|| પ્રભુશ્રી ગોપાલલાલજી ના વચનામૃત – ૨૭ ||

0
171

|| શ્રી ગોપાલો જયતે ||

વચનામૃત


અબ શ્રી રઘુકુમાર શ્રીગોપાલલાલજી પરદેશ પધારે, સો વિજાપુર પધારે. તબ સબ વૈષ્ણવ મિલકે વિનંતી કરી. સામૈયો કરકેં શહરમેં પધરાયે. તાબિરીયાં અક્ષયતૃતિયાકો દિન હેં, સો આપશ્રીજી ધોતી અરુ ઉપરનો અરુ શ્રુંગાર મોતિકો, અરુ મહા આનંદસો બિરાજે હેં, તબ વિજાપુરકે પાતશાહકો નામ બખાનખાન હે. તાકું એસો આયો, જો મેં ગોકલી કું દેખવેકું જાઉં, સો બખાનખાનને વૈષ્ણવસુ વિનંતી કરવાઇ, જો તુમારે ગુરૂ હેં, સો આયે હે, તાકે તુમ દર્શન કરવાયગો. તબ ઉન વૈષ્ણવને કહી, જો વિનંતી કર દેખેંગે, તબ વૈષ્ણવસો આયકે શ્રીજીસું વિનતી કરી, જો પાતશાહ બખાનખાન હે, સો એસે કહે હેં. જો મેરે દર્શન કરવેકી ઇચ્છા હે. તબ શ્રીજી કહી, જો આવન દેહો. તબ વે આયો આયકે દંડોત સાષ્ટાંગ કીયો, તબ શ્રીગોપાલલાલજીકો દર્શન કરતમેં એસો આયો, જો મેં શ્રીજીકે ચરણ છોઉં, તબ ઉન મનમેં વિચાર કીયો, જો મેં મલેચ્છ હોં, સો તો મત છોઉં, છોઉંગો તો દુઃખી હોયગે. કૌં મેરો મન રાખેંગે તો નાહવો પરેગો, તબ વે બેઠો. તાબિરિયાં કથા હોય હેં. વામેં એસો સંબંધ આયો. જો બોહોત સાધન પ્રેમલક્ષણા વિનું કરે હે, જો જાયકે ગૃહ કો ત્યાગ કીયો, કંદરામેં વસે, અરુ કંદમુલકો ભક્ષણ કીયો, ત્રિજટા વધારે તીર્થ સિધાવે. અરુ ભસ્મ લગાવત હેં. કેશ બઢાવત હે અરૂ પચાનિગ કરકે દેહકો દહત હેં એસે બહોત ઉપાય સાઘનકે કોઉક કરે હેં. વામેં ભગવત ચરણાવિંદ પ્રિતિ વિના કહા ઠાકુરકી પ્રાપ્તિ હે ? એસે કહી જો સબ આગે લીખી. એતને સાધન કિયયે, પરિ મન જો હેં તાકી કલ્પના ન ગઈ, શુદ્ધ ન ભયો તો કહા પ્રાપ્તિ ? એસમનકું સત્સંગકે વચનસો મન વશ અરુ નિર્મલ હોય હેં, તો પુરૂષોત્તમકી પ્રાપ્તિ આછી ભાંત હે. એસી ભાંતિ વચનામૃત સુને સુનતમેં વાકો ચિત લોભાઇ ગયો. તબ વાને વિચારે, જો એતો ઇશ્વર હે કૌ જો “ વર્ણાના બ્રાહ્મણો ગુરૂ ” યાતે સબ વર્ણકે ગુરૂ તો બ્રાહ્મણ હે, પરિયાતો શ્રીઆચાર્યકો વંશ હે, તામેં એ તો મેરિ ચિત્તમેં તો ઠાકુર એસો આવે હે. તબ વે મુખારવિદકો દર્શન ધ્યાન કરે હૈ, તામે કેસો ભાસ આયો, જો યે ઠાકુરકી આંખમેં મે હું, અરુ મેરી આંખસે તો ઠાકુર હેં, તો અહિત કહા ? એ તો અપને હેતુ હેં, તબ વાકે ચિત્તમેં એસો આયો, જો મેરે સિરપાઉં અરુ કડા ઉત્તરી ઓર સબ આભુષણ યાકું ભેટ કરું.
વે જાતસો તો મ્લેચ્છ હે નાંહી, યાકે કર્મ મલેરછ, અરૂ આશ્રય નાંહી હે, તબ શ્રીજી શ્રીમુખ બોલે. જો હમારે ભેટ તો કછુ ચૈયત નાંહી. એસી સુનીકે વે બોહોત અપ્રસન્ન ભયો, જો મેને બહોત નિષિધ કર્મ કરે હેં કૌ જો મલેચ્છકો અન્ન ખાયો, સબ પ્રજાકું દુઃખ દેકે મેને દ્રવ્ય મિલ્યો, સો તો શ્રીઠાકુરજી કેસે અંગીકાર કરેંગે ? એસેં વિચારકે વાકે નેત્રમે જલ ભર આયો, કૌ જો એ મલેરછકો રાજ, તામે કર્મ મલેચ્છકો હોય હેં તો એ અપુને મનમેં સંકલ્પ કીયો, જો મહારાજ ? તુમારે દર્શન ભયે, આપ પધારે તાતાઇ એ સાહકે ચાકરમે અરુ શેરમેં કોઉ નિષિધ્ધ કર્મ જો નિત્ય ગૌઘાત હોય હે, યાકી સંખ્યા લખવેકો કહા પ્રયોજન ? પરિ ૧૨૦ એસે પરે હે. સો આજયે ન પરેગી. એ ભેટ રાજય યોગ્ય હેં, એસે સુનીકે શ્રીજી બોહોત પ્રસન્ન ભયે. પીછે અપૂનો સ્વરૂપ દેખાયો. ફેર પીછે કૃપા બોહોત કરી એક બીડા દેકે વિદાય કીયો. સો બીડા પ્રસાદીકે પ્રભાવસો વૈષ્ણવ ભયો, સો સબ ભગવત ધર્મ પાયો, ઓર વૈષ્ણવ સબ આનંદ પાયે, જો શ્રીજી પધારે સો હિંસા નિવૃત્ત ભઇ.
એસો પ્રભાવ દર્શનકો હેં, કૌ જો કર્મ નિવૃત્યર્થ , ધર્મધારણ કરવેકો આપ પ્રગટ હે. એસો બોહોત કર્મ મિટાયો હેં. એસે કર્મ મિટાવવૅકો આપ પૃથ્વી પરિક્રમાકો પરદેશ પધારે હેં. સો આપ તો અશરણ શરણ હેં. સો એસે હેં, જો દૈવી જીવ કલિયુગમેં ભયે હે, સો કલિયુગમેં ધર્મકો એક પદા તિષ્ટતિ. સાચ દાન ધર્મ રહ્યો હે. ઓર સત્ય, તપ, દયાસો, તો ઓર યુગમેં ગયે હે આ યુગમેં ન વર્તે, તાકે નિમિત્ત આપ પ્રગટે હેં..

||ઇતિ સપ્તવિશતિતમ વચનામૃત સંપૂર્ણ||

ભાવાર્થ

ઉપરોક્ત વચનામૃતમાં શ્રી ગોપાલલાલજીનું સ્વરૂપ , પરાક્રમ બળ તેમ પરદેશ પધારવાનો હેતુ, અને પ્રેમલક્ષણા ભક્તિનું સ્વરૂપ સમજાવતા અન્ય સાધનોથી કોઇ ભગવત પ્રાપ્તિ થતી નથી . તેમજ ધર્મનું સ્વરૂપ કલિયુગમાં શું છે, તે પ્રસંગો સમજાવ્યા છે અને મલેચ્છ જાતિનું દ્રવ્ય પ્રભુ અંગિકાર કરતા નથી અને મલેચ્છ જાતિના બાદશાહને કેવી રીતે શરણ લઇને તેને વૈષ્ણવ બનાવ્યો ગૌ હિંસા નિવૃત કરી તે વિગેરે પ્રસંગોમાંથી મનન કરતા ઘણું સમજવાનું મળે છે અને શ્રી ગોપાલલાલજીના સ્વરૂપ વિષે દૃઢતો થવા વિષે જાણવાનું મળી રહે છે. તેનું ટુંકમાં અહિંયા વિવેચન આપ્યું છે,
એક સમય રઘુનાથજીના કુમાર એવા શ્રીગોપાલલાલજી કલયુગમાં પ્રગટેલા દૈવી જીવોનો ઉધ્ધાર કરવા પરદેશ પધાર્યા છે. આપશ્રીનું પ્રાગટય દૈવી જીવોનો ઉધ્ધાર કરવા માટે જ છે. તે આ વચનામૃતમાં પણ દર્શાવવામાં આવ્યું છે. તે પરદેશ પધાર્યા તેમાં વિજાપુર ગામે પધાર્યા છે. ત્યારે વિજાપુર ગામના વૈષણવો મળીને વિનંતી કરી અને સામૈયું કરી ગામમાં પધરાવી ગયા તે દિવસે અખાત્રિજ હતી. એટલે અખાત્રિજનો ઉત્સવ ઉષ્ણ કાળનો હોવાથી ઉષ્ણ કાળના સર્વે સિંગાર આપશ્રીએ ધારણ કર્યા હતા. તેમા આપશ્રીના સિંગારમાં સફેદ ધોતી ઉપરણો અને મોતીના આભુષણો ધારણ કર્યા હતા. અને પોતે ખુબ જ આનંદથી વૈષ્ણવ સમક્ષ બેઠકે બિરાજી રહ્યા હતા.
તે વિજાપુરમાં બખાનખાન નામે બાદશાહ રાજય કરતો હતો. તેને સમાચાર મળ્યા કે કોઇ ગોકુલના ગુંસાઇ પધાર્યા છે. તેથી તેના મનમાં એમ થયું કે ચાલને, તેને જોવા માટે જાઉં કોણ છે ? તેમ વિચારીને બખાનખાને વૈષ્ણવને વિનંતી કરતાં કહ્યું કે, તમારા ગુરૂ અહિયાં પધાર્યા છે તેના દર્શન તમે મને કરાવશો ? ત્યારે વૈષ્ણવે કહ્યું : કે જે વિનંતી કરીને આપશ્રીને પુછી જોઇએ. ત્યારે વૈષ્ણવે આવીને શ્રીજી પાસે વિનંતી કરતાં પુછ્યું: , જે આ ગામના બાદશાહ બુખાનખાન છે તે આપના દર્શન કરવાની ઇચ્છા રાખે છે ! ત્યારે વળતા શ્રીજીએ કહ્યું : કે ભલે આવવા દયો. ત્યારે બાદશાહને વૈષ્ણવે જઇને કહ્યું કે ભલે ખુશીથી આવો. ત્યારે બાદશાહ આવ્યો, અને શ્રીગોપાલલાલજીના ચરણમાં સાક્ષાત દંડવત પ્રણામ કરી દર્શન કર્યા. દર્શન કરતાં માત્રમાં તેનું મન નિર્મળ થઇ ગયું અને મનમાં એમ થયું કે, હું શ્રીજીના ચરણસ્પર્શ કરૂં. ત્યારે તેણે તેના મનમાં વિચાર્યું કે હું તો મલેરછ છું ! તેથી તેને સ્પર્શ કરું તે ઠીક નહિ અને હું કદાચ સ્પર્શ કરીશ તો તે નાખુશ થશે. કારણ કે મારું મન રાખવા ના નહિ પાડે પણ તેમને સ્નાન કરવું પડશે. તેમ વિચારીને તે બેસી ગયો.
તે સમયે શ્રીગોપાલલાલજી પોતે વચનામૃત કરી રહ્યાં છે, અને વૈષ્ણવ સમુદાય સર્વે એક ચિત્તથી આપશ્રીના વચનામૃતનું શ્રવણપાન કરી રહ્યાં છે, તેમાં પ્રેમલક્ષણા ભક્તિ વિષે આપશ્રી સમજીવી રહ્યાં છો. જે પ્રેમલક્ષણા ભક્તિ વિના ઘણા જીવ અનેક પ્રકારના સાધનો ભગવત પ્રાપ્તિ માટે કરે છે તે સર્વે મિથ્યા છે, જેમ કે ઘરનો ત્યાગ કરી જંગલમાં જઇ ગુફામાં વસે છે. અને કંદમુળનો આહાર કરે છે. ત્રિજટા વધારે છે. તીર્થયાત્રા કરવા જાય છે. અને ભસ્મ અંગે ચોળે છે. મોટા વાળ વધારે છે. અને ચારો તરફ અગ્નિ કરીને મસ્તક ઉપર સુર્યને તાપ સહન કરી પંચાગિન તાપે છે. અને દેહનું દમન કરે છે. એવી રીતે ઘણા સાધનોથી ઉપાય કરે છે. પણ તેમાં ભગવત ચરણારવિંદમાં પ્રિતિ નથી. તો શું તેનાથી ઠાકોરજીની પ્રાપ્તિ થાય છે ખરી ? જે આગળ સાધન કહ્યા, એટલા સાધન કરે છતા મનની મિથ્યા કલ્પના તો ન મટે અને મને શુદ્ધ ન થાય તો ભગવત પ્રાપ્તિ ક્યાંથી થાય ! માટે મનની કલ્પના મટાડવા માટે અને મનને દ્રઢ અને શુદ્ધ કરવા માટે તો સત્સંગ એક જ સર્વોપરી સાધન છે સત્સંગ કરે તો તેના દ્વારા મન વશ થાય અને સત્સંગમાં જે વચનો કહેવામાં આવે તેને ગ્રહણ કરે તો મન નિર્મળ થાય. તો પુરૂષોત્તમની પ્રાપ્તિ રૂડી રીતે સહેલાઇથી થઇ શકે, પણ બીજાકોઇપણ સાધનો કરવામાં જયાં સુધી મન ભટક્યા કરે ત્યાં સુધી મનની શુદ્ધિ થાય નહીં. મનને વશ કરવા અને દેઢ કરવા માટે ઉત્તમ ઉપાય એક સત્સંગ છે. તેથી પુષ્ટિ માર્ગમાં નિત્ય ભગવતવાત કરવાનું કહ્યું છે. તેમાંથી જે સાંભળવા અગર જાણવા મળે તેથી મનની દ્રઢતા વધે માટે નિત્ય સત્સંગ કરવા કહ્યું એવી રીતનું વચનામૃત સર્વે સાંભળે છે. અને તે વચનામૃત સાંભળતા બાદશાહનું ચિત્ત શ્રીગોપાલલાલજીના સ્વરૂપમાં ચોટી ગયું અને તે વિચાર કરવા લાગ્યો કે સર્વ વર્ણના ગુરૂ તો બ્રાહ્મણ છે. પણ આતો શ્રી આચાર્યજીનો વંશ છે. તેમાં એતો મારા મનમાં સાક્ષાત પ્રભુ હોય તેમ લાગે છે. ત્યારે તે બાદશાહ શ્રીજીના મુખારવિંદનું દર્શન અને ધ્યાન કરવા લાગ્યો. તેમાં તેને એવું જોવામાં આવ્યું કે, આ ઠાકોરજીના નેત્રમાં હું છું. અને તે મારા નેત્રમાં તો ઠાકોરજી છે એવું લાગે છે. તો તેમના શરણે જવામાં મારૂં શું અહિત થવાનું છે. તેમાં તો મારું હિત છે. તેવું તેના મનમાં થયું, અને મનમાં વિચાર્યું કે હું કાંઈક બક્ષીસ આપું. તેમ વિચારી તેણે પોતાના હાથના કડા વિટી વિગેરે ધરેણાં ભેટ કરવા વિચાર્યું.
તે જાતની મલેરછ નથી પણ કર્મથી મલે મલેરછ છે, અને તેને આશ્રય નથી. એટલે તે સેવક તો થયો નથી અને કર્મ તેનું મ્લેચ્છનું છે જાતી ભલે ગમે તે હોય પણ જેનું કર્મ ખરાબ છે તે મલેરછ જ છે. ત્યારે શ્રીજીએ શ્રીમુખથી કહ્યું : જે અમારે કોઈ ભેટ જોતી નથી. તેવું સાંભળીને તે બાદશાહ નાખુશ થયો. અને મનમાં વિચારવા લાગ્યો કે મેં બહુ ખરાબ કર્મ કર્યા છે. અને મલેરછનું અન્ન ખાધું સઘળી પ્રજાને દુ : ખ આપીને દ્રવ્ય ભેગું કર્યુ. માટે શ્રીઠાકોરજી તે કેમ અંગીકાર કરે, નજ કરે એવો મનમાં પશ્ચતાપ કરતાં તેના નેત્રમાં જલ ભરાઈ આવ્યું. અને મનમાં વિચાર કરવા લાગ્યો કે એ મલેરછનું રાજય, તેમાં કર્મ પણ મલેરછનું ખરાબ થાય છે. તેથી તેણે પોતાના મનમાં સંકલ્પ કર્યો. અને કહેવા લાગ્યો, જે મહારાજ તમારા દર્શન થયા આપ પધાર્યા તેથી એ શાહના નોકર દ્વારા તથા શહેરમાં કોઇ નિષિધ કર્મ હંમેશા ગૌધાત થાય છે.
તેની સંખ્યા ઘણી છે પણ તે ૧૨૦ ના આશરે છે તે આજથી ગોહિસા બંધ થશે. એ ભેટ રાજયોગ્ય છે. તેવું બાદશાહનું કહેવું સાંભળી શ્રીજી બહુ જ પ્રસન્ન થયા અને બાદશાહની આવી નિર્મળ બુદ્ધિ થતાં, શ્રીગોપાલલાલજીએ પોતાનું અલૌકિક સ્વરૂપ દેખાડ્યું અને સ્વરૂપ નિષ્ઠા પોતાના સ્વરૂપની કરાવી અને તેના ઉપર બહુ જ કૃપા કરી અને એક પ્રસાદી બીડું પાનનું આપીને તેને વિદાય કર્યો તે પ્રસાદી બીડાના પ્રભાવથી તે વૈષ્ણવ થયો. અને ભગવત ધર્મની તેને પ્રાપ્તિ થઇ. પ્રભુશ્રીનો એવો પ્રતાપ જોઇને વૈષ્ણવ સર્વે ખુબ જ આનંદિત થયા અને કહેવા લાગ્યા કે શ્રીજી પધાર્યા તો આ ગામમાં હિંસા થતી બંધ થઈ. એવો પ્રભાવ પ્રભુના દર્શનનો છે. કારણ કે નિષિધ્ધ કર્મ મટાડવા ને સત્ય ધર્મનું સ્થાપન કરવા આપ પ્રગટ્યા છે. અને એવા ઘણાં કર્મો શ્રીજીએ મટાડયા છે.એવા નિષિધ્ધ કર્મમાંથી જીવને છોડાવવા માટે આપ પૃથ્વી પરિક્રમા કરીને પરદેશ પધારે છે. આપ તો અશરણશરણ છે. તેથી એવા દૈવી જીવ કલયુગમાં થયા છે તેને શરણે લેવા માટે અને કલયુગમાં તો ધર્મનો એક જ પગ રહ્યો છે. બીજા ત્રણ પગ તો નાશ થયો છે. એક સત્ય દાનધર્મ રહ્યો છે. અને બીજ સત્ય,તપ, દયા તે તો બીજા યુગમાં ગયા. તેથી આ યુગ માં ન વર્તે તેના માટે આપ પ્રગટ થયા છે અને સંત્ય ધર્મનો પ્રચાર કરી ને જીવને અનેક ધર્મના બંધનમાંથી છોડાવવા માટે આપશ્રી પરદેશ કરીને જીવને શરણે લઇને પુષ્ટિભક્તિનું દાન આપી રહ્યો છે. પ્રેમલક્ષણા ભક્તિ વિના ભગવત પ્રાપ્તિ બીજા કોઈ સાધનથી થતી નથી. તેવું આપ શ્રી દ્રઢ સમજાવી રહ્યા છે. તેમાં સત્સંગ મુખ્ય છે સત્સંગથી દ્રઢ ભક્તિની પ્રાપ્તિ થતાં ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ થાય છે. એવી વેષ્ણવ શ્રીમુખના વચનામૃતની સરાહના કરી રહ્યા છે, માટે ભગવદીના સંગમાં એતન માર્ગીય સંત્સંગ નિત્ય કરવો. તેના દ્વારા સ્વધર્મની વૃદ્ધિ થાય છે. અને મન દ્રઢ થાય છે. વિશ્વાસ ઉપજે છે,પ્રેમ પ્રગટ થાય છે. અને સ્વધર્મનું સાચું જ્ઞાન થાય છે. આજે સ્વધર્મનું જ્ઞાન ન હોવાથી જીવ અને ક પ્રકારના કર્મની જાળમાં ફસાય જાય છે. માટે મુખ્ય સત્સંગ કહ્યો,સત્સંગ સર્વનો સાર્થક છે. જે જીવમાં સત્સંગ પ્રત્યે પ્રેમ નથી તે સંસાર તરી શક્તો નથી. માટે સ્વધર્મનો સત્સંગ નિત્ય કરવો. જેનું ભાગ્ય હોય તે પ્રાપ્ત કરે પ્રભુની કૃપા સંત્સંગ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. બીજા કોઇ અન્ય સાધન દ્વારા ભગવત કૃપાની પ્રાપ્તિ થતી નથી. તે નિશ્ચિત છે. માટે વચનામૃતનું વાચનું મનન નિત્ય કરો.

|| ઇતિ સત્યાવીસમા વચનામૃત ભાવાર્થ સંપૂર્ણ ||

(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)

લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here