|| શ્રી ગોપાલો જયતે ||
વચનામૃત
એક બાર આપ શ્રીગોપાલલાલજી ગાદી તકીયા ઉપર બિરાજે હે તબ શ્રીકુરુક્ષેત્રકો મહાત્મયકો સબંધ આયો. સો સૂનિકે કાનજી કહેન લગો: જો મહારાજ તુમ કુરુક્ષેત્રકો એસો બોહોત મહાત્મય ક્યો. અરુ દાન ધર્મકો વૃતાંત બોહોત કહો હે. સો સુનીકે શ્રીજી મુસકાયે, જો કાનજી ? તુમ કહા જાનો, વ્યાસ તો બડે ભગવદી અરુ જાકુ કૃપા સાદય અરુ ઇશ્વરાંશી હે.
શંકરઃ શંકરઃ પ્રોક્તો વ્યાસ નારાયણો હરિઃ|| ઇતિ વચનાત !!? ( શંકરાચાર્ય શંકરનો અવતાર છે, વ્યાસ નારાયણ હરિનો અવતાર છે. )
સો તો ભગવત અવતાર હૈ, જાકો જબ ધ્યાન ( જે જે લીલાએનું ધ્યાન ) કરે હે, તબ સબ પદાર્થ જેસો હે, તેસો ભાસે હૈં. સો કુરુક્ષેત્ર મહા પવિત્ર હેં, જામેં આપ પરશુરામજી પિતા વિમોચનકું ( પિતાને શાત કરવા છોડાવવા ) નૃપ જો ( અહંકારી ) ગર્વિષ્ટ રાજા હે, તાકે રુધિરકે હૃદમેં ( ઘુનો અથવા પરો ) દ્રોહ ( દ્રેષ ) કરકે, છાતી લગ પેઠકે જમદગ્નિકો શ્રાદ્ધ – તર્પણ કીયે હે. તા ઠોર જો જાયકે અંતઃકરણ શુદ્ધસો જો કાર્ય કરે, સો સબ ફલીભુત હોય હૈ. એસો મહાત્મ્ય શ્રીવ્યાસજીને લીખ્યો હે. જો યા ઠોર જાયકે એક ( ગાય ) ગૌદાન કરે, તાકૂ લક્ષ ગૌકી પ્રાપ્તિ હે અરુ હેમ સુર્વણકો દાન કરે, અરુ વસ્ત્ર, અન્ન અશ્વ ગજ ( હાથી ) મહિષી ( ભેંસ ) એસે બોહાત દાન કર્મોત્તર લીખે હે.
એસે કરે તો સબ મનુષ્યમેં જો ઉતમ દેહ પાયકે સબ ફલ ભુક્તેં ( ભોગવે છે. ) હે. તાસું સબ જીવ જંતુકો તો વિષયમેં પ્રિતિ હૈ, તાસૂ કેસે કાર્ય કરે હૈ. જો મેં ધનાઢ્ય હોહુ, અરુ મેં સ્વર્ગ પાઉ, મેરો યશ બઢે, અરુ મહાત્મ્ય, માન, જો પ્રતિષ્ઠાકે નિમિત્ત પુત્ર ( ધન ) વિત ( સ્ત્રી ) દારા, ખાનપાનકો કલ્પે હે, કોઉ સ્વર્ગ કે સુખકો કોઉ પૃથ્વીને સુખકો ( લોકનું રક્ષણ કરનાર દેવો. ) લોકપાલકે સુખકો, કહ્યું છે , કો બ્રહ્માકે સુખકો કલ્પે હે કો બ્રહ્માકે સુખકો કોઉ કૈલાસપુરીકુ, કુબેર વરૂણ, ઇન્દ્ર , યમ ઇતિ એસે કલ્પના કરે હે, કોઉ ( સુંદર સ્ત્રી ) નિકી સ્ત્રીકું કોઉ સુવર્ણાદિ ધાતુકું,
સો તો સબ સત્કર્મસો પાવે હે. પરિ તુચ્છ સુખકો સ્વાર્થ માન્યો હૈ ? કો જો મનુષ્ય દેહ પાયકે એસી વાસના ચહીયે: જો મેરી ભવાટવી કબ મિટેગી ? અરુ ભગવત પ્રાપ્તિ કબ હોયગી ? એસો વિચારનો, જો વાસના રહિત જો કાર્ય કરે, સો તો કરનો. એસે સબ સુખ આગે ક્યે, સો તો મનોગ્રાહ્ય ( મનને આનંદ આપનાર સુંદર ) હૈ. કો જો એ સંસાર તો કેસો? શૂલી જેસો તો સંસાર ઓર ધૂરી બડી તો તૃષ્ણા હે. ઓર જેસી યક્ષણી તેસે નારી હે, ઓર દુર્જર તો ગૃહ શૃંખલા હૈ, વામે દોય સુખ – દુઃખ એ ફલ હે. પરિ ભગવત માયાસું કરકે સ્મૃતિ જો નાશ ભઈ હે, સોહમેં ચૌદ લોકકે વાસી વર્તે હૈ.
શુળી જેસો સંસાર : – ગર્ભાવસ્થાના દુખો, વૃદ્ધાવસ્થાના દુ : ખો તથા મૃત્યુ સમયના દુઃખો વારંવાર જીવ ભોગવે છે, તે શૂળી જેવા મહા ભયંકર છે.
ધૂરી બડી તૃષ્ણા : – ધૂરી એટલે ઘોંસરુ, જેમ ઘોંસરામાં રહેલો બળદ ઘાણીમાંથી છૂટો થઈ શકતો નથી તેમ તૃષ્ણાથી ઘેરાયેલો માણસ સંસારમાંથી છૂટો થઈને પ્રભુ શરણમાં રહી શકતો નથી.
યક્ષણી ( જક્ષણી ) : – ભક્ષણ કરનારી રાક્ષસણી .
દુર્જર ગૃહ શંખલા : દુર્જર એટલે મજબૂત શૃંખલા એટલે બેડી, જીવ ઘર એટલે કે અહંતા, મમતારૂપી મજબુત બેડીમાં બંધાયેલો છે, એટલે સંસારૂપી કેદખાનામાંથી છૂટી શકતો નથી.
|| ઇતિ નવવિશતિતમ વચનામૃત સંપૂર્ણ||
ભાવાર્થ
ઉપરોક્ત વચનામૃત ખૂબ જ મનન કરવા જેવું છે. અનેક પ્રકારના સકામ કર્મ કરવાથી અને અનેક પ્રકારના સાધન કરવાથી શું ફળ મળે છે અને તે કેવા પ્રકારનું, અને ક્યાં સુધીનું ગમે તેટલા સાધનો કરો પણ ભગવત પ્રાપ્તિ થતી નથી, ભગવતીચરણારવિંદની પ્રાપ્તિ માટે ઉત્તમોત્તમ એક ભગવદીનો સંગ સત્સંગ બતાવ્યો અને પોતાના પ્રભુમાં દઢતા રાખવી વિશ્વાસ રાખવો અને દ્રઢતા પૂર્વક તેમની આજ્ઞાનું પાલન કરવું. અને તે પણ એક સર્વોપરી પ્રેમ પૂર્વક , પ્રેમને મુખ્ય બતાવ્યો છે પ્રેમને પ્રભુ વશ છે. પ્રભુ પ્રેમથી જેટલા વશ થાય છે તેટલા બીજા કોઇપણ પ્રકારના સાધનથી વશ થતા નથી, એ સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે. જયાં પૂર્ણ પુરૂષોત્તમનો દ્રઢ આશ્રય અને તેનું ભજન સેવાસમરણ હોય ત્યાં પછી બીજા કોઇ સાધનની જરૂર ક્યાં રહે છે. પરિ જેસો સુખ પુરંદરકો ( ઇન્દ્ર ) તસો સુખ શ્વાન મંજારકો, કૌ જો મઘવા ( ઈન્દ્ર ) અપુની સ્ત્રીકે વશ દીન હે. ઓર શ્વાન મંજાર, સોભી અપુને ગૃહસ્થાશ્રમમેં કુશલ વર્તે હે, અરુ સ્ત્રીકે આધીન હે. પરિ એસે સુખ ખાન, પાન, વિષય, સુત, દારા, સો તો વારંવાર દેહમેં પાવંગે.
ઓર ભગવત આશ્રય અરુ ભગવદીયનો સંગ, સો તો મનુષ્ય દેહ ગયે કાંસુ મીલે ? અરિ વે તો બોહોત દુર્લભ હે. ઓર દેહ ધારણકો તો ફલ યહ હૈ, જો શુભ કાર્ય કરનો, ઓર અશુભકો ત્યાગ કરનો. હમ કરે હૈ, એસો અહમેવ ( હું કરું છું એવો અહંકાર ) ન કરવો. સબ ફલ, સો તો ભગવત ચરણારવિંદકો અર્પણ કરનો. સો કાર્ય અક્ષય ( નાશ પામે નહિ તેવું. ) હૈ. કૌ મનુષ્ય દેહકે તો એસે કર્મ, જાસો ભગવત પ્રાપ્તિ હોય હે. એસો કાનજીસો કહયો સો સુનીકે આનંદ પાયો.
જો વ્યાસકે વચન, સો દાન ધર્મ અરુ મોક્ષ ધર્મ, અરુ ( દુઃખ ભોગવતી વખતોનો ધર્મ ) આપદ ધર્મ, સ્વધર્મ એ સબ હૈ, પરિ વામે ભગવત આજ્ઞા, અપુને પ્રભુકો અવિશ્વાસ ના કરનો . કૌ જો આગે વ્યાસકે વચન , સો દાન ધર્મ , કુરુક્ષેત્રકો મહાત્મ્ય કીયો, વામેં તો બોહોત પ્રાપ્તિ અક્ષય કરકે લીખે હૈ. પરિ એ સુનીકે અપને સ્વપ્રભુકો આશ્રય દ્રઢતા ન છોડની,એ ક્યોઃ જો સત્સંગ તો મહા દુર્લભ હે. સો સત્સંગકી બારાબરી કોઉ નાંહી, જો બ્રહ્મલોકકો મોક્ષકે સુખકો એકન તુલ અંગમેં ધરે, ઓર લવ, અર્ધ લવ જો સત્સંગ, તાકી બરાબરી વે ન હોતી. એસે મહા અદભુત પ્રાપ્તિ, સત્સંગસો હોઇ હે. કૌ જો અન્ય દેહમેં શુભ કર્મ સો એતનો મિલેગો : – માત, તાત, યુવતી, ગૃહ, કુટુંબ, પુત્ર, પુત્રી, રાજય, ગજ, વાજી, લક્ષ્મી, દશવિધ, સાર્વભોમકે રાજય કે સપ્ત લોકપાલકે પુરીકો રાજય, પચરંગ, ષટ, રસકે રસ આનંદ પાવેગો. એ સબ સત્કર્મસુ હોય હે, ઓર મિલે હે. પરિભગવદીકો સમાગમ તો ભગવત કૃપાસું હોઇ હે ઓર દૂસરો સાધન દ્રઢતા, વિશ્વાસસૌ પ્રાપ્તિ હે , તેસેં સર્વોપરિ તો પ્રેમ હૈ. જો પ્રેમસો ભગવત વશ હે, ઓર સાધન સબ કોટિ કરે, પરિ વામે વશ ન હોય, સાધન તો ચાતુરતા હે, એસી કોન ચતુરાઇકી સામર્થ્ય ? સો અપુનેપો રહે. ઓર ભગવત કૌ રીજે ? ઓર પ્રેમમે તો અપુનપો અરપો હે, તાસુ ( શ્રીઠાકોરજી ) આપ વશ હૈ. સોસુનીકે કાનજીકો સંદેહ ગયો. જો પુરુષોત્તમકો દ્રઢતાસો ભજન, આજ્ઞાપાલની, યાસ્ કોઉ અધિક સાધન તો નાહી. જે જે કરકે દંડોત કીયો કથા સમાપ્તિ કરવાઇ.
મનુષ્ય દેહ ધારણ કરવાનો મુખ્ય હેતુ સમજાવ્યો છે, મનુષ્ય દેહ ધારણ કરીને સંસારના વિષય સુખોની પ્રાપ્તિ માટે સાધન કરીને વૃથા આયુષ્ય ગુમાવવું, તે તો નરી અજ્ઞાનતા જ કહેવાય. મનુષ્ય દેહ ધારણ કર્યા પછી તો એવા પ્રકારની ભાવના અગર વાસના રાખવી જોઇએ, કે મને ભગવત પ્રાપ્તિ ક્યારે થાય અને કેમ થાય તેવી એક ઉત્તમ ભાવના રાખવી જોઇએ. સકામ કર્મથી જન્મમરણનો ભય મટતો નથી. જન્મ મરણનો ભય તો એક ભગવદ દ્રઢ આશ્રયથી જ છુટે છે. અને એક પ્રેમપૂર્વક વિશ્વાસથી સેવા સમરણ કરવાથી સર્વ દુઃખો નાશ પામે છે.વ્યાસજીએ જે કરૂક્ષેત્રનું મહાત્મય અગર દાન ધર્મ ઇત્યાદિક જે બતાવ્યા છે, અને તેનું ફળ સહિત વર્ણન કર્યું છે તેનો હેતુ એજ છે, કે આવા બધા કર્મો કરવાથી ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ થતી નથી. તે માટે સકામ કર્મ અને આવા પ્રકારના સાધનોમાંથી જીવને પાછા હઠવા માટે બતાવ્યા છે.
સંસારના અવનવા વિષયસુખને પ્રાપ્ત કરવા જીવ ઘણી મથામણ કરે છે અને તેને પ્રાપ્ત કરવા માટે ઘણા પ્રકારના કષ્ટદાઇ સાધનો પણ કરે છે. અને ઘણું જ કષ્ટ વેઠે છે, છતાં પરિણામ શુન્ય આવે છે. તેવા સાધનોથી ક્ષણિક સુખ પ્રાપ્ત થાય. મનને થોડીવાર સારું લાગે પણ તે સુખો પાછા દુઃખના રૂપમાં પરિણામ પામ્યા વગર રહેતા નથી. ત્યારે જીવ ખૂબ જ અકળાય છે. ભગવત માયાના કારણે જીવ તે બધું ભુલી જાય છે. અને પાછા તેજ પ્રમાણે કરવા લાગી જાય છે. ચૌદ લોક સુધીના જીવો આપ્રમાણે વર્તે છે, તે એક જ ભગવત માયાના કારણે જ, અને વિષયના સુખો, તે સર્વ ભુતપ્રાણી ઇન્દ્ર સુધી દેવતાને એક સરખો અનુભવ થાય છે. અને તે દરેક યોનીમાં વારંવાર ઓછા વધુ પ્રમાણમાં મળ્યા જ કરે છે. તેથી સર્વે પોતાના ગૃહસ્થાશ્રમમાં કુશળતાપુર્વક વર્તે છે. ત્રિવિધ પ્રકારના દુઃખોનો નાશ કરવા માટે ઉપાય કરવો જોઇએ.
ભગવદ આશ્રય સેવા અને ભગવદીનો સંગ તે તો મનુષ્ય દેહમાં જ મળી શકે છે. અન્ય યોનીમાં તે કાંઇ મળતું નથી. માટે દેહ ધારણ કરવાનું ફળ માત્ર એક છે. જે એક ભગવદ આશ્રય રાખીને સેવા સમરણ કરવું, અને જે કાંઇ પોતાથી સતકર્મ બને છે તે ભગવત ચરણારવિંદમાં અર્પણ મનથી કરવું. જે કાંઇ બને છે તે ભગવત ઇચ્છા અનુસાર જ બને છે, તેમ માનવું. પણ પોતે કર્યાનું અભિમાન ન રાખવું. એ બધી ભાવના સત્સંગથી પ્રાપ્ત થાય છે. સત્સંગ ઉપર ખૂબ ભાર મુકવામાં આવ્યો છે. કરોડો સાધન જીવ કરે, પણ પ્રેમ વિના પ્રભુ વશ થાય નહિ તે પ્રેમ ભવગદીના સંગ સિવાય અને ભગવત કૃપા સિવાય પ્રાપ્ત થતો નથી. દ્રઢ આશ્રય વિશ્વાસ પ્રેમ અને પ્રભુની આજ્ઞાનું પાલન તે સિવાય બધું નકામું છે એમ સમજાવ્યું છે.
|| ઇતિ અઠ્ઠાવીસમા વચનામૃત ભાવાર્થ સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||