|| શ્રી ગોપાલો જયતે ||
વચનામૃત
ઓર એક બેર શ્રીગોપાલલાલજી ગાદી તકિયા ઉપર આપ બિરાજે હે,ઓર પ્રસ્તાવ ઇતિહાસકી (સુંદર પ્રસંગનો ઇતિહાસ) સબ કોઉ સૂને, ઓર સબ કહે હેં. તાબિરીયાં ગુજરાતકો બ્રાહ્મણ એક સ્માર્ત હેં.(સ્મૃતિના ધર્મ પ્રમાણે ચાલનાર એટલે શીવ, વિષ્ણુ,સુર્ય,વિનાયક અને શક્તિને સેવનાર.) સો કાશીકો જાય હેં. સો શ્રીગોકુલ આયો. આયકે ગુજરાતકે વૈષ્ણવકે પત્ર સમાચાર પોહોચાયવેકું શ્રીજીકે પાસ આયો. સો દંડોત કરકેં સબ સમાચાર કહે. ફેર વાકો સન્માન કીયો, કૌં જો પરદેશી હે, યાકું દો દિન તાંઇ આનંદસુ રહો.
તો તાબિરીયાં એકાદશીકો વૃતકો દિન આયો, સો સબ ગોકુલમેં વૈષ્ણવ અરુ શ્રીગુસાંઈજીકે બાલક વ્રત કરે, સો ઉનને દેખ્યો. તબ વિચાર્યો ,જો એ કહાં? સો રાત્રીકો શ્રીજી જબ કથા કરે હે, તબ વે,બ્રાહ્મણને કથા સમાપ્તિ બિરયાં પૂછયો, જો મહારાજ? તુમારે સેવક હમારે ગામકે તો એકાદશી નાંહી કરે ઓર તુમ કેસે કરો હો? એસી સુનીકેં શ્રીજી કહી, તુમ કહા જાનો? જો કરત નાંહી,
અજી? હમેરે ઘર પાસ વૈષ્ણવકે ઘર બોહોત હેં. ઓર મેરે યજમાન હેં. તાતેં જાનત હું જો નાહી કરત.
ઠીક હે,શ્રીજી કહી,જો પાસ રહે સો જાને. તબ એ કેસે, વૃતાંતસો ભગવતધર્મ પાલે હે? અરે મહારાજ એ તો એક ઠાકુર ઠાકુર કરે હે, ઓર કોઉકું માને નાંહી, વંદન કરે નાંહિ, કર્મોત્તર, ઓર વૃત, તપાદીકકે તો બડે રિપુ હે.
અરિ એ તો શુદ્ઘ વૃતાદિક પ્રકાર એકાદશી કરે હે,કૌં જાકો સત્યવ્રત તો હે. ઓર જો તપ વૃતાદિકસો બ્રહ્માદિ પદવીકો પાવે હે,તાકું તો વૈષ્ણવ તો નરક દેખત હેં. કૈં જો પુણ્ય પ્રભાવ સો કેસો સત્કર્મ, તાસુ જો સુખ પ્રાપ્તિ, સો કબ તાઈ ? જબ લગ પુણ્ય ભૂકિત, ફેર પીછે જન્મ,તો નરક હે,
ઓર ઇન વૈષ્ણવકો તો પૂર્ણ પુરૂષોત્તમકે ચરણારવિંદકો ધ્યાન, સોતો સુખ,ઓર ઈરછે નાંહિ. ઔર સત્યવૃતજો એક નામ ગ્રહણ કરે હેં. શ્લોક આપુ એક પઢે: || સંસાર સારમેકંચ,કલૌ કેશવકીર્તનમ || ઇતિ વચનાત || (કલિયુગમાં કેવળ ભગવાનના ગુણાનુવાદ ગાવા એજ જ સંસારમાં ખરો સાર છે.)
વચનામૃત ૧૯
તબ શ્રીજી વે બ્રાહ્મણસો કહન લગે,અરિ! મુલ જો મંત્ર નામ હે; યાતે કલ્યાણ, સદગતિ હેં. તાતેં વૈષ્ણવકી અવજ્ઞા ન કીજીયેં. કૌ? જો યાકું હમ એસો દ્રઢતા,જો પન,ઓર અનન્યતા,તાદ્ર્શપનો, ઇનકું હમ એસો કૃપા કરકે દીનો હેં. ઓર વૈષ્ણવકી જો અવજ્ઞા કરે,તાકો દુષ્ટપનો હમપેં કહ્યો ન જાય,એસો હેં. જો કોઉકો દ્રોહ કરવેકી શાસ્ત્રમેં ના લીખી હેં. ||ભૂત ઘૃકકો લભેત શમ ” II ઇતિ વચનાત ll (પ્રાણીઓના અપરાધ કરનારો કયો પુરૂષ કલ્યાણ પામે,અર્થાત્ બીજાને દુખ આપનાર સુખી થતો નથી. માટે દ્રોહ ન કરવો.) જો દ્રોહ તો ઈર્ષા સો હોય હેં. સો તો વૈષ્ણવકું ઇર્ષા તો ન હોય હેં. ||યાવદ્વતડસ્મિ હન્ત્તાસ્મીત્યાત્માનં મન્યતે સ્વદકઃ તાવત્તદભિમાન્યસો બાધ્યબાધક તામિયયાત્ || ભ. સ્કં.૧૦,અ.૪ શ્લોક ૨૨ દેહાભિમાની મનુષ્ય જયાં સુધી હું મરૂ છું તથા હું મારું છું એમ માને છે,ત્યાં સુધી તે દેહાભિમાની અજ્ઞાની મનુષ્ય પ્રાયશ્ચિત કરવાને અધિકારી છે,અર્થાત તેને વિધિ નિષેધ બાધ કરે છે.
યાતે જો પુષ્ટિ દૈંવી જીવકે(આચરણ)વર્તમાન તો આગે લીખે હેં,એસે સુનીકેં જો હમને ઇનકો કર ગ્રહ કીયો,યાકું તો કેસેં છોડે? એસેં શ્રીમુખ શ્રીગોપાલલાલજી લીખ્યો હે. સો તો નિશ્ચેં માનીકે રહેનો,કૌં જોકે વચનસો કલ્યાણ હેં. એસે સબ શાસ્ત્ર લીખે હેં,જો વિશ્વાસ,દ્રઢતા,અનન્ય પ્રેમ,પ્રભુ ભાવે,(સંસાર)ભવકી નિવૃત્તિ હેં.
ઇતિ અષ્ટાદશ તથા એકોનવિશ તિતમ વચનામૃત સંપૂર્ણ
ભાવાર્થ ૧૮
ઉપરોક્ત અઢાર તથા ઓગણીસમું વચનામૃત સાથે છે. તેમાં શ્રીગોપાલલાલજી પોતાના સેવકો અનન્યતા દ્રઢતા અને પુષ્ટિમાર્ગીય સત્ય સિદ્ધાંતનું પાલન કેવી રીતે કરી રહ્યા છે,તે સમજાવ્યું છે. પુષ્ટિમાર્ગમાં ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ સિવાય બીજી કોઇપણ ફળને માનવામાં આવ્યું નથી કોઇ વૃત જપ તપ કે કર્મકાંડ વિગેરેને પુષ્ટિમાર્ગના સિદ્ધાંતમાં માનવામાં આવ્યું નથી,તે પોતાની સૃષ્ટિના વૈષ્ણવો કેવો ભગવદ ધર્મ પાળે છે,તેના દૃષ્ટાંતથી તે બાહ્મણને પુષ્ટિમાર્ગના સિદ્ઘાંતને સમજાવી રહ્યાં છે. અને તે બ્રાહ્મણે શ્રી ગોપાલ લાલજીના સેવકો કેવો ભગવદ ધર્મ પાળે છે, તેની સ્પષ્ટતા કરતા કહે છે,કે મહારાજ! આપના સેવકો તો એક ઠાકુર ઠાકુર કરે છે. બીજા કોઇને માનતા નથી. તેમજ વંદન કે નમન કોઇને કરતાં નથી. કર્મકાંડ અને વ્રત,જપ,તપ,વિગેરેના તો મહાન દુશ્મન છે. શ્રીગોપાલલાલજીની સૃષ્ટિમાં ઉપરોક્ત બ્રાહ્મણે કહેલી હકીકતથી તે સાબિત થાય છે કે શ્રીગોપાલલાલજીની સૃષ્ટિમાં તેમનાં સેવકો અનન્ય અને ચુસ્ત પુષ્ટિમાર્ગના સિદ્ધાંતનું પાલન પ્રથમથી જ કરે છે.
બ્રાહ્મણની વાતને સમર્થન આપતાં શ્રીગોપાલલાલજી તે બ્રાહ્મણને પુષ્ટિમાર્ગના સિદ્ધાતનું રહસ્ય સમજાવે છે. કે તે મારા સેવકો તો શુધ્ધ વૃતાદિક પ્રકાર એકાદશી કરે છે. કારણ કે તેને એક સત્ય વત દ્રઢતા છે. અને જપ તપ વૃતાદિકનું જે ફળ છે તે તો બ્રહ્માદિક દેવોની પદવી સુધીનું છે. તેને વૈષ્ણવ નરક સમાન જોવે છે. અને ચાર પ્રકારની મુક્તિની પણ જે ઇરછા રાખતા નથી,તે આવા બ્રહ્માદિ દેવોના પદને પામવાની તુચ્છ ઇચ્છા શા માટે રાખે. અને કોઇ સત કર્મ કરીને પુણ્ય મેળવીને સુખની પ્રાપ્તિ કરે,પણ તે ક્યાં સુધી,જયાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી. પછી જન્મતો નરક છે. એવા કર્મથી જન્મ મૃત્યુની નિવૃતી નથી થતી,તો તે કર્મ શું કામનું.
અને વૈષ્ણવોને તો પૂર્ણ પુરુષોત્તમના ચરણારવિંદનું જ ધ્યાન છે,તે જ સુખને ઇચ્છે છે બીજું સુખને ઇચ્છતા જ નથી અને જેને એક આશ્રય સત્યવ્રત ટેકથી જે એક નામનો આશ્રય ગ્રહણ કર્યો છે,તેને બીજી કાંઇ ઇચ્છા રહેતી નથી.
ભાવાર્થ ૧૯
ઉપરોક્ત વાતના અનુસંધાનમાં શ્રીગોપાલલાલજી બ્રાહ્મણને વધારે આગળ સમજાવે છે. કે મુળ મંત્ર એક નામ છે, તેનાથી જ કલ્યાણ છે,સદગતિ છે. તેથી વૈષ્ણવની અવજ્ઞા ન કરવી. કારણ કે તેને અમે એવી દ્રઢતા ટેક અનન્યતા અને તાદરશીપણું તેને અમે એવું કૃપા કરીને આપ્યું છે. અને જે વૈષ્ણવની અવજ્ઞા કરે તેનું દુષ્ટપણું અમારાથી કહ્યું ન જાય તેવું છે. કોઇનો દ્રોહ કરવાની શાસ્ત્રમાં પણ ના લખી છે. દ્રોહ તો ઇર્ષાથી થાય છે, તે વૈષ્ણવોને કોઇની ઇર્ષા તો ન હોય, જે બને તે ભગવદ ઇચ્છા કરીને માને.
અને દૈવી જીવ પુષ્ટિમાર્ગીના આચરણ લક્ષણના સર્વ પ્રકાર અમે આગળ કહ્યા છે. તેવી દ્રઢતા અને અનન્યતાના પ્રકારે તેવો રહે છે, તેવું સાંભળીને અમે તેનો હાથ પકડ્યો છે. તેને કેમ છોડીએ. એવું શ્રીમુખે શ્રીગોપાલલાલજીએ કહ્યું. તેને નિશ્વે માનીને જે જીવ રહે,તો તેના વચનથી જ કલ્યાણ છે. ભગવદ વાણીનું યથાર્થ પાલન કરવાથી જીવનું પરમ કલ્યાણ થાય છે. તેમ સર્વે શાસ્ત્રમાં લખ્યું છે. જે વિશ્વાસ, દ્રઢતા, અનન્ય પ્રેમ અને ભગવદ પ્રત્યે શુદ્ધ ભાવથી સંસારની નીવૃતિ થાય છે.
ઉપરોક્ત વચનામૃતમાં સાર એ લેવાનો છે કે, પુષ્ટિદૈવી જીવો જે છે,તે ઉત્તમ કોટીના છે. તેવા ઉત્તમ કોટિના જીવો ભગવદ ચરણારવિંદની પ્રાપ્તિ સિવાય બીજા કશાની ઇરછા રાખતા નથી, બ્રહ્માદિક દેવોની પદવીને કે મોક્ષના સુખની પણ જે ઇચ્છા રાખતા નથી. તે સંસારી વિષયોની કામના માટે તુચ્છ કર્મો શા માટે કરે ભગવદીઓ શ્રી ઠાકોરજીની સેવાને અર્થે જ પોતાનું સર્વસ્વ માને છે. તેઓ કોઇ વૃત,જપ,તપ કે કર્મકાંડ વિગેરેને ભગવદ પ્રાપ્તિમાં બાધક સમજીને તજી દે છે. તેનાથી થતાં તુચ્છ સુખને ઇચ્છતા નથી. શાસ્ત્રોક્ત કર્મોને ગૌણ ગણે છે. તેનું કારણ એ છે કે તે કર્મો સ્વર્ગાદિકના સુખને આપીને પુણ્ય પુર્ણ થવાથી સંસારમાં જન્મ આપે છે. તેથી તે કર્મોને ત્યાજય પુષ્ટિમાર્ગમાં ગણ્યા છે. અને શ્રીઠાકોરજીના ચરણારવિંદની પ્રાપ્તિ કરાવવાની તેનામાં શક્તિ નથી,પણ ભગવદ પ્રાપ્તિમાં તે બાધકરૂપ ગણાય છે. જેમ અમૃત ભોજન કર્યા પછી, કોઇપણ ભોજનની આકાંક્ષા રહેતી નથી,તેમ ઉત્તમ પ્રકારે શ્રીઠાકોરજીની સેવાની પ્રપ્તિ થયા પછી કોઇપણ વૃત,જપ,તપ કે તીર્થાદિક કે કોઇ કર્મકાંડ કરવાની જરૂર રહેતી નથી.
કોઇ પ્રાણીનો દ્રોહ ન કરવો,તેમાં પણ ભગદીયનો તો ખાસ દ્વેષ ન કરવો. કારણ કે ભગવદીય અને શ્રીઠાકોરજીમાં ભેદ હોતો નથી. તેથી ભગવદીય દુ:ખાવાથી શ્રીઠાકોરજી દુઃખાય છે. એવો મત શાસ્ત્રોનો પણ છે. માટે બની શકે તેટલી ભગવદીયની સેવા કરવી, પણ દ્રોહ તો ન જ કરવો. તેના દ્રોહથી ભગવત ધર્મ અને જીવના સતકર્મનો નાશ થાય છે. માટે ભગવદીનો દ્રોહ કરનાર જીવનું દુષ્ટપણું પણ અમારા મુખથી કહી ન શકાય તેવું છે. તેમ આ વચનામૃતમાં ભારપૂર્વક સમજાવ્યું છે. ભગવદીની કૃપાથી સર્વ સિદ્ધિ થાય અને ખફાથી સર્વ નાશ થાય. માટે આ વાત ખાસ વિચારવા જેવી દરેકને માટે છે, વિચારશે તે પામશે.
|| ઇતિ અષ્ટદશ એવમ એકોનવિસ વચનામૃત ભાવાર્થ સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને નંદની ચેતનભાઈ પરમાર (બીલખા) ના જય ગોપાલ ||