|| શ્રી ગોપાલો જયતે ||
વચનામૃત
ઓર એક બેર શ્રીગોપાલલાલજી શ્રીચંદ્રમાજીકે રાજભોગ ઉપરાંત આરતીકે દર્શન ભયે. પીછે આ૫ સંધ્યા કરવેકે અપની બેઠકમેં બિરાજે હે. તબ વૈષ્ણવ દોયચાર આયકે દંડોત કરકે જે જે જે એસે કહીકે બૈઠે. તબ કાનદાસ સામે દેખ્યો, તબ વિનંતિ કરી જો મહારાજ તુમ કછુક ઉપદેશકે અંગકી કથા કહો, ઓર રાજ પ્રભુ કોન ભાંતિ સાધનસુ પ્રસન્ન હોત હે? તબ શ્રીજી મુસકાયકે
શ્લોક પઢે : – કિં ધનેન કિં જ્ઞાનેન કિં યજ્ઞેન ઇતિ વચનાત !(પ્રભુ ધનથી જ્ઞાનથી તથા યજ્ઞથી પ્રસન્ન થતા નથી.) સો પઢીકે શ્રીગુસાંઇજી શ્રીમુખસો કહન લગે, જો પ્રભુ કછુ દ્રવ્ય કરીકે પ્રસન્ન ન હોય,ઓર અષ્ટાંગયોગ જ્ઞાનસું કરીકે પ્રભુ પ્રસન્ન ન હોય, ઓર યજ્ઞ કરીકે પ્રસન્ન ન હોય.અરે વૈષ્ણવ એસે શ્રીમુખે ગીતામે અર્જુન જો સખાભક્ત હે તાકુ બહોત ઉપદેશ કીયે હૈ, એસે આપુ શ્રીદાદાજીકે શ્રીમુખકે વચનકો શ્લોક પઢે! “મન એવ મનુષ્યાણાં સુભાવેન ગત હરો ” !! ઇતિ વચનાત!!(જો સુભાવથી મનુષ્યોનું મન શ્રીઠાકોરજીને વિષે પ્રાપ્ત થાય તો શ્રીઠાકોરજી પ્રસન્ન થાય છે) આ વાક્યને જરા બંધ બેસતું એક વાક્ય છે તે આ પ્રમાણે મનવમનુષ્યાણાં કારણ બન્ધમોક્ષયો જો મન સંસારમાં જોડાયતો તે મનવાળો મનુષ્ય કેદખાનામાં પડ્યો ગણાય અને પ્રભુમાં મન જોડાય તો મોક્ષ મેળવ્યો ગણાય. એસે કહી જો મનકી પ્રતિતસું (વિશ્વાસથી) હોય હે ઓર દુસરો જો અનન્યતા હે, એ બિનું અન્ય કછુ ન, ઓર ભક્તિ અંગ જો દીનતા એ તીન સાધન આપુ શ્રીગોપાલલાલજી
શ્રુતિ (વેદસંબંધી) પરત્વે લિખે હે અરૂ અપુને પુષ્ટિમાર્ગમે તો સર્વોપરિ સાધન ઉપસાના હે (સેવા) ,ઓર વિશ્વાસ ચાહિયે !! અવિશ્વાસો ન કર્તવ્ય ,સર્વથા બાધકસ્તુસ: | બ્રહ્માસ્ત્રચાતકૌં ભાવ્યૌ, પ્રાપ્ત સેવેત નિર્મમઃ(વિવેક ધૈર્ય આશ્રય ૧૫) તાતે અપુને સ્વપ્રભુનકો વિશ્વાસ ચહિયે ઓર અપુનો સ્વઉદ્યમ વૈષ્ણવકું સેવા નિમિત્ત કરનો પરિ એસે મનમેં પ્રભુનકો આશ્રય છોડકે ન જાનનો,જો મેરો વ્યવહાર કૌ ચલેગો ! તાકો દ્રષ્ટાંત શ્રીમુખસો કહત હૈ. જો કંકોડીકી સ્ત્રીકું ઇતનો વિશ્વાસ હે જો મેરો સ્વામી ભરણ પોષણ કરેગો તો શ્રીઠાકુરજી કહા અસમર્થ હૈ, જો પોષણ ન કરેંગે? ઓર યા કલિમે તો વિશ્વાસ ભક્તિ મુખ્ય હે, યાતે શ્રીઠાકુરજી પ્રસન્ન હોય હે. એસે કાનદાસ ઉપર કૃપા કરીકે શ્રીમુખસો કહીયેં ભોજન કરવેકું પધારે
|| ઇતિ દ્વિતીય વચનામૃત સંપૂર્ણ ||
ભાવાર્થ
પ્રભુ શ્રીગોપાલલાલજી બીજા વચનામૃતમાં પુષ્ટિમાર્ગનાં સુંદર સિદ્ધાંતને ટુંકમાં સમજાવી રહ્યા છે. કાનદાસ કાયસ્થ જે કરછ માંડવીના રહીશ હતા. તે શ્રીગોપાલલાલજીને પ્રશ્ન કરીને પૂછે છે કે શ્રીઠાકોરજી(આપ) ક્યાં સાધનથી જલ્દી પ્રસન્ન થાએ છે. આવા પ્રશ્ન કરનાર, ભકત ઉપર પ્રભુજી પણ ખૂબ જ પ્રસન્ન થતા અને અસિમ કૃપા કરીને તે પ્રશ્નના ખુલાસા કરતા, અને માર્ગનું રહસ્ય સમજાવતા હવે પ્રશ્નના જવાબમાં સમજાવી રહ્યા છે કે પુષ્ટિસ્થ પ્રભુ કોઇપણ પ્રકારના સાધનથી પ્રસન્ન થતા નથી, કારણ કે પુષ્ટિમાર્ગ નિઃસાધનતાનો છે, નિઃસાધન જીવોનો જ અંગીકાર કરે છે . પ્રભુ કોઇ દ્રવ્યથી કે જ્ઞાનથી કે યોગથી કે યજ્ઞાદિક સાધનથી પ્રસન્ન થતા નથી, પ્રભુ તો શુદ્ધ ભાવથી પ્રસન્ન થાય છે . મનુષ્યનું મન જે પ્રભુ પ્રાપ્તિ કરવાના શુદ્ધ ભાવવાળું હોવું જોઇએ. તેમાં મુખ્ય વિશ્વાસ અનન્ય ભાવ અને ભક્તિમાર્ગીય દીનતા જો હોય તો પ્રભુ પ્રસન્ન થાય છે .
ગીતામાં અર્જુનને ભગવાન અનન્ય ભક્તનું જ લક્ષણ સમજાવી રહ્યાં છે. હે અર્જુન! હું કોઇ જપ, તપ, વ્રત કે યોગ યજ્ઞાદિકથી કે વેદ જાણવાથી પ્રસન્ન થતો નથી. હું તો માત્ર એક અનન્ય ભક્તિયોગથી જ પ્રસન્ન થાવ છું. અનન્ય ભક્તિ સિવાય મને પ્રસન્ન કરવાનું બીજુ કોઈ પણ સાધન નથી. એક મનને મારામાં જોડી દેવાથી જ મારી પ્રાપ્તિ થાય છે. પણ જો મનુષ્યનું મન સંસારાસક્તિમાં જોડાયેલું હોય તો તેવો મનુષ્ય સંસારરૂપી કેદ ખાનામાં પડે છે પુષ્ટિમાર્ગમાં તો સર્વોપરી સાધન એક ભગવદ સેવા જ છે અને તે વિશ્વાસ પૂર્વક કરવી જોઈએ, જે સેવામાં વિશ્વાસ ન હોય તો કરેલી સેવા ફલિત થતી નથી , માટે મુખ્ય વિશ્વાસ જોઈએ, અવિશ્વાસ ભક્તિમાર્ગમાં મુખ્ય બાધક છે તેમ શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ ષોડષ ગ્રંથમાં બતાવ્યું છે. તેનું સુંદર દ્રષ્ટાંત આપ્યું છે, રાવણે બ્રહ્માસ્ત્રથી હનુમાનજીને બાંધ્યો અને રાવણને બ્રહ્માસ્ત્રમાં અવિશ્વાસ આવવાથી તે છૂટી ગયા. અને વિશ્વાસ માટે ચાતક (બાપેયો) પક્ષીનું દૃષ્ટાંત આપ્યું છે કે ચાતક પક્ષીને સ્વાતી નક્ષત્રનાં મેધમાં વિશ્વાસ છે તો સ્વાતી નક્ષત્રને વરસવું જ પડે છે. અને તેનું જલ ચાતક પક્ષી પીવે છે એ સિવાય બીજું જલ ચાતક પક્ષી પીતું નથી તે પક્ષી જાતને પણ આવો દ્રઢ વિશ્વાસ છે.
ભક્તિમાર્ગમાં અવિશ્વાસ કરવો નહિ. કારણ કે અવિશ્વાસ બીજા ઘણા નુકસાન કરનારા સાઘનો કરતાં વધારે નુકશાનકારક છે, તેથી વિશ્વાસતો સર્વકાર્યને સિદ્ધ કરનારો છે.વળી ભક્તિમાર્ગમાં ભક્તોનાં બધાં દુઃખોને હરનાર પ્રભુ જ છે. તેથી બધા દુઃખને તે જ હરશે અને ભક્તનું ભરણ-પોષણ પણ તે જ કરશે. એ રીતે વિશ્વાસ રાખી ભક્તિમાર્ગની મર્યાદા પ્રમાણે જે રહે છે તેનું સર્વ ઇચ્છીત શ્રીઠાકોરજી આપે છે .વળી વૈષ્ણવે સ્વઉધમ (ધંધોરોજગાર) કરવો તે ભગવદ્સેવા નિમિત્તે જ, તેમજ વૈષ્ણવની સેવા ટેલ નિમિત્તે જ કરવો પણ મનમાં પ્રભુનો આશ્રય છોડી એવો વિચાર ન કરવો કે મારો વ્યવહાર કેમ ચાલશે ! તે જ મોટો અન્યાશ્રય છે. તેની ઉપર સુંદર દ્રષ્ટાંત કઠીયારાની સ્ત્રીનું આપ્યું છે. કઠીયારાની સ્ત્રીને પણ પોતાના પતિમાં વિશ્વાસ છે કે મારો સ્વામી મારું ભરણપોષણ કરશે તો શ્રીઠાકોરજી શું અસમર્થ છે કે ભરણ-પોષણ પોતાના સેવકનું નહિ કરે, દયારામભાઇએ ભક્તિ પોષણમાં કહ્યું છે કે!! વસન ભોજન તણી ચિન્તા કરી વૈષ્ણવે ના થવું ઉદાસ વિશ્વભર પુરે વિશ્વને તે કેમ ભૂલે નિજદાસ. સમસ્ત વિશ્વનું જે પોષણ કરી રહ્યા છે, તે નિજભક્તનું પોષણ કરવાનું કેમ ભુલે માટે કલિકાલમાં તો એક વિશ્વાસ ભક્તિ મોટી કીધી ,બાકીના બીજા કોઇ સાધનથી પ્રભુ પ્રસન્ન થતા નથી.
ઉપરોક્ત વચનામૃત બીજા બધાં સાધનોનો નિષેધ કરીને એક ભગવદ્સેવા વિશ્વાસ પૂર્વક કરવી અને અનન્યતા અને દીનતાએ ત્રણ સાધનથી પ્રભુ પ્રસન્ન થાય છે. અને સ્વઉઘમ ભગવદસેવા તથા વૈષ્ણવની સેવા ટેલ નિમિત્તે કરવો . એવો સ્પષ્ટ ખુલાસો કરેલ છે . તો આ વચનામૃત વૈષ્ણવે ખાસ મનન કરવા જેવુંછે .જેનાથીમનનીઅનેક ભ્રમણાઓ દુર થઇને પ્રભુમાં એક વિશ્વાસ અને અનન્યતા પ્રાપ્તથાય છે . પુષ્ટિમાર્ગના સિદ્ધાંતનું સ્પષ્ટ હાર્દ આ વચનામૃતમાં આપવામાં આવ્યું છે . તે તેના ખાસ વાંચન મનનથી સમજાયા વગર નહિરહે .
(પ્રભુ શ્રીગોપાલલાલજીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||