|| પ્રભુશ્રી ગોપાલલાલજી ના વચનામૃત – ૧૨ ||

1
177

|| શ્રી ગોપાલો જયતે ||

વચનામૃત

જો કાનજી કાયસ્થકો ઘર (માંડવી નામે ગામ કરછમાં છે તે) મંંડૈમેં, હે તે વેપાર કરે હે, તામે કોઉ દૈવ ઇચ્છાસુંં જામી હજાર એકકો વાકુ સંકોચે આયો, (એક હજાર કોરીની ખોટ આવી) તબ વે ઘર કાનજીકો બ્રાહ્મણને વેચાતો લીયો, તબ ઉસને કરજ પુરો કર લીયો. તબ વે બ્રાહ્મણ ધરમેંં આય રહ્યો. ઓર કાનજી બહાર ગામ જાયકે રહયો. સો કેતેક દિનમેંં પિછો શ્રીમંડીમેંં આયો. કૌંં જો ક્ષુદ્રગામમેં (નાના ગામડામાં) રેવકો સાવકારસો કહા. કાહૂકે ઘર છોટોસો ભાડે લીયો , ફેર વે ગામમે જબ નીકસે , તબ વે અપુને ઘરકે આગે હોય કે ચલે તબ વે અપુને મનમેંં બોહત દેખકે ઈર્ષા ઉપજે. જો દયાલ કેસી ઉલટી કરે હે ? જો મેં ઘર બનાવો તબ એસી હતી, જોમેં શ્રીજીકુ પધરાઉગો સો ન ભઇ. તાકો અપને મનમેંં બોહોન ખેદ., ઓર દૈવી જીવ જો પુષ્ટિમાર્ગી, તાકુંં તો કછું સંકલ્પ ન હોહે , પરિ એસો ભયો, જો શ્રીજીને અંગીકાર નેત્રસું ન કયો. એસે કાનજીકો ચિત્ત સેવામે, ધ્યાનમે હો જાયહે. ( કાનજી ભગદીય જયારે શ્રીઠાકોરજીની સેવા કે ધ્યાન કરવા બેસે છે ત્યારે મનમાં એવો સંકલ્પ થાય છે, કે મારી ઈચ્છા પ્રમાણે સુંદર ઘરમાં શ્રીઠાકોરજી બિરાજયા નહિ , તેમ નેત્રથી પણ અંગીકાર કર્યો નહિ . ) તબ શ્રીજીકો |ભૃત્યવિત્રાસહારી| ( સેવકનો ભય દૂર કરનારા ) એસો સ્વભાવ હે. સો એક દિન ધરવારે બ્રાહમણકી સ્ત્રીકે સ્વપ્નમેં જાયકે શ્રીજી તાંંસુ કહ્યો જો તુમ ઘર કાનજીકો પીછે અપનો દ્રવ્ય લેકે દેહો. વે બ્રાહમણ શ્રીદ્વારકાનાથજીકો સેવક હે, સો તો સાધારણ હે , તબ વે સ્ત્રી ઉઠકે દેખે કછુ ન . જો મોકું સ્વપ્રમેં કહા હોત હે, ફેર વે સોઇ, તબ એસો ભાસ ભયો. જો એ ઘર કાનજીકુ દેહો . તબ ફેર જાગ્યકે મનમેંં વિચાર કીયો , જો એ કહા હોત હે, તબ વે સોઇ.

‘અત એવ સાક્ષાત્કાર કોટિ કંદર્પ લાવણ્ય’ ( કરોડો કામદેવના જેવા સ્વરૂપવાન શ્રીગોપાલલાલજીના પ્રત્યક્ષ દર્શન થયાં ) એસો સ્વરૂપ શ્રીગોપાલલાલજીકો દર્શન ભયો . ‘ તબ વે સકારે ઉઠકે અપુને પતિસો કહી, જો મોકું આજ એસો સ્વપન ભયો. ઓર અપુને પાસકે લોકકુંં કહી. તબ વે બોલે જો હા , એ ઘર તો ઇનકે હે. ઓર અપુનો સ્વામી તો બોહોત ખીજયો ; જો રાંડ કહા જખ મારત હો? તબ વે ચુપ કર રહી . ફેર પાછો જબ રાત્રી ભઇ તબ વે બ્રાહમણકો બોહોત માર પરિ, તબ ઉન કહી , જો મોકુંં તુમ કૌંં મારત હો ? તબ એસો આઇકે દેખે, તો ધરકે લરિકા સબ રોવત હેેં , તબ બ્રાહ્મણને વિચાર્યો, જો કૌંં રોવત હે ? જો હમકું કોઉ મારતહૈ. તબ વિચાર્યો , જો એ તો બુરી મોકુ સ્ત્રીનેં કહી, સો તો સાચ. તબ વિચાર્યો એ ઠિકાણે શ્રીગોપાલલાલજી બિરાજે હે, સો ઘરમેં તો યાકુ બિરાજવેકી ઇચ્છા હે.

ઓર મોકુંં તો એસો ભય ઉપજ્યો, સો મેં તો શ્રીમહાપ્રભુજીકો આશરે હો , ઓર મેરે શ્રીદ્વારકેશજીકો બ્રહ્મસબંધ હે તો કાઉ ( ઘણો ભય ) અતિભીતિ કરે એસો કોઉ સામર્થ્ય નાહીં હે , એસે વિચાર્યું . જો શ્રીમહાપ્રભુજી કે આશ્રયસો જમ ડરપત હો, તો ઓર કોનકો સામર્થ્ય ? જો અતિભીતિ કરે ? ઓર એસો વિચાયોં , જો જેેેસે શ્રીમહાપ્રભુજીકી ઇચ્છા , ઓર મેને તો પ્રભુકી આજ્ઞા ન માની , તો એસો ભય ભયો

ફેર વિચાર્યો, જો કાનજીકો ઘર પીછો દેને , એસો વિચાર્યો , ફેર વાકો કેસો ઉપજયો , જો મેં વૈષ્ણવકો રાખ્યો , તો મેરો દેહ છૂટ જાયગો , એસે સમજકે વે બ્રાહ્મણ પ્રભાતમેં ઉઠકે કાનદાસકે ઘર ગયો , જાયકે ભગવત સ્મરણ કીયો , ઓર કહી , જો તુમારે ઘરમેં તુમ શ્રીઠાકોરજીકો સેવો , મોકું એસી આજ્ઞા ભઇ હેંં. તબ વે બાત સબ જે ભઇ , તેસે કહી. વે બ્રાહ્મણ સંપતવાન હતો, તાકો દામ સબ ચૂકાયો, ફેર વે આનંદ પાયો જો ધન્ય.

|| ઇતિ દ્વાદશ વચનામૃત સંપૂર્ણ ||

ભાવાર્થ

ઉપરોક્ત બારમું વચનામૃત કાનદાસના વાર્તા પ્રસંગમાં પણ મળી આવે છે . ઉપરના પ્રસંગમાં ઘણી સિદ્ધાંતિક વાત સમજાય છે . વાર્તા પ્રસંગમાં હંમેશા સિદ્ધાંતનું પ્રતિપાદન થતું હોય છે. અને સિદ્ધાંતને સમજવામાં વાર્તા પ્રસંગ ખુબ જ ઉપયોગી થાય છે . કાનદાસ કાયસ્થ શ્રીગોપાલલાલના અનન્ય સેવક અષ્ટ સખા માંહેના છે . મહાન કવિ છે . શ્રી ગોપાલલાલના ઘણા પદો ઘોળ વધાઇ વિગેરેની રચના કરી છે . દૈવી જીવનો સ્વભાવ એવો ઉદાર હોય છે અને પુષ્ટિમાર્ગીય પ્રેમલક્ષણા ભક્તિનો સિદ્ધાંત એવો છે, કે હરેક કાર્યમાં હરેક વસ્તુમાં પોતાનો પ્રેમી જ યાદ આવે અને પ્રેમી જ નજર સમક્ષ રહે . તેનું નામ જ પ્રેમલક્ષણા, સર્વ સમર્પણવાળી અનન્ય સ્નેહાત્મિકા પુષ્ટિભક્તિ . તે સિદ્ધાંત અનુસાર કાનદાસે મકાન બનાવ્યું , ત્યારે પ્રભુને હું મકાનમાં પધરાવીશ ને પ્રભુને અંગીકાર કરાવીશ, તે ન થયું . સાચા પ્રેમીના હૃદયમાં તે જ ભાવનું મંથન રહેતું હોય છે , કે જયાં સુધી પોતાની વસ્તુનો અંગીકાર પોતાના પ્રાણ પ્રીયને ન થાય ત્યાં સુધી તેના ચિત્તને શાંતી રહેતી નથી . તેના હૃદયમાં અસહ્ય વિરહ વ્યથા હોય છે . તેમ કાનદાસનું મન પણ વારંવાર પોતાના પ્રાણવલ્લભ પ્રભુજીએ આ મકાન નેત્રથી પણ અંગીકાર ન કર્યું તે બાબતનું વારંવાર દુઃખ થતું સેવામાં અને પ્રભુના સ્મરણ ધ્યાનમાં પણ એ વસ્તુ નજર સમક્ષ આવીને ઉભી રહેતી . દૈવી જીવને કોઈ સંકલ્પ તો હોય નહી , પણ આ સંકલ્પતો પ્રભુ સંબંધ હતો . તેથી કાનદાસની આ વિરહ વ્યથા નિવારવાને માટે પ્રભુએ કુપા વિચારી દીન દયાળ ભક્તના રક્ષક છે , બિરદધારી છે . તે ભક્તના દુ : ખને કેમ સહન કરી શકે ? પ્રભુ કર્તુ , અકર્તુ અને અન્યથા કર્તુ સમર્થ છે
કાનદાસને વેપારમાંં નુકશાન જવાથી પોતે બનાવેલ મકાન વેચી નાખીને દરેકને દેણું ભરપાઈ કરી આપ્યું. તે મકાન એક ધનવાન બ્રાહ્મણે ખરીદ કર્યું હતું. અને તે બ્રહ્મણ તે મકાનમાં રહે તો હતો. કાનદાસ જ્યારે બજારમાં નિકળે ત્યારે તે મકાનને જોઈને પોતાના મનમાં ખેદ પામે કે મારા પ્રભુજીને ના મકાનમાં ન પધરાવી શકયો . પણ પ્રભુજીએ નેત્રથી પણ અંગીકાર ન કર્યું તેવું વારંવાર મન માં થાય તે કાનદાસના મનનું દુ ખ શ્રીઠાકોરજીથી સહન થયું નહીં . તેથી તે મકાનમાં રહેતા બ્રાહ્મણની સ્ત્રીને શ્રીગોપાલલાલજીએ રાત્રે સ્વપ્ન દ્વારા કહ્યું કે તમે તમારું દ્રવ્ય લઇને આ મકાન કાનદાસને પાછું આપી દયો. બ્રાહ્મણ દ્વારકાનાથજીનો સેવક હતો તે તો સાધરણ સેવક હતો સ્ત્રીએ સ્વપનમાંથી જાગીને જોયું તો કંઈ ન હતું અને મનમાં વિચારવા લાગી જે મને આ સ્વપ્નામાં શું થાય છે . ફરીને તે તેમજ થયું અને સ્વપ્નામાં એવો ભાસ થયો કે તમો આ ઘર કાનદાસને પાછું આપી દયો ફરીને જાગી ને મનમાં વિચાર કરવા લાગી અને એમ કરતાં સુઈ ગઈ . ત્યારે શ્રી ગોપાલલાલજીએ તે બ્રાહ્મણની સ્ત્રી ઉપર મહાન કૃપા વિચારી , સાક્ષાત કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપે પોતે દર્શન આપ્યું શ્રીગોપાલલાલના દર્શન પોતાને સ્વપ્નામાં થયાં તે વાત સવારે ઉઠીને પોતાના પતિને તથા આડોશી પાડોશીને કહી ત્યારે સર્વ પડોશીએ કહ્યું કે , હા એ ધર એનું જ છે . આ વાત સાંભળીને પેલો બ્રાહ્મણ ખુબ જ પોતાની સ્ત્રી ઉપર ખીજાણો એને ગાળો દેવા લાગ્યો . રાંડ શાને જખ મારે છે ! ત્યારે તે બાઇ ચુપ થઇ ગઇ. પણ ચમત્કાર વિના નમસ્કાર ન થાય તે જ રાત્રે બ્રાહ્મણને ખુબ જ માર પડ્યો. બ્રાહ્મણ બુમ પાડવા લાગ્યો તમે મને શા માટે મારો છો ? એક તરફ આવીને જોયું તો બધા છોકરા પણ રોવે છે . બ્રાહ્મણ વિચારવા લાગ્યો કે , એ કેમ રોવે છે . એ તો સારૂ નહિ જે મને સ્ત્રીએ કહ્યું તે મેં માન્યું નહિ , તે સાચું છે . આ ઘરમાં ગોપાલલાલજીને બિરાજવાની ઇચ્છા છે . મને આવો ભય તો બીજુ કોઇ કરી શકે નહિ કારણકે હું તો મહાપ્રભુજીના આશરે છું . અને દ્વારકાનાથજીનું બહ્મસંબંધ છે. જેથી મને બીજું કોઇ અતિ ભય કરી શકે એવું સામર્થ્ય બીજા કોઇનું નથી . શ્રીમહાપ્રભુજીના આશ્રયથી તો જમ પણ ભય પામીન નાસી જાય છે . તો બીજાનું શું ગજુ , પણ મેં તો પ્રભુની આજ્ઞા ન માની માટે મને આવો ભય ઉપજપો , જે શ્રીગોપાલલાલજીને બિરાજવાની ઇચ્છા છે. જેથી કાનદાસને આ ઘર પાછું આપી દઉં વળી વૈષ્ણવનું મેં રાખ્યું છે કદાચ આ દેહ પડી જાય તો વૈષ્ણવના અપરાધમાંથી છૂટી ન શકાય માટે સવારમાં ઉઠીને કાનદાસના ઘરે જઈને કહ્યું કે તમે તમારા ઘરમાં શ્રીગોપાલલાલજીને પધરાવી સેવા કરો એવી આજ્ઞા મને થઇ છે . જે બિના બની હતી તે સર્વે કહી અને બ્રાહ્મણને તેનું બધું ધન ચુકવીને, તે ઘર પાછું કાનદાસે લીધું અને બન્ને ખુબ જ આનંદ પામ્યા.

|| ઇતિ દ્વાદશ વચનામૃત ભાવાર્થ સંપૂર્ણ ||

(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)

લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને કિંજલ તન્ના ના જય ગોપાલ ||


1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here