|| પ્રભુશ્રી ગોપાલલાલજી ના વચનામૃત – ૨૫ તથા ૨૬||

0
160

|| શ્રી ગોપાલો જયતે ||

વચનામૃત ૨૫

ઓર એક સમયે પુરૂષોત્તમ સ્વામીકી આગે કહી. જો રાજ ? વલ્લભકૃષ્ણમે વૈષ્ણવ કોઉ દ્રોહ બોહોત કરતે હે. (શ્રી વલ્લભકુળ અને શ્રીકૃષ્ણ એ બેઉ) એસે કહી હે ; જો યેતો કાહુસુ નમસ્કાર નાંહી કરત.

તબ શ્રીજી ખુસાને (નાખુશ) જો એસી ન ચહીયે, હાં એસી ચલી હેં. પરિ અપુને ઠાકુરકે ઉપર વિશ્વાસ, અરું પન પાલનો અરુ માનનો, તામે કછુ દોષ ન બેઠે. અરું એસો હેં, જો શ્રીવલ્લભકુલકી અવજ્ઞા કરે તો આશ્રય છૂટે, તાતે સંબકુલ (રૂડું – સારૂ) નિકે કર જાનીયે. જા ઘરકો સેવક નાકો શરણ, તાકો સ્મરણ અરુ તાકો આશ્રય એસે રેહનો, અરુ સબકે સેવન ભાવસો તો એક, કૌ જો સબકે આશ્રય રહનો, સો છાંડનો નહી.

|| 26 ||

એસેમેં શ્રીજીકે આગે વૈષ્ણવકે આચરણકી વાત ચલી. સો કોન આચરણ સોરઠકે વૈષ્ણવ ચલત હે. તાબિરીયાં નાગજી પારેખ કેન લાગો, જો તાકી ગતિ કહા હોયગી ? જો એસે શ્રીજી આપ સૂનીકે કહી. જો વૈષ્ણવકે આચરણ ન દેખીયે, જો અપુનો મનમેં જેસે નિકો દેખકે ચલીયો, કૌ જો વૈષ્ણવકી સુદ્રિષ્ટસો ભગવદ્ ભક્તિ અરુ દ્રઢ આશ્રયકી પ્રાપ્તિ. અરૂ વૈષ્ણવકી અવજ્ઞાસું ભક્તિ નાશ પાવે. એસે શ્રીમુખકે વચન હે. તાતે સર્વથા વૈષ્ણવકો કોઉકી અવજ્ઞા ન કરની. ઓર કોઉ વૈષ્ણવ અનાચારસો ચલતે હોય તબ વાકું (શિખામણ.) શિક્ષા દેની, આપુ એસો ન કરે, અરુ અવજ્ઞાસો પતિત હોહે. કૌ જો મક્ષિકા (માખી) હે, સો તો સબ સુભગ શરીર હે, તિનકુ છોડકે, જાહિઠોર છાંદો દેખકે બેઠે હે. જીવથી દુષ્ટતા તદ્રત હે, કૌ જો સત્યકું અસત્ય બ્રહ્માંડમે કોઉ નજર ન આવે. અરુ અસત્યકું કાહું સત્ય દ્રષ્ટિમે ન લગે. (સત્યમય મુષ્ય ને જગતમાં અસત્ય જડતું નથી. અને અસત્યમય મનુષ્યને જગતમાં સત્ય જડતું નથી.) કૌ જો એસો અપુને સ્વભાવ તેસેં દર્શે હેં (દેખાય છે).

કૌ જો રજોગુણી (રજોગુણથી સંસારી વિષયોની અભિલાષા વધે છે.) તમોગુણી, (તમો ગુણથી પ્રમાદ મોહ, અજ્ઞાન થાય છે.) સત્વગુણીકો (સત્વ ગુણથી જ્ઞાન ઉપજે છે.) સ્વભાવ સબ એસે ન્યારે ન્યારે, અરુ ફલ પ્રાપ્તિ હું ન્યારી. અત એવ વૈષ્ણવકે આચરણસો લગી ન રેનો. યાકો શુભ ભાવ દખનો, જો ધન્ય હે, કેસો ભગવત ભજન કરે હેં, ઓર કેસો દ્રઢપનો હેં, ઓર અનન્ય વૃત હે, એસે સદ્દગુણકો ગ્રહણ કરનો, ઓર સબ અપને સ્વભાવ કર્મસો જગત વર્તે હે.

યાતે જન્મ ધારણ ફલતો એ હેં, જો કાઉસું દ્રોહ ન કરનો, ઓર પ્રભુકો આશરો ન છાડનો, ઓર આનંદસો ભગવત ભજન, સેવા, તામેં ચિત્ત રાખકે (રાત દિવસ) અહર્નિશ ધ્યાન રહે હેં.યાસો કોઉ હર્ષ શોક ન ઉપજે હેં અરુ ષટ્ ઉર્મિ સબમેં વર્તે, ક્ષુધા, પિપાસા, હર્ષ, શોક, જરા, મૃત્યુ, એસે મન, બુદ્ધિ, દેહકો ધર્મ હે, (ભુખ તરસ પ્રાણના ધર્મો છે. શોક મોહ મનના ધર્મ છે, ઘડપણ અને મૃત્યુ શરીરના ધર્મ છે.) પરિ ઇર્ષાદિકનકો ત્યાગ કરનો. અરુ જો ભગવત ભક્ત તો સ્મરણ કરવે લાયક હેં, જાકે ચિત્તમેં (હંમેશા) સદૈવ શ્રીપુરૂષોત્તમ (રહે) વર્તે. એસે શ્રીમુખ ક્યો, જો દ્રોહસું ભક્તિ નાશ પાવે.

|| ઇતિ પંચવિંશતિતમ તથા શડવિંશતિતમ વચનામૃત સંપૂર્ણ ||

ભાવાર્થ

ઉપરોક્ત વતનામૃતમાં પુષ્ટિમાર્ગની મુખ્ય ભાવના સમજાવવામાં આવી છે. પુષ્ટિમાર્ગમાં મુખ્ય ભાવ પ્રધાન છે. અને તેમાં ભક્તિનું મુખ્ય લક્ષણ પ્રેમ, અને અન્યનતા છે. પુષ્ટિ માર્ગીય ભક્તિ અનન્ય પ્રેમલક્ષણા જ છે. તે અનન્ય પ્રેમલક્ષણા ભક્તિ પ્રાપ્ત થતાં દ્રોહ આપોઆપ છુટી જય છે. અને જેઓ દ્રોહ બુદ્ધિ રાખે છે, તેઓને ભક્તિનું સાચું લક્ષણ સમજાણું નથી. તેમ અનન્યતાનું સ્વરૂપ પણ સમજવામાં આવ્યું નથી. અનન્ય ભગવદી કોઇ દિવસ કોઇનો દ્રોહ કરતાં જ નથી, તે તો જે સ્વરૂપની ભક્તિ કરતા હોય છે, તે સ્વરૂપમાં અનન્ય હોય છે. તે બીજા કશાનો વિચાર કદાપી કરતાં નથી. તે તો પોતાની અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિમાં મગ્ન હોય છે. તેને બીજા કશાથી કોઇ સંબંધ નથી. ત્યાં દ્રોહ ઉત્પન્ન થાવાનો ને કરવાનો અવકાશ રહેતો નથી. જે જીવને માર્ગનાં મૂળભૂત સિદ્ધાંતની ખબર નથી, તે બીજાની અનન્યતાની ટેક જોઇને ઈર્ષા કરે છે. અને તે ઈર્ષા થવાથી દ્રોહ ઉત્પન થાય છે, દરેક સંપ્રદાયમાં મુખ્ય સિદ્ધાંત તો હોય જ છે અને તે સિદ્ધાંતનું પાલન કરનાર પ્રત્યે બીજા કોઇ અણસમજે દ્રોહ કરે છે, તેથી તે દ્રોહ કરનારનું મૂળમાં બગડે છે, તેમ ઉપરોક્ત વચનામૃતમાં સમજાવવામાં આવ્યું છે.

પુરૂષોતમ સ્વામી વૈષ્ણવે એક સમયે શ્રીગોપાલલાલજી આગળ એક વાતનો ખુલાસો કરવા કહ્યું, જે વલ્લભકુળ અને કૃષ્ણમાં બહુજ દ્રોહ કરે છે. અને એમ કહે છે કે, તે તો કોઇને નમસ્કાર કરતા નથી. ત્યારે શ્રીજી તે વાત સાંભળીને નાખુશ થયા. અને કહ્યું : જે એવી ભાવના કે દૃષ્ટિ ન રાખવી જોઇએ. પણ હા એક એવી ભાવના તો જરૂ૨ રાખવી જોઇએ કે પોતાના ઠાકોરજી ઉપર વિશ્વાસ અને જે તેની ટેક, પણ પાળવું અને અનન્ય ભાવે માનવું તેમાં કોઇ દોષ લાગતો નથી. પણ દોષ તો લાગે, જે વલ્લભકુળની ટીકા નિંદા કરે, તો આશ્રય છુટી જાય. માટે સર્વ વલ્લભકુળને રૂડુ કરીને જાણવું. જે ઘરનો સેવક હોય તેનું સમરણ અને તેનો આશ્રય કરીને રહેવું તેમાં કોઇ દોષ નથી. તેમ ન કરવાથી દોષ લાગે છે. કારણકે સર્વને એક આશ્રય રાખવો, તે મુખ્ય છે. તે છોડવો નહિ જોઇએ તે મુખ્ય વાત સમજાવીને કહ્યું.

હવે છવીસમાં વચનામૃતમાં વૈષ્ણવના આચરણ વિષે સમજાવતા કહે છે. એક સમય શ્રીજીની આગળ વૈષ્ણવના આચરણની વાત ચાલી. સોરઠના વૈષ્ણવ કેવા આચરણે કહે છે તે સમયે નાગજી પારેખ નામના વૈષ્ણવ કહેવા લાગ્યા. જે તેની કેવી ગતિ થશે ?

એવું સાંભળીને શ્રીજી એ પોતે કહયું: જે વૈષ્ણવના આચરણ ન જોઈએ, જે પોતાના મનમાં સારી દ્રષ્ટિ રાખીને જોવું. કારણ કે, વૈષ્ણવની સુદ્રષ્ટિથી કૃપાથી ભગવદ ભક્તિ અને દ્રઢ આશ્રયની પ્રાપ્તિ થાય છે. અને વૈષ્ણવની અવજ્ઞા કે નિંદા કરવાથી ભક્તિ નાશ પામે છે. એવા શ્રીમુખનાં વચન છે. તેથી કોઇ સમયે વૈષ્ણવે કોઈની અવજ્ઞા ન કરવી જોઇએ. અને કોઇ અનાચારથી ચાલતો હોય તો તેને શિખામણ દેવી કે તમે આમ ન કરો. પણ અવજ્ઞા કરવાથી પતિત થવાય છે, દોષ બંધાય છે. માખી જે છે, તે શરીરના સારા ભાગને છોડીને જે ઠેકાણે ચાંદુ પડ્યું હોય ત્યાં બેસે છે. માટે જે જીવનો જેવો સ્વભાવ હોય તેમ કરે છે. જીવ સ્વભાવથી દુષ્ટ છે. તો દુષ્ટ સ્વભાવવાળા જીવને પોતાની દૃષ્ટિમાં કાંઇ સારૂં નજરે ન આવે, સારું હોય તોય તેને ખરાબ દ્રષ્ટિથી જોવે છે. અને સાતવિક જીવને જગતમાં કોઈ ખરાબ દૃષ્ટિમાં નહિ આવે, તેને બધું સારૂજ નજરમાં આવે છે. જેનો જેવો સ્વભાવ તેને તેવું દેખાય છે.

રજોગુણી તમોગુણી અને સત્વગુણી, એમ જીવના સ્વભાવ જુદા જુદા પ્રકારના છે. તેથી તેને ફલની પ્રાપ્તિ પણ જુદી જુદી રીતે થાય છે. જેનો જેવો સ્વભાવ છે, તેને તેવું ફલ પ્રાપ્ત થાય છે. માટે વૈષ્ણવના આચરણથી લાગી ન રહેવું. પણ તેનો શુભ ભાવ જોવો, જે ધન્ય છે, કેવી ભગવત ભક્તિ કરે છે અને કેવું દૃઢપણું છે, અને કેવું અનન્યવૃત છે. એવા સદગુણો ગ્રહણ કરવા. અને સર્વે પોતાના સ્વભાવ અને કર્મ પ્રમાણે જગતમાં વર્તે છે.

મનુષ્ય જન્મ ધારણ કર્યાનું ફલતો એજ છે જે કોઇનો દ્રોહ ન કરવો. અને પ્રભુનો આશ્રય ન છોડવો. આનંદમાં રહીને ભગવત ભજન, સેવા, તેમાં ચિત્ત રાખવું. અહર્નિશ ધ્યાન મગ્ન રહેવું. તેથી કોઇ હર્ષ શોક ઉત્પન નહિ થાય. અને સર્વ જીવમાં છ ધર્મો તો છે જ. તે પ્રમાણે તે ચાલે છે. ભુખ, તરસ, શોક, મોહ, વૃધ્ધાવસ્થા, મૃત્યુ એ મન, બુધ્ધિ દેહના સર્વ ધર્મો છે. માટે ઈર્ષાદિકનો ત્યાગ કરવો. અને ભગવત ભક્ત તો સ્મરણ કરવા લાયક છે, જેના ચિત્તમાં હંમેશા પૂર્ણ પુરૂષોતમ રહે છે, એમ શ્રીમુખથી ક્હ્યું, અને દ્રોહ કરવાથી ભક્તિ નાશ પામે છે.

ઉપરોક્ત વચનામૃતમાં પ્રથમ કોઇનો દ્રોહ ન કરવો, તેમ જ પોતાના પ્રભુનું શરણ, સ્મરણ, આશ્રય, ટેક છોડવી નહિ. તેમ કરવાથી કોઇ બાધ નથી, તેમ ન કરવાથી દોષ લાગે છે. તેમ જ વૈષ્ણવ, વૈષ્ણવના કોઇ પણ પ્રકારના આચરણ જોઇને ટીકા નિંદા ન કરવી, પણ અનાચાર કરતા હોય તેમના તરફ સદ્દભાવના રાખી શિખામણ જરૂર આપવી કે તમે આમ કરો છો તે ઠીક નથી. પણ તેના પ્રત્યે દ્રોહ કરી અવજ્ઞા, ટીકા કે નિંદા ન કરવી. તેમ કરવાથી આપણું ભગવત ભજન છૂટી જાય છે. દ્રઢ આશ્રય છુટી જાય છે. અને માર્ગથી પતિત થવાય છે. માટે વૈષ્ણવની ટેક, અન્યતા, દ્રઢપણું કેવું પાળે છે તેની તરફ દ્રષ્ટિ રાખીને સદભાવના રાખવી. બાકી તો જીવ માત્ર પોતાના ગુણ કર્મ અને સ્વભાવ પ્રમાણે જગતમાં ચાલે છે. તેનું ફલ તેના ગુણ કર્મ અને સ્વભાવ પ્રમાણે પ્રાપ્ત થાય છે. વૈષ્ણવે હંમેશા સુદષ્ટિ રાખવી. ભગવત ભક્તની સુદૃષ્ટિથી કૃપાથી ભક્તિભાવની વૃદ્ધિ થાય છે. માટે ભગવત ભક્ત તો હંમેશા સ્મરણ કરવા લાયક છે. જેથી તેવા ભગવત ભક્તની નામ માળકા આપણે ત્યાં રચવામાં આવી છે. તેનું સ્મરણ કરવાથી ભક્તિભાવ દૃઢપણું વધે છે. કોઇ તરફ દ્રોહ કરવાથી ભગવત ભક્તિનો નાશ થાય છે, વિચારો મલીન બની જાય છે. માટે આપણે આપણા ભાવનું રક્ષણ કરવું, તેમ વચનામૃતમાં ખાસ બતાવવામાં આવ્યું છે.

|| ઇતિ પચ્ચીસ તથા છવિસમાં વચનામૃત ભાવાર્થ સંપૂર્ણ ||

(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)

લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here