|| શ્રી ગોપાલો જયતે ||
- શ્રીરઘુનાથજી ના પ્રથમ લાલ શ્રીદેવકિનંદન મહારાજ ના તારા નામ ના પરમ કૃપાપાત્ર સેવક હતા જે શ્રીગોપાલલાલ સાથે વાદ કરવા ઇચ્છતા હતા.તેથી દેવકિનંદનજી એ સમજાવ્યુ કે શ્રીગોપાલલાલ સ્વયં શ્રીનાથજી નું સ્વરૂપ છે માટે આપ વાદ માં ધ્યાન રાખશો.
- શ્રી ગોપાલલાલ પોતાના અંગીકૃત સેવકો સાથે બેઠક માં બિરાજતા હતા, ત્યારે તારાસેવક ત્યાં આવી ઉભા રહ્યા.શ્રીગોપાલલાલ ના સ્વરૂપ માંથી એવી સ્વરૂપાત્મક લીલા નું દર્શન થયુ કે આ અષ્ટક સરિતા ની જેમ તેમના મુખ માંથી વહી રહ્યુ. આપણે પણ તેમના દિવ્ય સ્વરૂપ નાં દર્શન નાં અધરામૃત નું પાન કરીએ.
ચિત્ત ? કિમર્થં ધાવસિ વ્યર્થં, ભયવિત્રસ્તં શોકસુગ્રસ્તમ્ ||
ગોકુલશરણં ભવભયહરણં, રઘુપતિબાલં ભજ ગોપાલમ્ ||1.||
- હે ચિત્ત તુ ક્યા અર્થ માટે ખોટુ ભ્રમી રહ્યુ છે ? ભય થી ઘેરાયેલુ શોક થી ગ્રસ્ત થયેલુ છે ? જીવ ને જે આધિ-વ્યાધિ-ઉપાધિ છે તેને દુર કરનારા ભવભય ને હરનારા, શ્રીરઘુનાથજી નાં લાલ શ્રીગોપાલલાલ નું ભજન-સ્મરણ-સેવન કર.
⇒ પ્રથમ દર્શન અભય આપનાર સ્વરૂપ થી કર્યુ છે.
સસ્મિતવચનં સુલલિતરચનં, વ્રજપતિરક્તં જનનિજભક્તમ્ ||
ધૃતમણિહારં પરમોદારમં, રઘુપતિબાલં નમ ગોપાલમ્ || 2.||
- આપશ્રી હાસ્ય થી યુક્ત મુખારવિંદ થી સુંદર વેદો,ભાગવત માંથી રચના કરી ભક્તિમાર્ગીય વચનો કહેવાવાળા છો. આપ તો વ્રજપતિ છો. આપના સેવકો આપના સ્વરૂપ માં અનુરાગ રાખવાવાળા છે. આપે હ્રદય માં કૌસ્તુભ મણિ નો હાર ધારણ કરેલ છે. આપ તો જીવ પર કૃપા કરવા માં અત્યંત ઉદાર છો. આવા સ્વરૂપયુક્ત શ્રીગોપાલલાલ ને નમન કરો.
વિદ્યાવલિતં કુણ્ડલ લલિતં, વિષય વિતૃષ્ણં સેવિત કૃષ્ણમ્ ||
જગતોબન્ધું કરૂણાસિન્ધું, રઘુપતિબાલં સ્મર ગોપાલમ્ ||3.||
- આપશ્રી પરમબ્રહ્મ સ્વરૂપથી છો. આપ સર્વ વિદ્યાથી યુક્ત છો.આપશ્રી એ કાનમાં રવિજ્યોતસમ કુણ્ડલ ધારણ કરેલા છે. આપ વિષયો ની તૃષ્ણતા થી રહિત છો. કલિયુગ માં આપશ્રી શ્રીકૃષ્ણ સ્વરૂપથી જ સેવાયેલા છો. જગત ના આપ મિત્ર સમાન છો,આપ કરૂણા ના સાગર રૂપ છો. આવા શ્રીરઘુનાથજી ના લાલ શ્રી ગોપાલલાલ નું સ્મરણ કરો.
ભજનસયત્નં જગતોરત્નં, સ્વકુલોત્તંસં દ્રુતહતકંસમ્ ||
બુધજનવન્દ્યં મહદભિન્નન્દ્દં, રઘુપતિબાલં વદ ગોપાલમ્ ||4.||
- આપશ્રી ભજન માં યત્ન-રત વાળા, જગતના રત્ન સ્વરૂપ, શ્રી વલ્લભકુળમાં ભૂક્ષણ સ્વરૂપ, કંસ નો જેમણે નાશ કર્યો છે તે, જ્ઞાનિ દ્વારા વંદન કરવા યોગ્ય સ્વરૂપ, મહાપુરૂષો દ્વારા અભિનંદન ને પાત્ર એવા સ્વરૂપ થી યુક્ત શ્રીરઘુનાથજી ના લાલ શ્રીગોપાલલાલ નું ગુણગાન કરો.
ધરણીદેવં કૃતહરિસેવં, પંકજનયનં સુલલિતશયનમ્ ||
અભિનવવેષં જનહ્રદયેશં, રઘુપતિબાલં વદ ગોપાલમ્ ||5.||
- પૃથ્વીના દેવો થી હરિરૂપ સેવાયેલ, કમળ સરખા નેત્રો વાળા,સુંદર શયનવાળા,નવા નવા વેશ ને ધારણ કરનાર,નિજભક્તો ના હ્રદય માં બિરાજેલા શ્રીરઘુનાથજીનાં લાલ શ્રીગોપાલલાલ નું ગુણગાન કરો.
ગુણગણ ધીરં હ્રદયગંભીરં, સુભગશરીરં ધૃતશુચિચીરમ્ ||
જગદભિરામં સ્મિતજિત કામં, રઘુપતિબાલં સ્મર ગોપાલમ્ ||6.||
- ગુણના સમુદાય થી ધીર, હ્રદય થી ગંભીર, જેમનુ શ્રીઅંગ સુંદર છે તે, સુંદર વસ્ત્રો ધારણ કરનારા, જગત માં મનોહર સ્વરૂપથી, સુંદર હાસ્યથી કામદેવ ને જીતનારા શ્રીરઘુનાથજી ના લાલ શ્રીગોપાલલાલ નું સ્મરણ કરો.
ભક્તિનિધાનં કૃત બહુદાનં, પૂજિતવિજ્ઞં સર્વગુણજ્ઞમ્ ||
દીનદયાલું ભક્તકૃપાલું, રઘુપતિબાલં ભજ ગોપાલમ્ ||7.||
- ભક્તિરૂપી ભંડાર નું દાન આપનારા, વિદ્વાનો દ્વારા પુજાયેલા,સર્વ ગુણો થી યુક્ત,અત્યંત દયાળુ, ભક્તો પર કૃપા કરવાવાળા શ્રીરઘુનાથજીનાં લાલ શ્રીગોપાલલાલ નું ભજન કરો.
નાનાવિદ્યં સુમનોહ્રદ્યં, જગદાહ્લાદં સુસ્વરનાદમ્ ||
શુચિમિતકથનં શ્રુતિમધુમથનમ્, રઘુપતિબાલં ભજ ગોપાલમ્ ||8.||
- અનેક પ્રકાર ની વિદ્યાના જ્ઞાતા, જેમનું પુષ્પ જેવું કોમળ હ્રદય છે તે, જગત ને આનંદ આપનારા, આપના સુંદર સ્વર થી શ્રુતિ નું મંથન કરી વ્યક્ત કરનારા શ્રીરઘુનાથજીનાં લાલ શ્રી ગોપાલલાલ નું ભજન કરો.
શ્લોકાષ્ટકં શ્રીરઘુનાથપુત્ર- ગોપાલનામ્ન: સમધીતસામ્ન: ||
નિત્યં નરો ય: પ્રપઠેત્સુધામ્ન: પ્રાપ્નોતિ શીઘ્રં પરમં પદં સ: ||9.||
- જેમણે સોમવેદનું સારી રીતે અધ્યયન કર્યુ છે એવા શ્રીરઘુનાથજીનાં પુત્ર શ્રીગોપાલલાલ નું આ
આઠ શ્લોક નું અષ્ટક છે. જે આશ્રિતજન નિત્ય આ અષ્ટકનું પઠન કરે છે તેમને આપશ્રી નાં ચરણાર્વિંદ ની પ્રાપ્તિ તુરંત જ થાય છે.
આરાધ્ય ગોપાલપદારવિન્દં, સંસક્ત ‘તારા’ ભિધસેવકેન ||
સ્તોત્રં કૃતં ય: સ્મરેત્ત્રિસન્ધ્યં સંપૂર્ણકામં પદમેતિ વિષ્ણો: ||10.||
- શ્રીગોપાલલાલના સ્વરૂપમાં આસક્ત થઇ ચરણાર્વિંદમાં જેનું મન આસક્ત છે એવા તારાસેવક કહે છે, જે જન ત્રણેયકાળ આ અષ્ટકનું ગુણગાન કરશે તેમના સર્વ મનોરથ શ્રીવિષ્ણુ સ્વરૂપ થી પ્રગટીત શ્રીગોપાલલાલ પૂર્ણ કરશે,તેને આપશ્રી નાં ચરણો ની પ્રાપ્તિ થાશે.
⇒ અનેકવિધ સ્વરૂપથી, સર્વ શાસ્ત્રોના સાર સ્વરૂપથી, સર્વ વિદ્યા સ્વરૂપથી, તત્વ નું તત્વ, શ્રીકૃષ્ણ સ્વરૂપથી શ્રીગોપાલલાલજી નું જે સ્વરૂપદર્શન થયુ તે ‘શ્રીતારાસેવકજી’ એ અહિં વ્યક્ત કર્યુ છે.
|| ઇતિ ‘શ્રી તારા સેવક’ વિચરિતં ‘શ્રીગોપાલાષ્ટકમ્’ સંપૂર્ણં ||
(‘અમૃતરસ ચિંતામણિ ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને ‘જય ગોપાલ’ ||