|| શ્રીગોપાલાશ્રય ગ્રંથ સ્તોત્રં ||

0
378

|| શ્રી ગોપાલો જયતે ||

શ્રીમદ્દ આચાર્ય પ્રાણામ્ય હૈ, ત્રિવિધતાપ હરિણ્યમ્ ||

ભક્તિદાતા કૃપાધિક્યમ્, લીલારસ પૂરિતમ્ ||1||

જે ત્રણ પ્રકારના તાપ દુ:ખને હરનારા છે, ભક્તિ આપનારા છે, અધિક કૃપા વડે લીલારસને પૂર્ણ કરનાર એવા મદ્દ મહાન આચાર્યને નમન હો.

તત્વાર્થ તત્ત્વમેકમ્, તત્ત્વરૂપં સમન્વિતમ્ ||

તત્ત્વલીલા કૃતમ્ સોક્ષમ્, ગોપાલ રઘુનંદનમ્ ||2||

પરમ તત્ત્વના અર્થવાળા, એકજ પરમ તત્ત્વ સ્વયં છે તેવા, પ્રભુસ્વરુપ પરમ તત્ત્વને એકરૂપ કરનારા તેમજ દિવ્ય તત્ત્વ લીલા કરનારા, ક્ષમા આપનારા એવા દયાળુ શ્રીરઘુનાથજીના લાલ શ્રીગોપાલલાલ છે.

વસુધ્યા પાલિત્યમ્, ભક્તોપિ કારણ સ્વયમ્ ||

તદ્દુરૂપ ધર્મચાન્યમ્, ગોપાલ જાનકી સુતમ્ ||3||

ધરતી પરના સર્વે જીવોનું પાલન કરનારા, ભક્તો-ભગવદ્દીઓનું પોતે જ કારણ છે તેવા અને તે પ્રકારના બીજા ભગવદ્દીઓને અનુરુપ રહેલા શ્રીજાનકીજીના પુત્ર શ્રીગોપાલલાલ છે.

તેજોક્તમ્ કોટિ કંદર્પમ્, મહાલીલા વિહારતમ્ ||

સુરનરા મોહિતવ્યમ્, વેદોક્તમ્ દ્વિજરૂપિણમ્ ||4||

કરોડો કામદેવ સમાન જેનુ તેજ છે, જે દેવ તથા નરને પણ મોહિત કરે છે, જે વેદોને ઉતમ ભાવ વડે કહેનારા દ્વિજ ઉત્તમ બ્રાહ્મણરુપ છે અને નિત્ય મહાનલીલામાં વિહાર કરનારા એવા શ્રીગોપાલલાલ છે.

પ્રેમપુંજ પ્રવાહ લક્ષમ્, વિશાલ નેત્ર રાઘવમ્ ||

સ્થુલ મુક્તાફલોદારમ્, કોટિ રવિ પ્રવાહિતમ્ ||5||

અતિ પ્રેમધારાના પ્રવાહ સમાન વિશાળ નેત્રવાળા, જીવોને મુક્તિરુપી ફળ આપનારા, કરોડો સૂર્ય સમાન દૈદીપ્યમાન તેજ પ્રવાહવાળા એવા પાપના સમૂહનો નાશ કરનારા એવા પ્રભુ શ્રીગોપાલલાલ છે.

વૃંદાવન વિહારસ્તમ્, વક્તા ભક્તિ પરાયણમ્ ||

સ્તો શ્યામ કૃતહતાતેષામ, ચિદ્રુપોહીતચ્છેદનમ્ ||6||

આપશ્રી વૃંદાવનમાં વિહાર કરનારા, જેની વાણી ભક્તિયુક્ત છે એવી મધુર વાણીવાળા, જે કલંકનો નાશ કરનારા છે, જે જ્ઞાનરુપ અને અહિતનો નાશ કરે છે એવા પ્રભુ શ્રીગોપાલલાલ છે.

પૂર્ણાનંદ સ્થિતાદેવમ્, ભુતરૂપોષિ ગ્રાહીકમ્ ||

અન્નાત્કતં કૃતાષશ્વયતમ્, બંધનચાપિ છેદનમ્ ||7||

આપશ્રી ભુત માત્ર, જીવમાત્રને સ્વસ્વરુપ વડે ગ્રહણ કરીને પૂર્ણ એવા આનંદ યુક્ત રહેલા છે, અન્ન, ધન તથા તૃષા તેમજ કર્મ બંધનને ભેદનારા એવા આપ શ્રીગોપાલલાલ છે.

યજ્ઞકર્તા વ્રજપ્રિયા, પુષ્ટિલીલા વિહારતમ્ ||

સ્ત્રીશૂદ દૈવ રણિતાનામ્, સ્થાપિતમ્ નિશ્ચલપિયમ્ ||8||

જે યજ્ઞ કરનારા છે, વ્રજમાં પ્રિયાને પુષ્ટિલીલા યુક્ત વિહાર કરનારા, સ્ત્રિ, શુદ્ર, દેવ ને પ્રસન્ન્તા આપનારા તથા પોતાની લીલામાં લય કરીને પુન: સ્થાપિત કરનારા પ્રભુ શ્રીગોપાલલાલ છે.

અભયદાનાદીક્ષશ્ચ, પ્રાણનો પુરુષોત્તમમ્ ||

યસ્યાર્થસાર તાસષામ્, ભુતનાથોદીતાસયમ્ ||9||

અભયદાન આપનારા અને ક્ષમા આપનારા, પ્રાણ પ્રિય પુરુષોત્તમ, જે તત્ત્વોનો યોગ્ય અર્થ પ્રતિપાદન કરે છે એવા સર્વ પ્રાણી-જીવના નાથ એવા દયાળુ પ્રભુ શ્રીગોપાલલાલ છે.

પરમોક્તમ્ પરમાત્મા, પ્રાણપ્રેષ્ટો વ્રજાધિપ ||

નેક જન્મ કૃતાજેષામ્, તંસર્વોપિ નિવેદયમ્ ||10||

હે પરમધામ રુપી પરમાત્મા, પ્રાણપ્રિય એવા વ્રજના અધિપતિ શ્રીગોપાલલાલ, આ જીવના અનેક જન્મોના કરાયેલા કર્મો ક્ષમા કરી આપના ચરણોમાં સ્થાન આપવા આપને નિવેદન કરીએ છિએ.

એવંચિતમ્ અભયંસર્વમ્, પ્રાત:કાલ પરાયણમ્ ||

સધ્ધાભક્તિ પ્રાપસ્થો, ગોપાલ સમરન માચરેત ||11||

આ પ્રમાણે સર્વે જીવોએ મનમાં, અભય આપનારા અને શ્રધ્ધા ભક્તિનું તરત જ ફળ આપનારા એવા શ્રીગોપાલલાલનું પ્રાત:કાળમાં પવિત્ર મન વડે સ્મરણ કરવું.

|| ઇતિ વિષ્ણુદાસજી રચિતં ‘શ્રીગોપાલાશ્રય ગ્રંથ સ્તોત્રં’ સંપૂર્ણં ||


: કવત :

ભક્તિ દીજે દાસકુ, દીન બંધુ ભગવાન,
રઘુનંદન શ્રીગોપાલજી, સુનીયે કૃપા નિધાન ||

સુનીયે કૃપા નિધાન, નેક પ્રભુ નહિ નેરો,
જન્મ જન્મકો દાસ, તિહારે ઘરકો ચેરો ||

કહત કુશલ કર જોડ, કલેવર ભયે આસક્તિ,
દીન બંધુ ભગવાન, દાસકુ દીજે ભક્તિ ||


(‘શ્રીઅમૃતરસ ચિંતામણિ ગ્રંથ’ માંથી)

|| સર્વે ભગવદ્દી વૈશ્નવોને ‘જય ગોપાલ’ ||

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here