|| પ્રભુશ્રી ગોપાલલાલજી ના વચનામૃત – ૨૧ ||

0
148

|| શ્રી ગોપાલો જયતે ||

વચનામૃત

એક બેર શ્રીગોપાલલાલજી શ્રીગોકુલમેં બિરાજે હે, ઓર જન્માષ્ટમી ઉત્સવકી વઘાઈ બેઠી હે. તબ વૈષ્ણવકે વૃંદ સબ દેશ દેશકે આયે હે, તાબિરીયાં શ્રીજીકો જન્મ ઉત્સવ તો અષ્ટમી પહેલે દો દિન હે, સો સોરઠકે વૈષ્ણવ , નરીહ ભટ્ટ , ગોપાલદાસભા , કેશવદાસ ,રાઘોદાસ ઓર કશિયા રાજગર, મોરારદાસ, જીવરાજ યહ અષ્ટ વૈષ્ણવ અપુને નિજ સેવક સોતો ભાદો વદી પંચમીકુ શ્રીગોકુલ આયે. દંડોત સાષટાંગ કર, ચરણ સ્પર્શ કરકે શ્રીફળ ધર્યો, ઓર સબ દેશ વૈષ્ણવ, કુશલ આપ શ્રીમુખ પૂછી, સો કહી, મહારાજ, આપકી કૃપાસુ આનંદ આપ સદા આનંદરૂપ હો.

ફેર આપ શ્રીમુખ ગોપાલતાપિનીકો (ગોપાલતાપિની નામનું ઉપનિષદ ટુંકા જ્ઞાનનો સમુહ ) ભાષ્યકી કથા શ્રીમુખ કરે હૈં. તબ શ્રીરાયજી આદિ શ્રીગુંસાઈજીકે કુંવર સબ સુનવેકુ આયેહૈં .કાં જો શ્રીગોપાલલાલજીકુ વિદ્યા પ્રાપ્ત બહોત હે. તબ વે સોરઠી વૈષ્ણવ ભી સુને હેં. તબ કથામેં કેસો વૃતાંત આયો, જો જીવકી દુષ્ટતા, જો અપને દેહ પ્રિય પદાર્થ, શ્રવણસો નેત્રસો, પંચ ઇન્દ્રિયનસોં, મિથ્યા દેહકો સ્વાર્થકુ ઇચ્છાને કેવલ વિકર્મ કરે હે. (દેહને પ્રિય માની કુકર્મ કરે મનુષ્યના ચાર લાખ અવતારો છે. દુષ્ટ કર્મથી અવતારો ભોગવવા પડે છે.) તો અન્ય દેહસો કહા સત્કર્મ હોય હે ? જો કોઉ ભગવદ્દ ક્રૃપાસુ મનુષ્ય દેહ પાયો હે. ઓર જો (બે હાથ) દ્વિકર ( એકઠા કરીને ) સંમિલ્યસો જો (ખાય છે) ભક્ષ કરે, સો તો ષટ સહસ્ત્ર મનુષ્યને અવતાર હે, ઓર ચાર ખાણ હે, યામે એકિશ લક્ષ અવતાર ધરે, એસો દંડ બોહોત કર્મ હે તાસૂ ચોરાશી લક્ષ અવતાર ભુક્તેં એસે (સંસારરૂપી જંગલ) ભવાટવીમેં (જન્મમરણનાં આંટામાં) કાલ ચક્રસો ફીર વોઇ કરે હે, સો દેહ પાયકે “ સ્વવ્યતિરેકેણપૃથ્થક સન્નિતિ ”!! ઇતિ વચનાત!! કા મૂર્ખતા ? જો ઇશ્વરકોં છોડકે દેહકું સાચ માને , સો દેહદર્શી , ઓર આત્મતત્વ જાને, સો આત્મદર્શી ઓર દેવી જીવ હૈ, સો તો અપુને સ્વપ્રભુનકી આજ્ઞાસો વર્તે હે, વેદકે વચન, ઓર શાસ્ત્રોકો તો ભગવત આજ્ઞા માની હૈ. ઓર એસે જાને હે, જો સાધારણ દેહ હે !!‘ એવં સાધારણ દેહમવ્યક્તત પ્રભાવાપ્યયમ ’ !! કો વિધ્વાનભંસાત્કૃત્વા હન્તી જન્તુનૃતેડસતિ : / સ્કંધ ૧૦ . અ . ૧૦ શ્લોક ૧૧. આમ સાધારણ રીતે સર્વનો ગણાતો દેહ અવ્યકત એવી પ્રકૃતિ – માયાથી ઉત્પન્ન થાય છે અવ્યક્તમાં જ લય પામે છે તેને પોતાનો માનીને મૂર્ખ વિના કયો સમજુ મનુષ્ય પ્રાણીઓનો નાશ કરે છે ઓર રાજા ઋષિ અરૂ દેહ સર્વકી એસી સંજ્ઞા હે !! દેવ સંજ્ઞિતમપ્યન્ત કૃમિવિડભસ્મ સંજ્ઞતમ!! ભૂતઘૃક તસ્કૃતેસ્વાર્ધ કિ વેદ નિરયો યતઃ!!

આ દેહ નરદેવ અથવા ભુદેવ કહેવાતા છતાં પણ છેવટે જે સડી જાય છે તો કીડારૂપ થઈ જાય છે, ખવાઈ જાય છે તો વિષ્ટારૂપ થઈ જાય છે અને બાળી નાખવામાં આવે તો રાખરૂપ થઈ જાય છે. તેવા નાશવંત દેહને માટે પ્રાણીઓનો દ્રોહ કરનારો પુરુષ શું પોતાનો સ્વાર્થ સમજે છે ? પ્રાણીનો દ્રોહ કરવાથી નરક મળે છે. યાકો સાર્થક તો એસો હે જો કર્મ સત્ય અરૂ દેહ અસત્ય !! “ દેહ પંચ્ચત્વમાપન્ને , દેહી કમાઁનુગોવશઃ દેહાન્તમનુપ્રાપ્ય પ્રાકૃત ત્યજતે વપુઃ !! ઇતિ વચનાત!! મનોગ્રાહ્ય સત સન ઇતિ . આ દેહ પડી ગયા પછી બીજો દેહ મળતો ન હોય તો, પાપ કરીને પણ તેની રક્ષા કરવી યોગ્ય છે. પરંતુ તેમ નથી દેહ પડી ગયો કે તરત કર્મને અનુસરનારો પરાધીન જીવ, કર્મ પ્રમાણે શ્રમ વિના જ પ્રથમ બીજા દેહને ધારણ કરીને પછી પૂર્વના શરીરનો ત્યાગ કરે છે.

ઓર સ્વાર્થ તો સબ દેહકો એસો ભક્ષ, પાન, વિષય, સુત, દારા એ સબ પદાર્થ અરુ વિષયકે અર્થ, સો તો શ્વાન, માંજર, ઇન્દ્ર , ગંધર્વ એક તુલ્ય હે . ઓર સબ કોઉ અપનો આશ્રમકો નીકો માન્યો , અતિ મનોગ્રાહ્ય હે ,

સો તો જીવોત્પત્તિ સબ બ્રહ્મકી ઇચ્છાએ ભયે , “ આહિતાગ્નૌ અર્ચિરિવ ” ( જેમ આદિત અગ્નિમાંથી જવાળા નીકળે છે , તેમ જીવ બ્રહ્મમાંથી છૂટો પડયો છે . ) યાતે જીવ તો ભુલાઇ હે . પરિ પુરૂષોત્તમ પૂર્ણ , યાકું એસે આયો હે , જો કહા કરે ? તબ તાકો ઉદ્ધાર નિમિત્ત શ્રીપુષ્ટિમાર્ગ આચારજીપે પ્રગટાયો . જો નિષિદ્ધ કર્મ સો દૈવી સૃષ્ટિકે દૂર કર્યો , તબ એસે આપકે આશીર્વાદ જો વચન , તાસુ સદગત્તિ , ભાવ , વિશ્વાસ , દ્રઢતા સબ પાયે હૈ , એસે શ્રી પુરૂષોત્તમકી કૃપા અનુગ્રહ આપ શ્રીમુખસો કહ્યો . જે વેદોક્ત સત્કર્મ હે, સો તો કલિયુગમેં એસો દ્રઢતા ચતુષ્ટયકોં (બ્રાહ્મણ, ક્ષત્રિય , વૈશ્ય અને શુદ્ર ) કૌ રહે ? ઓર સાંખ્ય તત્ત્વજ્ઞાન કેસે બુધ્ધિમેં સમાય ? અરુ ! કલિયુગમેં પંચકર્મ વેદોક્ત વર્જિત છે .!! અગ્નિહોત્રંગવાલંભ , સન્નયાસંપલપૈતૃકૃમ્ દેવરાચ્ચસૂતોત્પતિ કલૌપંચ વિવર્જયેત ll અગ્નિ હોત્ર (બ્રાહ્મણો હોમ કરવા માટે ઘર આગળ જે અગ્નિના પાંચ કુંડ રાખે છે તે) ગૌ હિંસા , સંન્યાસ , માંસના પીંડથી કરવામાં આવતું આવતું શ્રાઘ, દેરવટુવાળીને પુત્રની ઉત્પત્તિ તે પાંચ બાબત કલિયુગમાં વર્જિત છે .

તબ કેસે હો ? તબ શ્રીદાદાજીને ભાવાત્મક એસો પુષ્ટિમાર્ગ પ્રગટ કીયો હૈં , જામે ભાવસો સેવા , ભાવસો સ્મરણ , ભાવસો સબ કાર્ય કરને ; તામેં ભગવત ભાવ વિશેષ હે એસે શ્રીમુખતેં આપુ લીખ્યો હે , સો કરનો .

ઓર મન શુદ્ધ કરવેકે લીયે અરુ ભગવત પ્રાપ્તિ નિમિત્ત અનેક પાઠ, સ્તોત્ર શ્રીદાદાજીને લીખે હે જાસો કર્મ નિવૃત્તિ, અરુ બુઘ્ધીકોં દ્રઢતા ભાવ કરાવે કે લીયે. પ્રથમતો શ્રીયમુનાષ્ટક, અરુ મધુરાષ્ટક, અરૂ ગોકુલાષ્ટક, અરૂ વલ્લભાષ્ટક, અરૂં કૃષ્ણાશ્રય, અરૂ ભક્તિ વર્ધીની , નવરત્ન, અરુ સર્વોત્તમ, વે આઠ અષ્ટક અરુ પુરૂષોત્તમ સહસ્ત્ર નામ , અરુ શ્રીભાગવત અનુક્રમણીકા, યાકે પાઠ કીયેસેં સબ કર્મ નાશ પાવે , અરુ ભગવત પ્રાપ્તિ હોય. એસે શ્રીમહાપ્રભુજીને ભક્તનકે ઉધ્ધારાર્થે સબ સાધન પ્રગટ કીયે હે.

ઓર સાહિકકો પાઠ કરે તાકુ શ્રી પુરૂષોત્તમ વૃજાધીશ વૃજમંડલકી પ્રાપ્તિ. જેસો વેદોક્ત તારક મંત્ર તેસો પુષ્ટિમાર્ગમે સાહિક હૈ. તબ વે સોરઠી વૈષ્ણવને પછયો , જો સાહિક પાઠ કહા હે ? અરુ કેસે હોય હે તબ શ્રીજી શ્રીમુખસો કહી, જો તીન મૂલપાઠ હૈ, સપ્તશ્લોકી, અરુ ચતુશ્લોકી, અરુ સપ્તદશશ્લોકી.

૧ ) સપ્ત શ્લોકી ‘ સ્ફૂરત્ક્ર્ષ્ણ પ્રેમામૃત ‘ શ્રી વિઠ્ઠલનાથજી કૃત સાત શ્લોકનો ગ્રંથ ૨ ) ચતુશ્લોકી ‘ મહાપ્રભુજી કૃત ’ ચાર શ્લોકનો ગ્રંથ ૩ ) સપ્તદશશ્લોકી શ્રી મહાપ્રભુજી કૃત ‘ વિવેક ધૈર્ય આશ્રય એ પાઠ કરે , તાકુ સત્ય ભગવત પ્રાપ્તિ અરુ સાનુભવ હોઇ હે. જો યથોચિત વિશ્વાસપુર્વક બને તો સો સત્ય હે. કોં જો કલિયુગમેં બોહોત સાધન ન બને, યાતે સુક્ષ્મ પ્રયોગ શ્રીમહાપ્રભુજીને બનાયો હૈ. યાતે વૈષ્ણવકું એતનો સબ બને તો આછો, નહિ તો એતને મે સો એક પાઠ અસ્પર્શમે બેઠકે ચરણામૃત લેકે તિલક ધારણ કીયે પીછે એતનો જપ અવશ્ય કરનો. અરુ વિશ્વાસ ન છોડનો, એસે તુમ સત્ય માનીયાં કૉં ? જો સબ કાર્ય દ્રઢતાસું બને હે, યાતે એક આશ્રય જેસો તો કોઉ પાઠ કોો જપ કોઉ મંત્ર હે નાહી .

એસે શ્રીમુખકે વચન સુનીકે સબ વૈષ્ણવ બોહોત પ્રસન્ન ભયે. જો ધન્ય આપ પુરૂષોત્તમ હોં સો અપુને સ્વભકતનકો ઉદ્ધારાર્થ નિમિત્ત કેસો કર્મ નિવૃત બતાયો, હે જો જોકુ અપુનો ભયો, તાકું ન છોડનો, સો સુનીકે શ્રીમુખ કહી : હે તો એસો, પરિ જાસું જે કાર્ય બને તાસુ તે હોય. કોં જો સોનીકે સબ લુહાકે સરજામ હે, તામે છિમટેકા કાર્ય હથોડેસે ન હોય હે , તેસે અનેક દૃષ્ટાંત બોહોત કહીકે સબકો આનંદ દેત હે. તબ કથા સમાપ્ત કરીકે આપ પોઢવેકુ પઘારે.

ભાવાર્થ

ઉપરોક્ત વચનામૃતમાં શ્રીગોપાલલાલજીએ એ સમાજવ્યું છે કે મનુષ્ય દેહ સર્વ અવતારોમાં શ્રેષ્ઠ છે. તે ભગવત કૃપાથી પ્રાપ્ત થાય છે. દેવોને પણ દુર્લભ છે. દેવતાઓ પણ મનુષ્ય દેહ મેળવી ભગવદ ભક્તિ કરવાની ઇચ્છા રાખે છે. મનુષ્ય દેહ સિવાય ભગવદ પ્રાપ્તિ થઇ શકતી નથી. પૂર્વનું સુક્રિત હોય અને ભગવદ કૃપા થાય તો જ મનુષ્ય દેહમાં ભક્તિ મળી શકે છે. અને ભક્તિ ઉત્તમ સત્સંગ હોય તો જ ટકી શકે છે, તેવું વર્ણન આપ શ્રીગોપાલતાપીની ઉપનીષદની ટીકા વાંચીને કહી રહ્યા છે,

શ્રીગોપાલલાલજી ગોકુળમાં બિરાજે છે અને જન્માષ્ટમીના ઉત્સવની વધાઇ બેઠી છે. ત્યારે બધા દેશ પરદેશના વૈષ્ણવો, શ્રીગોપાલલાલજીના જન્મ ઉત્સવ ઉપર આવી રહ્યા છે. કારણ કે શ્રીગોપાલલાલજીનો જન્મોત્સવ આઠમ પેલા બે દિવસ અગાઉ છઠ્ઠનો છે. તેથી સોરઠના વૈષ્ણવોનો સમુહ સમયે આવ્યો છે. તેમાં મુખ્ય પોતાના અંગીકૃત સોરઠના વૈષ્ણવ નરસીભટ્ટ, ગોપાલદાસભા , કેશવદાસ , રાઘોદાસ , કસીયા રાજગર , મોરારદાસ અને જીવરાજભાઇ તે તો વૃજના ભાદરવા વદી પાંચમને દિવસે ગોકુલ આવ્યા છે. સાષ્ટાંગ દંડવત ચરણસ્પર્શ કરીને શ્રીફળ ભેટ ધરીને શ્રીજીની આગળ બેઠા છે. ત્યારે શ્રીજી સર્વ વૈષ્ણવના કુશળ સમાચાર પુછે છે. ત્યારે સોરઠના વૈષ્ણવે કહ્યું કે મહારાજ આપની કૃપાથી સર્વ આનંદમાં છે. અને આપ સદા આનંદ રૂપ છો.

શ્રીગોપાલલાલજી નિત્ય વચનામૃત કરે છે. તેમાં આજે ગોપાલતાપીની નામનાં ઉપનિષદ ઉપરની ટીકા ઉપરથી શ્રીમુખથી વચનામૃત કરી રહ્યાં છે , તે સમયે શ્રીગુંસાઇજીના બધા બાળકો શ્રીગોપાલલાલજીના વચનામૃત સાંભળવા માટે આવ્યા , કારણકે શ્રીગોપાલલાલજીને વિદ્યા પ્રાપ્ત ખૂબ જ હતી. એટલે પુષ્ટિમાર્ગના સત્ય સિદ્ધાંતને સમજાવતા. તેથી ગુંસાઇ બાળકોમાં ખાસ વિટ્ઠલરાયજી આપની પાસે ઘણો સમય રહેતા અને માર્ગના સિદ્ધાંત વિષે ચર્ચા કરતા તે સમયે સોરઠના વૈષ્ણવો પણ વચનામૃત સાંભળી રહ્યાં છે.

ત્યારે કથામાં પ્રસંગ આવ્યો, જેમાં જીવના સ્વભાવની દુષ્ટતા વિષે સમજાવી રહ્યા છે. જીવ પોતાના દુષ્ટ સ્વભાવના કારણે દેહ પ્રિય પદાર્થમાં કેટલી મમતા રાખે છે. પંચઇન્દ્રીયોથી મિથ્યા દેહને માટે કુકર્મ કરે છે. તે પણ તુચ્છ સ્વાર્થના કારણે . તો બીજા દેહથી ( મનુષ્ય સિવાયના દેહથી ) સત્કર્મ ક્યાંથી બની શકે ? .

ભગવદ કૃપાથી મનુષ્ય દેહ મળ્યો છે . તે તો ખાન પાનના વિષયોમાં રચ્યાપચ્યા રહેવા માટે નહિ પરંતુ ભગવદ ભક્તિ પ્રાપ્ત કરીને લક્ષચોરાશીના ફેરામાંથી છુટી જવા માટે છે. દુષ્ટ કર્મ કરવાથી વાર વાર અવતાર ધારણ કરીને કર્મનો દંડ ભોગવવાનો છે. અને કાળના ચક્રમાં વારંવાર ફસાવાનું છે અને ભવાટવીમાં ભટક્યા કરવાનું છે. જીવની કેવી મુર્ખતા છે, જે ભગવદ ભક્તિ છોડીને પોતાના દેહને સાચો માની રહ્યો છે, તે તો દેહાભીમાની છે અને આત્મતત્વને જાણે છે, તે જ્ઞાની આત્મદર્શી છે. અને દૈવી જીવ છે, તે તો પોતાના સ્વપ્રભુને જાણે છે. અને તેની આજ્ઞા પ્રમાણે પોતાનું જીવન જીવે છે. અને દેહને તો સાધારણ નાશવંત માને છે કારણ કે આ દેહમાં રાજા હોય કે રંક સર્વની સ્થિતિ એક સરખી જ છે. તેનું સાચું સાર્થક તો ભગવદ ભક્તિ કરવામાં જ છે. અને પંચ ઇન્દ્રિયોના જે વિષયો છે તે તો સર્વ દેહધારીઓને સરખા જ છે અને પછી ભલે તે ઇન્દ્ર હોય કે પશુ પક્ષીની યોનીમા હોય કે ગંધર્વ હોય . પણ ખાનપાન ઇત્યાદિક વિષયોનું સુખ દરેકને સરખું જ જણાય છે. અને સર્વ કોઇ પોત પોતાના વિષયોમાં મગ્ન છે. તેમાં તેને આનંદ આવે છે તેથી વિષયો તરફથી જીવનું મન હટતું નથી. અને ભગવદભક્તિ તરફ વળતું નથી. એ જ જીવની મોટી મુર્ખતા છે, જે દેહ નાશવાન છે, એને માટે જ બધું કરે છે પણ નાશવાન છે, તે સાવ ભુલી જાય છે. માટે સાચા ભગવદ ભક્તો દૈવી જીવો દેહને અસત્ય માને છે. માત્ર મનને આનંદ આપે તેવા વિષયોમાં પોતાનું મન લગાડતા નથી. અને દૈવી જીવ પોતાના સ્વરૂપને જાણીને રહે છે. તેથી તેને સુખદુ:ખ સ્પર્શ કરી શકતું નથી.

જીવ માત્રની ઉત્પતિ બ્રહ્મની ઇચ્છાથી થઇ છે. જેમ અગ્નિમાંથી જવાળા નીકળે છે. તેમ જીવ બ્રહમાંથી ઉત્પન્ન થયો છે પણ જીવ ભુલ્યો છે. તેથી પૂર્ણ પુરુષોત્તમના મનમાં એમ થયું કે જીવના ઉદ્ધાર માટે શું ઉપાય કરવો. તેમ વિચાર આવતા જીવના ઉદ્ધાર માટે અને જીવને પોતાનું મૂળ સ્વરૂપ સમજાવવા માટે શ્રીમદવલ્લભાચાર્યજી દ્વારા પુષ્ટિમાર્ગને પ્રગટ કર્યો. અને જીવ જે નિષિધ કર્મમાં બંધાયને નિષિધ કર્મનું આચરણ કરતો હતો તે દૈવી સૃષ્ટિના જે જીવ હતા તેના સર્વ નિષિધ કર્મ છોડાવીને પોતાને શરણે લીધા. અને જીવ ઉપર પુર્ણ પુરૂષોત્તમે એવી કૃપા વિચારી, તેથી જીવને તેના આશીર્વાદ રૂપી વાણીથી વિશ્વાસ, ભાવ, દ્રઢતા અને સદગતિની પ્રાપ્તિ થઇ. પણ તેની આજ્ઞા પ્રમાણે ચાલે તો ભગવદ કૃપા અવશ્ય પ્રાપ્ત થાય ભગવત કૃપાથી શું અશક્ય છે, બધું જ પ્રાપ્ત થાય માત્ર જીવની આતુરતા જોવે.

હવે વેદોક્ત કર્મકાંડ ઉપર સમજાવે છે. વેદોક્ત કર્મકાંડ ચાર વર્ણથી કલજુગમાં બની શકે નહિ. પુરૂષ પ્રકૃતિના વિવેકને સમજવો તેને સાંખ્યજ્ઞાન કહે છે, તે પણ જીવની બુદ્ધિમાં આવી શકે તેવું નથી. માટે જ્ઞાન અને કર્મ તો કલજુગમાં બની શકે તેવા સાધનો નથી અને તે સાધનોમાં પાંચકર્મ તો કલજુગમાં ત્યાજય ગણ્યા છે. અગ્નિહોત્ર ; હોમ હવન કરવા, ગૌહિંસા, સંન્યાસ, માંસના પિંડથી કરાતું શ્રાદ્ધ અને દેરવટુવાળીને પુત્રની ઉત્પતિ તે પાંચ કર્મ કલજુગમાં કરવા નહિ. એવા અનેક કર્મોના બંધનોમાંથી જીવને છોડાવીને શ્રીમહાપ્રભુજીએ ભાવાત્મક એવો પુષ્ટિમાર્ગ પ્રગટ કર્યો છે. જેમાં ભાવથી સેવા, ભાવથી સ્મરણ અને સર્વ કાર્ય કરવામાં ભગવદ ભાવ વિશેષ કરીને રાખવા કહ્યું છે.

અને મનની શુદ્ધિ માટે અને ભગવદ પ્રાપ્તિ નિમિતે શ્રીમહાપ્રભુજીએ સ્ત્રોત પાઠ લખ્યા છે. જેનો પાઠ કરવાથી સર્વ કર્મ નિવૃત થઇ જાય છે. અને બુદ્ધિમાં દ્રઢતા વધે છે. ભક્તના ઉદ્ધાર માટે ભક્તિમાર્ગીય ઘણાં સાધનો બતાવ્યાં છે. તેમાં મુખ્ય સાહિક પાઠ બતાવ્યો છે. ત્યારે સોરઠના વૈષ્ણવે પ્રશ્ન કર્યો કે તે સાહિક પાઠ શું છે? ત્યારે શ્રીજીએ કહ્યું કે જે મુળ ત્રણ પાઠ છે. સપ્ત શ્લોકી, ચતુઃ શ્લોકી અને સપ્ત દશ શ્લોકી, તેમાં ભગવદભાવની વૃદ્ધિ થાય તેવો પાઠ બતાવ્યો છે. તેના પાઠથી સાનુભાવ અને ભગવદ પ્રાપ્તિ થાય છે. અને તે બરાબર વિશ્વાસ પુર્વક બને તો તે સત્ય છે. કારણ કે કલજુગમાં ઘણા સાધન જીવથી ન બની શકે. તેથી સુક્ષ્મ પ્રયોગ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યો છે, માટે વૈષ્ણવે એટલું જરૂર કરવું, અને ન બને તો એક પાઠ અપરસમાં નાહિને તિલક ચરણામૃત લઇને કરવો. અને મુખ્ય તો વિશ્વાસ ન છોડવો, એ તમે સત્ય જાણજો. સર્વ કાર્ય દ્રઢતાથી થાય છે. તેથી એક આશ્રય જેવો તો કોઇ પાઠ, કોઈ જ૫, કોઇ મંત્ર છે નહિ. સર્વ વાત શ્રીજીએ એક દ્રઢ આશ્રય રાખવામાં સમજાવી દીધી, દ્રઢ આશ્રય જેવો કોઇ મંત્ર નથી, જો દ્રઢ આશ્રય ન હોય તો ગમે તેટલા પાઠ કરે તો પણ ફલીત ન થાય.

એવી શ્રીમુખની વાણી સાંભળીને સર્વે વૈષ્ણવો ખુબ જ પ્રસન્ન થયા. અને કહેવા લાગ્યા “ જે ધન્ય આપ તો પુરૂષોત્તમ છો. આપના સ્વભક્તના ઉધ્ધાર નિમિત્તે કેવું કર્મનું નિવારણ બતાવ્યું છે અને જે પોતાનો થયો તેને છોડતા નથી, તેમ સર્વોએ કહ્યું . “

તે સાંભળીને શ્રીમુખે કહ્યું કે, છે તો એમ જ પણ તેના ઉપર દૃષ્ટાંત આપીને સમજાવ્યું કે જેનાથી જે કાર્ય બને તેના દ્વારા જ થાય. બીજાથી તે થાય નહિ. કારણકે સોનીના બધા હથીયાર છે, તે સર્વે લોઢાના સાધન છે. તેમાં તે બધા સાધન સોનીના જ કહેવાય, પણ તેમાં ચિપીયાનું કામ હથોડાથી ન થાય, તેમ પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ બીજા અન્ય સાધનથી ન થાય. તે તો માત્ર એક દ્રઢ આશ્રય વિશ્વાસ પ્રેમ ભક્તિથી જ થાય.

વચનામૃતમાં મનુષ્ય દેહની ઉત્તમતા બતાવી અને મનુષ્ય દેહની પ્રાપ્તિ ભગવદ કૃપાથી જ થાય છે અને પૂર્વના શુક્રિતને લીધે સત્ય ભક્તિની પ્રાપ્તિ મનુષ્ય દેહમાં થાય છે. દૈવી જીવ સિવાય દ્રઢ આશ્રય અને વિશ્વાસ રહી શકે નહિ. ગમે તેટલા જપ સ્ત્રોત પાઠ કરે પણ એક આશ્રય જેવું એકેય સાઘન નથી. તેમ દ્રઢ પણે બતાવ્યું, વેદોક્ત કર્મનો અને નિષિધ કર્મનો ત્યાગ કરવા કહ્યું. પુષ્ટિમાર્ગ દૈવી જીવોના ઉધ્ધાર માટે શ્રીઠાકોરજીએ પોતાની ઇચ્છાથી શ્રીમહાપ્રભુજી પાસે પ્રથમ પ્રગટ કરાવ્યો. અને દૈવી જીવને અનેક પ્રકારના નિષેધ કર્મની યાતનામાંથી છોડાવી ભગવદ સેવા સ્મરણ ભાવથી કરવા કહ્યું. આપના વચનને સત્ય માનવાથી જીવમાં વિશ્વાસ, પ્રેમ દ્રઢતા અને સદગતિ પ્રાપ્ત થાય છે તે પણ બતાવ્યું, ભગવત પ્રાપ્તિ બીજી કોઈ અન્ય સાધનથી થતી નથી, તે પણ સોનીના સાધનોનું દ્રષ્ટાંત આપીને સમજાવ્યું. આમ ઉપરોક્ત વચનામૃતમાં ઘણી વાત ટુંકમાં સમજાવીને જીવને વચનામૃત દ્વારા સત્ય સિદ્ધાંત આપશ્રી સમજાવી રહ્યા છે. આજના યુગમાં ભગવદ વચનામૃત ખુબ જ ઉપયોગી છે. જેના વાંચન મનનથી જીવને દ્રઢ આશ્રય સિદ્ધ થાય છે અને પોતાના પ્રભુમાં અને સ્વધર્મમાં વિશ્વાસ વધે છે . પુષ્ટિમાર્ગમાં કોઇપણ પ્રકારનું કર્મ પુરૂષોત્તમની પ્રાપ્તિમાં બાધક છે તે ખાસ સમજાવ્યું છે.

|| ઇતિ એકવીસમા વચનામૃત ભાવાર્થ સંપૂર્ણ ||

(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)

લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here