|| પ્રભુ શ્રી ગોપાલલાલજી ના વચનામૃત -૨૩ ||

|| શ્રી ગોપાલો જયતે ||

વચનામૃત

ઓર એક બિરીયાં શ્રીજીકે આગે સબ વૈષ્ણવ બેઠે હે, તબ આચાર્યકી વાર્તા ચાલી જો કેસે હે, જો આચાર્ય તો ભગવત અંશ, આજ્ઞા બિનુ કાં માર્ગ ચલે ? પ્રથમ શેષકી ભક્તિ અંશસે રામાનુજ સંપ્રદાય હેં, અરુ બ્રહ્માકી ભક્તિ કે અંશકી માધવાચાર્ય સંપ્રદાય હે, અરુ શિવકી અંશ ભક્તિ સોં વિષ્ણુસ્વામી સંપ્રદાય હૈ, અરુ સનકાદિકકે અંશ ભક્તિ સો નિબાર્ક સંપ્રદાય હે. એસેં સબ ભગવત આજ્ઞા અંશી, પ્રાચીન હે, આધુનિક નાંહી કૌંં જો વ્યાસકે વચન પ્રમાણે માર્ગ ચલાયે, એંસે હેં, જાકું જેસી ભગવત આજ્ઞા ભઈ, તાને તેસે માર્ગ પ્રનાલિકા ચલાઈ, વામે મતાંતમૅત તો હે નાંહી, જો આજ્ઞા સો પાલની. ઓર અપને કોઉકો દ્રોહ ન વિચારનો તાકે ઉપર આપશ્રી એકાદશકો શ્લોક પઢે : – પરસ્વભાવ કર્માણિ, ન પ્રશંસેન ન ગહૅૅૅૅયેત|| ઇતી વચનાત ||

જો અપને સ્વમાર્ગમેં તો વૈષ્ણવ હેં, સો તાકું કોઉકો દ્રોહ ન કરનો. કૌ જો દ્રોહ કીયેસે સબ અપનો ધર્મ નાશ પાવે. અરુ ભગવત ધ્યાન ભ્રષ્ટ હોય, તાતે સર્વથા દ્રોહ ન કરનો. એસે શ્રીમુખ કહી, સો સુનીકે માવજી ભરોચીકે મનમેં દ્રોહ કર્તવ્ય પૂછવેકો આયો, જો મહારાજ રાજ ? બ્રહ્મદાસ કબીરકો તો ગમ બોહોત નાંહી , જો જીનુને સબકું તુચ્છ તુચ્છ એસે લીખ્યો, વેદ, શાસ્ત્ર, પુરાણ, યોગ, યજ્ઞ, તપ, વ્રત, દત્ત એ સબકું તુચ્છ તુચ્છ એસે લીખે, જો હમતો ઇનુને કહી હે તા પરમાન કહો હેં. એક પ્રેમ પ્રધાન લીખ્યો હેં. સો સુનીકે શ્રીજી મુસકાય. જો સબ કોઉ સાધનમેં પ્રેમ બિનું તુચ્છ હેં, અરિ ઓર તો હમ કુછ જાનત નાંહી, અરિ એસે સુની હેં જો યે સાક્ષાત સખા ભક્ત હે.

જબ શ્રીગોકુલમેં વૃજ ગોપકે મંદિર જાય જાયકે દધિ, દૂધ આપ આરોગે, ઓર ગોપબાલકકો બાટ દેવે. ઓર વાંદરર્કો ખવાવે હે. એસી બાલ ચરિત્ર ચેષ્ટા કરે હેં સો તાકો ઓરાનો દેવેકો સબ આયકે યશોદાજીકો કહે હેં, તાકે ઉપર શ્રીજી શ્ર્લોક પઢે : –
”વત્સાન્મુગ્ચૃન્કવચિદ સમયે ક્રોશ સજાતહાસ:” ”સુપ્રતિકો યથાસ્તે” ઇતિ વચનાત

જો કોન સંગ હુતો ? કેનુને દેખે ? તબ બ્રહ્મદાસને શાખ ધરી, જો હાં સાચ હેં. તબ યશોદાજીકો એસો આયો જો, મેરે બાલકકો એસી શાખ કૌ ભરે ? પરિયાકો તો એસે હે, જોંં જેસો દેખો એસો ક્યો. પછી તો તુમ જાનો, જો ગમ હે કે નાંહી. એસે સુનીકે વે વૈષ્ણવકે મનમેં આયો, જો પુર્વ ભાગ્યોદય બિનુ ભગવત ગુણ આશ્રય ન હોય : ઓર ઉત્તમ મધ્યમ અવતારકું ન દેખનો. એસે જાનકે નિશ્ર્વ કર્યો ફેર વે વૈષ્ણવકું દ્રઢતા, પુરૂષોત્તમકો આશ્રય રહે હેં, સોદપિ પુર્વ ભાગ્યોદય હે. વાતે જેસે ઇચ્છા વિચારકે ચલનો.

એસે વિચારકે વૈષ્ણવ સબ અપુને ઉતારોપર જાયકેંં ભગવત વચનકી પ્રશંસા કરે હે, જો કેસો ભાવ આપ નિર્મલ એસે ઉચ્ચાર કરે હેં, ઓર સબ આનંદ પાયે.

|| ઇતિ તયોવિંંશતિ વચનામૃત સંપૂર્ણ ||

ભાવાર્થ : – શ્રીગોપાલલાલજી ઉપરોક્ત વચનામૃત ત્રેવીશમું સમજાવતા કહે છે કે આચાર્ય છે તે તો ભગવદ અંશરૂપ છે. તે જેને જેવી આજ્ઞા થઇ તેણે તેવો સંપ્રદાય ચલાવ્યો છે. તેથી કોઇપણ સંપ્રદાયની ટીકા નીંદા ન કરવી. અને તેમ કરવાથી દ્રોહ ઉત્પન થાય છે, ને દ્રોહ સર્વથા ભગવત ભક્તિનો તથા પોતાના ધર્મનો નાશ કરવાવાળો છે. તેથી કોઇનો દ્રોહ ન કરવો, તેમ સમજાવ્યું .તેમજ માવજી ભરૂચીએ બ્રહ્મદાસ કબીરની વાત પુછી કે, તેણે બધા સાધનોનો નિષેધ કરી એક પ્રેમને પ્રઘાનપણે વર્ણવ્યો છે. તે શું ? તેના જવાબમાં શ્રીજીએ કહ્યું કે પ્રેમ વિના સર્વ સાધન નકામા છે. તેના ઉપર કૃષ્ણ ભગવાનના બાલ ચરિત્ર અને ગોપીઓના પ્રેમનું દ્રષ્ટાંત આપી પ્રેમનું સ્વરૂપ સમજાવ્યું તેમજ પુર્વના ભાગોદય સિવાય દ્રઢ આશ્રય પ્રાપ્ત ન થાય . તેમાં ઉત્તમ મધ્યમ અવતારનું કાંઈ કારણ નથી. જીવના પુર્વના સુકૃતિના આધારે દ્રઢ આશ્રય ભક્તિ પ્રાપ્ત થાય છે.

શ્રીગોપાલલાલજીના વચનામૃતમાં ટુંકમાં સાર ઘણોજ ગહન હોય છે . તેમાં પૃષ્ટિમાર્ગના એક એક તત્વનું રહસ્ય ભરેલું હોય છે. તેથી આપના નિજ સેવકો આપની નિર્મલ વાણીની પ્રશંસા કરતાં આનંદ પામે છે. વૈષ્ણવ સંપ્રદાયમાં ચાર આચાર્યો થયા છે . તે બધા આચાર્યો ભગવદ અંશ અવતાર છે. ભગવદ આજ્ઞાથી તે ભુતલ ઉપર અવતર્યા છે. તેમાં જે જેની સૃષ્ટિના જીવો છે. તેનો ઉધ્ધાર કરવા. તેવી ભક્તિ તેનું સાધન અને ફલ ભગવદ આજ્ઞા અનુસાર કર્યા છે. પ્રવાહી સૃષ્ટિના જીવો મર્યાદા સૃષ્ટિના જીવો અને સગુણ ભક્તિ માર્ગી જીવો અને સગુણ ભક્તિ માર્ગી જીવો, અને નીર્ણય ભક્તિ માર્ગી જીવો એ ચાર સૃષ્ટિના જીવોનો ઉધ્ધાર કરવા તેવો માર્ગો પ્રગટ કરીને તે આચાર્યોએ સંપ્રદાય ચલાવ્યો છે. તેમાં કોઇએ મતમતાંર કરવા જેવું કંઇ નથી. જેવી ભગવદ આજ્ઞા થઇ તેવો માર્ગ અને પ્રાણાલિકા ચલાવી છે. તેમાં જે જેના અધિકારી જીવ છે. તે તેવો ધર્મ પાળે છે.

શેષના અંશથી રામાનુજ થયા છે. તેણે રામાનુજ સંપ્રદાય ચલાવ્યો છે. બ્રહ્માના અંશથી માધવાચાર્ય થયા છે. તેણે માધવ સંપ્રદાય ચલાવ્યો છે. શંકર અંશથી વિષ્ણુ સ્વામી અને તે સંપ્રદાયને વલ્લભાચાર્યજીએ વલ્લભ સંપ્રદાયથી ચલાવ્યો છે. જે પુષ્ટિમાર્ગી કહેવાય છે. સનકાદિકના અંશથી નિબાકાાચાર્ય થાય છે તેમણે નિમ્બાર્ક સંપ્રદાય ચલાવ્યો છે. તે બધા પ્રાચીન છે. તેથી કોઇ સંપ્રદાય પ્રત્યે દ્રોહ ન રાખવો. કારણકે તે બધા સંપ્રદાય ભગવદ આજ્ઞા પ્રમાણે થયા છે.

શ્રી ગોપાલલાલજી પોતાના સ્વમાર્ગી વૈષ્ણવને ભારપૂર્વક સમજાવી રહ્યા છે કે તેમણે કોઇનો દ્રોહ કરવો નહિ. દ્રોહ કરવાથી ભગવદ ધર્મ છૂટી જાય છે. અને ભગવદ ચરણ કમલના ધ્યાનથી ભ્રષ્ટ થવાય છે. અને દ્રોહ કરવાથી શ્રીજી અપ્રસન્ન થઇ તેવા જીવની સેવા અંગીકાર કરતા નથી. પારકો સ્વભાવ અને કર્મ તેની નિંદા પણ કરવી નહિ અને તેના વખાણ પણ કરવા નહિ. તે ગમે તે કહેતા હોય તેનો કોઇ સંબંધ આપણી સાથે નથી. તેમ માનીને રહેવું તેથી આપણા ભગવદભાવમાં વિઘ્ન ન આવે.

ત્યારે માવજી ભરૂચીના મનમાં દ્રોહ વિષે પુછવાનું આવ્યું અને બ્રહ્મદાસ કબીરનો દાખલો આપીને પુછયું કે બ્રહાદાસ કબીર તો જાણકાર હતા. છતાં તેણે બધાને તુરછ તુરછ કરીને વર્ણન કર્યું. તે શા માટે ? મેં તો તેણે જે કહ્યું છે તે પ્રમાણે કહું છું. તેમણે શાસ્ત્ર પુરણ, યોગ, તપ, વૃત, દત એ સર્વે સાધનોને તુચ્છકારી નાખ્યા છે. અને એક પ્રેમને જ મુખ્ય ગણીને વર્ણન કર્યું સર્વેમાં પ્રેમ જ શ્રેષ્ઠ બતાવ્યો છે તેનું કારણ શું ?

તે સાંભળી શ્રીજી હસ્યા, અને કહયું: સર્વે કોઇ સાધનમાં મુખ્ય પ્રેમ છે. પ્રેમ વિના સર્વો સાઘનો તુચ્છ છે. પ્રેમમાં પ્રભુ બિરાજે છે. પ્રેમ પ્રભુને ગમે છે. કોટિ સાધનો ભલે કરે પણ તેનાથી પ્રભુનીપ્રાપ્તિ થતી નથી. ઉપર જણાવેલ સાધનો માત્ર ભૌતિક સુખ કે કોઇ સિદ્ધિ આપે પણ ભગવત પ્રાપ્તિ તેનાથી થાય નહિ. ભગવત પ્રાપ્તિમાં તો પ્રેમ મુખ્ય છે. તેથી આપણો માર્ગ પ્રેમલક્ષણા ભક્તિનો કહેવાય છે .
પ્રેમ લક્ષણા ભક્તિમાં સાધન કોઇ કર્મનું નથી. સાધનભાવ તેમાં બાધક છે. વળી તે તો સખા ભક્ત હતા. તેથી સર્વ વાત જાણતા હોય. અનુભવ પણ હોય. તેથી તેમણે પ્રેમને મુખ્ય લખ્યો છે.

જયારે વૃજમાં ભગવાને ગોપીઓ સાથે લીલા કરીને અનેક ચરિત્ર દેખડયા તેનો ઠપકો આપવા ગોપીઓ જશોદાજી પાસે જાય છે ને રાવ ખાય છે કે આ તમારો લાલ અમારા ઘરમાં આવીને ભંજવાડ કરી જાય છે માખણ ખાઇ જાય છે. ને માંકડાને ખવડાવે છે. ગોપાલકોને આપી દે છે. વળી તેને ચોર કહીએ તો કહે છે કે ચોર તો તું છેઃ હું તો ઘરનો માલીક છું. આવી લીલા કરી ત્યારે કોણ સાથે હતું. કોણે જોઇ હતી. છતાં બ્રહ્મદાસ સખા ભક્ત હતા. તેથી તેવી લીલા ગાઇ છે. ત્યારે જશોદાજીના મનમાં થયું કે જેણે જેવું જોયું તેવું લખ્યું છે. પછી તો તેમને ખબર કે જાણતા હતા કે નહિ. જશોદાજીને પણ પોતાના લાલની એવી લીલાની સાક્ષી તેના પ્રેમી ભક્તોએ પુરી છે તે પણ કબૂલ રાખવી પડી. માટે સર્વ સાધનમાં પ્રેમજ મુખ્ય છે.

તેવું સાંભળીને વૈષણવના મનમાં એમ થયું કે, પુર્વના સુક્રિતને આધારે ભાગ્યોદય થાય છે. અને ભાગ્યોદય થયા સિવાય પ્રભુમાં પ્રેમ ન થાય દ્રઢ આશ્રય ન રહે. તેમાં કોઇ ઉત્તમ, મધ્યમ, અવતારનું કારણ નથી. જેને દઢ નિશ્ચય થયો છે. તેને દ્રઢ આશ્રય થાય તેથી પુર્વ ભાગ્યોદયના આધારે સત્ય ભક્તિની પ્રાપ્તિ થાય છે. અને ભગવદ ઇચ્છા વિચારીને ચાલે તો કૃપા જરૂર થાય. શ્રીજીના એવા દ્રઢ વચનો સાંભળીને વૈષ્ણવો તેની પ્રશંસા કરતા પોતાના ઉતારા પર ગયા, નિર્મલ ભગવદ વાણી સાંભળીને આનંદ પામ્યા. આ વચનામૃતમાં પ્રેમનુ મુખ્ય વર્ણવ્યો છે. સાધનથી પ્રભુ વશ થતાં નથી. પ્રભુની લીલાનું વર્ણન તેના જે સખાભક્ત કરે તે યથાર્થ જ હોય છે. તેમાં કોઇ દિવસ શંકા લાવવી નહિ. કારણ કે સખાભક્તોએ જેવી લીલા નજરે નિહાળી છે. તેવી જ ગાઇ છે. તેથી જ પુષ્ટિમાર્ગમાં શ્રીઠાકોરજી સનમુખ અષ્ટ સખાકૃત કીર્તનોજ બોલાય છે. બીજા નહિ. આજે તો ગમેતેવા કીર્તનો ગાવા છે પછી તેનો ભાવ શું છે. ગમે તેવો હોય પણ ગાવાનું કામ પ્રભુ તો તેના અષ્ટ સખા કૃત કીર્તનો સાંભળીને જ પ્રસન્ન થાય છે અન્ય વાણીના કીર્તનો બહિર્મુખવાણી ગણાય છે તેથી તેનાથી પ્રભુ પ્રસન્ન થતાં નથી. માટે હંમેશા અષ્ટસખા કૃત વાણી બોલવી તેનાથી પ્રભુ પ્રસન્ન થાય છે , તે ખાસ લક્ષમાં રાખવું માર્ગનો મુખ્ય સિદ્ધાંત એ જ છે

|| ઇતિ તેવીશમાં વચનામૃતનો ભાવાર્થ સંપૂર્ણ ||

( પ્રભુ શ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી )

લેખન પ.ભ. વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી ( પ્રભુ શ્રી ગોપાલલાલજી મહારાજશ્રી નું મંદિર, શિહોર દ્વારા )           

|| સર્વ ભગવદી વૈષ્ણવોને કિંજલ તન્ના ના જય ગોપાલ||