|| શ્રી ગોપાલો જયતે ||
વચનામૃત
ઓર એક બેર આપ દુલાસકી ચર્ચા કરે હે , ઓર સબ વૈષ્ણવ સુને હૈ , તામે ચંદ્રાવલીજી, ઓર રાધાજી, ચંદ્રભાગાજી, ઔર લલીતાજી એ ચાર યુથ હે , તામે રાધિકાજી જો વૃષભાનુજીકી પુત્રી , સોતો પ્રસિધ્ધ હૈ, ઓર તીન યુથ તો અંતરિક્ષ હે, તાકો વિસ્તાર શ્રીશુકજીને નાહી લિખ્યો, કૌ જો એ તીન અંતરિક્ષ વલ્લભ હે, તેસે સુનકે વૈષ્ણવને કહી , જો મહારાજ શુકજીને લીખી નાંહી,સો કહા ? તેસે સુનકે શ્રીજી મુસકાયે જો સુનવેકે અધિકારી વિના કેસે કહે ?
જો શુકજીકે રાસલીલા ગાવેકી અતિ તૃષ્ણા રહી , તો આપ શ્રીજયદેવજીકો અવતાર ધરકે અષ્ટપદી કરકે ગાયે, તામે ભગવત વિહાર જેસો શ્રી પુરૂષોત્તમકો હે , તેસો આપ હૃદયમે બિરાજકે દર્શાયો , તેસો આપ વર્ણન કરે હૈ . અરુ શ્રીદાદાજીને જેતની આજ્ઞા હે, તેણે લીલાત્મિક સ્વરૂપ શ્રીજીકો હે , સો લીલારસ ભેદ, સો પુષ્ટિમાર્ગમેં પ્રગટ કીયો હેં. સો સુરદાસ જેસે સખા ભગવદી ગાયે , સો જેસો ભાસ આપ કરાયે, તેસો ગાયે, ઓર ભગવદીયકો કેસો વૃતાંત હે, જો બને સો ભગવત ઇચ્છા કરકે માને હે , ઓર આપ કર્તા નાહી હે , સો શુભ કર્મકો હર્ષ ઓર અશુભ કર્મકો શોક જીનને માન્યો નાહી હે.
ઓર જાકે અંતઃકરણમેં એસે દ્રઢ આયો હે, જો મેરે પુરૂષોત્તમ સત્ય એસો જાકું નેમ હે , સો અંતરીક્ષ વલ્લભ હે, ઓર જાકુ હૃદય નિર્મલ હે, એસે સુનીકે સબકે મન મેં સુ સંદેહ નિવૃત્ત ભયો .
|| ઇતિ ચતુર્દશ વચનામૃત સંપૂર્ણ ||
ભાવાર્થ
ઉપરોક્ત ચૌદમાં વચનામૃતમાં શ્રીગોપાલલાલજી શ્રવણના અધિકારની વાત સમજાવી રહ્યાં છે . તેમ જ ચાર યુથનો પ્રસંગ કહી રહ્યાં છે . તેમાં શ્રી રાધાજી પ્રસિદ્ધ અને બીજા ત્રણ યુથ ગુપ્ત છે . તેનો વિસ્તાર શુકદેવજીએ ન કર્યો . તેનું કારણ સમજાવ્યું કારણકે તે પ્રભુની લીલાના ગુપ્ત છે . તેથી તે યુથની લીલા અલૌકિક દિવ્ય નિજધામની છે . તે નિજધામના અલૌકિક દિવ્ય યુથના, અધિકારી જીવ સિવાય તેનું વર્ણન થઈ શકે નહિ . કારણકે તેવી દિવ્ય લીલાને સાંભળવાના અધિકારી વિના કોની આગળ વર્ણન કરે, જેનો અધિકાર સાંભળવાનો પણ નથી તેવા જીવની આગળ કદાચ શુકદેવજી વર્ણન કરે, તો તે સમજી પણ શું શકે . પુષ્ટિમાર્ગમાં અને શ્રીઠાકોરજીનીદિવ્યલીલાનો . અનુભવ કરવામાં મુખ્ય અધિકાર માનવામાં આવ્યો છે . જયાં સુધી જીવ ઉચ્ચ અધિકાર પ્રાપ્ત ન કરે , ત્યાં સુધી તેને કોઇ ભાવની પ્રાપ્તી થતી નથી , પુષ્ટિ માર્ગમાં અધિકારને મુખ્ય માનવામાં આવ્યો છે . તેથી તેવા અધિકારી જીવ ન હોવાથી શુકદેવજીએ વર્ણન ન કર્યું અને તે લીલાના ભાવને વર્ણન કરવાની પોતાની ઇચ્છા હોવાથી જયદેવજીનો અવતાર ધારણ કરીને પ્રભુની દિવ્ય લીલાને અષ્ટપદી કરીને ગાઇ . ભગવદલીલા જેવી હતી તેવી શ્રીઠાકોરજીએ તેમના હૃદયમાં બિરાજીને લીલા દેખાડી તેવું વર્ણન પોતે કર્યું .
શ્રીઠાકોરજીનું જેવું લીલાત્મક સ્વરૂપ છે , તેટલા લીલાના રસ ભેદ શ્રીમહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગમાં પ્રગટ કર્યો અને તે પ્રમાણે શ્રીમહાપ્રભુજીએ આજ્ઞા કરી તે સુરદાસ જેવા સખા ભગવદીએ ગાઇ છે . જેવો અનુભવ પ્રભુ પોતે કરાવે છે , તેવો ગાય છે . તેમાં પોતે કર્તાપણું માનતા નથી જે બને છે તે ભગવદઇચ્છા જ માને છે . જેને શુભ કર્મનો હર્ષ નથી તેમ અશુભ કર્મનો શોક જેમણે માન્યો નથી , માત્ર સર્વ કાંઇ ભગવદઇચ્છાને જ પ્રધાનપણે માને છે . તે પુષ્ટિભગવદીઓનું પુષ્ટિમાર્ગમાં ખાસ સિદ્ધાંતિક લક્ષણ છે . અને જેના અંતઃકરણમાં એવું દ્રઢ થયું છે કે જે મારા પુરૂષોત્તમ સત્ય છે . એવી જેના મનમાં એક ટેક છે તેવા જીવ પણ અંતરિક્ષ વલ્લભ યુથના જ છે . તેથી તેનું હૃદય નિર્મળ છે . એવું સાંભળીને સર્વના મનનો સંદેહ દુર થયો . ઉપરોક્ત વચનામૃતમાં શ્રવણનો અધિકાર તેમ જ ભગવદ લીલાનો અનુભવ જેવો જેને થયો તેવું વર્ણન તેવા ભગવદીઓએ કર્યું છે . કલ્પનાથી નહિ , તેમ જ લીલાત્મક સ્વરૂપનું વર્ણન લીલારસભેદથી કરવામાં આવ્યું છે . અને જેને પોતાના પ્રભુ સિવાય . બીજી કોઇ ટેક નથી , તેવા જીવ અલૌકિક દિવ્ય યુથના છે , તેમ બતાવવામાં આવ્યું છે
|| ઇતિ ચતુર્દશ વચામૃત ભાવાર્થ સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને નંદની ચેતનભાઈ પરમાર (બીલખા) ના જય ગોપાલ ||