|| શ્રી ગોપાલો જયતે ||
વચનામૃત
એક સમય શ્રીગોપાલલાલજી અરુ શ્રીવિઠ્ઠલરાયજી (ગોકુલનાથજીના બીજા લાલ) અપની બેઠકમેં બિરાજે હે, તહાં કાનદાસ શ્રીજીકી પાસ માલાપ્રસાદી કરાયવેકું આયો, તબ શ્રીરાયજી પાસ બેઠે હે, સો બોલે, અરિ વૈષ્ણવ ? માલા તો તુલસીકી પહેરીયે. એસી સુનિકે શ્રીજી બોલે, અરે રાયજી એસેં કૌન સિદ્ધાંત હો? વૃજકે કાષ્ટ તુલસી તે અધિક હે, સો તુમકો ઐસી નાહી કહી ચહિયે જો તુલસી ભગવતચરણ પ્રિય હે, ઓર રાજલીલા અરુ બાલલીલામેં અંગીકાર હે. પરિભયો કાયસો? કૌ ‘ જો પાકી યાદ દેખો, તો વે જાલંધરકી સ્ત્રી કે ઓર તાકો સ્વરૂપ બહોત દિવ્ય હુતો. તાકુ શ્રીઠાકુરજી (જાલંધરનું) વાકો સ્વરૂપ ધરકે તાકો ‘ અંગીકાર કીયો, પીછે અપુનો સ્વરૂપ દેખાયો, તબ તુલસી કહન લગી, મેરો તુમ ત્યાગ કરોંગે, કે મારગે ? તબ કહી જા હમ તોકુ, ચુર્વેગે (અંગીકાર કરેંગે) તબ ઇનકહી જો સબનમેં હમ ‘ ઉત્તમ ભઇ, જો તુમ ( અંગીકાર કરેંગે ) ચુર્વેગે. તબ કહી જો તુમ તપ કરો.
સો જાયકે શ્રીમથુરા મંડલમેં મહા અદભૂત તપકો પ્રારંભ કીયો, તાસુ કરકે વનકો નામ વૃંદાવન ભયો હે. ઓર ચૌદ લોકકે વાસી જો દેવ સો અકુલાય. તાકી વાર્તા શ્રીકૃષ્ણ જન્મ ખંડમેં તો બહોત હે. તબ સબન મિલકે ભગવત સહવર્તમાન યાકું વર દેવકું આયે, તબ પ્રભુ ઇનકો દ્રઢ વૃત ઓર ભક્તિ દેખકે બોહોત પ્રસન્ન ભયે. અરિ વૃંદા? તોકો તીનલોક વંદન કરેંગે, તેરી કાનસો મેં સબ યજ્ઞકો ઓર વૃતકો ફલ ગ્રહણ કરુંગો, તબ બહોત પ્રસન્ન ભઇ સો બહોત મહદભાવ પાયો હે. સો તો પ્રથમ મુખ્ય તો વ્રજકો આશ્રય હે, સો પ્રથમ કલ્પકી વાર્તા હે, એસી શ્રીમુખે કહી. વામે કહા જતાયો? જો ભગવત આશ્રયસું કરકે મહત પદકો પાયે હે. અધ્યાત્મ, અધિભુત, અધિદૈવ સો તાપ, ઓર જન્મ, મૃત્યુ, જો ભવાટવી એસે વ્યાધી હે, સો દ્રઢ વૃત, ભગવત ભક્તિસો નાશ પાવે હે. ઓર અગસત્યકી ઉત્પતિ કેસી અરુ સામર્થ્ય કેસો હે, સો ફલ તો દ્રઢ વૃત આશ્રયમે હે
યાતે અપુને સ્વમાર્ગેમેં દ્રઢતાસું કરકે પુરૂષોત્તમકી પ્રીતિ હે. અહો રાયજી યાતે વૃજકો કાષ્ટ તુલસી તે અધિક હે, કૈં જો વૃજમેં તો :-!! વૃક્ષે વૃક્ષે વેણધારી પત્રે પત્રે ચતુર્ભુજ : !! ઇતિ વચનાત !! ( જયાં વૃંદાવન છે ત્યાં તો દરેક વૃક્ષમાં વેણુધારી શ્રીઠાકોરજી બિરાજે છે અને દરેક વૃક્ષના પાન ઉપર પણ ચત્રભુજ બિરાજે છે. તે વૃદાવનમાં કોઇ વસ્તુ ઉપર લક્ષ્ય આપવું કે ન આપવું એ વાત ક્યાં રહી? ) યાતે વૃજ તો કેસો હે? જાકુ ગોલોકકી ઉપમા કહે એસો હે, જાકી ૨જકુ શ્રુતિ જો વેદ, ખોજે હે, ઓર બ્રહ્માદિક એસી વાસના કરે હે, જો હમકું વૃજકી ગુલ્મલત્તા કૌં ભયે નાહી? જો નિજાનંદ, નિર્ગુણ, અદ્વિતીય, અવ્યક્ત એસે પ્રભુ સગુણ દેહ ધરે હૈ, તાકી ચરણ રજકો સ્પર્શ હોત. એસે સુનતે મેં રાયજી બહોત પ્રસન્નન ભયે, ઓર કાનજીકો એસો ભાસ ભયો, જો મેરો સંદેહ નિવર્ત કીયો,જો વ્રજ આશ્રયસું પ્રેમલક્ષણા પ્રાપ્ત હૈ.
ફે૨ કાનદાસ વિજ્ઞપ્તિ કરે કેં પ્રશ્નન કીયો : જો મહારાજ રાજ પ્રેમલક્ષણાકો ઓર વેદાંતકો આશય તામે કેસો ભેદ હે? તબ શ્રીજી મુસકાયકે કહ્યો, જો વેદાંતકો આશય સો કઠિન હે, તેસે પ્રેમલક્ષણાકો આશય બોહોત કઠિન છે. તાકે ઉપર શ્રીજી વ્યાસ સૂત્રકે ભાષ્યકો શ્લોક પઢે, ઓર ભક્તિકે અંગ વર્ણન કરે હૈં, શ્રવણ ઓર કીર્તિ ઓર ધ્યાન ઓર હરિપાદ સેવા ઓર અર્ચન ઓર વંદન ઓર દાસભાવ ઓર સખા ઓર સમર્પણ એસો જો ( નવ ) નોં અંગ ભક્તિકે સુત્રપ્રમાણ એ કહે. એક એકકે નોં નો વિભાગ અંગ ઓર શાસ્ત્ર કે મતમેં લીખે હે. તબ યાકે એકાશી વિભાગ લીખે.
ફેર કોઉ શુભ કર્મ ભક્તિસો કરકે સંકલ્પ કરે,!! ઇદ કર્મ મોક્ષાર્થે કરિષ્યામિ કેવલાત મોક્ષાત !! ઇતિ વચનાત !! પરિ સાપેક્ષા ન, સાપેક્ષાયા નરક || ( હું આ કર્મ મોક્ષને માટે કરીશ, કેવળ મોક્ષના હેતુથી જ કર્મ કરીશ. સકામ કર્મની ભુલથી નરકની પ્રાપ્તિ થાય છે. માટે અપેક્ષા રહિત કર્મ કરવું.)
!! *તે તં ભૂકત્વા સ્વર્ગલોકંવિશાલમ્ ક્ષીણે પુણ્યે મર્ત્ય લોકં વિશન્તી * !! એવં ત્રયી ધર્મનુપ્રપન્ના ગતાગાતં કામકામાં લભન્તે !! ગીતા અ.૯.શ્લોક ૨૧ મોટી એવી જે સ્વર્ગની દુનીયા તેને તેઓ ભોગવીને તેઓના સારા કામોનું ફળ પુરુ થાય છે, એટલે મૃત્યુ લોકોમાં અહીં દુનિયામાં આવે છે. ત્રણ વેદમાં જે ધર્મ બતાવ્યા છે, તે પ્રમાણે ચાલીને કામની ઈચ્છા રાખનારો એવી રીતે વારંવાર જન્મ મરણના ફેરામાં આવજા કરે છે.
સો બ્યાસીની ભક્તિ ( ૮૨ ) ઓર પ્રેમલક્ષણા તત્પર હો, જાસો અક્ષરાતિત પુરૂષોત્તમકી પ્રાપ્તિ એસો, શ્રીમુખ આપ કહ્યા હે. સો પ્રેમલક્ષણાકો લક્ષણ કેસો હે એસો સુનિકે શ્રીગોપાલલાલજી મુસકાયકે કહી દેવી જીવ હે સો તો પૂર્વક શ્રી પુરૂષોત્તમકે પેલે જો પ્રથમ કટાક્ષસો પ્રગટ ભયે. સો તો અક્ષરસો (નાશ રિહત એક અક્ષર બ્રહ્મ ) ભયે હે સો ભક્તિકે વિષે લીન ભયે, ઔર માયા કે દૂસરે કટાક્ષસો જો અનંત સત્વ ભયે હે, સો તો આસુરી કર્મ અન્ય ઉપાસી જાકો શુદ્ધ ભજન ઓર ધર્મકી કહા પહેચાન? ઓર પ્રથમ દૈવીકે આચરણ આપ ગ્રંથ સાક્ષીસો કહે છે.!! અન ન્યાશ્રયી સ્વર્પિતઃ નિર્વિષયેણ વર્તતે !!ઇતિ વચનાત !! (જુદા જુદા શાસ્ત્ર વચનથી દૈવી જીવન સ્વરૂપ બતાવેછે દૈવીજીવ શ્રીઠાકોરજીનો
આશ્રય છોડતો નથી અને બીજાનો આશ્રય કરતો નથી અને વળી પોતાની સર્વં વસ્તુ શ્રીઠાકોરજીને અર્પણ કરેલી હોય છે તેમજ પોતાના અંતઃ કારણમાંથી સંસારના વિષયોનો ત્યાગ કરીને સંસારમાં રહે છે )
અનન્ય વર્તીતાદૃશો પરતંત્રેણ પશ્યતિ !! ઇતિ વચનાત !! (ભગવદી બીજાનો આશ્રય રાખતો નથીશ્રીઠાકરજીનો આશ્રય છોડતો નથી) !! *અસૂયા નૃતદમ્ભેષ્ર્ર્યા હિસામાંન વિવર્જીતા : દેહાભિમાન રહીતાં દેવ્યા જિવશ્ર્વતાદશા *!!
(ભગવાદીયોં આ બધા દોષોથી રહિત હોય છે જેમ કે બીજાને હાનિ કરવાની ઇરછા, ખોટું બોલવું, દંભ રાખવો, ઈર્ષા કરવી, હિંસા, માન, દેહાભિમાન એ સર્વ દોષો ભગવદીઓમાં હોતા નથી)
એસે લક્ષણસો જો વર્તે સો દેવી ઓર જા કે અંગ અંગ પ્રેમસો ભરે, હૈ, યાકુ અહંપદ હે નાંહી !! અહંમમેતિ અસદ્ ગ્રાહૌ !! ઇતિ વચનાત !!( જીવોના અંતઃકરણમાં જે અહંતા અને મમતા છે, તે ખરી રીતે જીવોને સંસારમાં પકડી રાખનાર ઝુંડો છે , એમ માનવું. ) યાકે હદયમેં મોહદિ જો રજોગુણકે વિકાર, ઓર તમો ગુણકે જો કોધ, કામ, લોભ, છલ, દ્રોહ એસે એનેક હે, સો કબહુ ઉપજે નાહી. કૌ જાકે અંગ અંગ ભગવતભાસ છે.
ત્વપદ તત્પદ, અસિપદકો જ્ઞાન : જો જીવ ઇશ્વર માયાકે પદ જાને, ઓર દેહકો તત્ત્વ, રજો, તમો, સત્ત્વ, પંચભૂતાની, દશ ઇન્દ્રિયાણી, અંતકરણ ચતુષ્ટ, પંચવિષયાણી ( ૨૪ ) માયા, મહતત્ત્વ, જીવ પરમાત્મા ( ૨૯ ) એસે સ્થુલ હે. ( સામાન્ય રીતે સ્થૂલ શરીર અને સૂક્ષ્મ શરીરના વિભાગો નીચે મુજબ શાસ્ત્રમાં જોવામાં આવે છે. સ્થૂલ શરીર : – *પંચમહાભુત *. ( પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ ) પાંચજ્ઞાનેદ્રિ – કાન, ચામડી, આંખ, જીભ, અને કાન પંચકર્મેન્દ્રિય – વાણી, હાથ, પગ, લિંગ, અને ગુદા, પંચતન માત્રા – શબ્દ, સ્પર્શ, રૂપ, ૨સ અને ગંધ, પંચ પ્રાણ – પ્રાણ, અપાન, વ્યાન, સમાન, અને ઉદાન, અતઃકરણ ચતુષ્ય મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ પ્રમાણે ઓગણત્રીશ તત્ત્વનું સ્થૂલ શરીર છે.
સૂક્ષ્મ શરીર પંચજ્ઞાનેન્દ્રિય – કાન, ચામડી, આંખ, જીભ, અને નાસિકા, પંચતનમાત્રા – શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, અને ગંધ, પંચપ્રાણ – પ્રાણ, અપાન, વ્યાન, સમાન, અને ઉદાન, મહતત્વ તથા અહંકાર કુલ સત્તર તત્વનું સૂક્ષ્મ શરીર છે. ) વાસનિક સુક્ષ્મ દેહ, અંતકરણ ચતુષ્ટ, પંચવિષયાણી. એસે ૯, જીવાત્મા નિરાલેપ હે, જો સાક્ષી, જાગ્રત, સ્વપ્ર, સુષુપ્તિ, તુર્યા સ્થૂલ સૂક્ષ્મ કારણ, મહા કારણ, સબકે સાક્ષી છે. ષડ ઉર્મી ( ભુખ તરસ, શોક, મોહ, ઘડપણ અને મૃત્યુ એ છ ઉર્મી કહેવાય છે. ), પંચ કોશાણી !! ઈતિ વચનાત ll ( અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, અને આનંદમય એ પાંચ કોષ કહેવાય છે. ) એસે શ્રીમુખ વેદાંતકી ચર્ચા કહી હે. તાકો આશય કહા? જો સર્વોપરિ શ્રી પુરુષોત્તમકું જાનનો. એસો પુષ્ટિમાર્ગમેં પ્રેમલક્ષણા , સો તો ( બ્યાસીમી ) પરા ( શ્રેષ્ઠ ) હે. –
જો પરમ હંસદાસ જો ઉપાસના અપુને સ્વપ્રભુ વિનું યાકું ઉચ્ચાર નાંહી જાકું હર્ષ શોક નાહી .!!બલીયસી કેવલમીશ્વરેચ્છા ’ ’!! ઇતિવચનાત!!( કેવલ શ્રી ઠાકોરજી ની ઇચ્છા બળવાન છે. )
એસો જો પ્રેમ લક્ષણાનકો સ્વરૂપ ભગવત કૃપા વિનુ ભાસ ન હોહે. એસી સુનીકે કાનદાસ રોમાંચ હોહે. તાબિરીયાં કાનદાસને પ્રશ્ન કરકે અપને મનમેં રાખ્યો. ફેર પીછે આપ જબ કથા કહે ચૂકે, તબ રાયજી સહવર્તમાન બેઠકમેં બિરાજે હે, તિહાં ભક્તિનકે નોં પ્રકારકે ભેદ કરકે કર્તા કહે છે.
પ્રથમ શ્રવણભક્તિ રાજા પરિક્ષતને કરી, ઓર કીર્તનભક્તિ શુકજીને કરી, સ્મરણભક્તિ પ્રહલાદજીને કરી, ચરણસેવાભક્તિ શ્રી લક્ષ્મીજીને કરી, અર્ચનભક્તિ અંગરાજા પૃથુને કરી, વંદનભક્તિ અકુરજીને કરી, દાસભાવભક્તિ જો ઉપાસના સો હનુમાનજીને કરી, સખાભાવભક્તિ અર્જુનને કરી ઓર સમર્પણભક્તિ રાજા બલીને કીની, ઓર પ્રેમલક્ષણા ગોપીજનને કરી, એસે આપશ્રી મુખ કીયે છે. એસે ભક્તિ દશઘાકો અંગ શાસ્ત્રોક્ત આપ શ્રી મુખે કીયે
|| ઇતિ નવમ વચનામૃત સંપૂર્ણ ||
ઉપરોક્ત નવમાં વચનામૃતમાં શ્રી ગોપાલલાલજી એ માલાનું, સ્વરૂપ તથા વ્રજકાષ્ટ અને તુલસીની બરાબરી કરતાં વ્રજનું કાષ્ટ અધીક છે, તે બતાવ્યું, પ્રેમલક્ષણા ભક્તિનું સ્વરૂપ વેદાંતની ચર્ચા કરીને સમજાવ્યું છે ભગવદીઓના લક્ષણ અને અનન્યતા વિષે નિષ્કામ કર્મ વિષે વૃજનો આશ્રય ચર્ચા કરીને સમજાવ્યું, ભગવદીઓના લક્ષણ અને અનન્યતા વિષ, નિષ્કામ કર્મ વિષે વ્રજમાં આશ્રય વિશે અને ભક્તિના સર્વાગ અંગ વિષે સમજાવીને તેના કર્તાના મુખ્ય નામોંનું વર્ણન કર્યું છે
શ્રી ગોપાલલાલજીની પાસે કાનદાસ કાયસ્ય વૃજકાષ્ટની માલા લઈને પ્રસાદી કરાવવા માટે આવ્યા, ત્યારે શ્રીગોકુલનાથજીના બીજા લાલ વીઠલરાયજી જેને રાયજી તરીકે ઓળખવામાં આવે છે તે પાસે બેઠા હતા. તેમણે કાનદાસના હાથમાં વ્રજ કાષ્ટની માલા જોઇને પ્રશ્ન કર્યો કે વૈષ્ણવે માલા તો તુલસીની પહેરવી જોઈએ. તે સાંભળીને શ્રીગોપાલલાલજી બોલ્યા કે રાયજી એવો કયો સિદ્ધાંત છે કે વૃજકાષ્ટથી તુલસી અધિક છે . તમારે એવું કહેવું નહીં જોઇએ, જે તુલસી તો ભગવત ચરણ પ્રિય છે અને તેનો અંગીકાર રાજલીલા (મર્યાદામાં ) અને બાલ લીલામાં છે. અને તે પણ શેનાથી થયો, તેનું પૂર્વ વૃતાંત તો જુવો. તે તો જલંધર નામના અસુરની પત્ની છે. દેવતાઓ સાથે યુદ્ધ થતા જલંધરને હરાવવા અને વૃંદાના પતિવૃતનું ખંડન કરવા ભગવાન વિષ્ણુએ જાલંધરનું સ્વરૂપ ધારણ કરીને વૃંદાનું પતિવ્રતપણું ખંડન કરીને જાલંધરને માર્યો અને દેવતાઓનું કાર્ય સિદ્ધ કર્યું. ત્યારે વૃંદાને ભગવાને પોતાનું સ્વરૂપ દેખાડ્યું, ત્યારે વૃંદાને ખબર પડી કે આતો ભગવાને જાલંધરનું સ્વરૂપ ધારણ કર્યું હતું. પછી વૃંદા ભગવાનને કહેવા લાગી તમો હવે મારો ત્યાગ કરશો કે મારશો, ત્યારે ભગવાને તેને વરદાન આપ્યું કે હું તને ચાહિશ.
જીવને જે ત્રણ પ્રકારના ત્રિવીધ તાપ અને જન્મ મૃત્યુ રૂપી જે વ્યાધી સંસારનું આવાગમન છે , તે તો દ્રઢ વૃત અનન્ય ભકતિથી નાશ પામે છે , અગત્સ્ય ઋષિનીઉત્પત્તિ રાફડામાંથી થઈ છે . અને તેણે જે સામર્થ્ય પ્રાપ્ત કર્યું , તે તો એક દ્રઢ અને અનન્ય આશ્રયથી તે ફ્લ પ્રાપ્ત કર્યું . ( જે એક અંજલી માત્રમાં સમુદ્રનું પાન કરી ગયા )
તું મથુરા મંડલમાં જઇને તપ કર, ત્યારે મથુરા મંડલમાં જઈને વૃદા એ ઉગ્ર તપ કર્યું. ત્યારે સર્વે દેવતાઓ અકળાયા અને ભગવાન સહિત સર્વો તેને વરદાન આપવા માટે આવ્યા ત્યારે ભગવાન તેનું દ્રઢ વૃત અને ભક્તિ જોઈને બહુજ પ્રસન્ન થયા અને વૃંદાને કહ્યું કે તેને ત્રણ લોક વંદન કરશે ; માનશે. તારી કાનીથી સર્વ ( મર્યાદા ) યજ્ઞ, અને વૃતના ફલને હું ગ્રહણ કરીશ. ત્યારે વૃંદા બહુજ પ્રસન્ન થઇ તેથી તે વનનું નામ વૃંદાવન પડ્યું. પણ મુખ્ય તો વૃજનો આશ્રય કર્યો, તેથી સર્વ ફલ પ્રાપ્ત થયું. તે તો પ્રથમ કલ્પની વાત છે. એમ કહીને શ્રીગોપાલલાલજીએ કહ્યું : કે એમાં શું સીદ્ધાંત બતાવ્યો, જો ભગવદ આશ્રયથી મહાન પદની પ્રાપ્તી થઇ.
માટે આપણા સ્વમાર્ગ એટલે પુષ્ટિમાર્ગમાં એક દ્રઢતાથી પુરૂષોત્તમની પ્રાપ્તી થાય છે. માટે રાયજી ! વૃજનું કાષ્ટ તુલસી કરતાં અધીક છે, શ્રેષ્ઠ છે, વજમાં તો વૃક્ષે વૃક્ષે વેણુધારી અને પન્ને પત્રમાં ચતુર્ભુજસ્વરૂપશ્રીઠાકોરજી બિરાજે છે, વ્રજને તો ગોલોકની ઉપમા આપી છે. જે વૃજરજની ઇચ્છા શ્રુતિ વેદ પણ કરે છે. અને બ્રહ્માદિ દેવતાઓ તો એવી ઇચ્છા પણ કરી રહ્યાં છે કે અમો વૃજમાં વેલા પાંદડાં લતા થયા હોત તો સારું હતું. જયાં શ્રી ઠાકોરજી સગુણદેહ ધારણ કરીને અનેક પ્રકારની લીલા કરી રહ્યાં છે. તેથી તેના ચરણનરજનો સ્પર્શ અમોને થાત, એવું સાંભળીને રાયજી બહુ જ પ્રસન્ન થયા અને કાનદાસના મનનો સર્વ સંદેહ દુર થયો. અને મનમાં એમ સમજાવ્યું કે વૃજના આશ્રયથી એ પ્રેમલક્ષણા ભક્તિ પ્રાપ્ત થાય છે.
ફરી કાનદાસે વીનંતિ કરીને પ્રશ્નન કર્યો જે મહારાજ પ્રેમલક્ષણા ભક્તિમાં અને વેદાંતને સિદ્ધાંતમાં શું ભેદ છે?ત્યારેશ્રીગોપાલલાલજી હસીને કેહવા લાગ્યા કે વેદાંતનો સિદ્ધાંત સમજવો કઢણ છે અને કાનદાસે વીનંતિ કરીને પ્રનું કર્યું જે મહારાજ | પ્રેમલક્ષણા ભક્તિમાં અને વેદાંતના ભેદ છે? ત્યારે શ્રી ગોપાલલાલજી હસીને કહેવા લાગ્યા કે વેદાંતનો સિદ્ધાંત સમજવો કે કઠણ છે પ્રેમલક્ષણા ભક્તિનો સિદ્ધાંત સમજવો વધારે કઠણ છે. તેની ઉપર વ્યાસ સુત્રનું પ્રમાણ આપીને ભક્તિના અંગનું વર્ણન કર્યું. શ્રવણ, કીર્તન, ધ્યાન, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્યભાવ, આત્મનિવેદન, એમ નવ અંગનું વર્ણન કર્યું. અને તેના એક એકના નવનવવિભાગ બીજા શસ્ત્રોના મતમાં લખ્યા છે, તે કુલ એકાશી વિભાગ લખ્યા છે અને કોઇ ભક્તિથી શુભ કર્મ કરીને મનમાં સંક૯૫ કરે કે હું મોક્ષને માટે જ આ કર્મ કરું છું. તેવો નિષ્કામ ભાવ રાખે પણ ભુલથી એ સકામ ભાવનાથી કર્મ કરે, તો નરકનો અધિકારી થાય છે. તેની ઉપર ગીતાનો શ્લોક કહી સંભળાવ્યો. જયાં સુધી પુણ્ય છે ત્યાં સુધી સ્વર્ગલોકની પ્રાપ્તી. પછી પુણ્ય ભોગવાય ગયા પછી તો મૃત્યુલોકમાં આવવું પડે છે. પણ કેવલ ભગવદ પ્રાપ્તીકરાવવાવાળી તો પ્રેમલક્ષણા વ્યાસીમી ભક્તિ છે. તે ભક્તિથી જ અક્ષરાતીત પુરૂષોત્તમની પ્રાપ્તી થાય છે. એમ શ્રીમુખથીભારદઇને શ્રીગોપાલલાલજીએ કહ્યું.
- તે પ્રેમલક્ષણા ભક્તિનું લક્ષણ કેવું છે? તેમ કાનદાસે પ્રશ્ન કર્યો. ત્યારે શ્રીગોપાલલાલજીએ હાસ્ય કરીને કહ્યું જે દેવી જીવ પૂર્વના છે અને તેતો શ્રીપુરૂષોત્તમના શ્રી અંગમાંથી પ્રથમ કટાક્ષથી પ્રગટ થયા છે અને તે ભક્તિમાં લીન થયા છે. અને માયાના બીજા કટાક્ષથી અનંત જીવોની ઉત્પતિ થઈ છે. તે જીવ તો આસુરી કર્મ કરવાવાળા અન્ય ઉપાસી, જેને શુદ્ધ ભજન કે શુદ્ધ ધર્મની કાંઇ ખબર જનથી. હવે પ્રથમ દૈવી જીવના લક્ષણ ગ્રંથનું પ્રમાણ આપીને કહે છે. જે દૈવી જીવ છે, તે શ્રી ઠાકોરજીનો આશ્રય છોડતો નથી અને બીજાનો આશ્રય ક્યારેય પણ કરતો નથી. પોતાની સર્વ વસ્તુ શ્રીઠાકોરજીને અર્પણ કરેલી હોય છે. તેમજ પોતાના અંતઃકરણમાંથી સંસારના વિષયોનો ત્યાગ કરીને સંસારમાં રહે છે. ભગવદીયોમાં કોઇ દોષ હોતા નથી. તે તો નિર્દોષ હોય છે . કોઇને હાની કરવી, ખોટું બોલવું, દંભ રાખવો, ઈર્ષા કરવી, હિંસા, માન, દેહાભીમાન, વિગેરે દોષો ભગવદીયોમાં હોતા નથી. એવા લક્ષણથી જે વર્તે તે દૈવી જીવ છે. એમ જાણવું. જેના અંગઅંગમાં પ્રેમ જ ભરેલો હોય છે. હું પણાનો ત્યાગ કરેલો હોય છે, તેના હૃદયમાં મોહના વિકારો રજોગુણ તથાતમોગુણનાવિકારો, કામ, ક્રોઘ, લોભ, છલ, દ્રોહ, એવા અનેક દોષો જે છે, તે તેને કદી ઉપજતા નથી, જેના અંગઅંગમાં ભગવદ આવેશ હોય છે. જેને જીવ, ઇશ્વર, માયા, ઈત્યાદીનું સાચું જ્ઞાન હોય છે. જે ત્રણ ગુણ રજો, તમો અને સત્વ, તેનાથી બનેલા આ પંચભુત, સ્થુલ શરીર, એકાદશ ઇંન્દ્રીયો, માયા, મહતત્વ ( જે અહંકાર ) જીવ, પરમાત્મા એ બધાનું જ્ઞાન હોય છે. તેમ વાસનીક દેહ સુક્ષમ અંતકરણ ચતુષ્ય અને જીવાત્મા નીરલેપ છે, સાક્ષી છે, જાગૃત, સ્વપ્ન, સુષપી, તુર્યા, સ્થુલ, સુક્ષ્મ કા૨ણ, મહા કારણ એ બધાનો સાક્ષી છે. છ ઉર્મીઓ અને પંચ કોપ વિગેરેની વેદાંતના આધારે ચર્ચા કહીઃ તેનો આશય સમજવ્યો કે જે સર્વોપરી પુરૂષોત્તમને ઓળખવા, એવો સિદ્ધાંત છે. પુષ્ટિમાર્ગમાં પ્રેમલક્ષણા બ્યાસીમી પરાભક્તિ છે, તેને જાણવી. –
જે પરમહંસ દશાને પ્રાપ્ત થયેલા તાદ્રશી ભગવદીયો દાસ ભાવથી પોતાના સ્વપ્રભુની સેવા સ્મરણ કરે છે. જે પોતાના મુખથી બીજો ઉચ્ચાર પોતાના પ્રભુ સીવાય કરતા નથી, જેને હર્ષ કે શોક બાધા કરતો નથી, કેવળ એક ભગવદ્ ઇચ્છાને જ સર્વ કાર્યમાં મુખ્ય માને છે. એવું પ્રેમલક્ષણા ભક્તિનું સ્વરૂપ ભગવત કૃપા વીના સમજાય નહીં. એવું સાંભળીને કાનદાસ રોમાંચીત થઇ ગયા. તે સમયે કાનદાસને પ્રશ્ન પુછવાનો ઉપજયો, તે પોતાના મનમાં રાખ્યો. અને જયારે કથાની સમાપ્તિ થઇ પછી રાયજી સાથે બેઠકમાં બીરાજયા, ત્યારે ભક્તિના નવ પ્રકારના જે ભેદ અને તે કોણે કોણે કરી તે કહી બતાવ્યું. એમ શાસ્ત્રોક્ત દસ ભક્તિનો પ્રકાર શ્રીમુખે કહ્યો, ઉપરોક્ત વચનામૃત વાંચતા ઘણું જ સમજાય તેવું છે. તેમાં મુખ્ય તો વૃજ કાષ્ટની માલાનું વર્ણન તેમજ પ્રેમલક્ષણા ભક્તિ એક આશ્રયથી કરવામાં આવે તોજ પુષ્ટિ પુરૂષોત્તમની પ્રાપ્તી થાય છે તે ભાર પુર્વક બતાવવામાં આવ્યું છે. વચનામૃત ખૂબ જ મનન કરવા જેવું છે.
||ઇતિ નવમ વચનામૃત ભાવાર્થ સંપૂર્ણ||
(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપભાઈ ગોહેલ ના જય ગોપાલ ||