે વૃતાંતસો ચલે તો સત્ય ભક્તિની પ્રાપ્તિ હે. એસે શ્રીમુખ શ્રીગોપાલલાલજીકે વચન હે, જો સત્ય આજ્ઞાસો ચલે , તાકૂ નિશ્ચય કર્મ નિવૃતિ હોય || ગુરુણાં વચનંપથ્ય || ઇતિવચનાત || (ગુરૂના વચન પ્રમાણે ચાલવાથી શ્રેય થાય છે. ) ઓર જે બહિર્મુખ હે, સો વચનકો ન માને, તો કહા ? જો કોઉ વચનકૂ માને, સોઉ બુજે, ઓર જો અનન્ય હે તાકું કાહૂકી અવજ્ઞા ન કરવી, અરૂ ભગવત અરૂ ભગવતભક્ત તાકી અવજ્ઞા ન કીજીયે. અવજ્ઞા કરે તાકું બડો કર્મ લગે હે, અરૂ પાખંડી એસો કરે હે. સો સુનીકે કાનદાસ કહન લગો, જો મહારાજ ? વૃજ ભક્ત ઠાકુરકે વચન ઓલખે ઓર કોન પેચાને ? તુમ તો સબ કોઉ નામ પાવત હો, સો કહા સેવક હો ? ઓર સેવક વૃજ ભક્ત તો ઠાકુરકી ઇચ્છા હો, સો જસે ઉપજાવે, તેસેં કરે હે.|| બલીયસી કેપલીશ્વરેચ્છા || “ ( કેવળ એક ભગવત ઇચ્છા બળવાન છે. ) ‘ ‘

|| ઇતિ અષ્ટત્રિશતમ તથા નવત્રિશતમ વચામૃત સંપૂર્ણ ||

ભાવાર્થ

આ વચનામૃતમાં ખાસ કૃષ્ણદાસ અધિકારીની વાર્તાનો પ્રસંગ ચાલ્યો. તે પ્રસંગ ઉપરથી પુષ્ટિમાર્ગના ખાસ મર્મનું રહસ્ય સમજાવે છે. પુષ્ટિમાર્ગમાં ખાસ તો દાસપણે વર્તવાનું કહ્યું છે. જો દાસપણું છુટી જાય, તો જીવને પોતાના દરેક કાર્યમાં અહંકાર ઉત્પન થઇ જાય છે. જેથી જીવનું સર્વથા બગડે છે. છતાં પુષ્ટિમાર્ગીય રીતે તો અપરાધનું ફળ શ્રીઠાકોરજી તુરત તેને ભોગવાવીને પોતાના ચરણમાં લઇ લે છે. જયારે મર્યાદા માર્ગમાં તો અનેક જન્મો લેવા પડે ત્યારે તે અપરાધમાંથી જીવ છૂટે છે. આ આવા કારણને લીધે પુષ્ટિમાર્ગની શરણાગતિ ઘણી ઊંચા પ્રકારની છે, કૃષ્ણદાસ અધિકારીની વાર્તા ઉપરથી તેમ સમજાય છે.

નિવેદન લીધા પછી જીવે પોતાના પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલવું જોઇએ. પણ તે આજ્ઞાનું ઉલ્લંધન કરીને ચાલે, તો આસુરીભાવ થઇ જાય ને તેનું ફળ ભોગવવું પડે છે. પોતાના પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલે તો સત્ય ભક્તિની પ્રાપ્ત થાય છે. અને નિશ્વે તેના સર્વ કર્મની નિવૃતિ થાય છે. અને આજ્ઞાને ન પાળેતો જીવને બહિંમુખ પણું પ્રાપ્તિ થાય છે. જે પોતાના પ્રભુની આજ્ઞા શું છે, તે સમજે છે, તે જ માને છે. બીજાને તેની શું ખબર હોય, તેથી તે શું સમજે. માટે પ્રભુની આજ્ઞાને પ્રમાણ કરીને, તે પ્રમાણે ચાલવું અનન્ય ભાવ રાખવો કોઇની અવજ્ઞા કરવી નહિ, અવજ્ઞા કરવાથી મહાન દોષ લાગે. અને પાખંડી પણું પ્રાપ્ત થાય છે. વૃજભક્તોએ પ્રભુના વચનનું પાલન કર્યું તેણે પ્રભુના વચનોને ઓળખ્યા વૃજ ભક્તોએ ઠાકુરજીની જે ઇચ્છા તે પ્રમાણે વર્તન કર્યું. અને તે જે ઉપજાવે તેમ વર્તન કર્યું. માટે પુષ્ટિમાર્ગમાં જીવે ભગવત ઇચ્છાને આધીન થઇને રહેવાનું છે. તેને પ્રધાનપણે માનવાનું છે. તેમ ન બને, તે સેવક થયો નથી તેમ સમજાવે છે.

કૃષ્ણદાસ જ્ઞાતે ક્ષત્રીય વૈષ્ણવ હતા.અને તે મહાપ્રભુજીના સેવક થયા હતા. મહાપ્રભુજીએ તેને શ્રીનાથજીના અધિકારી બનાવ્યા હતા અને તે શ્રીનાથજીનું અધિકારીપણું કરતા અને કીર્તન પણ કરતા. તે અષ્ટ સખા માહેના એક હતા. એક દિવસ શ્રીવિઠલનાથજી ( ગુસાઇજી ) એ કૃષ્ણદાસની કાંઇ ચુકપડવાથી જરા મીઠો ઠપકો આપ્યો. જેથી કૃષ્ણદાસ અધિકારીના પદ ઉપર હોવાથી ગર્વ થયો અને શ્રીગુસાઈજીના સ્વરૂપને જાણ્યું નહિ અને તેમની સેવા તથા શ્રીનાથજીના દર્શન કરવાનુ છ માસ સુધી બંધ કર્યું શ્રીગુસાંઈજી તો મહાન ઉદાર હતા, તેમણે શ્રીમહાપ્રભુજીનો સેવક છે તેમ જાણીને તેનું માન રાખ્યું અને પોતે છ માસ સુધી પરાસોલી વિરહતાપમાં રહ્યા અને ત્યાં જ બિરાજયા . શ્રીનાથજી શ્રીગુંસાઇને ત્રિબારીમાંથી દર્શન દેતાં હતાં. તે પણ કૃષ્ણદાસે બંધ કરાવ્યાં હતાં.

શ્રીગોપાલલાલજી આગળ એક દિવસ માવજી ભરોચી નામનો વૈષ્ણવ શ્રીગોકુલનાથજીનો સેવક હતો, પણ તે અવારનવાર શ્રી ગોપાલલાલજી પાસે ભગવતવાર્તા સાંભળવા આવતો હતો. તેણે કૃષ્ણદાસ અધિકારીનો પ્રસંગ ચલાવ્યો અને તેના અધિકારીપણાના વખાણ કરવા લાગ્યો. અને કહેવા લાગ્યો કે તેણે કેવું અધિકારીપણું કર્યું, જેની આજ્ઞા શ્રીગુંસાઇજીએ પાળી. એ રીતે બહુજ વખાણ કર્યા.

તે સાંભળીને શ્રીજી હસ્યા અને કહેવા લાગ્યા ; અરે તું એવા ધર્મદ્રેષીની પ્રશંસા કેમ કરો છો. અરે એ તો અસુર છે. ત્યારે માવજીએ કહ્યું કે એ અસુર કેમ ? શ્રીજીના કીર્તન કરીને રૂડી રીતે ગાયા છે અને શ્રીઆચાર્યજીનો સેવક છે .

ત્યારે શ્રીગોપાલલાલજી કહ્યું તેથી શું થયું ? જેણે શ્રીનાથજીના દર્શન શ્રીગુંસાઇજીના છ માસ સુધી બંધ કર્યો. શ્રીગુંસાઇજીને શ્રીજી ત્રિબારીમાંથી દર્શન દેતા તે પણ બંધ કરાવ્યા. પણ શ્રીગુંસાઇજીએ તો એમ જાણ્યું જે એ શ્રીઆચાર્યજી નો સેવક છે, એટલે તેની આજ્ઞાને માન્ય રાખવી જોઇએ, તેમ જાણીને કાંઈ કહ્યું નહિ. તેથી તે અસુર થવો જોઇએ તે થયો. અને તેને રૂડો કરીને માને તે પણ અસુર. કારણકે છક્તિની કોઇ દિવસ સદગતિ થતી નથી. એ તો એવો જ છે. ત્યારે માવજી મોઢું બગાડીને બોલ્યા જે મહારાજ : તેને શ્રીઆચાર્યજીનું નિવેદન છે, તે શું નિષ્ફળ જશે ? ત્યારે શ્રીજીએ હસીને ક્યું તને ઇ વાતમાં હજુ શું વેમ છે ?

શ્રીદાદાજીની આજ્ઞા પાળી અને નિવેદન કર્યું તે ફલ તેને યાદ રહ્યું છે. પણ શ્રીકાકાજી ની (ગુંસાઇજી ) ની ઝાંખી છ માસ સુધી બંધ કરી તે અપરાધ દોષ લાગ્યો ન હોય? જેના મનમાં કોઇ દિવસ એમ થયું કે આ મારા પુરૂષોત્તમ છે. અને શ્રીઆચાર્યજીનું કુળ વંશ છે, એ તો સર્વાંગસાક્ષાત પુરૂષોત્તમ છે, એમ તો ન થયું. પણ એમેય ન જાણ્યું કે મારા ગુરૂના પુત્ર છે. તે દોષના કારણે તો અંધતા નીરત્ર નરકની પ્રાપ્તિ થાય. પણ શ્રીદાદાજી મહાપ્રભુજીની કૃપાથી વ્રજમંડલમાં પ્રેતયોનીને પામ્યો તેના ઉપર એક દૃષ્ટાંત કરીને શ્રીજીએ કહ્યું , રાજા શકટાસુર શ્રીકૃષ્ણચંદ્રના ચરણના સ્પર્શથી મૃત્યુ પામ્યો. અને તે અસુર થયો. બીજાને તો ચરણનો સ્પર્શ થાય તો તેને તો ભગવત પ્રાપ્તિ થાય પણ આને તો હંમેશને માટે દુર કરી નાખ્યો. કારણકે જેનો બીજો દેહથી અંગીકાર તો થયો, ભગવત પ્રાપ્તિ દર્શનની થઈ. પણ આગળ પ્રાપ્તિ તે તો થઇ ન થઇ બરાબર છે.તેવી રીતે કૃષ્ણદાસ અધિકારીને શ્રીઆચાર્યજીનું નિવેદન થયું ન થયું ગણાય. જે શ્રીઠાકોરજીએ વેરભાવથી ભજે તેને પ્રાપ્તિ થઇ, પણ તે ન થયા બરાબર ગણાય.

તેવું સાંભળીને માવજી ભરોચીના મનમાં એમ થયું કે, મેં ધર્મદ્રેષી અને દંભિક તેની પ્રશંસા બહુ કરી, તે તો ઠીક નહિ. એમ વિચારીને શ્રીજીને સાાંગ દંડવત પ્રણામ કર્યા. જે મહારાજ, હું તો જીવ છું. મને તો તેનું સ્વરૂપ અને સેવા અને શ્રીજીની કૃપા વિચારી, જે જેને વશ પોતે શ્રીજી થયા. પણ શ્રી ગુંસાઈજીએ વચન ઉલ્લંધન ન કર્યું એવું મને અત્યારે ધ્યાનમાં આવ્યું છે.

ખાસ વાત એ પણ સમજાવી છે કે, ધર્મ દ્રેષીની કોઇ દિવસ પ્રશંસા ન કરવી તેની પ્રશંસા કરવાથી આપણને પણ તેનો દોષ લાગે છે. કારણ કે જે ધર્મનો દ્રેષ કરે છે , તે આસુરી છે. તેથી તેના વખાણ કરનારને પણ આંસુરપણું પ્રાપ્ત થાય છે. માટે તેવા છકિત જીવની કોઇ દિવસ સદગતિ થતી નથી. જયાં આપણાં ધર્મની નિંદા કોઇ કરે તો તેનાથી દુર રહેવું. પણ નિંદા કરનારને સારો કરીને માને, તો તે અસુર છે, તેમ સમજાવ્યું છે. માટે ધર્મની નિંદા થાય તેવું બોલવું પણ નહિ. અને સાંભળવું પણ નહિ. તેમ કરનારને પ્રેતયોની પ્રાપ્ત થાય છે. તે પણ કૃષ્ણદાસની વાર્તામાં સમજાવવામાં આવ્યું છે. માટે આ વાર્તાનો પ્રસંગ વૈષ્ણવે ખાસ લક્ષમાં લેવા જેવો છે. પોતાના સ્વધર્મનું પાલન ભલે ઓછું થાય, પણ તેની અવજ્ઞા ન કરવી તેમ કરવાથી પોતાનું બગડે છે.

તે સાંભળી શ્રીજી હસ્યા , અરે ? સેવક ઉપર કૃપા અનુગ્રહ તે શ્રીજીએ ન છોડ્યો . કારણ જે શ્રીદાદાજીની કાનીને જોયું . તે તો સાક્ષાત પૂર્ણાનંદ પુરૂષોત્તમ છે . પણ એમ વિચાર્યું જેને શ્રીઆચાર્ય મહાપ્રભુજીએ સોંપ્યો છે , તેને હું કેમ છોડું ? એવી જેન ટેક છે તે પ્રેત થયો, તો પણ દર્શન દેવાને માટે પધારતા. પણ જે સેવક થયો, તેને તો દાસભાવથી રહેવું જોવે. અહંકાર કરવો ન જોઇએ. એમ શ્રી આચાર્યજીએ લખ્યું છે.

પણ તે પુષ્ટિમાર્ગીય હતો, તેથી શ્રીજી તેને દર્શન દેતા. અને બીજા માર્ગમાં હોત તો કરોડો કલ્પ પર્યત નરક ભોગવવું પડત. કારણ જે પોતાના પ્રભુનો દ્રોહ કર્યો ; અને આજ્ઞા ન પાળી અને શ્રીગુંસાઈજીએ તેની આજ્ઞા પાળી તેમાં શું બતાવે છે. જે જીવનું દુષ્ટ કર્મ અને પ્રભુનું ઉદારપણું દેખાડ્યું. જે આપણા પુષ્ટિમાર્ગમાં એવું નથી, જે આ અમારા ગુરૂ, અને આ તેના પુત્ર. તેમાં ન્યુન્યતા ન જોવી. એ તો સર્વોપરી એ બધા પુરૂષોત્તમ છે, એમ જાણવું. તે પ્રેત થયો, ત્યારે શ્રીજી તેને દર્શન દેવા પધારતા તે સમયના પદ પરમાણંદદાસે ગાયા છે. ( સારંગ રાગમાં પદ ગાયા છે, તે આપ્યા નથી. )
એમ છે જે પોતાના સ્વામિની આજ્ઞા પ્રમાણે ચાલવું. પણ પોતાનામાં ઇશ્વરપદનો ભાવ ન રાખવો એટલે ગર્વ ન કરવો. તેથી ગુંસાઇજી અને આચાર્યજીની આજ્ઞા પ્રમાણે ચાલવું, પણ વચનનું ઉલ્લંઘન ન કરવું. એવા વૃતાંતથી ચાલે તો સત્ય ભક્તિની પ્રાપ્તિ થાય છે. એવા શ્રીમુખના શ્રીગોપાલલાલજીના વચન છે.

જે આજ્ઞાનું સત્ય પ્રમાણે વર્તન કરીને ચાલે તેના કર્મ નિશ્ચિય નિવૃત થઇ જાય છે. “ ગુરૂવચન પથ્ય ” અને જે બહિંમુખ છે તે તો વચનને ન માને, તો શું ? જે કોઇ વચનને માન, તે જાણે. અને જે અનન્ય ભગવદી છે, તેમણે કોઇની અવજ્ઞા – નિંદા ન કરવી. અને ભગવદભક્ત છે તેની નિંદા ન કરવી, અવજ્ઞા – નિંદા કરવાથી મહાન દોષ લાગે છે. અને જે પાખંડી છે, તે તેવું કરે છે. તે સાંભળી કાનદાસ કહેવા લાગ્યો, જે મહારાજ ? વૃજભક્તોએ શ્રીઠાકોરજીના વચનનો ઓળખ્યા બીજા કોણ ઓળખે ? ત્યારે શ્રીજીએ ક્યું તમે બધા નામ પામો છો તો શું સેવક છો ? અને વૃજભક્ત તો શ્રીઠાકોરજીની જે ઇચ્છા છે તે પ્રમાણે વર્તે છે. “ બલીયસી કેવલમીશ્વરેચ્છા ”

ભગવત ઇચ્છાને જે પ્રધાન પણે માનવી, ભગવત ઇરછા જ બળવાન છે. આ વચનામૃતનો ટુંક સાર એ છે કે જીવે કોઇ દિવસ ધર્મદ્રષિ, જે હોય તેના વખાણ ન કરવા. કોઇપણ અધિકાર ભોગવવો નહિ. દાસપણે હંમેશા વર્તવું. વલ્લભકુળની અવજ્ઞા કરવી નહિ. ભગવત આજ્ઞા અનુસાર જ ચાલવું આજ્ઞાનું ઉલ્લંઘન કરીને કોઇ કર્મ કરવું નહિ. પુષ્ટિમાર્ગમાં જીવ અપરાધ કરે છતાં પ્રભુ તે અપરાઘની ક્ષમાં આપીને પોતાના શરણમાં લે છે, એવો આ માર્ગનો દ્રઢ સિદ્ધાંત છે. માત્ર કૃપાને જ વિચારે છે. અન્ય માર્ગમાં કરેલા અપરાધને ઘણાં લાંબા સમય સુધી ભોગવવો પડે છે. જ્યારે પુષ્ટિમાર્ગમાં આ જન્મમાં પ્રભુ કૃપા વિચારી તે જીવનું ભલું વિચારીને અપરાધની ક્ષમા આપે છે. એવું શ્રીઠાકોરજીને નેમ છે. માટે આ મારગ ઉત્તમોત્તમ છે. પોતાના પ્રભુની આજ્ઞાનુંપાલન કરવાથી સત્ય ભક્તિની પ્રાપ્તિ થાય છે. બહિર્મુખ પણું થાય તેવું વર્તન ક્યારેય ન કરવું. પ્રભુના વચનને સત્ય કરીને માનવા. અને તેને સમજીને વર્તન તે પ્રમાણે કરવું. કોઇ ભગવદીની નિદા ન કરવી. તેમ કરવાથી મહાન દોષ લાગે છે. અને પાખંડીપણું પ્રાપ્ત થાય છે. વૃજભક્તની જેમ પ્રભુની ઇચ્છાને આધીન થઇને રહેવું. અને ભગવત ઇચ્છા જ સર્વકાર્યમાં બળવાન છે. અહંમેવ ગર્વ ન કરવો. જે પ્રભુની ઈચ્છા હોય તેમ બને છે. તે જ સર્વ ઉપજાવે તેમ થાય છે. તે માત્ર એક ભગવત ઇચ્છાનું જ કારણ સમજવું. સેવકોનો એ મુખ્ય ધર્મ છે.

|| ઇતિ આડત્રીશ – ઓગણચાલીસમાં વચનામૃતનો ભાવાર્થ સંપુર્ણ ||

(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)

લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપભાઈ ગોહેલ ના જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here