|| શ્રી ગોપાલો જયતે ||
વચનામૃત
એક બેર શ્રીજી આપની બેઠકમેં દશમસ્કંધકી સુબોધિનીજીની કથા કહેંતે હતે. તામે એસો વૃતાંત આયો,જો વૃજભક્તકો સાતમી ભૂમિકાકો જ્ઞાન હે. તાસૂં તદાકાર વૃત્તિ ભઇ હે. એસે સૂનીકે હરજીવનદાસ શ્રી અમદાવાદી વૈષ્ણવ,તીનનેં પ્રશ્ન કરકે કહી,જો મહારાજ? શ્રી ઠાકુરજી વર્ષ ૧૧ બિરાજે હેં,તા પીછે આપ શ્રી મથુરાજી પધારે,એતને દિવસમેં કહા લીલા કરી? તબ શ્રીજી સુનીકે મુસકાયે અરે વૈષ્ણવ? જો વૃજકી લીલા,તામેં અનેક અનેક કાર્ય કરે હેં,જબ આપ ગોચારણ લીલા કરવેકું પધારે,તબ જો વૃજલોક અપને સ્વકર્મ ગૃહાદિકકો ત્યાગ કરકે,સબ એકાંત જાકું જેસો સાવકાર્ય (અવકાશ(વખત)),તેસે સબ મિલકે,જો ભગવદ્ લીલા વનમેં જેસે કરે તેસો તદાકાર સો ધ્યાન ઓર વાણી વિલાસે વર્ણન કરત હેં. તાબિરિયાં જો બ્રહ્માદિક દેવદર્શન નિમિત્ત આયે. તાકું તેસો ભાસ ભયો,સો કહેહેં,તાકે ઉપર આપ એક શ્લોક પઢે:- ||વ્યોમયાનવનિતાઃ સહ સિઘ્ઘૈર્વિસ્મિતાસ્તદુપધાયઁ સલજજા: || કામમાગણ સમર્પિતચિત્તા કાશ્મલં યયુરપસ્મૃતનીવ્યઃ|| સ્કંધ-૧૦ અ-૩૫ શ્લોક ૨ ( દેવતાઓની સ્ત્રીઓ પોતાના પતિઓની સાથે રહેવા છતાં પણ,વાંસળીનો સ્વર સાંભળીને આશ્ચર્ય પામી લજાઈ જાય છે. તેઓના મન કામના બાણથી વિંધ્ધ થઇ જાય છે,તેઓને નિચેના વસ્ત્રોનું ભાનપણ નથી અને તેઓ મોહિત થઇ જાય છે.)
એસે સબ ધ્યાનસો સ્મરણ કરે હેં. ઓર જબ આપ સાયંકાલકો વ્રજમેં પધારે હેં,તબ સબ ભક્તકું દશવિધ પ્રેમલક્ષણાકો દર્શન દેતે પધારે હેં. તાકો શ્લોક પઢે:- સ્કંઘ૧૦,અ.૧૫ શ્લોક 42 તંગોરજશ્રછુરિતકુન્તલબધ્ધબહઁ વન્યપ્રસૂનરુચિરેક્ષણચારુહાસમ્ || વેણુ કવણન્ત મનુગૈરનુગીતકીતિમ્: ગૌપ્યો દિ્દેક્ષિતદશોડભ્યગમન્સમેતાઃ ||
શ્રી ઠાકોરજી જયારે વનમાંથી ગાયો ચારીને ગોકુલ પધારતા,આ વખતે ગાયોના ચરણની રજથી ભુખરા થયેલા કેશમાં શ્રી કૃષ્ણ માથે મોરપીંછો અને વનના પુષ્પો ખોસેલા હતા. તેમના નેત્રો પણ મનોહર દેખાતા હતા. પોતે મધુર હાસ્ય કરતા,વાંસળી વગાડતા હતા. પાછળ ગોવાળીઆઓ તેની પવિત્ર કિર્તીનું ગાન કરતા આવતા હતા. આવા ભગવાનને જોવાની ઉત્કંઠાથી ગોપીઓ એકઠી થઈને આવતી.
એસે સબકોઉ દર્શનાદિક કરકે દિવસકો વિરહ દૂર કરેહેં. એસે સુખ દેત આવત હેં. પરિ દર્શન બિનું ક્ષણ એક સો શતયુગો પ્રમાને હે,એને લીલા કરી. તોકો એકાદશ વર્ષકો નેંમ કહા હે? ઓર રાસ પ્રકર્ણમેં એસો લીખ્યો હે, ||બ્રહ્મરાત્ર ઉપાવ્રતે, વાસુદેવનુમોદિતાઃIઇતિવચનાત્||ઔર આપ વ્રજમેં સદૈવ બિરાજે હે,પરિવાકું શત વર્ષકો અંતરાય ભુક્તેકો હે. તાતે વિરહાત્મક પુરૂષોત્તમ સબકે હૃદયમેં બિરાજે હેં.
|| ઇતિ ત્રયોદશ વચનામૃત સંપૂર્ણ ||
ભાવાર્થ
તેરમાં વચનામૃતમાં શ્રીગોપાલલાલજી દશમ સ્કંઘની સુબોધિનીજીની કથા કહી રહ્યા છે,તેમાં વૃજભકત સંબંધી પ્રસંગ જયારે આવ્યો ત્યારે વૃજ ભક્તના જ્ઞાનનું અને તેના ભાવનું વર્ણન સમજાવી રહ્યાં છે. વૃજ ભક્તોને ભક્તિમાર્ગીય સાતમી ભુમિકા સુધીનું જ્ઞાન થઇ ગયું છે. જ્ઞાન માર્ગમાં જ્ઞાનની સાત ભૂમિકા માનવામાં આવી છે. જ્ઞાનની સાત ભુમિકાનું જેને જ્ઞાન થઇ જાય છે, તે બહ્મજ્ઞાની બહ્મરૂપ થઈ જાય છે. તેમ વૃજભક્તોને પણ ભક્તિમાર્ગીય જ્ઞાનની સાત ભૂમિકાનું જ્ઞાન થયું છે. તેથી તે ભગવદ્લીલાને સાક્ષાત જોઇ શકે છે. ભગવદ લીલામાં તેમની તદરૂપ ભાવના થઈ જાય છે. પુષ્ટિમાર્ગનો એ ખાસ સિદ્ધાંત છે કે ભગવદ સેવા કર્યા પછી તે સેવાનું ધ્યાન માનસીમાં તદાકાર થવું જોઈએ, તોજ સેવા ફલરૂપ થઇ ગણાય.
અમદાવાદના હરજીવનદાસે એ વાત સાંભળીને પ્રશ્ન પુછયો જે ઠાકોરજીએ વ્રજમાં અગીયાર વર્ષ લીલા કરી પછી મથુરા પધાર્યા,તો તેટલા સમયમાં શું શું લીલા કરી? તેમ પુછયું. ત્યારે શ્રીજીએ તે પ્રશ્નો ઉત્તર આપ્યો કે,વૃજની લીલામાં અનેક કાર્યો કર્યા છે. જયારે ઠાકોરજી વનમાં ગૌ ચારવા પધારતા,ત્યારે વૃજવાસી લોક પોતાના ધરકામનો ત્યાગ કરીને એકાંતમાં સર્વ મળીને ભગવદ લીલાનું ધ્યાન કરતાં અને વાણીથી તેનું વર્ણન આપસ આપસમાં કરતાં. તે સમયે બ્રહ્માદિ દેવો પણ દર્શન કરવા નિમિત્તે આવતા. જેને જેવી લીલાનો ભાસ થાય તેવું વર્ણન કરતા. જયારે ભગવાને વેણુંનાદ વનમાં કર્યો ત્યારે પોતાની સ્ત્રીઓ સહિત દેવતાઓ પણ તે લીલાનું દર્શન કરવા આકાશમાર્ગે આવતા અને તે વેણુના નાદથી તેમની સ્ત્રીઓ પણ ભગવદ લીલામાં મોહ પામીને આશ્ચર્ય પામી અને દેહદશાનું ભાન ભુલી ગઈ.
સંધ્યા સમયે શ્રીઠાકોરજી વનમાંથી ગાયુ ચારીને પાછા પધારતા ત્યારે સર્વ ભક્તોને દર્શન દેતા અંતે પ્રેમલક્ષણા ભક્તિનું દાન કરતા. સર્વ કોઇ દર્શન કરીને આખા દિવસના વિરહ તાપને શમાવતા. દર્શન વિના એક ક્ષણ પણ સો યુગ જેવી લાગતી,એવો ભાવ વૃજ ભક્તોનો હતો. તેમાં અગીયાર વર્ષની લીલાનું કાંઇ પ્રમાણ નથી,પણ રાસ પ્રકરણમાં એમ લખ્યું છે,પણ આપ વૃજમાં સદા બિરાજે છે,તો પણ વૃજભક્તોને સો વર્ષનો અંતરાય હોય તેમ લાગે છે. માટે વિરહાત્મક પુરૂષોત્તમ તેના હૃદયમાં બિરાજીને તેમને તે આનંદનું દાન કરતા.
વૃજ ભક્તો પોતાના કાર્યમાંથી નિવૃત થઇને તે લીલાનું વર્ણન આસપાસ આસપાસમાં કરતા અને તેનું ધ્યાન કરતા. તેથી તે લીલામાં તેમની તદાકાર ભાવના થતાં તે લીલાનું સાક્ષાત દર્શન વ્રજ ભક્તોને થતુ હતું. તે જ સિદ્ધાંત અનુસાર પુષ્ટિમાર્ગમાં ખાસ સેવાના અનઅવસરમાં ભગવદલીલા ચરિત્રનું ભગવદીના સંગમાં અવગાહન કરવું,તેમ ખાસ બતાવવામાં આવ્યું છે. આજે દિનપ્રતિદિન ભગવદવાર્તાનો લોપ થતો જાય છે. તેથી જીવ વધુને વધુ બહિર્મુખ બનતો જાય છે. ભગવદવાર્તામાં ભગવદલીલાનું શ્રવણ થતાં તેનું ચિતવન થાય છે. તેથી જીવમાં આસુરાવેશ નાશ થાય છે અને ભગવદભાવના દ્રઢ થાય છે. તેવું ઉપરોક્ત વચનામૃતમાંથી સમજાય છે. માટે વૈષ્ણવે નિત્ય નિયમ મુજબ અવશ્ય ભગવદવાર્તા કરવી જોઈએ,જેમ વૃજ ભક્તો સર્વ મળીને કરતા. તેથી તેમને ભગવદ લીલાનું દર્શન થતું. તેમ વૈષ્ણવે ભગવદલીલાનું ચિતવન અવશ્ય ભગવદવાર્તા દ્વારા કરવું જોઇએ. જેથી જીવના ત્રિવિધ પ્રકારના તાપનો નાશ થાય છે,એવું ભગવદવાર્તાનું અગાધ મહાત્મય પુષ્ટિમાર્ગમાં માનવામાં આવ્યું છે. વૃજભક્તોના ભાવનો આ માર્ગ છે. તે ભાવને આપણે અનુસરવાથી ભગવદલીલાનું દર્શન તથા પ્રાપ્તિ થાય છે. માટે ભગવદવાર્તા અવશ્ય કરવા કહ્યું છે. કલિકાલમાં મનને દ્રઢ કરવાનું ઉત્તમોત્તમ સાધન એક ભગવદવાર્તા જ છે.
|| ઇતિ ત્રયોદશ વચનામૃત ભાવાર્થ સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને નંદની ચેતનભાઈ પરમાર (બીલખા) ના જય ગોપાલ ||