|| ગુણનિધ શ્રી ગોપેન્દ્રજી ||

0
200

|| શ્રી ગોપાલો જયતે ||

જીવનદાસ ખોજાનો પરસંગ કરીને ઠાકરજીના પ્રતાપબળનું અને કૃપાબળનું વરણવ કરે. જુવો મલેચ્છનો પણ ઉદ્ધાર કીધો અને પુષ્ટિ ભક્તિ મારગનો ઉજ્જવળ પંથ છે, તે નિશ્ચે કરી બતાવ્યું. પુષ્ટિભક્તિમાં કોઈ જીવ ઉંચ નીચ નથી. પણ જીવ કર્મથી ઊંચ નીચ ગણાય છે. નીચ કર્મ છોડે તો પછી કાંઈ બાધક ન થાય.

વાલપનો પરસંગ રાણી હીરાજી તથા રૂખમાવતી તથા બબીબાઈનો કહે કે કેવા પ્રભુજીને વશ કીધાં. જ્યારે સમરે ત્યારે પ્રગટ સ્વરૂપે દરશન આપે. રાજસી લોક પણ લોક વહેવાર તજીને ઠાકરજીને ભજ્યા તો ઠાકરજી તેને વશ થઈને રહ્યા અને બબીબાઈને હાકેમના ભયથી મુક્ત કર્યા. આવા ભગવદીના પ્રેમ અને સ્નેહને વશ પ્રભુજી હોય ત્યાં શું કહીએ, આ મારગ તો પ્રેમ લક્ષણાનો કહ્યો. જેમાં પ્રેમનું લક્ષણ મુખ્ય બતાવ્યું છે.

શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજીના બાલચેષ્ટાના પ્રસંગ કરે. મુક્તાફળ વાવ્યાનો કહે, માતા સત્યભામાને સ્વરૂપનિષ્ઠા આ ચારિત્ર દેખાડીને કરી. ગીરીરાજ માખણનો કરીને દેખાડ્યો ને વૈષ્ણવના મન સ્થિર કીધા. શ્રી ગોપેન્દ્રજીના દર્શન માત્રથી નરકના જીવનો ઉદ્ધાર થયો, તે ચરિત્ર કહીને સ્વરૂપ નિષ્ઠા કરાવે, કે આતો ૨સાત્મિક સ્વરૂપ છે. જગતને મોહ ઉપજાવવા માટે અનેક લીલા ચરિત્ર દેખાડે છે અને પોતાના જીવનું મન પોતામાં નેચલ કરાવે છે. આવો મરમ ઘણો સમજાવી વૈષ્ણવના મનમાં ભગવદ્ ભાવનો ઠેરાવ ઉપજાવે.

મહારાજ શ્રીજમુનેશના પ્રતાપબળના અનેક લીલાચરિત્રના પરસંગ કહે, અજીતસિંહને દૃષ્ટિદાન કરી તેનું મન જીતી લીધું ને વલ્લભકુલનું દ્રવ્ય બધું પાછું અપાવ્યું. મહારાજનું માન આથી વલ્લભકુળમાં વધ્યું અને બાલક સર્વને જાણ્યામાં આવ્યું કે આ તો શ્રીગોપેન્દ્રજીનું આત્મજ સ્વરૂપ છે.(એટલે લાલનું)

ચોકીમાં બારે મેઘ વરસાવ્યા, જૂનાગઢનો નવાબ લાજી રહ્યો. એવું પરાક્રમ ચોકીના મંડપમાં દેખાડ્યું ને વૈષ્ણવના મન સ્થિર કીધા. પાંચાભાઈ મહારાજ ભેળા રહેતા તેથી મહારાજના વચનામૃત ઘણા લખ્યા છે અને પાંચાભાઈને હૈયે પણ ઘણા. જે વચનામૃત કરે અને કહે મહારાજ વૈષ્ણવને ટોણા મારી શીખ આપે ને ખુશ કરે અને કહે વૈષ્ણવો તમો શ્રીગોપેન્દ્રજીનું શરણદાન પામ્યા છો. તો તમને કોઈની ચોટ ન લાગે, તે ધ્યાન રાખજો. શ્રીગોપેન્દ્રજી મહાપ્રભુજી સમાન બીજું કોઈ સ્વરૂપ અદકુ નથી, તે નિશ્ચે જાણજો અને તમારું બાનું, જે દાદાજીના ઘરનું છે, અનીનતાનું દાન છે, તેને સાચવજો, તો સદા તમારું રૂડું થાશે. તમો કોઈની ચોટમાં આવી ન જતાં, આગળ પોરો ખોટો આવશે. કલયુગ છે, માટે મન સ્થિર કરીને રેજો. આવી શીખ વૈષ્ણવને આપે. મહારાજ ઘણા દયાલું ને હસમુખા હતા. વૈષ્ણવ ઉપર કરૂણા દ્રષ્ટિ કરતા અને શરણદાન આપતા. તેવા ઘણા વખાણ મહારાજના કરે અને સમજાવે.

પછે વૈષ્ણવ ધોળ મંગળ બોલે આનંદની હેલી મંડાય. આનંદ કતોહલ ઘણા થાય. પાંચાભાઈ પણ વૈષ્ણવને ખૂબ જ રાજી રાખે ને હાસ્ય વિનોદ કરીને ઠાકરજીના ગુણ ગાન ગવરાવે. ઇ સુખ કહ્યા જાય તેમ નથી. આ તો થોડું ઉબળેક લખું છું, લખું તો વરણવ ઘણું થાય. પણ મારે કાજે લખી રાખું છું,કે જેથી આ સુખડા વિસરાય નહિ. અને પાંચાભાઈ પ્રસંગ લખવાનો પોરહ મને ચડાવે.

(શ્રી પુષ્ટિસંહિતા ગ્રંથ માંથી)

ચિત્રસેવા : શ્રી ઈશિતાબેન ગાદોયા(વડીયા)

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય શ્રી ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here