|| કુશળદાસ કૃત કવત પ્રશ્નાવલી – ૩ & ૪ ||

0
175

|| શ્રી ગોપાલો જયતે ||

૩.

શ્રીગોપાલ શ્રીગોપેન્દ્ર, શ્રી જમુનેશ સુખરાશી ||
સો પધાર્યા નિજધામ, કહો ભાઈ દીન પ્રકાશી ||
કોન કોન સ્થાનકમાંથી, મનુષ્ય લીલા કીની તે ||
કોની લીલા અગાધ, નહી જાને મદ માતે ||
વલી અખંડધામ ત્રણ રૂપ, કોન સ્થાનકમાં બિરાજે ||
જેથી ચાલે ધરમ, નિશ્ચે તે નાથ નીવાજે ||
ચોમુખ સરૂપ કેનુ હશે, સમજાવી કહો મુજને ||
કહે કુશલ કરજોડકે, તો પુષ્ટિ જાણું તુજને ||

૪.

રસમારગની વાત, કરવી કેની પાસે ||
વરતવું રાખી મેંડ, બીવું લોક ઉપહાસે ||
શ્રી જમુના ઉત્પતિ ધામ, આપણું કીયું છે ||
મહામંત્ર ઉચ્ચાર સેવન કેટલું થયું છે ||
માલા બાંધે કોણ, જે પણ કોણી બોલાવે ||
વૈષ્ણવ ચાલે કોઈ, પીછે માલ ચોપડાવે ||
મારગ પુષ્ટિ કેવો હશે, ઉપમાંથી ઓળખાશે ||
કહે કુશલ તે ભગવદી તરવા સંસાર નાવ છે ||

(દોહા)

પ્રશ્ન પિશતાલીશનો, ઉત્તર કરે જન કોએ ||
કહે કુશલ તીનકે ચરણ સેવન કરું નિત્ય સોએ ||

|| સર્વે ભગવદી વૈષ્ણવો ને જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here