|| શ્રી ગોપેન્દ્રાષ્ટકમ્ ||

0
161

|| શ્રી ગોપેન્દ્રપ્રભુ સદાય બિરાજમાન છે ||

આઠ કડીના સ્તોત્રને અષ્ટક કહેવાય.

સૌરાષ્ટ્ર મંડલે સૌભાગ્યશ્યામા, મહામત્તમંડપે જનસંગમૈચ ||
તસ્યપાદરેણું કંઠે ચ કણિકા, નિરોપિકાલં નિર્ઘોષનિત્યમ્ ||1.||

  • શ્રીગોપાલલાલ ના પ્રદેશ ના વર્ણનમાં દુલ્હો આપ અને દુલ્હની સોરઠ એ ભાવ ભગવદ્દ ભક્તો વર્ણવે છે. તે જ ભાવ અહિં બિહારીદાસજી ગોપેન્દ્રાષ્ટકની શરૂઆતમાં વર્ણવે છે. શ્રીગોપેન્દ્રજી શ્યામ છે તો સૌરાષ્ટ્ર શ્યામા છે.(સમગ્ર પંથક આપશ્રી ને વરેલ છે માટે)  જેમ દ્વાપરમાં શ્રીકૃષ્ણએ ખટમાસ ની રજની કરી રાસલીલાનું સુખ ગોપીજનો ને આપેલ તેજ રીતે શ્રીગોપેન્દ્રજીએ અગણિત મહામંડપમાં પ્રગટ રાસનું સુખ શરણાગત જીવો ને આપેલ છે. આ મહામંડપ માં લીલાનાં જે જીવો પધાર્યા છે એમના ચરણની જો રજ પણ લેવા માં આવે તો કાલનો જે ભય છે તે પણ અભય થઇ જાય. જે જીવ માત્ર કુતુહલ વિશે પણ રજ લે તો અભય થાય છે.

જનસંગમૈચ અવિલોક્યબાલા, પૂર્વેષુ રાસ વૃજ વસુધાયમ્ ||
વચનોવિલાસં સૌરાષ્ટ્રમંડલે, રાસાધિપતિરાયે શ્રીગોપેન્દ્રઘોષમ્ ||2.||

  • આ મહામંડપમાં જે નિજજન ભેગા થયા છે તે દ્વાપરમાં શ્રીગોપીજનો હતા. જેણે રાસમાં લીલાદિક સુખ લીધા છે, જેના મનમનોરથ અધુરા હતા તે જીવોને પુન:લીલા પ્રાપ્તિ માટે વચન આપેલ કે કલિયુગમાં તમારા મનમનોરથ પૂરા કરીશ તે જ રાસ રસાત્મિક સ્વરૂપ એટલે શ્રીગોપેન્દ્રજી.

શ્રીગોપેન્દ્રરાય,શ્રીગોપાલનંદન,ચતુરાદશીમાસ આસો ઉદયમ્ ||
શ્રીમદ્ ગોકુલ ગામેનિવાસં, વચનો વિલાસં વૃજ સુંદરીયમ્ ||3.||

  • શ્રીવલ્લભકુલમાં મધ્યમણિ શ્રીરઘુનાથજીનાં લાલ શ્રીગોપાલલાલ, જેમણે શ્રીનાથજી સ્વરૂપે પ્રગટ થઇ પોતાની સૃષ્ટિનું મંડાણ કર્યું. તેમના ગૃહે આસો(પ્રજ ની ભાદરવા)વદ 14,મંગળવારે  શ્રીગોપેન્દ્રલાલજી નું પ્રાગટ્ય શ્રીમદ્દ ગોકુલમાં થયુ છે. વ્રજ સુંદરીને જેમણે દ્વાપરમાં વચન આપેલ તે જ સ્વરૂપ પ્રગટ્યુ છે.

વિસ્તારવૃજભક્ત સૌરાષ્ટ્રમંડલે, કૃપાનાથ કરૂણા કરી પાવ ધરણે ||
તદ્દનામનિર્ભય ત્રિવિધતાપ હરણે, પુષ્ટિજનોનામ રહસ્ય પુષ્ટ વર્ણવે ||4.||

  • દ્વાપરમાં શ્રીયમુના મહારાણીજીના જુથના જે જીવો હતા જેના મનમનોરથ નિત્ય રાસાદિક લીલા સુખના હતા તે જીવો નર-માદા રૂપે સૌરાષ્ટ્ર માં પ્રગટ્યા અને આપશ્રી દૈવીજીવોના હિત માટે પ્રદેશમાં પધારી, આ જીવોને પોતાના શરણમાં લીધા.ભગવદ્દ ભક્તો દ્વારા જે ‘શ્રી ગોપેન્દ્ર શરણંમમ:’ મંત્ર અપાયો તે જીવના ત્રણેય પ્રકારનાં દુ:ખ,આધિ,વ્યાધિ અને ઉપાધિ ને હરનાર છે. જે જીવ ઉપર કૃપા હશે એ જ જીવ પુષ્ટિનું રહસ્ય સમજ્શે. આપશ્રીની અગણિત લીલા છે એમાં જેને પૂર્વે જે પ્રાપ્ત થયુ હતુ તે જ અહિં પ્રાપ્ત થાશે.

મહામત્તમંડપે ધ્વજા ધીર ધરણે, રસલુબ્ધલોભી મળ્યા ખંડોખંડે ||
ગુણગાન ગાયે શ્રીગોપેન્દ્રસંગે, નહિ સ્વર્ગ પાતાલ એકો બ્રહ્માંડે ||5.||

  • આ મંડપમાં પત્રિકા વેણુનાદનું સ્વરૂપ છે. ધ્વજા, ચિન્હ ફરહરી નિજજનો ને બોલાવે છે. દ્વાપરમાં જેમ ગોપીજનોએ પ્રભુ સાથે ઉન્માદભરી રાસલીલા કરી તે જ રસનાં લોભી વૈષ્ણવો મહામંડપમાં મળ્યા છે. મહામંડપમાં વિવિધ ગામની કિર્તનમંડળી જંયા પધારી પ્રભુનાં ગુણગાન ગાય છે તે સ્થાન સ્વર્ગલોક, પાતાળલોક કે આ બ્રહ્માંડનાં કોઇ પણ સ્થાન સાથે સરખાવી ના શકાય તેવુ અદ્દ્ભુત છે.

અંગોઅંગકંઠોકંઠમિલાપ, હરખે હુલ્લાસ હુલ્લાસ સોહાગમ્ ||
માલાતિલક તાંદુલ શિર છાપં, જયજયરાય શ્રીગોપેન્દ્ર ગોપેન્દ્ર જાપં ||6.||

  • ભગવદ્દી અને ભગવાન અભેદ છે તેવુ જેરામભાઇ પોતાની વાણીમાં કહે છે. ‘સ્વરૂપ સકોમળ મારો સાયબો’ માં ગોકુલદાસજી કહે છે- ‘કિધો વાલે વૈષ્ણવમાં વાસ’. આ જ ભાવ અહિં બિહારીદાસજી વર્ણવે છે કે મહામંડપમાં જે નિજજનો પધાર્યા છે, તે એકબીજાના અંગો અંગે તથા કંઠમાં કંઠ રાખીને પોતાના સોહાગની ધન્યતા અનુભવે છે. કંઠમાં માળા ધારણ કરી, સ્વામિનીજીનાં કેશની પ્રસાદી તેલ લઈ તેલતિલક કરી, પોતાનાં લલાટમાં વિજય કુમકુમ તિલક ધારણ કરે છે અને અખંડ વ્રજના રાય શ્રીગોપેન્દ્રજીનું રટણ કરે છે.

અન્યોઅન્ય પ્રસાદ પ્રેમે પ્રકાશં, મહાજુથમહાજુથનયણે નિવાસં ||
અદ્દભુતવાજા થૈઈ થૈઇ વાજે, રસિકરાય શ્રીગોપેન્દ્ર મધ્યે વિલાસં ||7.||

  • દ્વાપરમાં છાકલીલામાં આપે જુઠણ લીધું તથા દીધું એ ભાવ આપશ્રી એ આપના અંગીકૃત ભગવદ્દ ભક્તોને અનુભવ કરાવ્યો. તે જ રીતે આપનું ઉચ્છિષ્ટ આપના નિજજનો અરસપરસ લઈ દોષ નિવૃત કરી પ્રેમનો પ્રકાશ પોતાના અંગમાં કરેલ છે. આ મહામંડપમાં અગણિત જુથો પધારેલ છે, જે આ દર્શન ને હ્રદયારૂઢ કરી રહયા છે.મહામંડપમાં અગણિત જુથો કિર્તનનો રસાસ્વાદ લઈ રહ્યા છે, ત્યાં અનેક વાજિંત્રો વાગે છે. રસિકરાય એવા શ્રીગોપેન્દ્રજી મધ્યમાં બિરાજી સર્વે સુખોનું દાન કરે છે.

સફલ શુદ્ધ સુકૃત પૂર્વે વિકાસં, સકલ અંગ અર્પણ રમણ રહેશ રાસં ||
જયજયકાર જયજયકાર રાસે વિલાસં, ‘બિહારીદાસ’ તવ ચરણે નિવાસં ||8.||

  • જેણે દ્વાપરમાં રાસલીલાનો અનુભવ કરેલ છે, પ્રભુની લીલાનાં વિસ્તાર અર્થે જેના મનમનોરથ રાસમાં અધુરા હતા તે જીવો આ કલિયુગમાં જે રાસ રસાત્મિક સ્વરૂપ પ્રગટ્યુ છે તેને ઓળખશે અને પોતાનું અંગ સર્વ સમર્પણ શ્રીઠાકોરજી ને કરશે.બિહારીદાસજી ભારપૂર્વક બે વખત જય જયકાર બોલી કહે છે- તે જીવો રાસમાં વિલાસ કરશે. અને હું બિહારીદાસ તેવા ભગવદ્દ ભક્તોનાં ચરણોમાં નિવાસ કરૂ તેવુ શ્રીઠાકોરજી પાસે માંગે છે.

|| ઇતિ શ્રી બિહારીદાસ વિચરિતં “શ્રીગોપેન્દ્રાષ્ટકમ્” સંપૂર્ણં ||

  • આ અષ્ટકના પાઠથી મહામંડપ માં જે રાસ સ્વરૂપ છે, તેની ઓળખ થાય છે.તથા આપણે આ લીલાના અધિકારી થવુ હોય તો ભગવદ્દ ભક્તના સંગથી સ્વરૂપ જાણી શકાય છે.

(‘અમૃતરસ ચિંતામણિ ગ્રંથ’ માંથી)

|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને ‘જય ગોપાલ’ || 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here