સંવત : ૧૭૧૯
સ્થળ : જૂનાગઢ
પતિવ્રતા ધર્મની પહેચાન અને લક્ષણ.
|| શ્રી ગોપાલો જયતે ||
એક સમયને વિષે શ્રીજીસુ નારણભટ્ટ, તથા કૃષ્ણભટ્ટે પ્રભુજીને વિનતી કરીને પૂછયું જે રાજ! આપણા માર્ગમાં પતિવૃત ધર્મથી રહેવું તે શું? અને એની પહેચાણ અને લક્ષણ કેવું? કૃપા કરીને કહો.
ત્યારે રસિકરાજ શ્રીગોપેન્દ્ર પ્રભુ સેવક પ્રત્યે આપ શ્રીમુખથી કહેવા લાગ્યા. અરે કૃષ્ણદાસ? તે એ વાત બહુજ સરસ પૂછી. માર્ગનો સિદ્ધાંત જાણવો અતિ આવશ્યક છે. ખુબ જ જરૂરી છે પણ સિદ્ધાંત જાણ્યા વિના માર્ગનું રહસ્ય સમજવામાં નહિ આવે. ત્યાં સુધી ભાવ ક્યાંથી ઠેરાય? કોઈ વસ્તુને રાખવા માટે પાત્ર જોઈએ.
પતિવૃતાનો ધર્મ સર્વથી અધિક અને સર્વોપરિ સર્વ ધર્મથી છે. તેથી આપણા માર્ગમાં પતિવ્રતાની ટેક અવશ્ય રાખવી જોઈએ. પતિવ્રતા ચૌદ બ્રહ્માંડમાં પોતાના પતિ વિના કોઈ પુરુષને જાણતી નથી. તે પતિવ્રતાનું મુખ્ય લક્ષણ છે. તેમ પોતાના પ્રભુ વિના કોઈ અવતારાદિકની લીલાને માને નહિ.એ પતિવ્રતાનું લક્ષણ સેવકનું છે. પતિવ્રતા પોતાના પતિના સુખને વિચારે તે પતિવ્રતાની પહેચાણ છે તેને પોતાના પતિની પહેચાણ કરાવવામાં બીજાની મદદની જરૂર છે નહિ. પતિવ્રતા પોતાના પતિને પોતે આપમેળે પહેચાણે છે. તે પતિવ્રતાની પહેચાણ (ઓળખાણ છે) છે.
સર્વ પતિવ્રતાના ધર્મમાં ગાંધારીની શ્રેષ્ઠ પતિવ્રત ધર્મની ભક્તિ, પોતાના પતિ ધૃતરાષ્ટ્રમાં હતી. જે ગાંધારીએ વિવાહ સમયે જાણ્યું. જે મારા પતિને નેત્રનું સુખ નથી. તો ભવિષ્યમાં થવા વાળા પતિને વિના સંકોચ અપનાવ્યો. અને પોતાના નેત્ર સદાને માટે બંધ કરી દીધા. જે મારા પતિને નેત્રનું સુખ નથી તો હું તે સુખને શું કરું? જે સુખ મારા પતિને નથી. સારી જીંદગી એમ વ્યતિત કરવાનું પણ લઈ લીધું. તે પતિવ્રતા ધર્મનું લક્ષણ અને તેની પહેચાણ છે. પણ તેની દિવ્ય દૃષ્ટિ થઈ ગઈ. સર્વ વાતને આપમેળે જાણી લેતી. અને જેના ઉપર તેની દૃષ્ટિ પડે તેનું અંગ વજ્ર સમાન થઈ જાય. પોતાના પુત્ર દુર્યોધન પર પડી તો દુર્યોધનનું અંગ વજ્ર સમાન થઈ ગયું. પણ અર્ધાંગ કુલનો તનીયો ભગવાને પહેરાવ્યો તેથી એટલું અંગ ન થયું. જો પતિવ્રતાનો ધર્મ જેનામાં છે તેની દિવ્ય દ્રષ્ટિ અલૌકિક થઈ જાય. તેથી આપણા માર્ગમાં એવા પતિવૃત પણધારી ધર્મ વાળા ભગવદીની સુદૃષ્ટિ કોઈ જીવ ઉપર પડે. તો તે તો અવશ્ય નિહાલ થઈ જાય તેથી સર્વ કોઈ ભગવદીની કાનમાં રહે છે. અને તેની કૃપાની યાચના કરે છે. તે પતિવૃતાના પણનું પ્રબલ બલનું કારણ છે. તે તો પોતાના પ્રભુજીની અનન્યતાથી સિદ્ધ થાય છે. તે વિના કાંઈ થાય નહિ. આપણા માર્ગમાં જે પ્રભુના સુખને વિચારે છે તે પતિવ્રતના ધર્મને પામે તેના સુખને પ્રભુજી વિચારે છે. પછી શું કહેવું? તે પતિવ્રતા ધર્મ અમારી સૃષ્ટિમાં અમારા માર્ગમાં અમારા સેવકમાં મુખ્ય દીધો છે, કહ્યો છે. તેનાથી રહેવું. તો શ્રીજી શીઘ કૃપા કરીને પોતાનો કરીને જાણે. પછી ન્યુન્યતા શું રહે? તેના લક્ષણ ઘણા છે. જે પોતાના પતિ એવા પ્રભુજીને અલૌકિક કરીને જાણે. અન્ય આશરો અને અણસમર્પિત ત્યાગીને રહે. તે પતિવ્રતાનું લક્ષણ છે. જે પોતાના પતિ એવા પ્રભુને પ્રીય નહિ. તે છોડીને રહે. તેથી બીજી અધિક વાત કોઈ નથી. જો એક વિશ્વાસથી રહે. તેને સર્વ ફળરૂપ થાય છે.
|| ઈતિ શ્રીગોપેન્દ્રજીનું ૧૭મું વચનામૃત સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપભાઈ ગોહેલ(જામનગર)ના જય ગોપાલ ||