|| શ્રી ગોપાલો જયતે ||
વચનામૃત
એક બિરીયાં શ્રી રઘુવીરકુમાર ખંભાત પધારે. સો વૈષ્ણવ સબ લોક મિલકે આનંદસો સામૈયો કરકે ગાઉમે પધરાયે. સબ આનંદ પાયે ઓર આપ અપુની બેઠકમે બિરાજે હે, ઓર સબ વૈષ્ણવકે વૃંદ બોહત બેઠે હે, ઓર શાસ્ત્રકી ચર્ચા હોય હે, તાબિરીયાં ન્યાય શાસ્ત્રકો પ્રસંગ ચલ્યો હે, તાબિરીયાં ગાંઉકો એક શાસ્ત્રી ભટ આયો, સો આયકે ચરચા કરવેલું લગો સો ચર્ચામેં સ્વર્ગકો મહાત્મય બોહોત બોહત કીયો, તબ શ્રીરઘુવીર શ્રી ગોપાલલાલજીને કહી, જો જેસો તમારો શંકરપુર તેસો સ્વર્ગ હે, સો શંકરપુર પર બોહોત પ્રસન્ન હોત હે. તામે કહા જતાયો, જો તપ, વૃત, યોગ, યજ્ઞ સો સ્વર્ગકી પ્રાપ્તિ હૈ, સો કેતે દિન રહેં, જબતાંઇ પુણ્ય ભુંક્તેં તબતાંઇ પીછે મત્યુલોકે વસન્તિ કૌ જાકે હૃદયમેં એસો હેં, જો મેને સાધન કીયે તપ, વૃત, યોગ, યજ્ઞ, એસી આય, તો સ્વર્ગ પાયે. ફલેરીશ ક્રિયા મિવ || ઇતિ વચનાત || કૌં જો આપ કરે હે, એસેં આવે, તબ ફલ પાવે ઓર અહં કરિષ્યામિ ઇતિ ન તબતો ફલ અક્ષય હે, ઓર સબ દેવતામેં જાકુ આજ્ઞા હો હે સો અવતાર ધારણ કરે હે એસે શિવકું જબ આજ્ઞા હોય કે તબ જગત શિવ કરે એસેં વ્યાસ સબ પુરાણમેં લીખ્યો, જાકો પુરાણ. તામેં યા ઇશ્વર હે સો સત્ય હૈ, એસો યાકુ શંકરપુરકી ઉપાસના હે, તાકું તેસો આપ બતાયો. સો સુનીકે સબકો સંંદેહ મિટયો
||ઇતિ અષ્ટવિંશતિત વચનામૃત સંપૂર્ણ ||
ભાવાર્થ
ઉપરોક્ત અઠાવિસમાં વચનામૃતમાં શ્રીગોપાલલાલજી ખંભાત પધાર્યા છે. અને વૈષ્ણવ બધા આનંદપૂર્વક સામૈયુ કરીને ગામમાં પધરાવી ગયા ત્યાં આપ શ્રી પોતાની બેઠકમાં બિરાજે છે. અને વૈષ્ણવવૃંદ ઘણું જ પાસે બેઠું છે તેમાં શાસ્ત્રની ચર્ચા થઇ રહી છે. તેમાં છ શાસ્ત્ર પૈકી એક ન્યાય શાસ્ત્રની ચર્ચાનો એક પ્રસંગ ચાલે છે. તે સમયે ગામનો એક શાસ્ત્રી ભટ્ટ આવ્યો. અને તે શ્રીજી સાથે ચર્ચા કરવા લાગ્યો. અને તે ચર્ચામાં તેણે સ્વર્ગના મહાત્મયનું વર્ણન ખૂબ ખૂબ કર્યું. તે સાંભળી શ્રીગોપાલલાલજીએ કહ્યું જેવુ તમારૂ શંકરપુર કૈંલાશે તેવું સ્વર્ગ છે. અને તેથી તે શંકરપુર ઉપર બહુજ પ્રસન્ન થાય છે. તેની પ્રાપ્તિના સાધનો બતાવ્યા. તપ, વ્રત, યોગ, વિગેરેથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને તેનું પુણ્ય જયાં સુધી હોય, ત્યાં સુધી તે લોકની પ્રાપ્તિ થાય છે. પછી પુણ્ય પુર્ણ થતાં મૃત્યુ લોકમાં પાછું આવવું પડે છે. અને સકામ ભાવનાથી તે કર્મ કરે છે જે આ કર્મ હું કરું છું. તેથી તેનું ફળ પ્રાપ્ત કરે છે પણ તે નાશવંત અને જયારે નિષ્કામ ભાવનાથી કર્મ કરે છે તેનું ફળ અક્ષય છે પ્રભુની આજ્ઞા જયારે દેવતાઓને થાય છે. ત્યારે તે દેવતા તે પ્રમાણે અવતાર ધારણ કરીને જગત રચે છે. એવું વ્યાસજીએ પુરાણમાં લખ્યું છે. માટે જે પુરાણ જેનું છે તેમાં તે ઇશ્વર છે. માટે તેને શંકરપુરની ઉપાસના છે તેવું આપશ્રીએ તેને બતાવ્યું. તે સાંભળીને સર્વની શંકા દુર થઇ.
જયારે પુષ્ટિમાર્ગમાં સૌ પ્રથમ સકામ કર્મ કરવાનો નિષેધ છે. પુષ્ટિમાર્ગમાં અન્ય કોઇ પણ પ્રકારના સાધનો કરવાના કહ્યા નથી માત્ર ભગવત સેવા અને તે દ્રારા જ ભગવત પ્રાપ્તિ અને તે પણ ગોલોક ધામની અંદર થતી નિત્ય લીલા રાસાદિકની આ સિવાય અન્ય પ્રકાર છે જ નહિ. જયારે બીજા અન્ય માર્ગીઓ સકામ કર્મ કરીને તેના ફળને ભોગવવા માટે તે તે લોકની કામના કરે છે અને તેને તે લોક પ્રાપ્ત થતાં ત્યાં તેના કરેલા કર્મના ઉપાર્જન રૂપે પુણ્યનું ફળ ભોગવીને પાછા મૃત્યુલોકમાં આવે છે. તેવું દ્રષ્ટાંત ગીતાજીનો શ્લોક કહીને સમજાવ્યું છે, માટે પુષ્ટિમાર્ગીય જીવોએ કદાપી અન્ય સાધનની અપેક્ષા રાખવી નહિ તેમજ ભગવદચરણારવિંદની સેવા છોડીને અન્ય કામના ક્યારે પણ ન કરવી. સર્વોત્તમ સાઘન પુષ્ટિમાર્ગમાં ભગવત સેવા અને સ્મરણ છે. આ સિવાય બીજો કોઇ ઉપદેશ પુષ્ટિમાગીઓ માટે છેજ નહિ તેવું ઉપરના વચનામૃતમાંથી સારરૂપે જાણી શકાય છે. પુષ્ટિમાર્ગનું મુખ્ય તત્વ સાઘન સેવા જ છે. અને ફળ પણ સેવા જ છે. આજે ઘણા જીવો વ્રત તપાદિકના ફંદમાં પડી ગયા છે. તેઓએ ખાસ પુષ્ટિમાર્ગના રહસ્યને સમજીને વિચારશે તો જરૂર સાચી વસ્તુ સમજાય જશે. વચનામૃતોનો ટુંક સારમાં ખૂબ જ રહસ્ય આપશ્રી સમજાવી રહ્યા છો.
|| ઇતિ અઠ્ઠાવીસમા વચનામૃત ભાવાર્થ સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||