|| મોનદાસ કાંણાનો પ્રસંગ ||

1
880

|| શ્રી ગોપાલો જયતે ||

મોનદાસ કાંણો વરક્ત તેનો પરસંગ જે છીકારી ગામમાં બન્યો, તે મને વલ્લભ ભેટીયાએ સંભળાવ્યો હતો, પણ હું પરસંગ સાંભળીને ચકિત થઈ ગયો.

મોનદાસ કાંણે આપણા ઠાકરજીના ઘરનું ઘણું કારણ વધાર્યું અને માંડવો ચતુરાદશીનો કીધો. બધા વલભકુળના બાળકોએ પણ દાદાજીના સેવક અમારે માનવા જોગ છે, એમ કહીને તેને પાછા વાળ્યા. ભેટ પણ આપણા ઠાકરજી ગોપાલજીની કીધી અને આહિરને દાન પણ શ્રીગોપાલજીના નામનું આપી સેવક કીધો. બધા વલભકુળના બાલક પણ બિરાજતા હતા, તે બત્રીસની સંખ્યામાં કીધા. આટલા બાળકે મળીને મોનદાસ કાંણાને કીધું કે તમે આને ગોપાલજીના ઘરનું દાન આપો, તેને ગોપાલજીના ઘરનો સેવક થાવું છે. પણ મોનદાસે પરથમ વાતે ના કહી. પણ પછે બાલકે કહ્યું: તમે દાદાજીના ઘરનો ઉપરણો ઓઢચો છે, તો તમે તેને દાન આપો, અમારાથી ન અપાય. આવું દાદાજીનું કારણ બતાવ્યું. પછે મોનદાસે ઠાકરજીની વીશ કોરી પરથમ પોતાની ભેટ કાઢીને, પછે આહિરના નાના મોટા બધાને માળા બાંધી. ગોપાલજીનો મંત્ર ઉપદેશ આપી સેવક કીધા. આમાં ગુરૂપદ તો પુરુષોત્તમનું રહ્યું અને મોનદાસ ભગવદી દ્વારા તે જીવને પુરુષોત્તમનો સંબંધ થયો. આમ પરસંગ સંભળાવ્યો હતો, તે મને યાદ રહ્યા મુજબ કહું છું.

પાંચાભાઈ કહેઃ હા એ મોનદાસ એવો વરક્ત હતો. તેણે ઘણા સેવક ઠાકરજીના કીધા. એક ગુનકાની બેટીનો નિસ્તાર ઠાકરજી સનમુખ લઈને કર્યો, તે દૈવી જીવ જાણીને. તે આપણા ઠાકરજી ગોપાલજી દ્વારકા શ્રીગોપેન્દ્રજીને ઉપનયન આપવા પધાર્યા, ત્યારે તે ત્યાં દરશને સર્વ જુથને લઈને જાતો હતો અને રસ્તામાં છીકારી ગામે માંડવો છે, તેમ સાંભળીને તે જુથને લઈને ગયો. પરથમ જાણ્યું નહિ કે માંડવો પુનમનો છે. પછે પાછા ફરતા હતા. તે ગામના પાદરમાં શ્રીજન જળ ભરવા આવ્યા અને પછે બધાને પાછા ફરતા જોઈને કહ્યું કે તમે જાવમાં. પછે ઘરે જઈને વાત કરી વૈષ્ણવ પાદરથી પાછા જાય છે. તવારે ઘરધણીએ બાળકને વાત કરી તો બાલકે કીધું કે એ દાદાજીના સેવક હશે, તેને પાછા ફેરવો, ઈ અમારે માનવા જોગ છે. એમ કીધું. અને પછે ચતુરાદશીનો માંડવો મોનદાસે કરાવ્યો. એવો ટેકનો ભગવદી વરકત હતો. તેને ઠાકરજીએ પોતાની વડાઈ આપીને કીધું: મોનદાસ અમારી માન્યતા છે, તેવી તારી માન્યતા આ સૃષ્ટિમાં થશે. પછે ઠાકરજીએ મોનદાસને ઢીંગલો બાંધી આપ્યો. તે મોનદાસનો ઢીંગલો વૈષ્ણવો માને અને ઠાકરજીને ચુરી ધરે. ઢીંગલો એટલે એક ટકો, તે તેની સેવકીનો ગણાતો. તે મોનદાસ ઉપર ઠાકરજીની કૃપા થઈ હતી.

તે વરક્ત સૃષ્ટિમાં ફરતો અને બધાને ઉપદેશ આપતો તેને સ્વદેહે શ્રીઠાકરજીની લીલાની પ્રાપ્ત થઈ. તે ગંગાધરભાઈ ભેટીયાને રસ્તે મળ્યા અને થોડી ગુષ્ટ વારતા કરીને મોનદાસે કીધું: કે લ્યો હવે જે ગોપાલ ફરી ભેગા થાશું તો મળશું. એમ કહ્યુંને મોનદાસનું દરશન થાતું બંધ થઈ ગયું. તે ગંગાધર એ વાત પોતાના અનુભવની કરીને લખી ગયા છે.

અત્યારે માધવદાસ વરક્ત મહારાજનો ઉપરણો ઓઢીને સૃષ્ટિમાં ફરે છે. તેને મહારાજે બગડુમાં ઉપરણો ઓઢાડ્યો હતો. તે ઘણા કીરતન વાર્તાનો અનુભવી છે, ગ્રંથ લખે છે. મહારાજનો કૃપા પાત્ર છે. તેનું દરશન તને પાંચ દેવળે થયું હશે. પણ તારી જાણમાં રહ્યું નથી. તે જીવનદાસનો પણ સંગી વૈષ્ણવ છે અને તેનું ઘણું કારણ રાખે છે. આપણા મારગમાં ભગવદીનો સંગ જ મુખ્ય કારણરૂપ છે. ડોસા, મધ્ય રાત થઈ છે. હવે સુખાળા થાઈએ સવારે ઠાકરજીને પોંચવામાં અવેર ન થાય.

(‘ શ્રી પુષ્ટિસંહિતા ગ્રંથ ‘ માંથી)

લેખન પ.ભ.શ્રી કિંજલ બેન તન્ના દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને નંદની ચેતનભાઈ પરમારના જય ગોપાલ ||

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here