|| પ્રભુશ્રી ગોપાલલાલજી ના વચનામૃત – ૩૪ ||

0
157

|| શ્રી ગોપાલો જયતે ||

વચનામૃત

એક બિરીયાં શ્રીચંદ્રમાજીકી ત્રિબારીમેં આપશ્રીજી ઓર દેવકીનંદનજી ઓર શ્રીજયદેવજી સબ અપુને ભૈયાતિન મિલકે બેઠે હેં. તબ એક શાસ્ત્રી ભટ્ટ બેઠે હે, સો શ્રીગુસાંઇકે સેવક હે. સો ગીર્વાણકી ચર્ચા શ્રીદેવકીનંદનજી આપ કહે હે, તામે મિમાંસાકો વૃત્તાંતકી ચર્ચા હોય હેં તામે કર્મફલ ગતિ ભુક્તેકો વૃત્તાંત આયો ઓર સબફલ જબ વર્ણન કરકે કીયો, જો તબ સેવા ફલ શ્રુતિ કહી. સો સુનીકે વે શાસ્ત્રી ઉઠ દંડોત કરકે ઉઠકે અપુને ઘર ગયો. તબ શ્રીદાદાજીસો (મોટા ભાઇ દેવકીનંદનજીને) શ્રીગોપાલલાલજીને પૂછો, જો મહારાજ એ તો સબ તુમારી ચર્ચામે બ્રહ્મ નિરોપણ હોત હેં, સો તાકી પ્રાપ્તિ, ઓર સાધન સબંધસો કેસે હે ? તબ શ્રીદેવકીનંદનજી મુસકાયકે કહી, જો બ્રહ્મકું તો કોઉ એસે લીખે હે, જો નિર્ગુણ ભક્તિ વિના નિર્ગુણપદકી પ્રાપ્તિ સો મિથ્યા એસે હે. જો બ્રહ્મકો નિરૂપણ કરો, તામે લીખ્યો જો નિરાકાર, નિર્વિકાર, નિર્ગુણ, જયોતિર્મય એસે બોહોત વિશેષણ લીખે, પરિ વામે વસ્તુ હે. પરિ કેસી હે, જાકે એક અંગમેં કોટિ સૂર્યકો તેજ હેં. એસી સત્તા એક રોમમેં હૈં, તાકો ધ્યાન કૌ હોય ? જો સૂર્ય તો અંશકલા તેજ હે, પરિ વાકો રૂપકો નિશ્વે નાંહી હોય તેસે હે.

તબ શ્રીગોપાલલાલજી કહી, જો સબ વસ્તુમેં સત્તા હે. તત્સત્યં (તે સત્ય છે). ઓર શાસ્ત્રકે મત તો બોહોત હે, તામે શ્રીદાદાજીને અણુ ભાષ્યમેં લીખો હૈ.
|| વાચારંભણં વિકારો નામ ધ્યેયં મૃત્તિકેત્યેવ સત્યમ્ II (જેમ માટીના વિકારો ઘડા કોડીઆ વિગેરે નામ ખોટાં છે, માટી સત્ય છે. તે જ પ્રમાણે બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલી સૃષ્ટિ બ્રહ્મમય છે. પણ અહંતા મમતારૂપી વિકાર તે અસત્ય છે. ) સો ઠીક હે, ઓર અપુને માર્ગમે તો સર્વોપરિ ભાવસો સેવા હે, યાતે વૈષ્ણવકો ભાવસો સેવા કરની તતઃપરં (તેનાથી શ્રેષ્ઠ) કોઉ સાધન નાહી હેં. એસે સેવામેં ચિત્ત જોકો લાગો, સો બ્રહ્મવેત્તા હેં. એસે કહે તબ સબ મિલે હે, સો પરમ આનંદ પાયો, જો કેસો આપ વૃત્તાંત કહે હેં. સો એસે ચહિયે, જો સેવાકોતો અતુલિત ફલ હે, એસો યજ્ઞ, યોગ, વૃત, તિર્થકો ફલ એસા નાહી હે. તાકો ઉપર શ્રીજી એક શ્લોક પઢે :-

|| એષા ઘોષ નિવવાસિનામુત ભવાનકિંદેવ
રાતેતિનઃચેતો વિશ્વફલાતફલંત્વદ્ પરંકુત્રાપ્યયન્મુહ્યતિ || ઇતિવચનાત

જાબિરીયાં બ્રહમાજી સ્તુતિ કરી તાબિરીયાં કહી, હે દેવ એ ધોષનિવાસી જો વૃજવાસી હે, સો તો તુંમારી સેવા કાયિક, વાચિક, માનસિક, (દેહથી, વાણીથી, મનથી ) તિનું પ્રકારસુ કરે હે, તાંકું તુમ કહા દેવેગે ? ઓર બ્રહ્માંડમેં યાકી સેવા લાયક કોઉ પદાર્થ મેરી, દ્રિષ્ટમેં તો નાહી હે, ઓર સબ જો વિશ્વકો દેવે લાયક, તો પુરુષાર્થ જો ધર્મ, અર્થ કામ, મોક્ષ હેં, સો તો તુમ વૃજમેં પુતનાદિકકો તુમ દીયો હે, સો તો દેવે લાયક હે નાંહી, યાતે હમારે ચિત્તમે મોહ હૈ, યાતે સેવા લાયક તો કોઉ પદાર્થ દૂસરો તો હે નાંહી, એસે શ્રીજીકે વચન સૂનીકે સબકો એસો જો ઠીક હે , ઓર કહી જો સેવાકો ફલ, તો દ્રઢ આશ્રય, ભક્તિ હે, ઓર ભક્તિકો ફલ સેવા, વે સબ ચૂપ કર રહેં.

|| ઇતિ ચતુસત્રિશત્તમ વચનામૃત સંપૂર્ણ ||

ભાવાર્થ

ઉપરોક્ત વચનામૃતમાં પુષ્ટિમાર્ગીય સેવા ફલનું વર્ણન કરવામાં આવ્યું છે. વેદાંતીના સિદ્ધાંતમાં અને પુષ્ટિમાર્ગના સિદ્ધાંતમાં શું ફેર છે, તે શ્રીમહાપ્રભુજીના અણુંભાષ્યના સિદ્ધાંતથી સમજાવે છે. તેમ જ બ્રહ્મનિરૂપણ વિષે ચર્ચા થાય છે. તેમાં સાકારબ્રહ્મ અને નિરાકાર બ્રહમનો ભેદ સમજાવવામાં આવ્યો છે. જયાં સુધી સેવા કરવામાં મન પરોવાયું નથી. , ત્યાં સુધી શાસ્ત્રનો કરેલો અનુભવ નકામો થઈ પડે છે. માટે પુષ્ટિમાર્ગમાં મુખ્ય ફલ સેવા જ છે. સેવા નથી, ત્યાં સુધી ભગવદ કૃપા પ્રાપ્ત થતી નથી. દરેક વૈષ્ણવના ઘરમાં શ્રીઠાકોરજીનું સેવન અવશ્ય હોવું જ જોઇએ અને તેની સેવા અવશ્ય કરવી જોઇએ જયાં સુધી વૈષ્ણવના ઘરમાં સેવા નથી, ત્યાં સુધી સેવક થવાનો કોઇ અર્થ નથી. સેવન સ્વરૂપે શ્રીઠાકોરજી વૈષ્ણવના ઘરમાં બિરાજે અને તેની સેવા તનમન ધનથી કરવામાં આવે, ત્યારે જ સાચી વૈષ્ણવતા પ્રાપ્ત થાય અને શ્રીજીને ધરેલો, ભોગ પ્રસાદી રૂપે જે હોય તે વૈષ્ણવના ધરમાં થતી રસોઇમાં માનસીક ભોગ ધરી, તે પ્રસાદ તેમાં પધરાવવામાં આવે, પછી જ પ્રસાદ વૈષ્ણવથી લઇ શકાય. (એટલે જમી શકાય) ત્યાં સુધી પ્રસાદ લેવાય નહિ. તે અણસમર્પિત કહેવાય. અણસમર્પિત વસ્તુ લેવાનો તો પુષ્ટિમાર્ગમાં મહાન દોષ વૈષ્ણવો માટે લખ્યો છે. માટે સેવા તો અવશ્ય વૈષ્ણવના ધરમાં થવી જ જોઇએ . ભલે મિસરી ભોગ ધરાય. પણ સેવાનો પ્રકાર અવશ્ય હોવો જોઇએ. શ્રીગોપાલલાલજી પણ આ વચનામૃતમાં સમજાવી રહ્યાં છે. આપણાં માર્ગમાં સર્વોપરી ભાવથી સેવા છે. તેથી વૈષ્ણવે ભાવથી સેવા કરવી તેનાથી શ્રેષ્ઠ બીજું કોઇ સાધન નથી. જેનું ચિત્ત સેવામાં લાગ્યું છે, તે બ્રહ્મવેત્તા છે. એટલે બ્રહ્મને જાણનાર છે. તેવું સેવાનું વૃત્તાંત સાંભળીને સર્વે આનંદ પામ્યા. અને સેવાનું ફલ તો અતુલિત છે, જેની તુલના કોઇની સાથે થઇ શકે તેમ નથી. સેવાની બરાબર યજ્ઞ, યોગ, વૃત અને તિર્થનું ફલ પણ એવું નથી. બ્રહ્માજી જેવાએ પણ ભગવાનની સ્તુતી કરતાં કહયું છે કે “હે ભગવાન આ જે વૃજવાસીઓ છે, તેણે તમારી સેવા તન, મન, ધન ત્રણે પ્રકારથી કરી છે, તો તેને તમે શું આપશો ? ચૌદ બ્રહ્માંડમાં આપની સેવા લાયક કોઇ પદાર્થ મારી દ્રષ્ટીમાં નથી. અને જગતમાં બીજા જીવોને દેવા લાયક જે પદાર્થ, તે તો ધર્મ, અર્થ, કામ, મોક્ષ છે. તે તો તમે વ્રજમાં પુતના આદીને આપ્યો છે. અને તેથી વૃજવાસીઓને દેવાલાયક આ ચાર છે નહિ. તેથી મારા ચિત્તમાં મોહ થાય છે, કે તેની સેવા લાયક કોઇ બીજે પદાર્થ છે, નહિ તો આપ તેને શું ફળ સ્વરૂપે આપશો, એવું મારા મનમાં રહ્યાં કરે છે. આપના આ વ્રજવાસીઓને જેણે પોતાના ઘર, ધન, સંબંધી, દેહ પ્રાણ, અંતઃકરણ, સહિત સર્વ આપને જ અર્પણ કરેલું તો આપ તેની તે સેવાના ફળ સ્વરૂપે આપના સ્વરૂપ સિવાય બીજું શું ફલ આપશો ? કારણ કે આપની સેવાનું ફલ તો અતુલિત છે. ભગવત સેવાની બરાબર તો ચૌદ બ્રહ્માંડમાં કોઇ નથી, તેમ બ્રહમાજી પણ કહે છે. તેવું વચનાંમૃતમાં સાંભળીને સર્વના મનમાં દ્રઢ થયું કે સેવાનું ફલ દ્રઢ આશ્રય ભક્તિ અને ભક્તિનું ફલ સેવા છે.

આથી પુષ્ટિ માર્ગમાં સર્વોપરી સાધન સેવા છે. અને ફલ પણ તે જ છે. ઘણા સેવા છોડીને અન્ય વૃત તપ જપમાં મનને પરોવે છે, તે મિથ્યા છે. સેવાથી અન્ય શ્રેષ્ઠ સાધન કોઈ જીવને, ભગવત પ્રાપ્તિ માટે નથી. બ્રહ્માજી જેવા પણ ભગવત સેવાની પ્રશંસા કરી રહ્યાં છે. પછી એનાથી વધારે પ્રમાણ સેવા વિષે બીજું શું હોઇ શકે. હવે સેવાનું ફલ કેટલું બધું અગાધ છે તેનું દ્રષ્ટાંત જોઇએ.

એક રાજાના રાજયમાં દુષ્કાળ પડ્યો. ત્યારે રાજાએ બ્રાહ્મણોને બોલાવી પુછ્યું કે હવે શું કરવું ? ત્યારે પંડિતોએ કહ્યું મહારાજ ! યજ્ઞ કરો, તેથી રાજાએ યજ્ઞ કરવાની સર્વ તૈયારી કરવા કહ્યું. પંડિતોએ યજ્ઞ કર્યો. અને યજ્ઞનું ફલ લેવા દેવતાઓ વિમાન દ્વારા સ્વર્ગમાંથી સાક્ષાત આવ્યા. અને યજ્ઞનું ફલ ગ્રહણ કર્યું. અને પછી તે દેવતાઓ વિમાન દ્વારા સ્વર્ગમાં જવા તૈયાર થયા. પણ વિમાન સ્વર્ગમાં જવા ઉપડે નહિ. બ્રાહમણોએ ઘણાં મંત્રોચાર કર્યા પણ વિમાન ઉપર ચડે નહિ. રાજા તથા બ્રાહમણો મુંજાણા, હવે શું કરવું ? ત્યારે પંડિતોએ કહ્યું કે કોઈ અશ્વમેધ યજ્ઞનું ફલ આપે, તો આ વિમાન ઉપર ચડે. અને જો દેવતાઓ અહિંયા રહેશે, તો રાજયનું અનીષ્ટ થશે. રાજ બ્રાહ્મણો તથા શહેરીજનો બધા મુંજણા, વિમાન ગંગાજીના કાંઠે પડ્યું છે. રાજા વિચાર કરવા લાગ્યો કે અશ્વમેધ યજ્ઞ કોણે કર્યો હોય અને કોણ તેનું ફલ આપે. રાજાએ પોતાના માણસોને આ બાબત તપાસ કરવા ચારે બાજુ મોકલી આપ્યા.

આ બાજુ તે ગામમાં એક ડોશીમાં ભગવત સેવા કરે અને તે પોતાના શ્રીઠાકોરજી માટે જળની ગાગર ભરવા માટે ગંગાજીના કાઠે આવ્યા. ત્યાં આગળ તેમણે ઘણા માણસોને જોયા, રાજાને જોયો પંડિતોને પણ જોયા, તેથી ડોશીમાએ પુછયુ ભાઇ આ બધું શું છે ! ત્યારે તેમાંથી કોઇ એકે કહ્યું માજી દેવતાઓનું વિમાન અટક્યું છે, સ્વર્ગમાં જતું નથી. કોઇ અશ્વમેઘ યજ્ઞનું ફલ આપે, તો સ્વર્ગમાં જાય. અને અહિયા રહે તો રાજયને નુકશાન થાય તેવું ડોશીમાને કહ્યું. ત્યારે માજી તે વાત સાંભળી કહેવા લાગ્યા કે એમાં શું મોટી વાત છે, હું તે અશ્વમેઘ યજ્ઞનું ફલ આપું એકનું કહો તો એકનું ને સોનું કહો તો સોનું. ડોશીમાની વાત સાંભળી પેલા માણસે રાજાને જઇને વાત કરી કે આ માજી આમ કહે છે. ત્યારે રાજાએ કહ્યું કે માજી તમે શું કહો છો. ત્યારે માજી બોલ્યા કે ભાઇ હું સાચું કહું છું. જો બધાનું ભલું થતું હોય તો હું અશ્વમેધ યજ્ઞનું ફલ આપું. રાજાને પોતાના મનમાં માજીની વાત સાંભળીને ઘણું આશ્ચર્ય થયું. પણ રાજાએ મનમાં વિચાર્યું કે ભલે હા પાડું શું થાય છે. રાજાએ માજીને કહ્યું કે માજી એક અશ્વમેઘ યજ્ઞનું ફલ જોવે છે તે તમો આપો. ત્યારે માજી પેલા વિમાન પાસે ગયા. અને કહ્યું કે મેં મારા ઠાકોરજીની સેવામાં જળની ગાગર ભરી છે, તે ગાગર જળની ભરવા જતાં એક ડગલાનું પુણ્ય આપું છું. એમ હાથમાં જળ લઇ સંકલ્પ કરીને જળ વિમાન પાસે મુક્યું કે વિમાન સૌની દેખતાં સરસરાટ કરતું ચાલ્યું ગયું. રાજા અને પંડિતો સર્વ માજીના ચરણમાં આળોટી પડ્યાં. મોટા ધામ ધુમથી માજીને ગામમાં લઇ ગયા અને રાજાએ પુછયુ માજી આપ શું કરો છો, જેથી આપે એક ડગલું પુણ્ય આપ્યું, જે એક અશ્વમેઘ યજ્ઞના ફલ કરતા પણ અધિક છે ?

માજીએ કહ્યું ભાઇ હું તો વૈષ્ણવ છું અને મારા શ્રીઠાકુરજીની સેવા કરું છું. અને તેની સેવા માટે નિત્ય જળની ગાગર ભરવા જવાની એક ડગલામાં આટલી બધી શક્તિ છે. જે એક અશ્વમેધ યજ્ઞના ફલનો સમાવેશ થઇ જાય છે. તો પછી જે સર્વાગ ભગવત સેવા ભાવથી કરે તેને માટે અતુલિત ફલ સેવાનું કહ્યું, તે બરાબર છે.

પુષ્ટિમાર્ગમાં સેવા જ મુખ્ય છે. સેવા વિનાનું જીવન જળ વિનાના સરોવર જેવું છે. પ્રાણ વિનાના દેહ જેવું છે, સુગંધ વિનાના કુલ જેવું છે, પ્રેમ વિનાના સંબંધ જેવું છે, શુષ્ક લખ્યું છે. પુષ્ટિસ્થ જીવનું મુખ્ય કર્તવ્ય સેવાજ છે. પુષ્ટિમાર્ગીય સેવાનું ફળ ભગવત્ પ્રાપ્તિ અને પ્રભુની ૨હસ્યલીલાના સુખનો અનુભવ. પ્રભુના સુખનો વિચાર તે જ સેવા છે. પ્રત્યેક વૈષ્ણવના ઘરમાં સેવા તો અવશ્ય હોવી જ જોઇએ. જેના ઘરમાં સેવા છે, ત્યાં ગોલોક ધામ છે. સેવાથી જ તમારા ઘરમાં ધર્મ રહેશે. સદાચાર સંપત્તિ સમૃદ્ધિ સંપ સંતોષ અને શાંતી વિગેરે ભગવત્ ઘરમાં બિરાજતા હશે તો સર્વ હશે. યમ પણ તેના ઘર ઢુંકડા જતા બિશે. સેવા વિષે જેનું મન લાગ્યું છે, તે અવશ્ય બ્રહ્મવેત્તા છે. માટે વૈષ્ણવવનું અવશ્ય કર્તવ્ય સેવા છે. તે ભાવનાથી કરવા કહ્યું છે.

|| ઇતિ ચોત્રીસમાં વચનામૃતનો ભાવાર્થ સંપૂર્ણ ||

(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)

લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જાનકીબેન ગોરડિયાના જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here