|| પ્રભુશ્રી ગોપાલલાલજી ના વચનામૃત – ૩૫ ||

0
184

|| શ્રી ગોપાલો જયતે ||

વચનામૃત

એક બેર આપ શ્રીજી અપુની બેઠકમેં બિરાજે હેં, તહાં ભગવદીયકે વૃત્તાંતકી વાર્તા ચલી. સો સબ સુને હેં, તામેં એસો આયો, જો કછુ પ્રાર્થના કોઉ વિષય નિમિત્તકી તો ન કરની, કૌ જા જીવકું માગવેકી કા સ્વસ્થતા ? (સ્થિરતા.) જીવ હે સોતો મૂર્ખ હે. ઓર આપ ઇશ્વર તો સર્વજ્ઞ હે, જો જાકે અદેયદાન (નહી દઇ શકાય તેવું ) દેવેકો સ્વભાવ હે. ઓર કેસો દેવે હૈ, જાકી બુદ્ધિ ભ્રષ્ટ ન હોય, એસો નિરંતર સ્વમાર્ગમેં પ્રેમ ઉપજે હેં, એસો આપ દેવે હે. ઓર જીવને કલ્પના કરકે માગે હે, ઓર આપકો મનમેં એસો આયો જો યે પદાર્થસો યાકી બુદ્ધિ ભ્રષ્ટ હોયગી, સો કેસે દેવેગે તો માગવેકો કહા પ્રયોજન. યાતે પ્રાર્થના ન કરની.

એસે પ્રાર્થના જો તુહારો સિદ્ધાંત હૃદયસો નાશ હોય નાંહી, ઓર કછુ ન, અપુનો કલ્યાણકો ઇચ્છે. તાકો તો એ ચરણારવિંદકી પ્રાર્થના કરની, અરિ અવિચલ ભક્તિકો ઇચ્છની, ઓર ભગવદીયનકો, સંગકો ઇચ્છનો એસે હે.

જો કલ્પિત સુખની પ્રાપ્તિ મિથ્યા, અરુ કલ્પિત દુઃખ નિવૃત્તિ નાંહી હે યાતે વૈષ્ણવકો તો એસે વર્તનો જો નિજેચ્છાતઃ કરિષ્યતિ “(શ્રીપ્રભુ પોતાની ઇચ્છા પ્રમાણે જેમ કરવું હશે તેમ કરશે.)” સર્વથા અપુની કર્તવ્યતાકો ન માનની, સર્વથા આનંદસોં વર્તનો, અરુ ભગવત સેવા, અરું સ્મરણમેં મગ્ન રહેનો, એસે ચિત્તમેં કલ્પેય કરવો, જો મોકું કબ ભગવત સમાગમ ચર્ચા હોય. તાસુ ધ્યાન ભાવ બઢે. અરુ, આશ્રય દ્રઢવૃત, જો વિશ્વાસ, સો સબ સત્સંગમેં હે, તાસું બડે બડે ભગવદીય સનકાદિક સબને સત્સંગ ઇચ્છો હે. એસે હે જો અન્ય દેહમેં સત્સંગ ન હોય હે, કૌ જો જા દેહસો ભગવત ભાસ ભયો, સો દેહ ઉત્તમ હે , ઓર ઉત્તમ દેહપાયો, અરુ ભગવતભાસ ન ભયો સો કહા ? કૌ જો ઉત્તમ અરુ મધ્યમ સો તો કર્મ હે, કાંઉ ઉત્તમ મધ્યમ તો જીવ તો હે નાંહી.

અરુ સત્કર્મસો વર્તનો, ઓર અશુભકો ત્યાગ કરનો. અરૂ ઉત્તમ ગતિકી ઇચ્છા કરની, અરૂ નીચ પદ છોડેસો અપરાધ નાંહી. અરુ ઉત્તમ પદ છોડનેકો મહત્કર્મ હે ? ( નાંહી ) યાતે. || સર્વથા સત્સંગ કર્તવ્ય|| “ (સત્સંગ કરવો.) અરુ અન્યાશ્રયો વર્જિતવ્યઃ (અન્યાશ્રય કરવો નહિ.) || અસમર્પિત વસ્તુ ન ગ્રાહ્ય || (અસમર્પિત વસ્તુ ગ્રહણ કરવી નહી, શ્રી ઠાકોરજીને સમર્પિ લેવું.) તા સબ કાર્ય ફલિત હોય હેં.

|| ઇતિ પંચત્રિશત્તમ વચનામૃત સંપૂર્ણ ||

ભાવાર્થ

ઉપરોક્ત વચનામૃતમાં ભગવદીયના લક્ષણના પ્રસંગની વાત ચાલી છે, તેમાં એવો પ્રસંગ નિકળ્યો તે સર્વે વૈષ્ણવ જુથ સાંભળે છે. જીવે કોઇ વિષયની પ્રાપ્તિ માટે પ્રભુ પાસે માગણી ન કરવી. કારણ કે પ્રભુતો અંતરયામી છે, સર્વજ્ઞ છે. જીવ તો મુર્ખ અને અલ્પજ્ઞ છે. તે જીવને શું ખબર છે કે આ પદાર્થ માંગવાથી મારું કલ્યાણ થશે. પણ પ્રભુનો સ્વભાવ તો દયાળુ છે. તે જીવને ન દઇ શકાય તેવું દાન કરવાનો સ્વભાવ છે. અને પ્રભુતો જીવનું સર્વથા કલ્યાણ થાય, અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ ન થાય એવું દાન આપે છે. પોતાના સ્વધર્મમાં પ્રેમ ઉપજે એવું દાન પ્રભુ કરે છે,તેનાથી જીવનુંકલ્યાણ થાય છે.
જીવ પોતાની કલ્પના કરીને પ્રભુ પાસે માગે છે, પણ પ્રભુના મનમાં એમ થયું કે, આ પદાર્થ આપવાથી તેની બુદ્ધિ ભ્રષ્ટ થશે, તો તેવો પદાર્થ જીવ માંગવા છતાં પ્રભુ કેમ આપે ? ન જ આપે તો જીવનું માંગવાનું શું કારણ રહ્યું. માટે પ્રભુ જીવનું કલ્યાણ શેમાં છે, તે વિચારીને આપે છે. તો જીવે કોઇ દિવસ પ્રભુ પાસે ક્ષુદ્ર નાશવંત પદાર્થોની માગણી કરવી નહિ.

જીવે હંમેશા પ્રભુ પાસે એવી માગણી કરવી કે તમારો સિદ્ધાંત મારા હૃદયમાંથી નાશ ન થાય. સ્વમાર્ગનો સિદ્ધાંત જો જીવના હૃદયમાંથી નાશ થાય, તો ભક્તિનું બળ વધે નહિ. કૃષ્ણદાસ આચાર્યમહાપ્રભુજી પાસે તે જ માગણી કરી હતી, જે રાજ મારા હૃદયમાંથી સ્વમાર્ગનો સિદ્ધાંત નાશ ન થાય. બીજી કોઇપણ ઇચ્છા તેમણે વ્યક્ત ન કરી. કારણકે સ્વમાર્ગનો સિદ્ધાંત જયારે જીવને બરાબર સમજાય અને તેનું પાલન હૃદય પૂર્વક થાય તો જ ભક્તિનું ફળ મળે. નહિતો સાચી ભક્તિ થઇ શકે નહિ. બધુ ક્રિયાવત થઇ જાય. માટે જીવે સ્વમાર્ગના સિદ્ધાંતને બરાબર સમજવાની જરૂર છે. તે સમજાયા સિવાય ફુસકા ખાંડવા જેવું છે. આજે મોટા ભાગે સ્વધર્મના સિદ્ધાંતનું જ્ઞાન વિસરાઈ ગયું છે. તેથી જીવો અનેક ભ્રમણામાં પડીને અન્ય કર્મ કરવા પ્રેરાય છે. જેથી દુ:ખ ધટાડવાને બદલે વૃદ્ધિગત થાય છે. જો જીવ ખરેખર પોતાનું કલ્યાણ શેમાં છે, અને પોતાના કલ્યાણની ઇચ્છા રાખતો જ હોય તો,શ્રીઠાકોરજીના ચરણારવિંદની જ પ્રાપ્તિની પ્રાર્થના કરવી. અને અવિચલ દ્રઢ ભક્તિની પ્રાપ્તિની ઇચ્છા રાખવી. અને તેથી વૈષ્ણવે તો હંમેશા એવું વર્તન રાખવું જે. “ નિજેરછાતઃ કરિષ્યતિઃ ”

જીવની કલ્પનાથી કોઇ સુખની પ્રાપ્તિ થતી નથી. અને કલ્પિતત દુઃખની નિવૃત્તિ થતી નથી. માટે બને છે, તે એક માત્ર ભગવદ ઇચ્છાને આધારે બને છે, એવો વિવેક અને ધૈર્ય રાખવું. અને ભગવદ આશ્રય દ્રઢ રાખવો. હંમેશા પોતાને કર્તાપણું ન માનવું. પોતાને કર્તાપણું નહિ માનવાથી રાગદ્વેષ ઉત્પન નહિ થાય અને તેથી સદા આનંદની પ્રાપ્તિ થશે. તેથી સદા આનંદમાં રહેવાનું થશે. તેથી સેવા સ્મરણમાં વધારે મગ્નતા થશે. ચિત્તમાં એવું કલ્પવું જે મને ભગવત સમાગમ ચર્ચા ક્યારે પ્રાપ્ત થાય. ભગવત્ સમાગમ અને ભગવત્ ચર્ચા કરવાથી ધ્યાન ભાવ વધે છે.અને એક આશ્રય દ્રઢ વૃત અને વિશ્વાસ તે બધા એક સત્સંગમાં છે. તેથી મોટા મોટા ભગવદીય સનકાદીક સર્વેએ સત્સંગની ઇચ્છા રાખી છે. એમ છે જે અન્ય દેહથી સત્સંગ થઇ શકતો નથી, અને જે દેહ પ્રાપ્ત થઇ છે, તેનાથી જો ભગવત ભાસ થયો તો તે દેહ ઉત્તમ છે, અને ઉત્તમ દેહ પ્રાપ્ત થઇ અને ભગવત ભાસ ન થયો, તો તે દેહ પ્રાપ્ત કરવાનું કારણ શું ? દેહ તો છાણના કીડાને પણ પ્રાપ્ત થાય છે. જયારે આતો મનુષ્ય યોનીમાં દેહની પ્રાપ્તિ થઇ અને વૈષ્ણવના ઘરે જન્મ ધારણ કર્યો. ભગવત શરણાગતિ સ્વીકારી, છતાં જો તેવી દેહથી ભગવત સેવા સ્મરણ કે ભગવદીનો સમાગમ ન થયો, તો તે દેહ છાણના કીડા સમાન જ સમજાય. કારણ કે ઉત્તમ મધ્યમ તો કર્મ છે. જીવ કોટિમાં કોઇ ઉત્તમ મધ્યમ નથી. તેથી જીવ ઉત્તમ મધ્યમ કર્મના આધારે ઉત્તમ મધ્યમ કોટિને પ્રાપ્ત કરે છે. અને તેથી સત્ કર્મથી વર્તવું, સત્ કર્મનું આચરણ કરવું. અશુભ કર્મ ભાવનાનો ત્યાગ કરવો. તેમ ન કરવાથી તો પોતાનું જ બગડે છે. તેમાં કોઈ દેહ સંબંધીને ન તો લેવા કે દેવા. તેથી પોતાની ગતિ હંમેશા ઉત્તમ થાય, તેવી ઇચ્છા રાખવી. તેથી નીચ પદ, નીચ કર્મ છોડવાથી કાંઇ અપરાધ નથી. અને ઉત્તમ પદ છોડવાથી તો મહાન દોષ લાગે છે. ઉત્તમ પદ તે ભગવત દઢ આશ્રય ઉત્તમ ભગવદીનો સંગ. તેથી આ વચનામૃતમાં કહ્યું કે “સત્સંગ કર્તવ્ય” અને અન્યાશ્રયો વર્જિતવ્યઃ અસમર્પિત વસ્તુ ન ગ્રાહ્ય તો સર્વ કાર્ય ફલિત થાય.

સત્સંગ કરવો અન્યાશ્રય કરવો નહિ. અસમર્પિત વસ્તુ ગ્રહણ ન કરવી. આ ત્રણ વાત આ વચનામૃતમાં છે, તે ખાસ ભારપૂર્વક બતાવવામાં આવી. હવે વિસ્તાર ન કરતાં થોડામાં જાજું વિચારી લઇએ. જીવને ભગવદ પ્રાપ્તિના સાધન રૂપે આ ત્રણ બાબતે મુખ્ય ધ્યાનમાં અને આચરણમાં મુકવાની કહી. આ ત્રણ વાત જો જીવ દ્રઢ પણે પોતાના આચરણમાં મુકે તો હજારો વર્ષના તપ ધ્યાન દાન યોગ વૃત યજ્ઞાદિક કર્મ કરવાથી જે ફલ કે સિદ્ધિ કે પદ પ્રાપ્ત થતું નથી, તે માત્ર આ ત્રણ કર્તવ્યને જો જીવ પોતાના જીવનમાં દ્રઢ પણે મન વચન અને કર્મથી આચરણ કરે, તો અવશ્ય આ ઉત્તમ દેહ ધારણ કરી છે. તેમાં ભગવદ ભાસ થાય પણ ક્યારે, કે દરેક સિદ્ધાંતને જીવનમાં આરપાર ઉતારીએ ત્યારે આપણે આગળના મહાન ભગવદીઓના જીવન ચરિત્રો વાંચીએ છીએ, તેમાં માત્ર ખાસ તે એ જ સમજવાનું હોય છે કે તેણે જે માર્ગ અપનાવ્યો જે ભાવના પ્રગટ થઇ તેને પ્રાણના ભોગે પણ છોડી નહિ. અને તે ભાવના અનુસાર સિદ્ધાંતનું પાલન કરવામાં પોતાનું સમગ્ર જીવન અર્પણ કર્યું, ત્યારે તે આજે લખાઇ ગયેલા ગવાય છે અને વંચાય છે. સર્વથી પ્રથમ ‘સત્સંગ કર્તવ્ય’ સત્સંગ મુખ્ય કર્તવ્યના રૂપમાં બતાવ્યું છે. વૈષ્ણવનું સૌથી પ્રથમ લક્ષણ કે ખાસ ભગવદીઓનો સત્સંગ જ મુખ્ય કર્તવ્ય બતાવ્યું છે. મહાપુજીએ જીવને નિવેદન આપીને, એ જ પ્રથમ આજ્ઞા કરી કે તાદરશીનો સંગ કરો. તેના સંગમાં નિવેદનનો ભાવ સમજો. બીજી આજ્ઞા કરી, અસમર્પિત વસ્તુ ન ગ્રહણ કરવી. ભગવત પ્રસાદી સિવાય કંઇપણ વસ્તુનો ઉપયોગ થઇ શકે નહિ, કરે તો આસુરાવેશ થાય. અને પતિવૃતાની ટેકની ભક્તિનો નાશ થાય કારણ કે ધણીને અર્પણ કર્યા સિવાયની વસ્તુ પોતાના ઉપયોગમાં લઇ શકાય તો નહિ. બીજું અન્યાશ્રય ન કરવો. પોતાના પ્રભુ સર્વજ્ઞ છે. સર્વ સામર્થ્યવાન છે. તેનો આશ્રય છોડી જો મન બીજે લાગ્યું તો પ્રેમ લક્ષણા ભક્તિમાં જે પ્રેમ છે, તે બીજામાં લાગ્યો. માટે તેવો પ્રેમ પ્રભુને માન્ય નથી. માટે જીવે તો ઉપરોક્ત ત્રણ વાત જો મનમાં સમજી વિચારીને ચાલે તો જીવન સફલ થઇ જાય નહિતો અનેક જન્મે છે અને મરે છે. આવે છે ને જાય છે, તેમાં આપણું નવું શું ? ભગવત પ્રાપ્તિ માટે ઉપરોક્ત વચનામૃત શ્રીમુખનું મનન ખાસ કરવું ઇતિ.

|| ઈતિ પાત્રીસમાં વચનામૃતનો ભાવાર્થ સંપૂર્ણ ||

(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)

લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જાનકીબેન ગોરડિયાના જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here