|| પ્રભુશ્રી ગોપાલલાલજી ના વચનામૃત – ૩૨ ||

0
143


એક બેર શ્રીજી આ૫ કથા કરવેકું, બેઠે તબ મંગલાચરણ કરકે પ્રરભન કીયો વામેં કથાકે ‘પ્રસ્તાવ આયો, જો “ઈશ્વરોડનીશ્વરવદાચરેદિતિ” સો સુનીકે સબકું ભ્રમ આયો,જો આસુરીકે એસે હૈં. તબ કાનજીસું કહન લાગૅ. જો પુરૂષોત્તમ હોય, સો આપનપો દર્શાવે “યુવાંવા પુત્રભાવેન, બ્રહ્મભાવ ન ચાસકૃત” || ઈતિ વચનાત || એસે દેવકીજકું આપ કીયો હેં જો તુમ હમારે વિષે પુત્ર ભાવ જાનોગે. ઓર બ્રહ્મભાવ જાનોગે, તાસૂ તુમ હમારો સ્વરૂપ પાયેગે. તેસે આપ ચેષ્ટા કરે હૈં. તબ તો જેસો મનુષ્ય બાલકકે જેસી ચેષ્ટા દેખાવે ચરૂ ભ્રમતા બોહોત દેખાવે. કૌં જો “વૈકલ્વ એસી ચેષ્ટા કરે હે. ‘જીયું તીયું કર દોરત હૈ.
અરૂ એક તો બોહોત અજાને હોય બેઠે, જો કેસો સ્વરૂપ તાકી સ્વચ્છતા નાંહી, અપુનકર લુટાવે. અરૂ રોવન હોયકે દેખાવે. એસી બોહોત મનુષ્ય ચેષ્ટા દેખાવે, એસેઆસુરીકા મોહ દેખાવે હે, ઓર ભકત અભકતકો ભાવ દર્શાવે હૈં, જો મેં મેરે ભકતકોં કેસો વશે હોં, જો કહે સો આજ્ઞા પાલન કરૂં હું.
ઓર અભકતો એસો દર્શાયો જો તુમ ભકિત વિનુ એસે જુરો હો, પરિ પ્રાપ્તી કહા ?
ઓર એસેં દેખકે આસુરીકો મોહ ભયો, જો એ ઈશ્વર ન, એસે ઉપજી આવે, તબ વિમુખ પદ પાયો, ઓર એસો ન જાને, જો શ્રી પુરૂષોત્તમ યહ શંકા ઉપજાવે હે. અરૂ દૈવી હોય સો જાને, જો એ લીલા દેખાવે હેે, અરૂ ચેષ્ટા કરે છે, એસે કરકે જાને
તબ શ્રીજીને કહી જો એ પદાર્થ સબ ઠાકુર કે હાથ છે, જાકું જેસો હદયમેં આયકે દર્શાવે, તેસો દેખો, સો તો દ્રષ્ટાંતાદિ વાર્તા હે, યામે સિધ્ધાંત કહા હે ? જો ‘દુઃસંગ સત્સંગકો નાશ કરે હેે, યામેં એહ છે, જો શ્રી વલ્લભકુલકો પ્રાગટય સો તો જો દૈવી છે, સો જાને. ઓર સબ એસે જાને હે, જો આચાર્યજી હેં, ઓર તિનુને ભકિત માર્ગ સ્થાપન કીયા હેં, ઓર સંપ્રદાય ચલાઈ હે, સો બડે પુરૂષ હે. પરિ જેસો સ્વરૂપ હે. તેસો ન જાન્યો. કીં જો આગેકે પ્રસંગમેં લીખે હેે, જેસો દૈવીકો આશય, ઓર પુષ્ટિ દૈવીકો આશ્ય ઓર આસુરીકો આશય તદ્ર્તે હે. સો સુનીકે સબ આનંદ પાયો, ઓર શ્રીજી જો કથાકો પ્રસ્તાવ તો કછુક કેવો રીયો તામેં સબકે ચિતમેં દ્રઢભાવ દેખકે ” ઓતાવતાલમ ” ( ઉપર ની વાાત થી પરિપૂર્ણ એમ આપશ્રી નું માનવું છે.)

|| ઇતિ દ્વાત્રિશત્તમ વચનમૃત સંપૂર્ણ||

ભાવાર્થ

ઉપરોક્ત વચનામૃતમાં પૂર્ણ પુરૂષોત્તમના સ્વરૂપની નિષ્ઠા દૈવી જીવ હોય તેને જ થાય છે અને જેવું સ્વરૂપ છે તેવું દૈવી જીવજ જાણી શકે છે. બીજા જીવો જાણી શકતા નથી. ભગવત કૃપા સિવાય જીવ દૈવી સૃષ્ટિમાં ભળી શકતો નથી. ભગવત કૃપા દ્વારા જ દૈવી જીવ પુર્ણ પુરૂષોત્તમના સ્વરૂપને જાણી શકે છે. બીજા સામાન્ય જીવો કે આસુરી જીવો પ્રભુની દિવ્ય લીલાનેસમજી શકતા નથી. તેથી સ્વરૂપને ઓળખી શકતા નથી. પુર્ણ પુરૂષોત્તમ જે છે તે પોતાનું સ્વરૂપ પોતાની દિવ્ય અલૌકિક લીલા દ્વારા પ્રગટ કરે છે પણ તે આસુરી ભાવ વાળા જીવને અજ્ઞાત છે સમજી શકાય તેમ નથી. તેથી તે સ્વરૂપની ભકિતથી વંચીત રહે છે. અને ઘણા પ્રકારની શંકા કુશંકા સેવા કરે છે. તેથી તે ભકિત વિના સંસારમાં રઝળ્યા કરે છે. આ વચનામૃતમાં મુખ્ય ભગવત સ્વરૂપને અને તેની લીલાને જાણવામાં મુખ્ય કેવો ભાવ હોવો જોઈએ. અને કેવા ભાવથી તેની ભકિત કરવી જોઈએ. તે ખાસ બતાવવામાં આવ્યું છે. બીજુ ખાસ તો એ પણ બતાવવામાં આવ્યું છે કે દુસં સત્સંગનો નાશ કરે છે. દુસંગ જીવને થતાં જીવ સ્વધર્મથી ચલિત થઇજાય છે. તે દુસંગથી દુર રહેવા ખાસ ભારપુર્વક કહેવામાં આવ્યું છે. એટલે તે વાતને સમજાવવા ખાસ દ્રષ્ટાંત આપીને સિધ્ધાંતને સમજાવ્યો છે. તે આગળ ઉપર આપણે જોઈશું.
એક સમય શ્રીગોપાલલાલજી પોતે કથાનો પ્રસંગ મંગલા ચરણ કરીને કહે છે. તેમાં મુખ્ય પ્રસંગ એ ચલાવ્યો છે. ઈશ્વર સામાન્ય જીવની જેમ આચરણ કરે છે. તે સાંભળીને સર્વ વૈષ્ણવના મનમાં ભ્રમણા ઉત્પન્ન થઈ કે એતો આસુરી જીવ છે તે એમ સમજે છે. ત્યારે કાનજીભાઈને કહેવા લાગ્યા જે પુરૂષોત્તમ છે તે પોતાની લીલા દ્વારા પોતાનું સ્વરૂપ જણાવે છે પણ તે બીજા આસુરી જીવ છે. તે એમ માનતા નથી કે આતો પુરૂષોત્તમ પોતાની લીલા દેખાડે છે. એતો સામાન્ય મનુષ્ય હોય તેમ જાણે છે. તેના ભાવને સમજાવતા એક શ્લોક કહો, જે પોતાની માતા દેવકીજીને પોતે કૃષ્ણાવતારમાં કહ્યું કે, તમે બન્ને પુત્ર ભાવથી અને બ્રહ્મભાવથી મારા ઉપર જો સ્નેહ રાખશો તો તમને જરૂરી મારી પરમ ગતિને પ્રાપ્ત કરશો તેવી રીતે મનુષ્ય બાળકની જેમ ઘણા પ્રકારની ચેષ્ટા દેખાડે છે. ગભરાટ વાળી ચેષ્ટા કરે છે. જયાં ત્યાં દોડે છે. વળી સાવ અજાણ થઈને બેસે છે. જેવું સ્વરૂપ છે. તેવું જાણવામાં આવતું નથી પોતે પોતાના હાથથી લુંટીને લુંટાવે છે. રોવા લાગે છે. એવી ઘણા પ્રકારની મનુષ્ય જેવી ક્રીયા દેખાડે છે તે આસુરી જીવને મોદ પમાડે છે. અને ભકત અભકતનો એમ જણાવે છે કે જે તમે મારી ભકિત વિના એમને એમ રઝળાવ્યા કરો છો મારી પ્રાપ્તી થતી નથી.
અને આ રીતે આસુરી જીવને મોહ થાય છે જે એ ઈશ્વર નથી. એવું ઉપજાવે છે. ત્યારે તે વિમુખ થાય છે. અને તે એમ નથી જાણતા જે પુરૂષોત્તમ શંકા ઉપજાવે છે. અને દેવી જીવ છે તે એમ જાણે છે કે, એ લીલા દેખાડે છે. અને લીલા દેખાડવા એ ચેષ્ટા કરે છે. એમ કરી જાણે છે.

ત્યારે વળી શ્રીજીએ કહ્યું જે સર્વ વાત શ્રીઠાકુરજીને હાથ છે. જેને જેવું દેખાડવું હોય તેવું આપ તેના હૃદયમાં આવીને દેખાડે છે તેવું તે દેખે છે. તે તો એક દ્રષ્ટાંતની વાત છે. પણ તેમાં સિધ્ધાંત શું છે. જે દુસંગ જે છે તે સત્સંગનો નાશ કરે છે તેમાં એમ છે. જે શ્રીવલ્લભકુળનું પ્રાગટય તો જે દૈવી જીવ છે તે જાણે છે અને બીજા બધા એમ જાણે છે જે આચાર્યજી છે અને તેણે ભકિત માર્ગ પ્રગટ કર્યો છે. અને સંપ્રદાય ચલાવ્યો છે. તે તો મહાન પુરૂષ છે તેવું જાણે છે. જે આગળના પ્રસંગથી લખ્યું છે જેવો દૈવીજીવનો આશય અને પુષ્ટિદેવી જીવનો આશય અને આસુરી જીવનો આશ્ય એક સરખો છે. તે સાંંભળીને બધા આનંદ પામ્યા અને કથાનો પ્રસંગ થોડો કહેવાનો બાકી રહ્યો પણ આટલી વાતથી સર્વના મનનું સમાધાન થયું અને દ્રઢતા સર્વના ચિતમાં થતી જોઇને આટલી વાતથી પ્રસંગ પુરો કર્યો. દુ:સંગ વિષે થોડુક વિચારીએ વચનામૃતમાં એમ કહેવામાં આવ્યું છે કે દુઃસંગ સત્સંગનો નાશ કરે છે એક પળનો દુઃસંગ ઘણા સમયના સત્સંગનો નાશ કરે છે. જેમ દુઃસંગ વાળો પદાર્થસારા પદાર્થની ગંધને દબાવીને વધારે ફેલાઈ છે. અને સારા પદાર્થની ગંધને દબાવી દે છે તેમ દુઃસંગ જે છે. તે ચિતમાં ભ્રમણા પેદા કરીને સત્સંગનો નાશ કરે છે દુસંગથી ભલભલાનો વિનાશ થઈ જાય છે. માટે દુઃસંગથી બચવા દરેક જગ્યાએ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે દુઃ એટલે બે દુગ્ધાપણ મનમાં થયું. એક હોય અને તેમાં બીજુ આવે એટલે ચિતમાં ભ્રમણા પેદા થાય છે કે, આ સાચુ કે તે સાચુ અને તેવો દુસંગ સ્વધર્મના જ્ઞાન વિનાના માણસોને લાગી જતા વાર લાગતી નથી. અને આખરે મનુષ્યને પાછળથી પસ્તાવાનો વારો આવે છે.
હવે સ્વધર્મથી ચલિત થવાનું કારણ તો એક જ છે કે, પ્રથમ પોતાના પ્રભુ પ્રત્યેનો વિશ્વાસ, પ્રેમ, અગર તેના સ્વરૂપનું જ્ઞાન નથી. તેના કારણે જીવને લોમ વિલોમ થયા કરે છે. અને તેમાં તેવા વંચક એટલે કથા કહેનારા જેઓ પેટને માટે અગર તો સ્વાર્થને માટે સામા માણસ પાસેથી દ્રવ્યાદિક લેવાની ઈચ્છાને કારણે કથા વાર્તા કરીને ભોળા દિલના મનુષ્યને પોતાના સ્વાર્થ ખાતર ગમે તેમ સમજાવીને પોતાના સ્વાર્થ સાધી જનારા હોય પણ તેનો સાચો માર્ગ શું છે. તે સમજાવીને તેનું પરમ કલ્યાણ શેમાં છે તે બતાવવાનું ભુલી જાય છે કારણકે જયાં પોતાને જ ખબર નથી ત્યાં બીજાને સાચુ શું સમજાવે માત્ર તેઓના ઉદર પોષણ માટે જ ધર્મનો ઢોંગ કરતાં હોય છે તેવા વંચકથી સર્વથા દુર રહેવા કહ્યું છે આજના જમાનામાં તેવા ઠગ વંચક ઘણા જ છે અને તેવા વંચકની કથા વારતા સાંભળવાથી દુસંગ લાગે છે અને પોતાના સ્વપ્રભુ પ્રત્યે અને તેની આજ્ઞાનું પાલન કરવામાં જીવને ભ્રમણા પેદા થાય છે. માટે બીજા બધા કરતા વંચક ઠગને વધારે દુષ્ટ ગણવામાં આવ્યા છે. માટે વૈષ્ણવે હંમેશા પોતાના સ્વધર્મનો જ સત્સંગ કરવો અને સ્વધર્મના પુસ્તકો વાંચવાનો અભ્યાસ રાખવાનો ખાસ આગ્રહ પુષ્ટિમાર્ગમાં રાખવામાં આવ્યો છે. સ્વધર્મના સત્સંગથી જ સ્વધર્મની વૃધ્ધી થાય છે એક ક્ષણનો દુસંગ મનુષ્યનું જ્ઞાન ફેરવી નાખે છે. જેમ પારધી મધુર ગાયનથી મૃગને મોહ પમાડી જેમ વીંધિ નાખે છે તેમ વંચક પોતાની મધુર વાણીથી મોહ પમાડી જીવને પોતાના સ્વધર્મથી વિમુખ કરી નાખે છે. જયારે સતપુરૂષ તો પોતાના કટુ ઓષધરૂપી વાકયથી જીવને સન્માર્ગમાં ચઢાવે છે. સતપુરૂષની વાણી હંમેશા સત્ય અને કડક હોય છે. પણ તેજ વાણી જીવનું કલ્યાણ કરનારી છે. કારણકે તેનો કોઈપણ જાતનો સ્વાર્થ નથી. તેવા સતપુરૂષનો સંગજ દુ:સંગનો નાશ કરી નાખે છે. માટે સત્સંગ પોતાના સ્વધર્મીનો જ કરવો તેનાથી જ પ્રભુ પ્રસન્ન થશે.

|| ઇતિ બત્રીસમા વચનામૃત ભાવાર્થ સંપૂર્ણ ||

(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)

લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને કીંજલ બેન તન્નાના જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here