|| શ્રી ગોપાલો જયતે ||
શ્રી જમુનેશ પ્રભુની સદા જય હો.
રૂકમની રવન ગોપેંદ્ર, જુગ સબ રાજીત જોરી,
લલક્ય ચલ્યો રસકંદ, કહા કહે કવિ મતિ થોરી;
જન ઉર ભાસિત જેહ, નેહ નવલ બોહો બાઢયો,
અનુભવ સુખ વહે એહ, કાલ કપટ દલ કાઢયો;
ઇચ્છા રૂપ પ્રતાપ, અપુને જન શુભ કાજ,
લીલા બઢાવન આપસુ, પ્રગટ ભયે મહારાજ.
રૂકમની રવન એવા શ્રી ગોપેંદ્રજી જુગલ સ્વરૂપે દરેક યુગની અંદર અહોનિશ બીરાજે છે, તેની લીલાના રસનો પાર નથી. બ્રહ્મા-વિષ્ણુ-મહેશ જેવા કે શુકદેવ જેવા પણ પાર પામ્યા નથી. તો કવી કહે છે કે મારી તો મતી થોડી છે. હું શું વરણન કરી શકું? પોતાના નિજજન એવા મહાન ભગવદી જેના હૃદયમાં એ લીલાનો ભાસ થાય, જેનામાં અથાગ સ્નેહ ભરપૂર છે એવા જનો જ એ અનુભવનું સુખ માણી શકે. કે જેણે કાળ-કપટના સૈન્યને દૂર કર્યું છે. એવા પોતાના જન માટે જ. અને પોતાના નિજજનનું શુભ કાર્ય કરવા માટે જ આપની ઈચ્છાએ લીલા વધારવા શ્રી જમુનેશ મહાપ્રભુ ભૂતળ ઉપર પધાર્યા. આપના પ્રતાપ બળનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||