|| પ્રભુશ્રી ગોપાલલાલજી ના વચનામૃત – ૧૦||

0
176

|| શ્રી ગોપાલો જયતે ||

વચનામૃત

ઓર એક સમે શ્રીજી ગોકુલતે આપુ શ્રીયમુનાજી સ્નાન કરવેકુ પધારે હે, તહાં સબ ભગવદીય, સંગ વૈષ્ણવ, (જલક્રીડા દર્શન માટે ભગવદીઓ તથા વૈષ્ણવો શ્રીગોપાલલાલજીની સાથે જાય છે) દર્શન (જલક્રિડાના) શ્રૃંગાર, શ્રીયમુનાજીકો સરાજામ સબ લીયેહે, તબ વૃજકે વૃક્ષ, લત્તાકુ દેખ કે શ્રીજી અપુને શ્રીમુખસો શ્રીભાગવતકો શ્લોક પઢેઃ – ભા.સ્કં ૧૦ અ.૧૧ શ્લોક ૩૩ || અહો એષાવરં જન્મ .સર્વ પ્રાણ્યું પજીવનમ્| સુજનસ્યેવયેષાવૈ , વિમુખાયાન્તિ નાર્થિનઃ|| ઇતિ વચનાત||( યાચકો જેમ કોઈ સજ્જન પુરૂષની પાસેથી નિરાશ જાય નહી, તેમ જ યાચકો આ વૃક્ષની પાસેથી પણ નિરાશ થઇને જતા નથી, અહોહો ધન્ય છે, આ વૃક્ષોના જીવતરને, કે જેઓનો જન્મ સર્વ પ્રાણીઓના જીવનરૂપ થઇ પડ્યો છે.)

અહો એ વૃક્ષ હે સો તો બડે ભગવદીય હે. જાકે પરમાર્થ સો દેહ હે. ઓર જો ‘ અર્થાકી યાચના ભંગ ન કરે, એસે કર્મક દેહ હે, ભગવત ચરણારવિંદકો સ્પર્શકી વાંછાસો આપુની ઇચ્છાતે વૃક્ષ હોય રહ્યો હે.

તાબિરીયા કોઉ વૈષ્ણવને એક ફલ વૃક્ષકો તોર્યો, તબ શ્રીજીને દેખ્યો, તબ બોહોત ખીજે, અરે તુને એ કહા કર્યો ? તોકુ બોહોત અપરાધ પડ્યો, કૌ જો એ કહા વૃક્ષ હે ? એતો સાક્ષાત ભગવદીય હે, તાકુ કૌ તોરત હોં. તબ ઉન વૈષ્ણવનને મનમે બોહોત ખેદ પાયો. અરે મહારાજ રાજ મેને તો અપરાધ કીયો, સો કેસે નિવૃત્તિ પાવે ? તબ શ્રીજી બોલે, જો વૈષ્ણવ; ભગવદીય દ્રોહ જેસો કોઉ બડો અપરાધ હે નાંહી. તાકે ઉપર આપુ ભાગવતકો શ્લોક પઢે – ભા.સં.૧૦ અ. ૪. શ્લોક ૪૬ || આયુઃ શ્રિયં યશોધર્મ , લોકાનાશિષ એવ ચ હન્તી શ્રેયાંસિ સર્વાણી, પુસો મહદ્તિક્રમઃ||( મહાત્મા પુરૂષોનો કરેલો અપરાધ પુરૂષના આયુષ્યનો, લક્ષ્મીનો યશનો, ધર્મનો, પુણ્યલોકનો, સુખનો, તથા સર્વ કલ્યાણનો નાશ કરે છે. ) એસે હે. પરિ તુમ એસો કરો, જો એ ફલ હે, સો શ્રીનાથજી કે મંદિરમેં ડારો, કૌ જો એ ફલકો શ્રીજી અંગીકાર કરેગે. ઓર તેરો દોષ નિવૃત હોયગો.

તબ વે વૈષણવને એસી સુનિકે ચિત્ત (શાંત) સ્વસ્થ ભયો. જો શ્રીજીને કર્મ પ્રાયશ્ચિત મિટાયો. ફેર વે વૈષ્ણવ ફલ લેકે, શ્રીજીકે મંદિરમેં જાયકે ધર્યો, એસે પ્રભુ અપુને ભક્તનકે કર્મ નિર્વત્યર્થે પ્રગટે, ||ઇતિ વચનાત !!

|| ઇતિ દશમ વચનામૃત સંપૂર્ણ ||

ભાવાર્થ

ઉપરોક્ત દશમા વચનામૃતમાં શ્રીગોપાલલાલજી વ્રજ ભૂમિના વૃક્ષ લતા વિગેરેનું સ્વરૂપ અને મહાત્મય સમજાવી રહ્યા છે, તેમાં જે ભગવદીયોનો દ્રોહ ક્યારેય ન કરવો, દ્રોહ કરવાથી મહાન હાની થાય છે. તેવું સ્પષ્ટ સમજાવી રહ્યાં છે. વૃજ ભુમિની અલૌકિકતા કેટલી છે, તે આ વચનામૃતથી સિદ્ધ થાય છે. વૃજભૂમિની અંદર પ્રભુની લીલામાં જડ ચેતનવંત બની જાય છે. અને ચેતન જડ્વત બની જાય છે. એવું મહાન રમણ સ્થળ બીજું એકેય નથી. વ્રજની ભુમિ ગોલોક સમાન છે. તેથી શ્રીઠાકોરજીએ પોતાની અલૌકિક દિવ્યલીલા ત્યાં પ્રગટ કરી છે.

એક સમય શ્રીગોપાલલાલજી ગોકુળમાં શ્રીઠકરાણી ઘાટે યમુનાજીમાં સ્નાન કરવા પધારે છે. ત્યારે નીજ અંગીકૃત ભગવદીયનું જુથ તથા વૈષ્ણવોનું જુથ જલક્રિડાનાં દર્શન કરવા સાથે છે. શ્રીગોપાલલાલજીએ શ્રીયમુનાજીનો સિંગા૨ તથા સામગ્રી સાથે લીધી છે. ત્યારે રસ્તે ચાલતા વૃજના વૃક્ષ લત્તા વિગેરેને જોઇને શ્રીજી પોતે તેના સ્વરૂપનું મહાત્મય શ્રીમુખથી સમજાવી રહ્યા છે, કે આ વૃક્ષનું સ્વરૂપ અને તેમનું જીવન કેવું છે . આ વૃક્ષોતો મહાન ભગવદીય છે. જેને પરમાર્થ માટે દેહને ધારણ કરેલો છે, કોઇપણ યાચકની યાચનાનો અનાદાર કરતા નથી. એવો કર્મમય દેહ જેમનો છે, અને ભગવદ ચરણારવિંદની રજના સ્પર્શની ઇચ્છાથી પોતાની સ્વઇચ્છાએ વૃક્ષનું સ્વરૂપ ધારણ કર્યું છે,

વૃક્ષનો દાખલો આપીને ભગવદીયના લક્ષણો સમજાવે છે. વૃક્ષનો સ્વભાવ હંમેશા ઉદાર હોય છે. તેના આશ્રયે આવનારને તેની ઇચ્છા પૂરણ કરે છે,શીતળતા આપે છે. તેના ઉપર કોઇ પત્થર ફેંકે તો તેને ફલ આપે છે. તેને કોઇ કાપે તો તેની ઉપર ક્રોધ કરતું નથી. સિંચે છે, તેને સ્નેહ કરતું નથી. પોતાના ડાળી પાંદડા, છાલ, મુળ, ફળ, ફુલ, વગેરેને પરોપકાર અર્થે આપે છે. પોતાના મસ્તક ઉપર અસહ્ય તાપને સહન કરીને બીજાને શીતળતા આપે છે. સુરદાસ એક પદમાં વૃક્ષ વિશે ગાય છે . ( રાગ બિહાગ ) ‘ મન રે ! તું વૃક્ષનકો મત લે . ‘ કાટે તાપર કોધ ન કર હી , સિંચે નાહિ સ્નેહ જો કોઉ તાપે પત્થર ચલાવે , તાહિકો ફલ દે. અપુને શિરપર ઘુપ સહત હે , ઓરન છાયા દે. ધન્ય ધન્ય જડ, પરમ પદાર્થ, વૃથા મનુષ્યકી દેહ. સુરદાસ મન – કર્મ – વચન કરી, ભક્તનકો મત એહ.

ઉપરોક્ત પદમાં આગળ ભાવાર્થ લખ્યો તે મુજબ સુરદાસજી વર્ણન કરતાં છેવટમાં કહે છે. ધન્ય છે એ જડ દેખાતા વૃક્ષને, પણ મનુષ્યની દેહ તો સાવ નકામી છે. સુરદાસ કહે છે મન – વચન અને કર્મથી ભક્તોનો સ્વભાવ એવો જ પરોપકારી હોવો જોઇએ. આમ વૃક્ષના મતથી ભગવદીઓના લક્ષણો સમજાવ્યા છે. ભગવદીઓની એક જ ઇચ્છા માત્ર હોવી જોઇએ, જે ભગવદ ચરણારવિંદની પ્રાપ્તી. માટે વૃજના જે વૃક્ષો છે તે મહાન છે, જે પૂર્વના જીવોના મનમનોરથ અધુરા રહ્યાં, તે ભગવદલીલાના દર્શનની ઇચ્છાથી વૃક્ષનું સ્વરૂપ ધારણ કરી રહ્યાં છે.

ત્યારે તે સમયે એક વૈષ્ણવે વૃક્ષ ઉપરથી ફૂલ તોડ્યું. ત્યારે તે ગોપાલલાલજીએ જોયું, અને તેની ઉપર બહુ જ ખીજયા અને કહ્યું અરે ! તે આ શું કર્યું. તને તો બહુ જ અપરાધ લાગ્યો. કેમ, જે શું એ વૃક્ષ છે ? એ તો સાક્ષાત ભગવદીય છે. તેને શા માટે તોડ્યું ? ત્યારે તે વૈષ્ણવ પોતાના મનમાં બહુ જ દુઃખ પામ્યો. અને કહેવા લાગ્યો અરે મહારાજ ! મેં તો મહાન અપરાધ કર્યો, તે હવે કેમ નિવૃત થાય ? ત્યારે શ્રીજીએ કહ્યું ; જે વૈષ્ણવ ભગવદીયના અપરાધ જેવો બીજો કોઇ મોટો દોષ નથી. તેની ઉપર આપ શ્રી ભાગવત શ્લોક કહીને સમજાવવા લાગ્યા કે ભગવદીનો અપરાધ કરનારના આયુષ્યનો , લક્ષ્મીનો, યશનો, ધર્મનો, પુણ્ય લોકનો, સુખનો તેમજ સર્વ કલ્યાણનો નાશ થાય છે. માટે ભાગવદીયનો અપરાધ ક્યારેય ન કરવો. માટે તે અપરાધમાંથી છૂટવા માટે તું એમ કર તે ફલને શ્રીનાથજીના મંદિરમાં ધરી આવ જેથી તે અપરાધમાંથી તું મુક્ત થશે . કારણ કે તે ફલનો શ્રીજી અંગીકાર કરશે, એટલે તારો દોષ નિવૃત્ત થશે. તે સાંભળીને તે વૈષ્ણવે તેમ કર્યું, અને પોતાના મનમાં પ્રસન્ન થયો. જે શ્રીજીએ મારા કર્મનું પ્રાયશ્ચિત મટાડ્યું. એવા મારા પ્રભુ ભક્તના કર્મને નિવૃત્ત કરવા માટે ભુતલ ઉપર પ્રગટ્યા છે. તેમ આ વાતના સિદ્ધાંતમાં સમજાય છે. પ્રભુની આજ્ઞાનું પાલન કરવાથી ભક્તના સર્વ પ્રકારના કર્મના બંધન નાશ પામે છે.

|| ઇતિ દશમ વચનામૃત ભાવાર્થ સંપૂર્ણ ||

(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)

લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપભાઈ ગોહેલ ના જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here