સંવત : ૧૭૧૧
સ્થળ : જૂનાગઢ
ભાગ્યવંત તથા સૌભાગ્યવંત તે શું ? અને કોને કહેવાય.
|| શ્રી ગોપાલો જયતે ||
એક સમયને વિષે હરજી કેશવને શ્રીજીની પ્રસન્નતા દીઠી. ત્યારે રાજને, ચરણે દંડવત્ કીધું. અને મનુહાર વિનતી કરીને પ્રશ્ન કર્યો. જે રાજ ! સૌ કોઈ ભાગ્યવંત એમ કહે છે ! તે ભાગ્યવંત તે શું છે? અને કોને ભાગ્યવંત કહેવાય !
ત્યારે રસિક રાજ, બહુજ પ્રસન્ન થયા. અને કહેવા લાગ્યા. અરે વૈષ્ણવ ! ભગવદી આપસ આપસમાં એકબીજાને ભાગ્યવંત કહેવું સુલભ છે. પણ ભાગ્યવંત બનવું બહુજ દર્લભ છે. સૌભાગ્યવંત બનવું કઠીન છે.
જે તમે બધા ભાગ્યવંત છો. અને સૌભાગ્યવંત છો. જેણે પોતાના સોહાગી જનની કૃપા પ્રાપ્ત કરી તે સૌભાગ્યવંત છે.જે શુદ્ધ પુષ્ટિના શરણે આવ્યા છે. અને પુષ્ટિ થઈને રહ્યા છે. સો, ભાગ્યવંત, બીજા કોઈ ભાગ્યવંત છે નહિ. જે અમારા શરણે આવ્યા છે. અને અમારા થઈને રહ્યા છે. તે બધા ભાગ્યવંત છે.અને અમારા શરણે આવ્યા છે, અને જેનું મન ભ્રમિત છે. જેનું મન મરક્ટ, જેવું છે. તે ભાગ્યવંત નથી. જેને પુષ્ટિની તો ગમ-ખબર નથી. મરકટને આભુષણ-ઘરેણા, પહેરાવે તો તેને આભુષણની તો ખબર નથી. (તે તો આભુષણને તોડી ફોડી નાખે તેનું મન ચંચલ છે). જેનો શુદ્ધ પુષ્ટિમાં વરણ-અંગીકાર થયો છે, તેના ભાગ્યનો પાર નથી. તે ભાગ્યવંત છે. જેણે પુષ્ટિનું રસપાન કર્યું. લીલાનું ધ્યાન કર્યું. પુષ્ટિના ગુણગાન કર્યા. જેની બુદ્ધિ પુષ્ટિ થઈ. મન દેઢ થયું. જેના અંગ અંગમાં પુષ્ટિરસ ભર્યા છે. તે ભાગ્યવંત છે. અને પોતાના સોહાગને સમજી-સમજીને વિચારીને રહે. તે ભાગ્યવંત છે. જેને અન્ય સંબંધની ગંધ પણ બાધક છે. જે સદા સુજાતીય ભગવદીથી વહેવાર કરે છે. અન્યબીજાના હાથનું ખાન-પાન જલ પણ ન લે, એવો વહેવાર જેનો છે. વિજાતીયથી દુર રહે છે. જેનો નેશ્ચલ ભાવ પોતાના સેવ્ય સ્વરૂપમાં નથી. તે વિજાતીય છે. અને નેચલતા વિના પુષ્ટિની પ્રાપ્તી ક્યાંથી થાય ! અને પૂર્વના સંબંધે કરીને અમારા શરણે આવ્યા છો, અને અમને પુષ્ટિ પુરૂષોત્તમ કરીને જાણે છે. તે ભાગ્યવંત ભુતલમાં છે. બીજા કોઈ ભાગ્યવંત છે નહિ. અને ભાગ્યવંત કહેવું સુલભ છે. પણ બનવું દુર્લભ છે. અને સૌભાગ્યવંત બનવું કઠણ છે. જે સૌભાગ્યને જાણે, માલા-તિલકના બાનાને મોટું કરીને ( સર્વોપરી કરીને જાણે) તે સોહાગી છે. સદૈવ ધારણ કરીને રહે. તે સોહાગી. સૌભાગ્યવંત છે. અને બીજા કોઈ એ વિના છે નહિ.
|| ઈતિ શ્રી ગોપેન્દ્રજીનું વચનામૃત ૧૨ મું સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને કિંજલ બેન તન્ના (જામનગર) ના જય ગોપાલ ||
Leave a Reply