સંવત : ૧૭૧૯
સ્થળ : કિંદર
વિનોદરાયની સલોની વાણી.
રાત્રીના આપશ્રી બેઠકે બિરાજી રહ્યા છે. ચતુરાદશીનો દીન છે. તવારે સર્વ સામટું બેઠું છે. રસિક રાજને, જાની તથા કૃષ્ણભટ્ટ વિંજન ઢોળી રહ્યા છે. તવારે બબીબાઈ બોલી રાજ, આપકી બ્રજ બાની મીઠી લાગે, તો બ્રજ બાનીમાં કાંઈક પ્રસંગ સંભળાવો. આપતો પ્રજમાં પધાર્યા છો. તો પ્રજની બાની બોલો છો. તો રાજ, આપની ઇચ્છા.
તવારે, શ્રીગોપેન્દ્ર પ્રભુજી મુસકાયા અરે, બબીબાઈ હમતો પ્રજમેં પધારે તાકે લીયે પ્રજજનકી સમજમેં આવે એસી બાની બોલી જાય તો આછો. હમકોતો બ્રજબાની અતિ પ્રિય હૈ. હમતો બ્રજકે અરૂ પ્રજકે દોઉકે હે !! આજ હમકો વિનોદરાયકી સલોની બાની સુનવેકી ઇચ્છા હે. તાસુ વિનોદરાય, તેરી સલોની બાની કછુક પ્રગટ કર ? કછુ પ્રસંગને મિષે કરતો હમરી સમજમેં આવે, કે તુમે સબ સાવધાન હોય કે સુનો હો. અરૂ કછું ગમ પરત હે કે નહિ, યાકી પહેચાન હોય. આજ ચતુરાદશીકો દીન હૈ, રાત્રીકો કછુ ભગવદ્ ગુષ્ટ હોનો ચાહિયે. તો ઓછો ? ફીર તો સોવનો હૈ. સોંવેંગો સોતો ખોવોંગો, કછુ તેરે ભાવ કી બાની પ્રગટ કરકે દીખા.
સંગીસે સંગી મીલે, સંગીકી ગત ઓર, સંગી તાહિ જાનીયો, સંગી લીએ મન ચોર. || સંગીકી ગતી દુસરી હૈ. જો અપને મનકો ચોર લેય. મન ચોરાયો, તબ જાનનો સંગ ભયો. નાતર સંગકો ફલ કહા ?
તવારે વિનોદરાયે, રાજના ચરણકમલમાં દંડવત્ કીધું અને બોલ્યો. રાજ, જીવની વાણી સલોની કહી તે તો ઠીક, પણ આપની અમૃત તુલ્ય સુધાની આગળ તેનું શું મૂલ્ય થાય ? ભાનુના ઉદય સાથે રોશનીની પ્રગટ થાય છે, તે પછી રોશનીને જોવા માટે બીજી રોશનીની જરૂર શું પડે ? આપની વાણીની સાથે જીવની વાણીની તુલના કેમ થઈ શકે ? રાજ, જેવી આપની આજ્ઞા. એમ કહીને વિનોદરાય, સાખી તથા દોહરા બોલ્યો તે લખ્યા છે.
કારણ સ્વરૂપના દોહરા તથા સાખી.
કારણરૂપ કલિકાલમેં, જો જન જાપે મુખ, વિનોદ ભયો તેહિ જીવકો, પાયો પરમ કો સુખ I૦૧
કારણ કારણ કરી જાને, પુષ્ટિજનકી રીત, વિનોદ શ્રી ગોપેન્દ્રજી, રસ રૂપ રહે તાહિ મેં નીત I૦૨
કારણ કારણ સો ભયો, દૈવી ભયો દરશન, વિનોદ તદવત્ તે ભયો, શ્રીજી કીયો પ્રસન્ન I૦૩
કારણ કારણ સો ભયો, જો કાંચનકી રીત, વિનોદ એક ગત છાંડ દે, હું પદકો નીત I૦૪
કાંચન કાંચન સો મીલ્યો, ભયો કુંદનકો રૂપ, કાંચનમેં કથીર મીલ્યો, ભયો ઘાટકિરૂપ I૦૫
આપ રહ્યો આપમેં રહ્યો, આપ છાંડયો નહિ ભાવ, કારણમેં અકારણ ભયો, એહિ બડો કુભાવ I૦૬
કારણ તારણ જો ભયો, ભાસ્યો ઉર બીચ ભાસ, કઠણ કલિકાલમેં, કારણ મીટાવે ત્રાસ I૦૭
તરનકી બીધમેં કહું, શ્રીજી કહ્યો અપાર, સુન્યો સંક્ષેપમે કહ્યો, માની લેહો નિરધાર I૦૮
કારણ માન્યો શ્રીજી આપનો, પંચજનકી માંય, એકો કારણ રાખવો, પકરી ભગવદી બાંય I૦૯
કારણ એહિં કલિકાલેમેં, દૈવીકો દરસાત, પુષ્ટિ જીવકો લક્ષણ એહિ, આસુરી અલખાત I૧૦
કારણ કો કારણ જો રહે, બિના કારણકો દેહ, વિનોદ તાહિ દેહકો, હો જાયગો ખેહ I૧૧
કારણ તાહિમેં રહે, હું છાંડે આધાર, હુંકો તુંમેં મીલાવે, તુંકે રહે આધીન I૧૨
શ્રીજી તાહિ વશ જાનીએ, ઔર તહિ સાધન I૧૩
તરનકી બિધી શ્રીજી કહ્યો, કારણ રૂપ અપાર, ભગવદીકે સ્વરૂપેમેં, મેં વશ્યો નિરધાર I૧૪
કારણ ઉપજ્યો મનમોં, સો મન દૈવી જાન, ફલ પાયો પ્રગટમેં, ઔર સબે અનજાન I૧૫
કારણ સબસે બડો, સબ ફલ એહિ જાન, કોટિ સાધન જો કરે, તુલે નહિ એક સમાન I૧૬
કહ્યો સુન્યો બહુતે ભલો, સો ઘટ જીય ન ઉભાર, રૂતુ બિન વર્ષાભાઈ, ફલફુલ નહિ સુહાત I૧૭
સજ્જનસે સજ્જન મીલે, ભવે રસકે કુંપ, સજ્જનસે દુરિજન મીલે, કહા તેલ કહા તુપ I૧૮
રસાત્મિક સ્વરૂપના દોહરા.
આપ ઉત્તમ આપમે ઉત્તમ, ઉત્તમ દેખ્યો આપ, સોઈ ભગવદ રૂપ ભયો, મીટયો ચોરાશી તાપ I૦૧
રૂપ લોભાનો જો રહે, ભાખે દીનતા અપાર, રસ રૂપ જીવ એહિ જાનીયે, ભગવદીમેં ભરભાર I૦૨
રસ બસ રસમેં રહે, રસ રૂપ રાખે મન, ભગવદીકો જુઠ બલ, ચાખે ન દુજો અન્ન I૦૩
કૃપા સરૂપી તે ભયો, કારણ ભાસ્યો મન, શ્રીજીએ શ્રીમુખે કહ્યો, નિશ્ચે તે ભગવદો જન I૦૪
ફલકો ફલ એહિ જાનીઓ, જો કારણ રસ રૂપ, સાધન સબ મેં એહ બડો, શ્રીજી કહ્યો અનુપ I૦૫
ઉલટા સુલટા દોહરા, રસિકજન હિ જાન, સમજે મર્મ રસિકજન, કહા અબુધ પહેચાન I૦૬
બુજે સોઈ રસિક જન, બુજાવે સો રસિક જાન, રસિક રસિક કી રીત હે, નહિ રસમે માન I૦૭
માન તહાં રસ નહિ, જહાં રસ તહાં નહિ માન, એકો અક્ષર છાંડ દે, તો મીલે પર્મ નિધાન I૦૮
રસિક રૂપ શ્રી ગોપે્દ્રજી, કોટિક રસકી ખાન, નિજ્જનકો એહી રૂપ હૈ, રસિક જન પહેચાન I૦૯
અબુધ ન શોધે અર્થને, રીજે સુણીને કાન, રસિક જન બિના રસકી, કહા કીજે બાન I૧૦
રસ રીત રસિકકી, મોહે સબે સોહાય, તાતે શીતલ જલસું, તુરત આગ બુઝાય I૧૧
સ્નેહ સાબંધીકો પારખો, બોલતે મીઠી બાત, મુરખ જનકી મંડલી, આવત લાતમ લાત I૧૨
નિર્લજ નફટ, સ્નેહ સંબંધી જાન, હીરદેમેં લાગત નહિ, સાચી પ્રીત પહેચાન I૧૩
રસિક બાત રસિકમો, રસિકમોં દરસાત, અરસિક એકો મીલે, દધિ તકૃ છોવાત I૧૪
સ્નેહિ જીતે જીત હે, સ્નેહિ હારે હાર, સ્નેહ સંબંધકી રીત હે, બડો ગૌરવ એહિ જાણ ।૧૫
લક્ષણ દાસ ધર્મકો, જીતે માને હાર, હાર માને જીતે રહે, નિશ્ચે દૈવી નિરાધાર ।૧૬
હાસ વિલાસ વિનોદ, આનંદ મોદ પ્રમોદ, રસિક જનકે હિરદેમે, સુભગ રૂપ ગોપેન્દ્ર ।૧૭
સ્નેહિ મોએ સંસારકે, ફીક લાગત બેન, નેહિ મોરો પ્રીતમકે, શીતલ લાગત નેન ।૧૮
નેન બેન મીઠી લગે, ઉલટી સુલટી જો હોય, રસિક નેહિકે હિરદેમેં, પ્રિતમ ખેલે સોય ।૧૯
સ્નેહિ એસે જાનીએ, જેસે ચંદ ચકોર, ચુકે પણ મુકે નહિ, એક પ્રેમકો દોર ।૨૦
સાખી દોહા સબ કહા, જો ઉપજાયો આપ, ભયો વિનોદ અત મનમોં, જાની અપુનોદાસ ।૨૧
વિનોદરાયે, આમ સાખી, દોહા, કારણરૂપ અને રસાત્મિક સ્વરૂપના કહીને શ્રીગોપેન્દ્રજીના ચરણમાં લોટી પડ્યો. ગદગદ કંઠ થઈ ગયો. અને બોલ્યો રાજ ! આપની મહેંદ કૃપા મોં માથે થઈ, આપે જે ઉપજાવ્યું તેવું વર્ણન કીધું છે. આટલું કહેતા શુધ-બુધ ખોઈ બેઠો.
પછે શ્રીગોપેન્દ્રજીએ, ચરવિત તાંબુલ મુખમાં દીધું અને કર સાહિને બેઠો કીધો. અને આજ્ઞા કરી. વિનોદરાય ! તે તો તારી વાણીમાં સર્વ, વિનોદ, વિનોદ કરી દીધું. જેવું નામ પામ્યો તેવું જ કામ તેં કર્યું. પુષ્ટિરસની ઝલકને મલકાવી દીધી. તારા અગાધ રસરૂપ ભાવનું શું વર્ણન થાય ? તારી વાણી સરસ સલોની સદા રહેશે. આમ શ્રીમુખથી કહ્યું.
તવારે શ્રીગોપેન્દ્રજીના નિખમનીમાંથી એક અલૌકિક તેજ પુંજ પ્રગટ થયું અને સર્વેને અલૌકિક દિવ્ય લીલાનું દરશન થયું. સર્વ અંતરંગ જુથનું દરશન શ્રીગોપેન્દ્રજીના શ્રીઅંગમાં થયું. દરશન થતાં સર્વ મુગ્ધ બનતી ગયા. શાતવાર દરશન થયું છે. પછે તેજ તિરોહિત થયું.
સર્વ જુથ રાજના ચરણમાં લોટી પડ્યા અને પોતાના ભાગ્યની સરાહના કરવા લાગ્યા. રાજા, મહારાજા, કીપા સિંધું, અમોને તમોએ ભુતલમાં ઘણું ઘણું કતારથ કીધા. રાજ ! આપ વિના આપની આ અલોકિક દિવ્ય લીલાના દરશન સુખની પ્રાપત અમોને ક્યાંથી થાય ?
પછે શ્રીમુખથી કહ્યું. વિનોદરાય ધન્ય છે. તને તારી વાણીના સહારે જે જીવ પોતાનું ભાગ્ય માનીને ચાલશે. તે અવશ્ય ભુતલમાં કતારથ થઈ જશે. તાદરશીજનના સંગમાં આ વાણીનો મરમ સમજાશે. એવી ગોપ્ય રહસ્ય વાતનો પ્રસંગ તેં તારી વાણીથી વર્ણવી દીધો. તાદરશી જન આ તારી વાણીનો મરમ યથાર્થ જાણશે. અમારી નિજધામની અંતરંગ લીલા માંહે આજ ભાવનું દાન પરસ્પર જુથને છે. આ ભાવથી: હું વિચલિત થતાં જીવને ભુતલમાં તે અપરાધને કારણે વ્યુચરણ થાય છે. પછે તેને આ ભાવનું દાન તાદરશી ભગવદીના સંગ દ્વારા થતાં પાછો તે જીવ લીલામાં પ્રવેશ કરે છે.
બબીબાઈ તું પણ ઘણી રસિક જન છો. તારો ભાવ અગાધ રસથી ભરપુર છે. તેની વિશેષ પ્રાપત તને હજુ આગળ થનાર છે. તવારે તું ખૂબ જ નિહાલ થઈશ. અમારું સ્વરૂપ અમારા છોટા બેટીજીમાં અમો ધરશું અને તે પરદેશ કરશે. તવારે તેની અંતરંગ સેવા ટહેલનું સુખ તને મળશે. તું અંતરંગ નિકટવર્તી બની રહેશે. અને અમારા સ્વરૂપનો અનુભવ વિશેષ રૂપે થશે. એ અમારું વાયક તને દઉ છું.
શ્રીજીના શ્રીમુખનું વાયક સાંભળી બબીબાઈ ઘણા જ હરખ હુલ્લાસમાં આવીને નાચવા લાગી. ખુબ નાચી. અને કહ્યું રાજ ! આપની કૃપાનો સાગર રેલાય પછી જીવને શું ન્યૂન્યતા રહે? આમ કહી બબીબાઈએ અઢળક ભેટ રાજના ચરણમાં ધરી દીધી. અને ચરણ સ્પર્શ કીધા રાજે અતિ પ્રસન્ન થઈને પોતાના શ્રીમુખનો ઓગાર આપ્યો. અને કહ્યું ધન્ય બબી તું ધન્ય થઈ છો. પછે રાજે આજ્ઞા કરતા કહ્યું, કાલે સવારે અહિંયાથી વિજય થશું અને બબીબાઈ, સાથે પોર પધારશું. આમ કહીને આપ સુખાળા થવા પધાર્યા.
|| ઈતિ શ્રી ગોપેન્દ્રજીનું ૩૭મું વચનામૃત સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને નંદની ચેતનભાઈ પરમાર (બીલખા) ના જય ગોપાલ ||
Leave a Reply