।। રૂમની સેવા અને નિયમો ।।

jayshreegopal.com
jayshreegopal.com

૧. સરકારશ્રીના નિર્દેશ મુજબ, રૂમ બુક કરાવનાર વૈષ્ણવોએ ઓળખકાર્ડ, એડ્રેસ, ફોન નંબર અગર મોબાઈલ નંબર લખાવવો ફરજીયાત છે.

૨. રૂમ રૂબરૂ જ આપવામા આવશે, ફોન પર બુકિંગ થશે નહીં.

૩. રૂમ બુક કરવા સમયે રજીસ્ટર માં અચૂક સહી કરીને રૂમ સંભાળવી.

૪. રૂમની ડિપોઝિટ ની પહોંચ અચૂક લેવી.

૫. રૂમનું બુકીંગ ફકત ત્રણ દિવસનું જ થશે. જેટલા દિવસ રોકાવાનું હોય તે રૂમના ભાડા કરતા ડબલ ડિપોઝિટ જમા કરાવવા ની રહેશે.

૬. રૂમ પરત કરતી વખતે સાફ સફાઇ કરીને પરત કરવાની રહેશે.

૭. એક રૂમ માં ત્રણ વ્યક્તિ જ રહી શકશે. વધારાની પર વ્યક્તિ દીઠ ૩૦રૂ. એક્સ્ટ્રા આપવાના રહેશે.

૮. લાઈટ તથા પાણી નો બગાડ કરવો નહીં, બહાર જતી વખતે લાઈટ તથા પંખા બંધ કરવા.

૯. રૂમ માં ગાદલા, ચાદર, ઓછાડ, ઓશીકા ગંદા કરવા નહીં.

૧૦. રૂમ પરત કરતી વખતે કર્મચારી ને સાથે રાખી પરત કરવી.

૧૧. વધારા નું લીધેલું પાગરણ સવારે ૮ વાગ્યા સુધીમાં સોંપવા નું રહેશે.

૧૨. ચેક આઉટ ટાઈમ બપોરે એક વાગ્યા સુધી રહેશે. મોડું થતાં બીજા દીવસ નું ભાડું લેવામાં આવશે.

૧૩. મંદિર પરિસરમાં તથા રૂમમાં કોઈ પણ માદક પદાર્થ નું સેવન કરવું નહિ.

૧૪. ઓફિસે થી માઈક માં આપતા સૂચનો ધ્યાનથી સાંભળવા.

૧૫. આપના કોઈ પણ સૂચનો અધિકારીશ્રી ને લેખીત માં આપવા.

૧૬. કર્મચારી સાથે વાદ વિવાદ કરવો નહીં.

૧૭. સંસ્થા ના નિયમો નું ચુસ્ત પણે પાલન કરવું.

૧૮. રૂમ નો મેઈન્ટેનસ ચાર્જ પ્રતિદિન નીચે મુજબ રહેશે.

 

ગોપાલ ભુવન: ૧૦૦ રૂપિયા

ગોપેન્દ્ર ભુવન (એ.સી.) : ૫૦૦ રૂપિયા

ગોપેન્દ્ર ભુવન (નોન એ.સી.) : ૨૦૦ રૂપિયા

જમુનેશ ભુવન (એટેચ બાથ) : ૧૫૦ રૂપિયા

આરોગ્ય ભુવન (એટેચ બાથ) : ૧૫૦ રૂપિયા

એક્સ્ટ્રા પથારી : ૧૦ રૂપિયા   

 

નોંધ.:- માલ સામાન ની જવાબદારી વૈષ્ણવો ની રહેશે. તાળા ચાવીની વ્યવસ્થા જાતે કરવાની રહેશે. પરિસર તથા ગ્રાઉન્ડ માં ક્રિકેટ કે અન્ય રમતો રમવાની સખ્ત મનાઈ છે.