|| પ્રભુશ્રી ગોપાલલાલજીના વચનામૃત -૩જુ ||

0
166

|| શ્રી ગોપાલો જયતે ||

વચનામૃત-૩

ઓર એક બેર શ્રીગોપાલલાલજીકે પાસ ગોવિંદસ્વામી આયકે દંડોત કરીકે પૂછી જો રાજ ? મેરો કોન અભાગ્ય હે જો મેરો નામ સ્વામી કહેત હે? તબ તો આપુ મુસકાય જો કછુ સ્વામી નામ સો સ્વામી હોય હે, કૌં જો સ્વામી તે બડે નામ હૈ ઓર દુસરો સ્વામી તો તાકુ કહીએ જો વૈષ્ણવકો અંશ ખાય (વૈષ્ણવ ઉપર આજીવિકા ચલાવવી તે) ઓર અધિકાર કરે ઓર અપુનો મહાત્મય બઢાવે, સો રજોગુણી સોહ, સ્વામી,ઓર તુમ તો દાદાજીકે કૃપાપાત્ર ઓર શ્રીજીકે લીલા કે અનુભવી હો. જીનને ભગવદ્ સેવામે દેહ અર્પણ કીયે હે એસે હો, તો અભાગ્ય એસે મુખસું ન કહની, જો શ્રીઠાકુરજીકો ધ્યાન ભ્રષ્ટ હોય હે : તાતે યહ લિખે, જો વૈષ્ણવકો શોચ ન કરની. તાકે ઉપર આપ શ્રીભાગવત વચન પઢે સ્કંધ ૧૦અ.-૧૪ શ્લોક-૩૬ : તાવાગદયઃ સ્નેનાસ્તાવતત્કારા ગૃહગૃહમતાવન્મોહોડડિપઘ્ર નિગડો , યાવત્કૃણ ન તે જના: મનુષ્યો જયાં સુધી પ્રભુની ખરી ભક્તિ કરતાં નથી ત્યાં સુધી તેઓને રાગાદિક (પ્રિતિ) ભારરૂપે થઇ પડે છે. ઘર કારાગ્રહ રૂપ થઇ પડે છે અને મોહ પગની બેડી રૂપ થઈ પડે છે.

ભાવાર્થ : શ્રીગોપાલલાલજીના એક એક વચનામૃતમાંપુષ્ટિમાર્ગના સત્યસિદ્ધાંતનું પ્રતિપાદન કરવામાં આવ્યુંછે .ઉપરોક્ત ત્રીજા વચનામતમાંવૈષ્ણવેશ્રીઠાકોરજીનો આશ્ચય કર્યો , પછી પોતાનું હીન ભાગ્ય છે , એમ કોઇ દિવસ મનમાં લાવવું નહિ અને મારું શુંથશેએવી ચિન્તા પણ ન કરવી , પુષ્ટિમાર્ગમાં શ્રીઠાકોરજીની શરણાગતિ સ્વીકાર્યા પછી જીવે કશી ચિન્તા કરવાની રહેતી નથી , અને જીવ જો કશી વાતની ચિત્તા કરે અને પોતાનું દુરભાગ્ય માને તો શ્રીઠાકોરજીથી બહિર્મુખ થવાય છે .

|| ઇતિ તૃતીય વચનામૃત સંપૂર્ણ ||

ભાવાર્થ

ગોવિંદસ્વામી જયાં સુધી મહાપ્રભુજીના સેવક થયાં ન હતા, ત્યાં સુધી પોતે સેવક કરતાં એટલે તેમને સહુ કોઇ સ્વામી કહેતા હતા. જયાર થી શ્રીગુંસાઈજીના સેવક થયા. ત્યારથી તેમનામાં દાસ ભાવ આવ્યો. પછી તેમને કોઇ સ્વામી કહેતું તે ગમતું નહિ, પણ પેલાની છાપ રહી, તેથી તેમણે શ્રીગોપાલલાલજીને પૂછ્યું કે લોકો મને સ્વામી કહે છે . તેથી મારું અનિષ્ટ તો નહિ થાયને, કારણ કે સ્વામી નામથી કદાચ મને અહંભાવ આવી જાય, તો મારૂ બગડે તેથી તે ખુલાસો કરવા વિનંતી કરી.

ત્યારે પ્રભુ શ્રીગોપાલલાલજીએ સુંદર ખુલાસો કર્યો કે સ્વામી નામથી કોઇ સ્વામી થઇ જવાતું નથી. પણ જે વૈષ્ણવ ઉપર પોતાનો અધિકાર ચલાવે અને તેના દ્વારા પોતાનું ભરણ પોષણ કરે અને પોતાનું માન પ્રતિષ્ઠા સ્વામી નામથી વધારે, એવું જીવમાં અભિમાન આવે તો રજોગુણ વધે તેથી જીવનું બગડે. માટે વૈષ્ણવે તો હંમેશા દાસ ભાવથી વર્તવું, મિથ્યા અધિકારની લાલસા ન રાખવી . વળી તમે તો શ્રીદાદાજીના કૃપા પાત્ર છો, શ્રીજીની લીલાના અનુભવી છો. માટે મુખથી મારૂ શું અભાગ્ય એમ ન કહેવું . તેનાથી હીનભાવ આવી જાય છે અને શ્રીઠાકોરજીની લીલાના ધ્યાનથી ભ્રષ્ટ થવાય છે. માટે વૈષ્ણવે કોઇ વાતનો શોચ ન કરવો. સંસારાસક્તિ છોડીને પ્રભુના ધ્યાનમાં મસ્ત રહેવું.

જયાં સુધી જીવને સંસારની આસક્તિ છે, ત્યાં સુધી પ્રભુની સાચી ભક્તિ થઇ શક્તી નથી, અન્યમાં રાગાદિક જે છે તે ચિત્તને ચલાયમાન કરે છે. અને અનેક ઠેકાણે ભટકાવે છે. ઘર બંધન રૂપ થાય છે. અને મોહ પગની બેડીરૂપ થાય છે, તે મનુષ્ય પોતાનું કોઇ સાર્થક કરી શકતો નથી એવું દૃષ્ટાંત આપીને જીવને સમજાવ્યું કે જીવે કદી સ્વામીપણાનો ભાવ ન વિચારવો દાસપણામાં સર્વ સુખ છે. કકામાં કહ્યું છે કે દદા સર્વસ્વ દાસમાં દાખ્યું, ડોસા જીવન ભાણે ભાખ્યું, કહ્યું કૃષ્ણદાસે, કુંવરજીએ પાખ્યું !!

ઉપરોક્ત કકામાં ડોસાભાઇ, જીવનદાસ, ભાણજીભાઇ, કૃષ્ણદાસ અને કુંવરજી ગાંધીએ સર્વોએ મહાન ભગવદી હોવા છતા દાસપણાના ભાવથી જ વર્તન કર્યું અને તે પ્રમાણે આપણને પણ દાસ ભાવથી રહેવા કહ્યું . દાસભાવથી રહેવાથી જીવનું ક્યારે પણ બગડતું નથી. પુષ્ટિ ભગવદીઓએ તો સદા સર્વદા દાસાનુદાસ ભાવ જ માગ્યો છે. દાસાનુદાસ ભાવથી અહંમનો સર્વથા નાશ થાય છે. “જે સુખ દાસમાં તે સુખ નથી આપમાં ” એટલે હું પણામાં સુખ છે જ નહિ, તે ઉપરોક્ત વચનામૃત ત્રીજામાં સમજાવેલ છે .

|| ત્રીજો વચનામૃતનો ભાવાર્થ સંપૂર્ણ ||

(પ્રભુ શ્રીગોપાલલાલજીના ૪૫ વચનામૃત માંથી)

લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here